Page #1
--------------------------------------------------------------------------
________________
હૃદયપ્રદીપનાં અજવાળ
સંપાદક
સુનંદાબહેન વોહોરા
Page #2
--------------------------------------------------------------------------
________________
NNNNNNN
હદયમ્રતીયનાં અજવાળાં
સંપાદક : સુનંદાબહેન વોહોરા
જગળ કિજ
9 આચાર્ય શ્રી વિજય પ્રસ્તુનસૂરીશ્વરજી
the
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
આનંદસુમંગલ પરિવાર અમેરિકા
પ્રથમ આવૃત્તિ : જાન્યુઆરી, ૨૦૦૫ જાન્યુઆરી, ૨૦૦૪ વી. સં. ૨૫૩૦ વિ. સં. ૨૦૬૦
પૃષ્ઠસંખ્યા : ૬+૧૬૨
નકલ : ૧૨૦૦
પ્રાપ્તિસ્થાન :
૩. હેમેન્દ્રભાઈ શાહ ૩૦૯/૪, જૈન પ્રકાશન
ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ,
અમદાવાદ ૩૮૦ ૦૦૧
ફોન ૫૩૫૬૧૯૭
-
2. Kalpana Shah
૧. સુનંદાબહેન વોહોરા પ, મહાવીર સોસાયટી, એલિસબ્રિજ,992 Mc nair Drive Lansdale અમદાવાદ-૩૮૦ ૦૦૭. ગુજરાત
(PA) 19446
ફોનઃ ૬૫૮૯૩૬૫ • સાંજે ૫થી ૮
ટાઇપસેટિંગ :
શારદા મુદ્રણાલય
૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન,
આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬
મુદ્રક ઃ ભગવતી ઑફસેટ
૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪
અમદાવાદ
U.S.A.
Tel. 215 3625598
4. Urvashi V. Shah
24122 Huber Ave
Torrance, CA 90501-6726 U.S.A.
Tel. 310 326 5685
Page #4
--------------------------------------------------------------------------
________________
ઋણમુક્તિના પ્રસંગે
આ નાનકડી ગ્રંથરચનામાં અનેક રહસ્યો છુપાયાં છે. જે “અસ્તિત્વનું પરોઢ' પુસ્તકમાં ત્રણ આચાર્યશ્રીના હૃદયાલાપ પ્રગટ થયાં ત્યારે ગ્રંથના વાચન-ચિંતનમાંથી ભાવ ઊઠ્યો કે આ નાનકડી રચના પરદેશમાં સાથે લઈ જાઉં અને આ અમૃતનો સ્વાદ હું સ્વયં ચાખું અને ત્યાંના જિજ્ઞાસુઓને ચખાડું. વળી અવારનવાર આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી પાસે વંદનાર્થે જવાનું થતું તેઓશ્રી પાસે મેં મારા ભાવ વ્યક્ત કર્યા કે “અસ્તિત્વનું પરોઢ' પુસ્તકના અધ્યયનમાં આંતરિક આનંદ અનુભવ્યો. અંધકારમાં પ્રકાશ પ્રગટે તેવાં રહસ્યો તેમાંથી મળે છે. મારો ભાવ પરદેશમાં એનો સ્વાધ્યાય કરવાનો છે. આપની આજ્ઞા-સંમતિ છે? તેઓએ તરત જ વાત્સલ્યભાવે અને આનંદિત . થઈ નાનકડી ગ્રંથરચનાની પુસ્તિકા મને આપી.
હૃદયપ્રદીપછત્રીસી મૂલ શ્રી ચિરંતનાચાર્ય – પંચસૂત્રના રચયિતા) ગુજરાતી પદ્યાનુવાદ, ગદ્યાનુવાદ – મુનિરાજશ્રી ભુવનચંદ્રજી મહારાજ. તેના પરનાં પ્રવચનોનું પુસ્તક “અસ્તિત્વનું પરોઢ', પ્રવચનકાર આચાર્યશ્રી યશોવિજયસૂરિજી. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી, આચાર્યશ્રી રત્નસુંદરસૂરિજી.
