________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૮ એકસો દસમું પર્વ
પદ્મપુરાણ ચિત્ત શાંત થયા. પહેલાં બધા જ યુદ્ધ કરવા તૈયાર થયા હતા, રણના વાજિંત્રોનો કોલાહલ, શંખ, ભેરી, ઝંઝાર ઇત્યાદિનો અવાજ ફેલાયો હતો અને જેમ ઇન્દ્રની વિભૂતિ જોઈ નાના દેવ અભિલાષી થાય તેમ આ બધા સ્વયંવરમાં કન્યાના અભિલાષી થયા હતા તે મોટાભાઈઓના ઉપદેશથી વિવેકી થયા અને તે આઠેય મોટાભાઈઓને વૈરાગ્ય ઉપજ્યો. તે વિચારે છે કે આ સ્થાવર જંગમરૂપ જગતના જીવો કર્મોની વિચિત્રતાના યોગથી નાનારૂપ છે, વિનશ્વર છે, જેવું જીવોનું હોનહાર છે તે પ્રમાણે જ થાય છે, જેને જેની પ્રાપ્તિ થવાની છે તે અવશ્ય થાય જ. બીજો પ્રકાર બને નહિ. લક્ષ્મણની રાણીનો પુત્ર હસીને બોલ્યો-હે ભાઈઓ! સ્ત્રી ક્યો પદાર્થ છે? સ્ત્રીઓમાં પ્રેમ કરવો અત્યંત મૂઢતા છે, વિવેકીઓને હાંસી થાય છે કે આ કામી શું જાણીને અનુરાગ કરે છે. આ બન્ને ભાઈઓએ આ બન્ને રાણી મેળવી તો કઈ મોટી વસ્તુ મેળવી ? જે જિનેશ્વરી દીક્ષા લે છે તે ધન્ય છે. કેળના સ્તંભ સમાન અસાર કામભોગ આત્માનો શત્રુ છે. તેને વશ થઈ રતિ-અરતિ માનવી એ મહામૂઢતા છે. વિવેકીઓએ શોક પણ ન કરવો અને હાસ્ય પણ ન કરવું. આ બધા જ સંસારી જીવો કર્મના વશે ભ્રમજાળમાં પડયા છે, પણ એવું કરતા નથી કે જેનાથી કર્મોનો નાશ થાય. કોઈ વિવેકી એવું કરે તે જ સિદ્ધપદને પામે છે. આ ગહન સંસારવનમાં આ પ્રાણી નિજપુરનો માર્ગ ભૂલી ગયા છે, માટે એવું કરો કે જેથી ભવદુઃખ છૂટે. હું ભાઈઓ! આ કર્મભૂમિ આર્યક્ષેત્ર, મનુષ્યદેહ, ઉત્તમ કુળ આપણે પામ્યા અને આટલા દિવસ આમ જ ખોઈ નાખ્યા. હવે વીતરાગનો ધર્મ આરાધી મનુષ્યદેહને સફળ કરો. એક દિવસ હું બાલ્યાવસ્થામાં પિતાના ખોળામાં બેઠો હતો ત્યારે તે પુરુષોત્તમ બધા રાજાઓને ઉપદેશ દેતા હતા. તે વસ્તુનું સ્વરૂપ સુંદર સ્વરથી કહેતા હતા અને મેં તે ચિથી સાંભળ્યું કે ચારે ગતિમાં મનુષ્યગતિ દુર્લભ છે. જે મનુષ્યભવ પામીને આત્મહિત ન કરે તે છેતરાઈ ગયા છે એમ જાણો. દાનથી તો મિથ્યાદષ્ટિ ભોગભૂમિમાં જાય અને સમ્યગ્દષ્ટિ દાનથી, તપથી સ્વ જાય, પરંપરાએ મોક્ષ પામે અને શુદ્ધોપયોગરૂપ આત્મજ્ઞાનથી આ જીવ આ જ ભવમાં મોક્ષ પામે અને હિંસાદિક પાપોથી દુર્ગતિ લે. જે તપ કરતો નથી તે ભવવનમાં ભટકે છે, વારંવાર દુર્ગતિનાં દુઃખો પામે છે. આ પ્રમાણે વિચારી તે શૂરવીર આઠ કુમારો પ્રતિબોધ પામ્યા. સંસારસાગરનાં દુ:ખરૂપ ભવોથી ડર્યા, શીઘ્ર પિતા પાસે આવ્યા, પ્રણામ કરીને ઊભા રહ્યા અને વિનયથી હાથ જોડીને મધુર વચન બોલ્યા...હે તાત! અમારી વિનંતી સાંભળો. એ જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરવા ઈચ્છીએ છીએ. આ આજ્ઞા આપો. આ સંસાર વીજળીના ચમકારા જેવો અસ્થિર છે, કેળના સ્તંભ સમાન અસાર છે, અમને અવિનાશીપુરના પંથે ચાલતાં વિગ્ન ન કરશો. તમે દયાળુ છો, કોઈ મહાભાગ્યના ઉદયથી અમને જિનમાર્ગનું જ્ઞાન થયું છે, હવે એવું કરીએ કે જેથી ભવસાગરનો પાર પામીએ. આ કામભોગ આશીવિષ સર્પની ફેણ સમાન ભયંકર છે, પરમદુઃખનું કારણ છે તેને અમે દૂરથી જ છોડવા ચાહીએ છીએ. આ જીવને કોઈ માતા, પિતા, પુત્ર, બાંધવ નથી. કોઈ એનો સહાયક નથી, એ સદા કર્મને આધીન થઈ, ભવવનમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com