________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બોત્તેરમું પર્વ
૪૬૧ વચન સાંભળી રાવણે બધાને દિલાસો આપ્યો અને કહ્યું: હે પ્રિયે! તે પાપી એવી કુચેષ્ટા કરે છે તે મૃત્યુના પાશથી બંધાયો છે. તમે દુઃખ છોડો, જેમ સદા આનંદમાં રહો છો તેમ જ રહો, હું સુગ્રીવને સવારમાં જ નિગ્રીવ એટલે કે મસ્તકરહિત કરી દઇશ. બન્ને ભાઈ રામ-લક્ષ્મણ ભૂમિગોચરી કીટ સમાન છે તેની ઉપર શું કોપ કરવો? આ દુર વિધાધરો બધા એની પાસે ભેગા થઈ ગયા છે તેમનો નાશ કરીશ. હું પ્રિયે ! મારી ભૂકુટિ વાંકી થતાં જ શત્રુનો વિલય થઈ જાય છે અને હવે તો બહુરૂપિણી મહાવિધા સિદ્ધ થઈ છે. મારી પાસેથી શત્રુ કેવી રીતે જીવશે? આ પ્રમાણે બધી સ્ત્રીઓને ખૂબ ધીરજ આપીને મનમાં માની લીધું કે મેં શત્રુને હણી નાખ્યા. તે ભગવાનના મંદિરમાંથી બહાર આવ્યો, નાના પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં, ગીત-નૃત્ય થવા લાગ્યાં, રાવણનો અભિષેક થયો, કામદેવ સમાન જેનું રૂપ છે તેને સ્વર્ણ રત્નોના કળશથી સ્ત્રીઓ સ્નાન કરાવવા લાગી. તે સ્ત્રીઓનાં શરીર કાંતિરૂપ ચાંદનીથી મંડિત છે, ચંદ્રમા સમાન બદન છે અને સફેદ મણિના કળશથી સ્નાન કરાવે છે તેથી અદભુત જ્યોતિ ભાસતી હતી. કેટલીક કમળ સમાન કાંતિવાળી સ્ત્રીઓ જાણે કે સંધ્યા ખીલી ઊઠી હોય તેવી ઉગતા સૂર્ય જેવા સોનાના કળશોથી સ્નાન કરાવે છે, જાણે કે સાંજ જ જળ વરસાવે છે અને કેટલીક સ્ત્રીઓ હરિતમણિના કળશોથી સ્નાન કરાવતી અત્યંત હર્ષથી શોભે છે, જાણે સાક્ષાત્ લક્ષ્મી જ છે, તેમના કળશના મુખ પર કમળપત્ર છે. કેટલીક કેળાના ગર્ભસમાન કોમળ અત્યંત સુંદર શરીરવાળી, જેમની આસપાસ ભ્રમર ગુંજારવ કરે છે, તે નાના પ્રકારના સુગંધી લેપથી રાવણને રત્નજડિત સિંહાસન પર સ્નાન કરાવતી હતી. રાવણે સ્નાન કરીને આભૂષણો પહેર્યા, અત્યંત સાવધાન ભાવથી પૂર્ણ શાંતિનાથ ભગવાનના મંદિરમાં ગયો, ત્યાં અરહંતદેવની પૂજા કરીને સ્તુતિ કરવા અને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. પછી ભોજનશાળામાં આવી ચાર પ્રકારનો ઉત્તમ આહાર કર્યો-અશન, પાન, ખાધ, સ્વાધ, ભોજન કર્યા પછી વિધાની પરીક્ષા કરવા કીડાભૂમિમાં ગયો ત્યાં વિધાથી અનેક રૂપ બનાવી નાના પ્રકારના અદ્ભુત કાર્ય વિધાધરોથી ન બની શકે તે બહુરૂપિણી વિધાથી કર્યા. પોતાના હાથના પ્રહાર વડે ભૂકંપ કર્યો, રામના સૈન્યમાં કપિઓને એવો ભય ઉપજ્યો કે જાણે મૃત્યુ જ આવ્યું. રાવણને મંત્રીઓ કહેવા લાગ્યા કે હે નાથ ! તમારા સિવાય રાઘવને જીતનાર બીજું કોઈ નથી, રામ મહાન યોદ્ધા છે, અને ક્રોધ કરે ત્યારે તો શું કહેવું? તેથી તેની સામે તમે જ આવો, બીજો કોઈ રણમાં રામની સામે આવવાને સમર્થ નથી.
પછી રાવણે બહુરૂપિણી વિધાથી માયામયી કટક બનાવ્યું અને પોતે જ્યાં સીતા હતી ત્યાં ઉદ્યાનમાં ગયો, મંત્રોથી મંડિત જેમ દેવોથી સંયુક્ત ઇન્દ્ર હોય તેવો સૂર્ય સમાન કાંતિવાળો આવવા લાગ્યો. તેને આવતો જોઈ વિદ્યાધરીઓ સીતાને કહેવા લાગી, હે શુભે! મહાજ્યોતિવંત રાવણ પુષ્પક વિમાનમાંથી ઊતરીને આવ્યો છે, જેમ ગ્રીષ્મઋતુમાં સૂર્યનાં કિરણોથી આતાપ પામેલો ગજેન્દ્ર સરોવરી પાસે આવે તેમ કામરૂપ અગ્નિથી તપ્ત થયેલો તે આવે છે. આ પ્રમદ નામનું ઉધાન પુષ્પોની શોભાથી શોભે છે. સીતા બહુરૂપિણી વિધા સંયુક્ત રાવણને જોઈને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com