ઉપરોક્ત છત્રીસી પુસ્તિકામાં છત્રીસ મૂળ શ્લોક તેનો ગુજરાતી પદ્યાનુવાદ અને ગદ્યાનુવાદ છે. તેના આધારે અમેરિકાના જુદા જુદા સ્થળે થયેલા સ્વાધ્યાયના પ્રવચનનો સાર સંગ્રહ તે હૃદયપ્રદીપનાં અજવાળાં. વળી
Page #5
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથરચનામાં કોઈ વિધિવિધાનો ક્રિયા-કલાપ, સાધનાનું શિક્ષણ કે મતપંથનું વિવરણ નથી, પરંતુ તેનાથી વિશેષ કે જે આત્માના સામર્થ્યને સૂચવતું રહસ્ય અહીં ખૂલે છે. અને આ કાળમાં વિસ્તાર પામતાં દૈહિક કે ભૌતિક સુખોની ક્ષુદ્રતાનું ભાન કરાવે છે. આથી વિધિવિધાનો કે જે પરંપરાએ સિદ્ધિને સાધ્ય કરનારાં બને છે. ત્યારે આ ગ્રંથનાં રહસ્યો સિદ્ધિનું અનંતર કારણ બને
ગ્રંથરચના સરળ અને રોચક છે. ગાગરમાં સાગર સમાણો હોય તેવી તેના શ્લોકની ગંભીરતા છે.
અનુવાદની ભાવભરી ચિંતનકણિકા પ્રત્યેક શ્લોક અંતર્યાત્રાના કોઈ ને કોઈ ગંભીરપણે તેને સ્પર્શે છે. અંતર્યાત્રાના વિવિધ તબક્કે કામ લાગે એવાં સૂત્રો “હૃદયપ્રદીપ'માં વેરાયેલાં પડ્યાં છે. વિષમ કર્મોદય કાળે અને અંતર્યુદ્ધની કોઈ વસમી વેળાએ એ સૂત્રો ખપ પડે તેમ છે. દિલની દાબડીમાં સમાવી રાખેલો આ કપૂરી દીવો અંતરના આકાશમાં અંધારાં ઊતરી આવે તે ઘડીએ અજવાળું આપશે.”
આ પુસ્તિકાના શ્લોકના આધારે થયેલાં પ્રવચનમાં અન્ય શાસ્ત્રના નિરૂપણનો આધાર પણ લેવાયો છે. તે સહેજે શાસ્ત્રાભ્યાસના સ્મરણરૂપ છે અને શ્રોતાજનોને સરળતાથી ગ્રહણ થાય, જીવનમાં આચરણમાં આવે તે આશયની મુખ્યતા છે.
અમદાવાદમાં ઉપસ્થિત બંને આચાર્યશ્રીના શુભાશિષ મળ્યા છે તે માટે સાદર વંદન કરું છું.
આ પુસ્તિકામાં જ્યાં જ્યાં અવતરણ ચિન્હ છે તે પૂ. આચાર્યશ્રીના અસ્તિત્વના પરોઢ' પુસ્તકમાંથી મુખ્યત્વે લીધેલા છે.
આ પુસ્તિકાના સહયોગ માટે જિજ્ઞાસુ મિત્રોનું અભિવાદન કરું છું.
આ પુસ્તિકા સૌ વાંચજો, વંચાવજો, અનુમોદન કરજો તેવી મંગળકામના સાથે.
સુનંદાબહેન વોહોચ
Page #6
--------------------------------------------------------------------------
________________
ભીતર ઝળાંહળાં
હૃદયપ્રદીપ ષત્રિશિકા... અંદરના અંધારાને ઉલેચીને હૃદયને ઝળાંહળાં બનાવનાર છત્રીશ કડીઓ...
આ ગ્રંથની એક એક કડીમાં હૃદયને પ્રકાશિત કરવાનું સામર્થ્ય છે. ભાવક કડીઓને ગણગણતો જાય, એ વેધક શબ્દો હૃદયની આરપાર પહોંચી જાય. અજવાળું જ અજવાળું...
