________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચાસીમું પર્વ
૫૧૩ હજાર રાજા નીકળ્યા હતા, તે પરિષહું સહન કરી શક્યા નહિ અને વ્રતભ્રષ્ટ થઈ સ્વેચ્છાચારી બની વનફળાદિ ખાવા લાગ્યા. તેમનામાંનો એક મારીચ દંડીનો વેષ લઈ ફરવા લાગ્યો. તેના સંગથી રાજા સુપ્રભા અને રાણી પ્રહલાદના બે પુત્રો સૂર્યોદય અને ચંદ્રોદય પણ ભ્રષ્ટ થઈને મારીચના માર્ગના અનુયાયી થયા. તે બન્ને કુધર્મના આચરણથી ચતુર્ગતિ સંસારમાં ભમ્યા, અનેક વાર જન્મમરણ કર્યા. પછી ચંદ્રોદયનો જીવ કર્મના ઉદયથી નાગપુર નામના નગરમાં રાજા હરિપતિની રાણી મનોલતાના ગર્ભમાં ઉપજ્યો. તેનું નામ કુલકર પાડવામાં આવ્યું. તેણે રાજ્ય પ્રાપ્ત કર્યું. સૂર્યોદયનો જીવ અનેક ભવભ્રમણ કરીને તે જ નગરમાં વિશ્વ નામના બ્રાહ્મણની અગ્નિકુંડ નામની સ્ત્રીની કુખે જમ્યો. તેનું નામ શ્રુતિરત પડ્યું. તે પુરોહિત પૂર્વજન્મના સ્નેહથી રાજા કુલંકરનો અત્યંત પ્રિયપાત્ર થયો. એક દિવસ રાજા કુલકર તાપસોની પાસે જઈ રહ્યો હતો ત્યાં માર્ગમાં અભિનંદન નામના મુનિનાં દર્શન થયાં. તે મુનિ અવધિજ્ઞાની હતા. તેમણે રાજાને કહ્યું કે તારા દાદા મરીને સર્ષ થયા છે તે અત્યારે તાપસીના સળગાવેલા કાષ્ઠની મધ્યમાં રહેલ છે. તે તાપસ લાકડાં ચીરશે તો તે તેની રક્ષા કરજે. આથી તે ત્યાં ગયો. જેમ મુનિએ કહ્યું હતું તેવું જ તેની દષ્ટિએ પડ્યું. તેણે સાપને બચાવ્યો અને તાપસીનો માર્ગ હિંસારૂપ જાણ્યો. તેમનાથી તે ઉદાસ થયો અને મુનિવ્રત લેવા તૈયાર થયો. તે વખતે પાપકર્મી શ્રુતિરત પુરોહિતે કહ્યું કે હે રાજન્ ! તમારા કુળમાં વેદોક્ત ધર્મ ચાલ્યો આવે છે અને તાપસ જ તમારા ગુરુ છે અને તું રાજા હરિપતિનો પુત્ર છે તેથી તે વેદમાર્ગનું જ આચરણ કર, જિનમાર્ગનું આચરણ ન કર. પુત્રને રાજ્ય આપી વેદોક્ત વિધિથી તું તાપસનું વ્રત લે, હું પણ તારી સાથે તપ કરીશઃ આ પ્રમાણે પાપી મૂઢમતિ પુરોહિતે કુલકરનું મન જિનશાસન તરફથી ફેરવી નાખ્યું. કુલકરની સ્ત્રી શ્રીદામા તો પાપિણી પરપુરુષાસક્ત હતી તેણે વિચાર્યું કે મારી કુક્રિયા રાજાના જાણવામાં આવી ગઈ છે તેથી તે તપ ધારે છે પણ કોણ જાણે તે તપ ધારે કે ન પણ ધારે, કદાચ મને મારી નાખે માટે હું જ એને મારી નાખ્યું. પછી તેણે ઝેર આપીને રાજા અને પુરોહિત બન્ને મારી નાખ્યા. તે મરીને નિકુંજિયા નામના વનમાં પશુઘાતક પાપથી બન્ને સુવ્વર થયા, પછી દેડકાં, ઉંદર, મોર, સર્પ, કૂતરા, થયાં, કર્મરૂપ પવનથી પ્રેરાઈને તિર્યંચ યોનિમાં ભમ્યા. પછી પુરોહિત શ્રુતિરતનો જીવ હાથી થયો અને રાજા કુલકરનો જીવ દેડકો થયો તે હાથીના પગ નીચે કચડાઈને મર્યો, ફરીથી દેડકો થયો તો સૂકા સરોવરમાં કાગડાએ તેને ખાધો, તે કૂકડો થયો. હાથી મરીને બિલાડો થયો, તેણે કૂકડાને ખાધો. કુલકરનો જીવ ત્રણ વાર કૂકડો થયો અને પુરોહિતના જીવે તેને બિલાડો થઈ ખાધો. પછી એ બન્ને ઉંદર, બિલાડી, શિશુમાર જાતિના મચ્છ થયા તેને ધીવરે જાળમાં પકડી કુહાડાથી કાપ્યા અને મર્યા. બન્ને મરીને રાજગૃહી નગરમાં બવાશ નામના બ્રાહ્મણની ઉલ્કા નામની સ્ત્રીના પેટે પુત્ર થયા. પુરોહિતના જીવનું નામ વિનોદ, રાજા કુલકરના જીવનું નામ રમણ. તે બન્ને ખૂબ ગરીબ અને વિદ્યા વિનાના હતા. રમણે વિચાર્યું કે દેશાંતર જઈને વિદ્યા શીખું. તેથી તે ઘેરથી નીકળ્યો, પૃથ્વી પર ફરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com