________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ વસમું પર્વ
પદ્મપુરાણ પિતા, સૈના માતા, પૂર્વાષાઢ નક્ષત્ર, શાલવૃક્ષ, સમેદશિખર, સંભવનાથ તમારાં ભવબંધન દૂર કરો. અયોધ્યાપુરી નગર, સંવર પિતા, સિદ્ધાર્થ માતા, પુનવર્સ નક્ષત્ર, શાલવૃક્ષ, સમ્મદશિખર અભિનંદન તને કલ્યાણનું કારણ થાવ. અયોધ્યાપુરી નગરી, મેઘપ્રભ પિતા, સુમંગલા માતા, મઘા નક્ષત્ર, પ્રિયંગુ વૃક્ષ, સર્મેદશિખર, સુમતિનાથ જગતમાં મહામંગળરૂપ તારાં સર્વ વિઘ્ન હરો. કૌશાંબી નગરી, ધારણ પિતા, સુસીમા માતા, ચિત્રા નક્ષત્ર, પ્રિયંગુ વૃક્ષ, સર્મેદશિખર, પદ્મપ્રભ તારા કામ-ક્રોધાદિ અમંગળને દૂર કરો. કાશીપુરી નગરી, સુપ્રતિષ્ઠ પિતા, પૃથિવી માતા, વિશાખા નક્ષત્ર, શિરીષ વૃક્ષ, સમ્મદશિખર, સુપાર્શ્વનાથ, હે રાજન! તારાં જન્મ–જરા-મૃત્યુ દૂર કરો. ચંદ્રપુરી નગરી, મહાસન પિતા, લક્ષ્મણા માતા, અનુરાધા નક્ષત્ર, નાગવૃક્ષ, સર્મેદશિખર, ચંદ્રપ્રભ તને શાંતિભાવના દાતા થાવ. કાકંદીનગરી, સુગ્રીવ પિતા, રામા માતા, મૂલ નક્ષત્ર, શાલ વૃક્ષ, સમ્મદશિખર, પુષ્પદંત તારા ચિત્તને પવિત્ર કરો. ભદ્રિકાપુરી નગરી, દઢરથ પિતા, સુનંદા માતા, પૂર્વાષાઢા નક્ષત્ર, પ્લેક્ષ વૃક્ષ, સર્મેદશિખર, શીતળનાથ તારા ત્રિવિધ તાપ દૂર કરો. સિંહપુર નગરી, વિષ્ણુરાજ પિતા, વિષ્ણુશ્રીદેવી માતા, શ્રવણ નક્ષત્ર, તિન્દુક વૃક્ષ, સમ્મદશિખર, શ્રેયાંસનાથ તારા વિષયકષાય દૂર કરો, કલ્યાણ કરો. ચંપાપુરી નગરી, વસુપૂજ્ય પિતા, વિજયામાતા, શતભિષા નક્ષત્ર, પાટલ વૃક્ષ, નિર્વાણક્ષેત્ર ચંપાપુરીનું વન, શ્રી વાસુપૂજ્ય તને નિર્વાણની પ્રાપ્તિ કરાવો. કંપિલાનગરી, કૃતવર્મા પિતા, સુરમ્યા માતા, ઉત્તરાષાઢા નક્ષત્ર, જંબુ વૃક્ષ, સર્મેદશિખર, વિમળનાથ તને રાગાદિ મળરહિત કરો. અયોધ્યાનગરી, સિંહસેન પિતા, સર્વયશા માતા, રેવતી નક્ષત્ર, પીપળ વૃક્ષ, મેદશિખર, અનંતનાથ તને અંતરરહિત કરો. રત્નપુરી નગરી, ભાનુ પિતા, સુવ્રતા માતા, પુષ્યનક્ષત્ર, દધિપણ વૃક્ષ, સર્મેદશિખર, ધર્મનાથ તને ધર્મરૂપ કરો. હસ્તિનાગપુર નગર, વિશ્વસેન પિતા, ઐરા માતા, ભરણી નક્ષત્ર, નંદી વૃક્ષ, સન્મેદશિખર, શાંતિનાથ તમને સદા શાંતિ આપો. હસ્તિનાપુર નગર, સૂર્ય પિતા, શ્રીદેવી માતા, કુત્તિકા નક્ષત્ર, તિલક વૃક્ષ, સમ્મદશિખર, કુંથુનાથ, હે રાજેન્દ્ર! તારાં પાપ દૂર કરવાનું કારણ થાવ. હસ્તિનાગપુર નગર, સુદર્શન પિતા, મિત્રા માતા, રોહિણી નક્ષત્ર, આમ્રવૃક્ષ, સન્મેદશિખર, અરનાથ, હું શ્રેણીક! તારાં કર્મનો નાશ કરો. મિથિલાપુરી નગરી, કુંભ પિતા, રક્ષતા માતા, અશ્વિની નક્ષત્ર, અશોક વૃક્ષ, સર્મેદશિખર, મલ્લિનાથ, હે રાજા, તારા મનને શોકરહિત કરો. કુશાગ્રનગર, સુમિત્ર પિતા, પદ્માવતી માતા, શ્રવણ નક્ષત્ર, ચંપક વૃક્ષ, સર્મેદશિખર, મુનિ સુવ્રતનાથ સદા તારા મનમાં વસો. મિથિલાપુરી નગરી, વિજય પિતા, વપ્રા માતા, અશ્વિની નક્ષત્ર, મૌલશ્રી વૃક્ષ, સર્મેદશિખર, નમિનાથ તને ધર્મનો સંબંધ કરાવો. સૌરીપુર નગર, સમુદ્રવિજય પિતા, શિવાદેવી માતા, ચિત્રા નક્ષત્ર, મેષશૃંગ વૃક્ષ, ગિરનાર પર્વત, નેમિનાથ તને શિવસુખ આપો. કાશીપુરી નગરી, અશ્વસેન પિતા, વામા માતા, વિશાખા નક્ષત્ર, ધવલ વૃક્ષ, સન્મેદશિખર, પાર્શ્વનાથ તારા મનને વૈર્ય આપો. કુણ્ડલપુર નગર, સિદ્ધાર્થ પિતા, પ્રિયકારિણી માતા ઉત્તરા ફાલ્વની નક્ષત્ર, શાલવૃક્ષ, પાવાપુર, મહાવીર તને પરમમંગળ કરો. પોતાના જેવા બનાવી દો. આગળ ચોવીસ તીર્થકરોનાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com