પૂ. વીરવિજય મહારાજ સાહેબ કહે છે: “વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય.” ભાવક ચેતના આ કડીઓમાં, એના વિવેચનમાં ઝબોળાઈ ઊઠશે... જાણીતા સર્જક શ્રી હરીન્દ્ર દવેની એક પંક્તિ યાદ આવે : “ભીતર ઝળાંહળાં છે પ્રકાશનું શું થશે? ભીતર પ્રકાશ રેલાઈ ઊઠ્યો, હવે બહારના પ્રકાશનો શો અર્થ?
હૃદયપ્રદીપ પત્રિશિકા પર “અસ્તિત્વનું પરોઢ પુસ્તકમાં ત્રણ વિદ્વર્ય આચાર્ય પ્રવરોએ વિવેચના આપી. પ્રસ્તુત ગ્રંથમાં એ જ ગ્રંથ પરની બહુજનહૃદયને સ્પર્શી જતી મઝાની સંવેદના છે.
સુનંદાબહેનના અંતઃપૂત હૃદયમાંથી ઝરેલું આ શબ્દઝરણું અનેક ભાવકોના ચિત્તને નિર્મળ નિર્મળ બનાવશે એ જ ભાવના. કાર્તિક સુદિ ૧૫, વિ. ૨૦૬ ૧ - આચાર્ય યશોવિજયસૂરિ શણગાર હૉલ, દશા પોરવાડ સોસાયટી, અમદાવાદ
Page #7
--------------------------------------------------------------------------
________________
સુવિચારની છાબને પ્રેમે વધાવીએ
વિશ્વમાં આરોગ્યનો એક નિયમ પ્રવર્તે છે કે જ્યારે રોગચાળો ફેલાવા લાગે કે તુર્ત તેના પ્રતિકાર માટેના ઉપાયો ભરપૂર પ્રમાણમાં યોજવામાં આવે છે. જાહેર દૈનિકમાં પ્રજાજોગ સૂચનાઓ આપવામાં આવે છે. દવાનો પુષ્કળ પ્રમાણમાં છંટકાવ કરવામાં આવે છે. તે રોગની પ્રતિરોધક રસી મૂકવાનો પણ કાર્યક્રમ ઝુંબેશરૂપે ચલાવવામાં આવે છે.
બસ આજે દુર્વિચાર અને દુર્ધ્યાનનો રોગચાળો ફેલાયો છે ત્યારે તેના પ્રતિરોધ માટેના ભરચક ઉપાયો સજ્જનોએ યોજવા જ રહ્યા. સુવિચારોનો મારો ચલાવવામાં આવે એટલી બધી રીતે એ દુર્વિચારોને ખાળવા માટે પ્રયત્નો કરવા જ રહ્યા. જેને જે સૂઝે તે રીતે એ ઉપાય યોજે અને દુર્વિચારના હુમલાને મંદ અને અંતે નાબૂદ બનાવે તે આજની તાતી જરૂરત છે. તે અભિયાનનાં ભાગરૂપે જ સુનંદાબહેન વોહોરા એક શુભવિચા૨ની છાબ લઈને આવ્યાં છે. આપણે સૌએ તેને સુસ્વાગતમ્ કહેવાનું છે, પ્રેમભર્યો સસ્મિત આવકાર પામવાનો છે.
અહીં ૩૬ દીવડા એવા તેજવંત પેટાવવામાં આવ્યા છે તેના તેજોવલયથી આપણી હૃદયગુહામાં યુગોજૂનાં અંધારાં ડેરાતંબુ તાણીને પડ્યાં છે તેને ધ્રુજારી વછૂટે તેવો ઉજાસ આ દીવડામાં છે.
મન ભરીને ફરીફરી એ દીવડાના અજવાળાને અપનાવીએ ચિત્તને તેના વડે માંજીએ એવી એક જ શુભેચ્છા –
અમદાવાદ-૧૩
શ્રી નેમિ-અમૃત-દેવહેમચન્દ્રશિષ્ય
નારણપુરા
માગ-૧.૪ ૨૦૬૧
પ્રદ્યુમ્નસૂરિ
Page #8
--------------------------------------------------------------------------
________________
કરે છે ?
