________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો બીજું પર્વ
પ૬૭ રામ બિરાજે છે. ત્યારે બેય કુમાર બોલ્યા કે અમે રામ-લક્ષ્મણ પર ચડાઈ કરશું. આ પૃથ્વી પર એવું કોણ છે કે જેની અમારાથી પ્રબળતા હોય? પછી તેમણે વજજંઘને કહ્યું કે હે મામા ! સુહ્મદેશ, સિંધદેશ, કલિંગદેશ ઈત્યાદિ દેશના રાજાઓને આજ્ઞાપત્ર મોકલો કે તે સંગ્રામનો બધો સરંજામ લઈ શીધ્ર આવે, અમે અયોધ્યા તરફ કૂચ કરીએ છીએ. હાથીને તૈયાર કરો. તેમાંથી મદોન્મત્ત અને નિર્મદ હાથીઓને જુદા પાડો, વાયુ સમાન વેગવાળા ઘોડા સાથે લ્યો. જે યોદ્ધા રણસંગ્રામમાં વિખ્યાત હોય, જે કદી પીઠ ન બતાવે તેમને સાથે
લ્યો, શસ્ત્રો બધા સંભાળો, બખ્તરોને સરખાં કરાવો, યુદ્ધનાં નગારાં વગડાવો, ઢાલ તૈયાર કરાવો, શંખનો ધ્વનિ કરો, બધા સામંતોને યુદ્ધના ખબર આપો. આ પ્રમાણે આજ્ઞા આપી બન્ને વીર મનમાં યુદ્ધનો નિશ્ચય કરીને બેઠા જાણે બે ઇન્દ્ર જ છે. દેવ સમાન દેશપતિ રાજાઓને એકઠા કરવા તૈયાર થયા. કુમારો રામ-લક્ષ્મણ પર ચડાઈ કરવા જાય છે તે સાંભળી સીતા રોવા લાગી. સીતાની સમીપમાં નારદને સિદ્ધાર્થે કહ્યું, તમે આવું અશોભનીય કાર્ય કેમ આરંભ્ય? તમે પિતા અને પુત્રો વચ્ચે વિરોધનો ઉધમ કેમ કર્યો? હવે કોઈ પણ રીતે આ વિરોધ મટાડો. કુટુંબમાં ફાટફૂટ પડે તે સારું નથી. ત્યારે નારદ કહ્યું કે મને તો કાંઈ ખબર નથી. તેમણે મારો વિનય કર્યો તેથી મેં તેમને આશિષ આપી કે તમે રામ-લક્ષ્મણ જેવા થાવ. એ સાંભળી એમણે પૂછયું કે રામ-લક્ષ્મણ કોણ છે? મે બધી હકીકત કહી. હજી પણ તમે ડર ન રાખો, બધું સારું જ થશે. તમારું મન સ્થિર કરો. કુમારોએ સાંભળ્યું કે માતા રુદન કરે છે ત્યારે બન્ને પુત્રોએ માતા પાસે આવીને કહ્યું કે હે માત! તમે રુદન શા માટે કરો છો? કારણ કહો. તમારી આજ્ઞા કોણે લોપી? કોણે તમને અસુંદર વચન કહ્યું? તે દુષ્ટના પ્રાણ હરીએ. એવો કોણ છે જે સાપની જીભ સાથે ક્રીડા કરે છે? એવો ક્યો મનુષ્ય કે દેવ છે, જે તમને અશાતા ઉપજાવે છે? હું માતા ! તમે કોના પર કોપ કર્યો છે? જેના પર તમારો કોપ થયો હોય તેના આયુષ્યનો અંત આવ્યો છે એમ જાણો. અમારા ઉપર કૃપા કરીને ગુસ્સાનું કારણ કહો. પુત્રોએ આમ વાત કરી ત્યારે માતા આંસુ આરતી બોલી હે પુત્ર! મેં કોઈના પર કોપ નથી કર્યો તેમ કોઈએ મને અશાતા ઉપજાવી નથી. તમારા પિતા સાથે યુદ્ધની તૈયારી જોઈ હું દુઃખી થઈ રુદન કરું છું. ગૌતમ સ્વામી કહે છે, - હે શ્રેણિક! તે વખતે પુત્રોએ માતાને પૂછયું કે હું માતા ! અમારા પિતા કોણ? ત્યારે સીતાએ પહેલેથી છેલ્લે સુધી બધી હકીકત કહી. રામનો વંશ અને પોતાનો વંશ. વિવાહનો વૃત્તાંત, વનગમન, રાવણ દ્વારા પોતાનું હરણ અને આગમન, જે નારદે વૃત્તાંત કહ્યો હતો તે બધો વિસ્તારથી કહ્યો, કાંઈ છુપાવ્યું નહિ. વળી કહ્યું કે તમે ગર્ભમાં આવ્યા ત્યારે જ તમારા પિતાએ લોકાપવાદના ભયથી મને સિંહનાદ અટવીમાં તજી હતી. ત્યાં હું રુદન કરતી હતી ત્યારે રાજા વજજંઘ હાથી પકડવા
ત્યાં આવ્યો હતો. તે હાથી પકડીને પાછો ફરતો હતો, અને તેણે રુદન કરતાં સાંભળી, તે ધર્માત્મા શીલવંત શ્રાવક મને આદર આપી મોટી બહેન ગણીને લાવ્યો અને અતિ સન્માનથી અહીં રાખી. મેં આના ઘરને ભાઈ ભામંડળનું ઘર જ માન્યું. તમારું અહીં સન્માન થયું. તમે શ્રી રામના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com