________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ પર્વ
પદ્મપુરાણ વિપુલાચલ પર્વત શિખર ઉપર સમવસરણમાં શ્રી વર્ધમાન સ્વામી બિરાજતા હતા. ત્યાં શ્રેણિક રાજા ગૌતમ સ્વામીને પ્રશ્ન કરે છે. કેવા છે ગૌતમ સ્વામી ? ભગવાનના મુખ્ય ગણધર મહામહંત છે, એમનું બીજું નામ ઇન્દ્રભૂતિ છે. પછી ગૌતમ સ્વામી વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રશ્નના સંદર્ભમાં પ્રથમ જ યુગનું વર્ણન કરે છે. પછી કુલકરોની ઉત્પત્તિ, અકસ્માત ચંદ્રસૂર્યના અવલોકનથી યુગલિયાઓને ભયની ઉત્પત્તિ થવી, પ્રથમ કુલકર પ્રતિશ્રુતના ઉપદેશથી તેમનો ભય દૂર થવો, અંતિમ કુલકર નાભિ રાજા, તેમના ઘરે શ્રી ઋષભદેવનો જન્મ, સુમેરૂ પર્વત ઉપર ઇન્દ્રાદિ દેવો વડે તેમનો જન્માભિષેક, બાળલીલા અને રાજ્યાભિષેક, કલ્પવૃક્ષના વિયોગથી ઉપજેલું પ્રજાનું દુ:ખ, કર્મભૂમિની વિધિ બતાવીને તે દુઃખનું દૂર કરવું, ભગવાનનો વૈરાગ્ય, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, સમોસરણની રચના, જીવોને ધર્મનો ઉપદેશ આપી ભગવાનનું નિર્વાણગમન, ભરત ચક્રવર્તી અને બાહુબલીનું પરસ્પર યુધ્ધ, વિપ્રોની ઉત્પત્તિ, ઇક્વાકું આદિ વંશનું કથન, વિધાધરોનું વર્ણન, તેમના વંશમાં રાજા વિધુતદ્રષ્ટ્રનો જન્મ, સંજયંત સ્વામીને વિધુતદ્રષ્ટ્ર દ્વારા ઉપસર્ગ, ધરણેન્દ્રનો તેના ઉપર કો૫, તેની વિદ્યાનો નાશ, પછી શ્રી અજિતનાથ ભગવાનનો જન્મ, મેઘવાહન વિદ્યાધર ભગવાનને શરણે આવ્યો તેનું કથન કર્યું. રાક્ષસદ્વીપના સ્વામી વ્યંતરદેવે તેના ઉપર પ્રસન્ન થઇને મેઘવાહનને રાક્ષસદ્વીપ આપ્યો. પછી સગર ચક્રવર્તિની ઉત્પત્તિનું કથન, પુત્રોના દુઃખથી દીક્ષા ગ્રહણ અને મોક્ષપ્રાપ્તિ, પૂર્ણમેઘના વંશમાં મહારક્ષનો જન્મ, વાનરવંશી વિધાધરોની ઉત્પત્તિનું કથન, વિધુતકેશ વિધાધરનું ચરિત્ર, ઉદધિવિક્રમ અને અમરવિક્રમ વિધાધરનું કથન, વાનરવંશીઓનો ક્રિન્કિંધાપુરનો નિવાસ અને અંધક વિધાધરનું કથન, શ્રીમાલા વિદ્યાધરીનો સંયમ, વિજયસંઘના મરણથી અગ્નિવેશને ક્રોધનું ઉપજવું, સુકેશીના પુત્રનું લંકાગમનનું નિરૂપણ, નિર્ધાત વિધાધરના વધથી માલી નામના વિધાધર-રાવણના દાદાના મોટા ભાઈનું અને તેમને થયેલી સંપત્તિની પ્રાપ્તિનું કથન, વિજ્યાઈની દક્ષિણ શ્રેણીમાં રથનૂપુર નગરમાં ઇન્દ્ર નામના વિદ્યાધરનો જન્મ, ઇન્દ્ર સર્વ વિધાધરોનો અધિપતિ થયો તેનું વર્ણન છે. ઇન્દ્ર અને માલીના યુધ્ધમાં માલીનું મરણ, લંકામાં ઇન્દ્રનું રાજ્ય, વૈશ્રવણ નામના વિદ્યાધરના સ્થાનમાં રહેવું, સુમાલીના પુત્ર રત્નશ્રવાનું પુષ્પાંતક નામનું નગર વસાવવું, કેકસી સાથે લગ્ન, કેકસીને શુભ સ્વપ્નનું દર્શન, રાવણનો જન્મ અને વિદ્યાસાધન, વિદ્યાની સાધનામાં અનાવૃત દેવ દ્વારા વિપ્ન, રાવણનું અચળ રહેવું અને વિદ્યાની સિધ્ધિ, અનાવૃત દેવ રાવણને વશ થયો, રાવણ પોતાના નગરમાં આવીને માતાપિતાને મળ્યો, પછી પોતાના પિતા સુમાલીને ખૂબ આદરથી બોલાવ્યા, મંદોદરી અને રાવણના લગ્ન તેમ જ અનેક રાજાઓની કન્યા સાથે લગ્ન, કુંભકરણનું ચરિત્ર, વૈશ્રવણનો કોપ, યક્ષ રાક્ષસ કહેવરાવનાર વિધાધરોનો સંગ્રામ, વૈશ્રવણનું ભાગવું, તપશ્ચર્યા રાવણનું લંકામાં કુટુંબ સહિત આગમન, સર્વ રાક્ષસોને ધૈર્ય આપવું, ઠેકઠેકાણે જિનમંદિરોનું નિર્માણ અને જૈન ધર્મનો ઉદ્યોત. હરિપેણ ચક્રવર્તિનું ચરિત્ર સુમાલીએ રાવણને સંભળાવ્યું, રાવણે તે ભાવસહિત સાંભળ્યું. કેવું છે હરિફેણ ચક્રવર્તિનું ચરિત્ર? પાપનો નાશ કરનાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com