હૃદયપ્રદીપનાં અજ્વાળો
शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद भवान्तरगतान्यपि चेष्टितानि, પ્રદુર્મવજ્યકુમવં તમિમ મનેથા: I II
શબ્દદિ પાંચ વિષયો થકી સાવ નોખું, ચૈતન્ય તત્ત્વ ઝળકે હૃદયસ્થ ચોખ્ખું; ને જે પ્રકાશિત કરે ગત જન્મ ચેષ્ય, તે તત્ત્વના અનુભવે ધરજો સુનિષ્ઠા. ૧
શબ્દાદિ પાંચ જડ વિષયોના વ્યાપાર વખતે પણ અંદર રહેલ આત્મા તે વ્યાપારથી પોતાની ભિન્નતાને જેના વડે અનુભવે છે એને જન્માક્તરોનાં થયેલાં કાર્યો પણ જેના વડે યાદ આવે છે તે અનુભવને તમે ભજો.
આત્મા અનંત શક્તિનો સ્વામી, તે સ્પર્શદિવાળા શરીરમાં રહેલો હોવા છતાં સ્વલક્ષણે શરીરથી તદ્દન ભિન્ન છે. વળી એ શરીરની ઇન્દ્રિયો વડે તે શીત કે ઉષ્ણ, સ્નિગ્ધ કે રુક્ષ, લઘુ કે ગુરુ, કોમળ કે કર્કશ સ્પર્શને જાણતો, તે ત્યારે પણ ભિન્ન છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧
Page #9
--------------------------------------------------------------------------
________________
શુદ્ધાત્મા પર વસ્તુના સ્વરૂપને જાણે છે ત્યારે પણ તેમાં હૂપ થઈને જાણતો નથી પરંતુ વારંવાર થતી એની એ જ ચેષ્ટાઓ જીવને દેહમાં આત્મબુદ્ધિનો ભ્રમ પેદા કરે છે.
તે રસનાનાં તીખા કડવા, મધુર, ખાટા કે તૂરા રસને ગ્રહણ કરે છે ત્યારે તે તદ્રુપ થઈને જાણતો નથી, જેવો પોતાના જ્ઞાનમાં તકૂપ થઈને જાણે છે તેમ પરપદાર્થમાં તતૂપ થઈને જાણતો નથી.
ઘાણનો વિષય છે સુગંધ અને દુર્ગધ. તે પદાર્થોના જડ પરમાણુઓ ઘ્રાણેન્દ્રિયને સ્પર્શે છે ત્યારે જ્ઞાન જાણવાનું લક્ષણ હોવાથી જાણે છે પરંતુ શુદ્ધાત્મા ધ્રાણમય સુગંધમય બનતો નથી.
ચક્ષુ વડે તે કાળો, વાદળી, રાતો, પીળો કે ધોળો રંગ જુએ છે ત્યારે તે શુદ્ધાત્મા રંગમય થતો નથી. જ્ઞાનરૂપી દર્પણમાં તે તે પદાર્થ પ્રતિબિંબિત થવા છતાં જ્ઞાનસ્વરૂપ ઉપયોગ કોઈ રંગવાળો બનતો નથી. જેમ દર્પણમાં પ્રતિબિંબિત પદાર્થ દર્પણમાં જણાય છે પરંતુ દર્પણ પદાર્થરૂપ થતું નથી ત્યારે તેની અવસ્થામાં કંઈ પરિવર્તન થતું નથી તેમ કોઈ વર્ણ, રૂપ કે આકૃતિ ચક્ષુ દ્વારા જ્ઞાનમાં જાણવા છતાં આત્માની અવસ્થામાં કંઈ પરિવર્તન થતું નથી. આત્મા ત્યારે પણ જ્ઞાનસ્વરૂપે રહે છે. આત્માનો સ્વભાવ અન્ય પદાર્થને જાણવાનો છે પરંતુ તન્મય થવાનો નથી.
