________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૦ એકોતેરમું પર્વ
પદ્મપુરાણ છીએ. એ સુગ્રીવનું ચામર ઢોળનારી દાસી બનશે. ત્યારે મંદોદરી આંખમાંથી આંસુ સારવા અને વિલાપ કરવા લાગી. રાવણના પગમાં પડે, કોઈ વાર હાથમાં પડે અને પતિને કહેવા લાગી હે નાથ! મારી રક્ષા કરો. મારી આવી દશા શું તમે જતા નથી? શું તમે બીજા જ થઈ ગયા છો? તમે રાવણ છો કે કોઈ બીજા છો? અહો ! જેવી નિગ્રંથ મુનિની વીતરાગતા હોય તેવી વીતરાગતા તમે પકડી છે તો આવા દુઃખમાં આ અવસ્થા કેવી? ધિક્કાર છે તમારા બળને કે આ પાપીનું શિર ખગથી કાપી નથી નાખતા. તમે મહા બળવાન ચંદ્ર-સૂર્ય જેવા પુરુષોનું અપમાન સહી શકતા નથી તો આવા રંકનું કેવી રીતે સહો છો? હે લંકેશ્વર! ધ્યાનમાં ચિત્ત જોયું છે, ન કોઈનું સાંભળો છો, ન કોઈને જુઓ છો, અર્ધપત્યંકાસન ધરીને બેઠા છો, અહંકાર છોડી દીધો છે, જેમ સુમેરુનું શિખર અચળ હોય તેમ અચળ થઈને બેઠા છો, સર્વ ઇન્દ્રિયની ક્રિયા તજી દીધી છે, વિદ્યાના આરાધનમાં તત્પર નિશ્ચળ શરીર કરી એવી રીતે બેઠા છો, જાણે કે કાષ્ઠના હો અથવા ચિત્ર હો. જેમ રામ સીતાને ચિંતવે તેમ તમે વિદ્યાને ચિંતવો છો, સ્થિરતા કરીને સુમેરુ તુલ્ય થયા છો. મંદોદરી જ્યારે રાવણને આ પ્રમાણે કહેતી હતી તે જ સમયે બહુરૂપિણી વિદ્યા દશેય દિશામાં જયજયકાર કરતી રાવણની સમીપે આવીને ઊભી રહી અને કહેવા લાગી–હે દેવ ! આજ્ઞામાં ઉદ્યમી હું તમને સિદ્ધ થઈ છું, મને આદેશ આપો, એકચક્રી, અર્ધચક્રી સિવાય તમારી આજ્ઞાથી વિમુખ હોય તેને વશીભૂત કરું. આ લોકમાં હું તમારી આજ્ઞાકારિણી છું, અમારા જેવાની એ જ રીત છે, અમે ચક્રવર્તીઓથી સમર્થ નથી. જો તું કહે તો સર્વ દૈત્યોને જીતું, દેવોને વશ કરે, જે તને અપ્રિય હોય તેને વશ કરું અને વિદ્યાધરો તો મારા માટે તણખલા બરાબર છે. વિદ્યાનાં આ વચન સાંભળી રાવણ યોગ પૂર્ણ કરી જ્યોતિનો ધારક, ઉદાર ચેષ્ટાનો ધારક શાંતિનાથના ચૈત્યાલયની પ્રદક્ષિણા કરવા લાગ્યો. તે જ સમયે અંગદ મંદોદરીને છોડી, આકાશગમન કરી રામની સમીપે આવ્યો.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણને બહુરૂપિણી વિધાની સિદ્ધિનું વર્ણન કરનાર એકોત્તેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
બોતેરમું પર્વ
(રાવણનો યુદ્ધ માટે પુનઃ સંકલ્પ) પછી રાવણની અઢાર હજાર રાણીઓ રાવણ પાસે એકસાથે બધી જ રોવા ઉકળવા લાગી કે હે સ્વામિન્ ! સર્વ વિદ્યાધરોના અધીશ! તમે અમારા પ્રભુ, અને તમે હોવા છતાં મૂર્ખ અંગદે આવીને અમારું અપમાન કર્યું. તમે પરમ તેજના ધારક સૂર્ય સમાન ધ્યાનારૂઢ હતા અને આગિયા જેવા વિદ્યાધર, તમારા મુખ સામે જ સુગ્રીવનો પાપી છોકરો અમારા ઉપર ઉપદ્રવ કરે. તેમનાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com