________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
પાંત્રીસમું પર્વ
૩૧૫
કહ્યું કે હું વિપ્ર ! આ નગરીને ત્રણ દરવાજા છે, ત્યાં દેવ પણ પ્રવેશ કરી શકે તેમ નથી, મોટા મોટા યોદ્ધા રક્ષકો તરીકે બેઠા છે, રાત્રે પણ જાગે છે. તેમનાં મુખ સિંહ, વાઘ, હાથી સમાન છે તેનાથી મનુષ્યો ભય પામે છે. આ પૂર્વદ્વાર છે જેની પાસે ભગવાનનાં મોટાં
મોટાં મંદિરો છે. મણિનાં તોરણોથી મનોજ્ઞ બન્યાં છે. તેમાં ઇન્દ્રોના વંધ અરહંતના બિંબ બિરાજે છે. ત્યાં ભવ્ય જીવો સામાયિક, સ્તવન આદિ કરે છે. જે ભાવ સહિત નમોકા૨ મંત્ર ભણે છે તે અંદર પ્રવેશ કરી શકે છે. જે પુરુષ અણુવ્રતના ધારી હોય, ગુણીશીલથી શોભિત હોય તેને રામ પરમ પ્રીતિથી વાંછે છે. યક્ષિણીનાં અમૃતતુલ્ય વચનો સાંભળી બ્રાહ્મણ અત્યંત હર્ષ પામ્યો. ધનપ્રાપ્તિનો ઉપાય મળવાથી તેણે યક્ષિણીની ખૂબ સ્તુતિ કરી, તેના સર્વ અંગે રોમાંચ થઈ આવ્યાં. તે ચારિત્રશૂર નામના મુનિની પાસે જઈ હાથ જોડી નમસ્કાર કરી શ્રાવકની ક્રિયાના ભેદ પૂછવા લાગ્યો. ત્યારે મુનિએ તેને શ્રાવકનો ધર્મ સંભળાવ્યો અને ચારે અનુયોગોનું રહસ્ય બતાવ્યું. બ્રાહ્મણ ધર્મનું રહસ્ય જાણી મુનિની સ્તુતિ કરવા લાગ્યો કે હે નાથ! તમારા ઉપદેશથી મને જ્ઞાનદષ્ટિ પ્રગટ થઈ છે. જેમ તૃષાતુરને શીતળ જળ મળે અને ગ્રીષ્મના તાપથી સંતાપિત પથિકને છાંયો મળે, ભૂખ્યાને મિષ્ટાન્ન ભોજન અને રોગીને ઔષધ મળે તેમ કુમાર્ગમાં લાગેલા મને તમારા ઉપદેશનું રસાયણ મળ્યું છે, જાણે કે સમુદ્રમાં ડૂબતા માણસને જહાજ મળ્યું છે. સર્વ દુઃખોનો નાશ કરનાર આ જૈનનો માર્ગ મને આપની કૃપાથી મળ્યો છે. તે અવિવેકીને માટે દુર્લભ છે. ત્રણ લોકમાં આપના જેવા મારા કોઈ હિતેચ્છુ નથી. આપનાથી મને આવો જિનધર્મ મળ્યો છે. આમ કહીને મુનિનાં ચરણારવિંદમાં નમસ્કાર કરી બ્રાહ્મણ પોતાને ઘેર ગયો. હર્ષથી જેનાં નેત્ર ખીલી ઊઠયાં છે એવો તે સ્ત્રીને કહેવા લાગ્યોઃ હૈ પ્રિયે ! મેં આજે ગુરુની પાસે અદ્ભુત જિનધર્મ સાંભળ્યો છે જે તારા બાપે, મારા બાપે અથવા બાપના બાપે પણ સાંભળ્યો નહોતો અને હું બ્રાહ્મણી ! મેં એક અદ્ભુત વન જોયું, તેમાં એક મહામનોજ્ઞ નગરી જોઈ, જેને જોઈને અચરજ ઉપજે. પરંતુ મારા ગુરુના ઉપદેશથી અચરજ થતું નથી. ત્યારે બાહ્મણીએ કહું કે હું વિપ્ર! તેં શું જોયું અને શું શું સાંભળ્યું તે કહે, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું પ્રિયે! હું હર્ષને કારણે કહેવાને સમર્થ નથી. પછી બ્રાહ્મણીએ ઘણો આદર કરી વારંવાર પૂછ્યું તેથી બ્રાહ્મણે કહ્યું કે હું પ્રિયે! હું લાકડાં લેવા વનમાં ગયો હતો. તે વનમાં એક રામપુરી નામની નગરી જોઈ. તે નગરીની સમીપે ઉધાનમાં એક સુંદર સ્ત્રીને જોઈ. તે અતિમિષ્ટભાષી કોઈ દેવી હશે. મેં પૂછ્યું કે આ નગરી કોની છે? ત્યારે તેણે જવાબ આપ્યોઃ આ રામપુરી છે, અહીં રાજા રામ શ્રાવકોને મનવાંછિત ધન આપે છે. પછી હું મુનિ પાસે ગયો અને મેં જિનનાં વચનો સાંભળ્યાં અને મારો આત્મા ખૂબ તૃપ્તિ પામ્યો. મિથ્યાદષ્ટિના કારણે અત્યાર સુધી મારો આત્મા આતાપયુક્ત હતો તે આતાપ ગયો જિનધર્મ પામીને મુનિરાજ મુક્તિની અભિલાષાથી સર્વ પરિગ્રહ ત્યજીને મહાન તપ કરે છે, તે અરિહંતનો ધર્મ ત્રણ લોકમાં એક મહાન નિધિ છે તે મેં પ્રાપ્ત કર્યો. આ બહિર્મુખ જીવો વૃથા કલેશ કરે છે. પછી તેણે મુનિ પાસેથી જિનધર્મનું જેવું સ્વરૂપ સાંભળ્યું હતું તેવું બ્રાહ્મણીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com