________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાવીસમું પર્વ
૨૩૧ હતી, તે પાપિણી મહાક્રોધથી ભરેલી, જેના કેશ લોહીથી લાલ છે, વિકરાળ જેનું મુખ છે, જેની દાઢ તીક્ષ્ણ છે, જેની આંખો પીળી છે, જેણે માથા ઉપર પૂંછડી મૂકી છે, નહોરથી અનેક જીવ જેણે વિદાર્યા છે તે ભયંકર ગર્જના કરતી સામે આવી, જાણે કે હત્યારી જ શરીર ધારણ કરીને આવી. જેની લાલ જીભનો અગ્રભાગ લવલહે છે, મધ્યાહુનના સૂર્ય જેવી જે આતાપકારી છે તે પાપિણી સુકૌશલ સ્વામીને જોઈને મહાવેગથી ઊછળી. તેને આવતી જોઈને સુંદર ચરિત્રવાળા તે બન્ને મુનિઓ સર્વ આલંબનરહિત કાયોત્સર્ગ ધારણ કરીને ઊભા રહ્યા. તે પાપી વાઘણ સુકૌશલ સ્વામીના શરીરને નખોથી વિદારવા લાગી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન! આ સંસારનું ચરિત્ર જો. જ્યાં માતા પુત્રના શરીરને ખાવા તૈયાર થાય છે. આથી વધારે મોટું કષ્ટ શું હોય ? જન્માંતરના સ્નેહી બાંધવ કર્મના ઉદયથી વેરી થઈને પરિણમે છે. તે વખતે સુમેરુથી પણ અધિક સ્થિર સુકૌશલ મુનિને, શુક્લ ધ્યાનના ધારકને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તે અંતઃકૃત કેવળી થયા. ઇન્દ્રાદિક દેવોએ આવી એમના દેહની કલ્પવૃક્ષાદિક પુષ્પોથી પૂજા કરી, ચતુર નિકાયના બધા જ દેવો આવ્યા અને વાઘણને કીર્તિધર મુનિએ ધર્મોપદેશનાં વચનોથી સંબોધન કર્યું હું પાપિણી, તું સુકૌશલની માતા સહદેવી હતી અને પુત્ર પ્રત્યે તને અધિક સ્નેહ હતો, તેનું શરીર નખથી વિદાયું.” ત્યારે તેને જાતિસ્મરણ થયું. તેણે શ્રાવકનાં વ્રત ધારણ કર્યા, સંન્યાસ ધારણ કરી, શરીર ત્યજી તે સ્વર્ગલોકમાં ગઈ. પછી કીર્તિધર મુનિને પણ કેવળજ્ઞાન ઊપસ્યું એટલે સુર-અસુર તેમના કેવળજ્ઞાનની પૂજા કરીને પોતપોતાના સ્થાનકે ગયા. આ સુકૌશલ મુનિનું માહાભ્ય જે કોઈ પુરુષ વાંચ-સાંભળે તે સર્વ ઉપસર્ગથી રહિત થઈ સુખપૂર્વક ચિરકાળ જીવે.
ત્યારપછી સુકૌશલની રાણી વિચિત્રમાળાને પૂરા સમયે સુંદર લક્ષણોથી મંડિત પુત્ર જન્મ્યો. જ્યારથી પુત્ર ગર્ભમાં આવ્યો હતો ત્યારથી માતાની કાંતિ સુવર્ણ જેવી થઈ ગઈ હતી તેથી પુત્રનું નામ હિરણ્યગર્ભ પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. તે હિરણ્યગર્ભ એવો રાજા થયો, જાણે કે તેણે પોતાના ગુણો વડે ઋષભદેવનો સમય ફરીથી પ્રગટ કર્યો. તે રાજા હરિની પુત્રી મહામનોહર અમૃતવતીને પરણ્યો. રાજા પોતાના મિત્ર બાંધવો સંયુક્ત પૂર્ણ દ્રવ્યનાં સ્વામી જાણે કે સુવર્ણનો પર્વત જ છે. સર્વ શાસ્ત્રાર્થના પારગામી તે દેવો સમાન ઉત્કૃષ્ટ ભોગ ભોગવતો હતો. એક સમયે ઉદાર છે ચિત્ત જેમનું એવા એ રાજાએ દર્પણમાં મુખ જોતી વખતે ભ્રમર સમાન શ્યામ કેશની વચ્ચે એક સફેદ વાળ જોયો. ત્યારે મનમાં વિચારવા લાગ્યા કે આ કાળનો દૂત આવ્યો, આ જરા શક્તિકાંતિની નાશ કરનારી છે, તેનાથી મારાં અંગોપાંગ બલાત્ શિથિલ થશે. આ ચંદનના વૃક્ષ જેવી મારી કાયા હવે જરારૂપ અગ્નિથી બળેલા અંગારા જેવી થઈ જશે. આ જરા છિદ્ર શોધે જ છે તે સમય મળતાં પિશાચિનીની જેમ મારા શરીરમાં પેસીને બાધા ઉત્પન્ન કરશે અને કાળરૂપ સિંહ ચિરકાળથી મારા ભક્ષણનો અભિલાષી હતો તે હવે મારા શરીરનું પરાણે ભક્ષણ કરશે. ધન્ય છે તે પુરુષને કે જે કર્મભૂમિમાં જન્મીને તરુણ અવસ્થામાં જ વ્રતરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com