________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એકસો સાતમું પર્વ એકસો સાતમું પર્વ
(કૃતાંતવકત્ર સેનાપતિનું જિનદીક્ષાગ્રહણ )
પછી કેવળીનાં વચન સાંભળી સંસારભ્રમણનાં દુ:ખથી ખેદખિન્ન થઈ, જેને જિનદીક્ષાની અભિલાષા છે એવા રામના સેનાપતિ કૃતાંતવકત્રે રામને કહ્યું, હે દેવ ! હું આ અસાર સંસારમાં અનાદિકાળથી મિથ્યા માર્ગથી ભ્રમણ કરીને ખૂબ દુ:ખી થયો. હવે મને મુનિવ્રત લેવાની ઇચ્છા છે. ત્યારે શ્રી રામે કહ્યું, જિનદીક્ષા અતિદુર્દ્ર છે. તું જગતનો સ્નેહ તજીને કેવી રીતે ધરી શકીશ? તીવ્ર, શીત, ઉષ્ણ આદિ બાવીસ પરીષહ કેવી રીતે સહન કરીશ ? દુર્જનજનોનાં દુષ્ટ વચનો કંટકતુલ્ય કેવી રીતે સહીશ? અત્યાર સુધી તેં કદી દુઃખ સહન કર્યાં નથી, કમળની કણિકા સમાન તારું શરીર વિષમભૂમિનાં દુ:ખ કેવી રીતે સહશે ? ગઠન વનમાં રાત્રિ કેવી રીતે પૂરી કરીશ? શરીરનાં હાડ અને નસોની જાળ પ્રગટ દેખાય એવાં ઉગ્ર તપ કેવી રીતે કરીશ અને પક્ષ માસોપવાસ પછી દોષ ટાળી પારકા ઘરે નીરસ ભોજન કેવી રીતે કરીશ ? તું અત્યંત તેજસ્વી, શત્રુઓની સેનાના શબ્દો સહી શકતો નથી તો નીચ લોકોએ કરેલા ઉપસર્ગ કેવી રીતે સહીશ? ત્યારે કૃતાંતવત્રે કહ્યું, હું તમારા સ્નેહરૂપ અમૃતને તજવાને સમર્થ થયો તો મને બીજું શું વિષમ છે? જ્યાં સુધી મૃત્યુરૂપ વ્રજથી આ દેહરૂપ સ્તંભ ખસે નહિ તે પહેલાં હું મહાદુઃખરૂપ અંધકારમય ભવવાસમાંથી નીકળવા ઇચ્છું છું. જે બળથી ઘરમાંથી નીકળે તેને દયાવાન રોકે નહિ, આ સંસાર અસાર અતિનીંઘ છે. તેને છોડીને આત્મહિત કરું. અવશ્ય ઇષ્ટનો વિયોગ થશે. આ શરીરના યોગથી સર્વ દુઃખ છે તેથી અમને શરીરનો ફરી સંયોગ ન થાય એવા ઉપાયમાં બુદ્ધિ ઉદ્યમી થઈ છે. કૃતાંતવક્રત્રનાં વચન સાંભળી શ્રી રામને આંસુ આવ્યા અને ધીમે ધીમે મોહને દાબી કહ્યું-મારા જેવી વિભૂતિ છોડીને તું તપની સન્મુખ થયો છે તેથી ધન્ય છે તને! જો કદાચ આ જન્મમાં તારો મોક્ષ ન થાય અને તું દેવ થાય તો તું સંકટમાં આવી મને સંબોધજે. હું મિત્ર ! તું મારો ઉ૫કા૨ જાણે છે તો દેવગતિમાં વિસ્મરણ ન કરતો.
પદ્મપુરાણ
૬૦૫
પછી કૃતાંતવક્રત્રે નમસ્કાર કરી કહ્યું-હે દેવ ! આપની આજ્ઞા પ્રમાણે જ થશે. આમ કહી સર્વ આભૂષણ ઉતાર્યાં. સકળભૂષણ કેવળીને પ્રણામ કરી અંતરબાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યો. કૃતાંતવક્રત્ર હતો તે સોમ્યવક્રત્ર થઈ ગયો. તેની સાથે અનેક મહારાજા વૈરાગી થયા. જેમને જિનધર્મની રુચિ જાગી છે તેમણે નિગ્રંથ વ્રત ધાર્યાં. કેટલાકે શ્રાવકનાં વ્રત લીધાં અને કેટલાકે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી. તે સભા હર્ષિત થઈ રત્નત્રય આભૂષણથી શોભવા લાગી. સમસ્ત સુર, અસુર, નર સળભૂષણ સ્વામીને નમસ્કાર કરી પોતપોતાના સ્થાનકે ગયા. કમળનયન શ્રી રામ સકળભૂષણ સ્વામીને અને સમસ્ત સાધુઓને પ્રણામ કરી વિનયરૂપી સીતાની સમીપે આવ્યા. સીતા નિર્મળ તપથી તેજસ્વી લાગતી ઘીની આહુતિથી અગ્નિશિખા પ્રજ્વલિત થાય તેવી પાપોને ભસ્મ કરવા માટે સાક્ષાત્ અગ્નિરૂપ બેઠી છે. આર્થિકાઓની વચ્ચે રહેલી જાણે કે દેદીપ્યમાન કિરણોવાળી અર્પૂવ ચંદ્રકાંતિ તારાઓની વચ્ચે બેઠી છે! આર્થિકાઓના વ્રત ધરી અત્યંત નિશ્ચળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com