તે પ્રમાણે સચિત અચિત કે મિશ્ર શબ્દના પુદ્ગલો કર્મેન્દ્રિય ગ્રહણ કરે છે ત્યારે ત્યાં રહેલા આત્મપ્રદેશોના ઉપયોગમાં તે શબ્દ પુદ્ગલોનો બોધ થવા છતાં તે શુદ્ધાત્મામાં શબ્દ પ્રત્યે કોઈ વિકલ્પતરંગ પેદા થતો નથી. કારણ કે સ્પર્ધાદિ પાંચ વિષયો અને તેને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો સ્વસ્વરૂપે જડ છે, અને આત્મા ચૈતન્યસ્વરૂપ છે. તેથી તેમાં પદાર્થ જણાય છે ત્યારે શુદ્ધ ચૈતન્ય અધિકારીપણે રહે છે જેમ દર્પણમાં પ્રતિબિંબ પડવા છતાં દર્પણ તે પદાર્થરૂપ થતું નથી. યદ્યપિ આત્મા દર્પણની જેમ જ નથી, પરંતુ જ્ઞાનનો
૨ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #10
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ સ્વયં જાણવાની ક્રિયાવાળો છે, પ૨પદાર્થને ભોગવવાવાળો નથી. અજ્ઞાનવશ જીવ પદાર્થને જાણે છે ત્યારે કર્તૃત્વબુદ્ધિથી પરભાવનો કર્તા થાય છે.
પરંતુ ચૈતન્યની શુદ્ધતા મૂળમાં પરપદાર્થના કર્તુત્વભાવ સાથે તન્મય થતી નથી. પરપદાર્થને જાણે છે ત્યારે પણ ચૈતન્ય સ્વમાં તન્મય હોય છે. જે જીવમાં આવી શુદ્ધતા અત્યાધિકપણે પ્રગટ થઈ છે તે જીવોએ પૂર્વજન્મમાં જે જે ધર્મભાવના કે આરાધના કરી હોય તેના સંસ્કારો તેમાં જોડાઈને વર્તમાનમાં જીવની આત્મભાવનાને પુષ્ટ કરે છે.
જેમ તિર્યંચપણે ઉત્પન્ન થયેલ હાથીના ભવમાં મેઘકુમારે સસલાના રક્ષણ માટે પાળેલી દયાનો પ્રસંગ ભગવાન મહાવીરના મુખેથી સાંભળતાં જ મુનિપણાથી ચલિત થયેલા પુનઃ સ્થિરતા પામ્યા. તેમણે વિચાર્યું કે હાથીના ભવમાં ત્રણ અહોરાગ પગને ઊંચો રાખવાનું કષ્ટ વેઠી શક્યો અને અહીં તો રાત્રે પવિત્ર મુનિરાજોના ચરણોનો સ્પર્શ મને થયો હતો, તે હું સહી ન શક્યો ! આમ વિચારતાં આત્મનિષ્ઠા પ્રબળ થઈ, અને પુનઃ સંયમભાવમાં સ્થિર થઈ ઉત્કૃષ્ટપણે ચારિત્રધર્મ પાળી મુક્ત થયા! વર્તમાનમાં સાધકના જીવનમાં પણ આત્મભાવના સાથે પૂર્વના સંસ્કારનો પ્રકાશ મળે ત્યારે તેણે પરમાર્થમાર્ગમાં વધુ નિષ્ઠાવાન થવું.
ગૌતમસ્વામી બીજા ભવમાં મત્સ્યરૂપે ઉત્પન્ન થયા હતા. સાગરમાં તરતા તરતા તેમણે મુનિ આકાર જેવું માછલું જોયું, અને જાતિસ્મરણ જ્ઞાનમાં જાણ્યું કે પૂર્વભવમાં અનશન લીધું હતું. છેલ્લા દિવસોમાં ગરમીના ત્રાસથી તૃષા સહી ન શક્યા. ત્યારે વિકલ્પ થયો કે સાગરના જળમાં માછલાં કેટલાં સુખી છે ? બસ પાણી જ પાણી. ભવિતવ્યતા કેવી કે એ સમયે આયુષ્યનો બંધ પડ્યો. આસક્તિ તેવી ઉત્પત્તિ. મૃત્યુ પામી એ જીવ સાગરમાં મોટા મત્સ્યપણે ઉત્પન્ન
હૃદયપ્રદીપનાં અજવાળાં ૩
Page #11
--------------------------------------------------------------------------
________________
થયો.
