________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ પચ્ચીસમું પર્વ
પદ્મપુરાણ જોવાથી જેના શરીરમાં હર્ષ વ્યાપ્યો છે એવી તે વિનયપૂર્વક સખીજનથી મંડિત ભરથારની સમીપે જઈને સિંહાસન પર બેઠી. કેવી છે રાણી? સિંહાસનને શોભાવનારી. તેણે હાથ જોડી, નમ્ર બનીને પોતે જે મનોહર સ્વપ્ન જોયાં હતાં તેનો વૃત્તાંત સ્વામીને કહ્યો. ત્યારે સમસ્ત વિજ્ઞાનના જાણનારા રાજા સ્વપ્નનું ફળ કહેવા લાગ્યા. “હે કાજો! તને પરમ આશ્ચર્યકારી, મોક્ષગામી, આંતરબાહ્ય શત્રુઓને જીતનાર, મહાપરાક્રમી પુત્ર થશે. રાગદ્વેષ મોહાદિને અંતરંગ શત્રુ કહે છે અને પ્રજાને પીડનાર દુષ્ટ ભૂપતિને બહિરંગ શત્રુ જાણવો. રાજાએ આમ કહ્યું ત્યારે રાણી અત્યંત હર્ષ પામીને પોતાના સ્થાનકે ગઈ. તેના મુખ પર મંદ મંદ હાસ્ય ફરકતું હતું. રાણી કૈકેયીએ પતિ સહિત શ્રી જિનેન્દ્રના ચૈત્યાલયમાં ભાવસંયુક્ત મહાપૂજા કરાવી. ભગવાનની તે પૂજાના પ્રભાવથી રાજાનો સર્વ ઉગ મટી ગયો અને ચિત્તમાં પરમશાંતિ થઈ.
પછી રાણી કૌશલ્યાએ શ્રીરામને જન્મ આપ્યો. રાજા દશરથે મોટો ઉત્સવ કર્યો. યાચકોને ઘણા દ્રવ્યનું દાન આપ્યું. રામનો વર્ણ ઊગતા સૂર્ય સમાન, નેત્ર કમળ સમાન અને વક્ષસ્થળ લક્ષ્મીથી આલિંગિત હતું. તેથી માતા, પિતા અને આખા કુટુંબે એમનું નામ પદ્મ રાખ્યું. પછી જેનું રૂપ અતિસુંદર છે તે રાણી સુમિત્રા મહાશુભ સ્વપ્ન જોઈને આશ્ચર્ય પામી. તે સ્વપ્ન કેવું હતું તે સાંભળો. એક મોટો કેસરી સિંહ જોયો. લક્ષ્મી અને કીર્તિ ઘણા આદરથી સુંદર જળભરેલા અને કમળથી ઢાંકેલા મુખવાળા કળશથી સ્નાન કરાવે છે. અને સુમિત્રા પોતે પહાડના મસ્તક પર બેઠી છે અને સમુદ્ર સુધીની પૃથ્વીને જોઈ રહી છે. તે ઉપરાંત દેદીપ્યમાન કિરણોના સમૂહવાળો સૂર્ય જોયો અને જાતજાતનાં રત્નોથી મંડિત ચક્ર જોયું. આ સ્વપ્ન જોઈને સવારનો મંગળ ધ્વનિ થયો ત્યારે પથારીમાંથી ઊઠીને પ્રાતઃક્રિયા કરીને બહુ વિનયપૂર્વક પતિની સમીપે જઈ, મધુર વાણીથી સ્વપ્નનો વૃત્તાંત કહેવા લાગી. ત્યારે રાજાએ કહ્યું કે હું વરાનને અર્થાત્ સુંદર મુખવાળી! તું પૃથ્વી પર પ્રસિદ્ધ પુત્રને જન્મ આપીશ. તે શત્રુઓના સમૂહુનો નાશ કરનારો, મહાતેજસ્વી અને આશ્ચર્યકારી ચેષ્ટાવાળો થશે. પતિએ આમ કહ્યું ત્યારે તે પતિવ્રતા હર્ષભર્યા ચિત્તથી પોતાના સ્થાનકે ગઈ અને સર્વ લોકોને પોતાના સેવક જાણવા લાગી. પછી તેને પરમ
જ્યોતિધારક પુત્ર જન્મ્યો. જાણે કે રત્નોની ખાણમાંથી રત્ન જ ઉપર્યું. જેવો શ્રીરામના જન્મનો ઉત્સવ થયો હતો તેવો જ ઉત્સવ થયો. જે દિવસે સુમિત્રાએ પુત્રને જન્મ આપ્યો તે જ દિવસે રાવણના નગરમાં હજારો ઉત્પાત થયાં અને હિતેચ્છુઓના નગરમાં શુભ શુકન થયાં ઈન્દિવર કમળ સમાન શ્યામસુંદર અને કાંતિરૂપ જળના પ્રવાહ જેવાં શુભ લક્ષણોના ધારક હોવાથી માતાપિતાએ તેમનું નામ લક્ષ્મણ પાડયું. રામ, લક્ષ્મણ એ બેય બાળક, મહામનોહર રૂપ, માણેક સમાન લાલ હોઠ, લાલ કમળ સમાન હાથ અને પગવાળા હતા, તેમના શરીરનો સ્પર્શ માખણથી પણ અતિકોમળ હતો અને બન્નેનાં શરીર અત્યંત સુગંધી હતાં. તે બન્ને બાળલીલા કરતા ત્યારે કોનું ચિત્તહરણ ન કરે? જેમના શરીર પર ચંદનનો લેપ હતો, તે કેસરનું તિલક કરતા ત્યારે જાણે વિજ્યાર્ધગિરિ અને અંજનગિરિ જ હોય એવા શોભતા. સુવર્ણના રસથી લિપ્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com