પરંતુ મુનિ જેવી આકૃતિ જોતાં પૂર્વજન્મમાં કરેલાં મુનિનાં દર્શનની ચેષ્ટા સ્મરણમાં આવી અને મત્સ્યરૂપે છતાં અનશનવ્રતમાં આવી આત્મનિષ્ઠા વડે ઉત્તમ શુભભાવમાં મરણ પામી દેવલોકમાં ઉત્પન્ન થયા.
ગ્રંથકાર લખે છે હે ભવ્યાત્માઓ! આ દેહ, ઈન્દ્રિયો આદિ જડ વિષયોના વ્યાપારથી લક્ષણે સાવ ભિન્ન છે. દેહાદિનાં લક્ષણ છે સ્પર્શાદિ. આત્માનાં લક્ષણ છે જ્ઞાનાદિ. આ ભિન્નતાનો અનુભવ પોતાના જ્ઞાન વડે કરે છે, ત્યારે પૂર્વજન્મોમાં પણ એ પ્રકારના એ અનુભવ થયા હોય તે પણ તે જ્ઞાનમાં પ્રકાશિત થાય છે. તમે પણ તેવા જ્ઞાન અનુભવની ભજન કરો. બહુમાન કરો.
જડ શબ્દાદિ વિષયોથી સાવ ભિન્ન એવો આત્મા જડ વિષયાદિને ભોગવે તેવું મૂળ વસ્તુનું સ્વરૂપ નથી કે જડ વિષયાદિ આત્માને જબરદસ્તીથી વિકાર કરાવે. તેવું મૂળ વસ્તુનું સ્વરૂપ નથી કે કષાયોનું મંદ થવું તે શુભભાવ છે પણ વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુનું જ સ્વરૂપ છે તે તેવા સર્વ વ્યાપાર સમયે પણ જેવું છે તેવું જ ભિન્ન રહે છે. - અજ્ઞાનવશ જીવ તેમાં ભળે કે તેનો કર્તાભોક્તા બને તે વિપરીત જ્ઞાન-અજ્ઞાન છે. આમ જેમ છે તેમ સમજવાથી આત્મકલ્યાણ છે.
શબ્દાદિ વિષયોના રજકણ અહીં પડ્યા રહેશે. તારો પૂરો દેહ ઘર સર્વે અહીં પડ્યાં રહેશે. એ કોઈ તારા સ્વરૂપનાં નથી કે સાથે આવે. તેના મોહથી, અહમુથી જુદો પડી કેવળ સુખમય ચૈતન્યને ભજે તે જીવ તેવું જ સુખ પામે છે.
“અહમ્ છૂપો અને મીઠો છે. “તમે બોલી રહ્યા છો ભાવુક શ્રોતાવેંદની સામે. શ્રોતાવંદ બધું જ રસથી સાંભળી રહેલ છે અને તે કારણે વક્તાનો અહમ્ ફણિધર જે ગૂંચળું વાળીને પડ્યો હતો
૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #12
--------------------------------------------------------------------------
________________
તે ફેણ ઊંચકીને ડોલવા માંડે છે. વક્તાને આ છૂપા અહમ્ની જલદી જાણ થતી નથી.
આ લય એકદમ ભિન્ન છે; એક ક્ષણ માટે તમે આ આખાય સરઘસથી છૂટા થઈ જાવ. તમે ફક્ત બોલનારને જુઓ. તેના અહમના લયને પણ જુઓ. મનના આવેગોમાં ડૂબેલા સ્વનો પરિચય હતો. આ એક ક્ષણમાં પરિચય થયો એ ‘હું’નો જે બધાથી ભિન્ન હતો, માત્ર તે જોનાર હતો. પેલા બધા હુંની વળગણથી મુક્ત શુદ્ધ હુંની આ આછી પ્રતીતિ. આત્મદર્શનના સૂર્યના પ્રાગટ્ય પહેલાનું આ અરુણું પ્રભાત. આ કાળમાં કોઈ ઉત્તમ જીવો બાળવયથી જ સંસાર પ્રત્યે વિરક્તિ ધરાવે છે. શિશુવયમાં સંસારનો ત્યાગ કરી ઉત્તમ ચારિત્ર પાળે છે. તેથી સમજાય છે કે તે આત્મા પૂર્વજન્મના સંસ્કારના બળે વર્તમાનમાં પણ સંયમના ભાવને ધારણ કરે છે.”
“તત્ત્વના અનુભવીને નિષ્ઠા કેવી હોય ? શુદ્ધ નિમિત્તી પ્રભુ ગ્રહો, કરી અશુદ્ધ પર હોય જો આત્માલંબી ગુણલયી સહસાધકનો ધ્યેય હો.
જડ ઇન્દ્રિયોના આલંબનનું સુખ છૂટી ગયું, એથી સાધક પ્રભુનું શુદ્ધ અવલંબન લઈ, અશુદ્ધ વિષયોને છોડી દે છે પછી તેને સ્વભાવરૂપ આત્માલંબનમાં ગુણ પિંડરૂપ સ્વભાવમાં લય કરવાનું ધ્યેય નિષ્ઠાને પ્રાપ્ત કરે છે.''
હૃદયપ્રદીપનાં અજવાળાં પ
Page #13
--------------------------------------------------------------------------
________________
जानन्ति केचित्र तु कर्तुमीशाः, कर्तुं क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तु, ते केऽपि लोके विरला भवन्ति ।। २ ।।
જાણે ખરા કોક, ન કાર્યકારી, કો' શક્તિ ધારે, નવ જાણકારી; જ્ઞાને તથા આચરણેય પૂરા,
એવા જડે માનવ કો'ક શૂરા. ૨ કેટલાક સાધકો સાધના તત્ત્વને જાણે છે, પણ સાધના કરવા માટે તેઓ સક્ષમ નથી. જેઓ સાધના કરવા માટે સક્ષમ છે, તેઓ સાધનાને જાણતા નથી. તત્ત્વને જાણનાર અને સાધના કરનાર વ્યક્તિત્વો વિરલ હોય છે.
શાસ્ત્રમાં દર્શાવેલ આત્મતત્ત્વને કોઈક જાણે ખરા કે ઓહો ! આત્મા અનંત ગુણશક્તિનો સ્વામી છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાને કરી અખંડ છે. કાળે કરી અવિનાશી છે. સર્વ દ્રવ્યથી અસંગ છે. ભાવે કરી નિર્વિકલ્પ છે. સ્વભાવે જ્ઞાતા દ્રષ્ટા છે. સ્વપર પ્રકાશક છે. અનંત અવ્યાબાધ સુખથી પરિપૂર્ણ છે. જ્ઞાયકપણે સ્વને જાણે છે અને વેદકપણે આનંદને અનુભવે છે.
આમ અનેક પ્રકારે શાસ્ત્રવચનને સ્મૃતિપટ પર લાવી વિચારે
૬
હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #14
--------------------------------------------------------------------------
________________
અને વાણી દ્વારા વ્યક્ત કરે પરંતુ તેમાંનો કોઈ ગુણ કે શુદ્ધભાવની તેને સ્પર્શના નથી હોતી.
જેમ કોઈ તૃષાતુર મનુષ્ય તળાવ પાસે જાય, જુએ અને બોલે કે ઓહો! કેટલું બધું પાણી છે ? પરંતુ પાણી કેમ લેવું તે ખબર નથી, પીવાનો પ્રયત્ન કરતો નથી, તો તેનાં વચનો વ્યર્થ જાય છે. કાર્યકારી થતાં નથી.
હું શુદ્ધાત્મા છું કહેતાં અનાદિકાળથી વિસ્મરણ થયેલો આત્મા પ્રગટ થતો નથી. અનુભવી ગુરુજનો પાસે તેની વિદ્યા મેળવવી પડે છે. એ વિદ્યા મેળવ્યા પછી શ્રદ્ધાપૂર્વક આત્મલક્ષે ભૂમિકા પ્રમાણે સતપુરુષાર્થ કરે તો આત્મા પ્રગટ થાય અનુભવમાં આવે. માત્ર શાબ્દિક જાણકારી વ્યર્થ છે.
વળી કોઈકના જીવમાં શક્તિ હોય અને વ્રત, તપ કરે, બાહ્ય ક્રિયાદિ કરે. ક્ષમા જેવા ગુણ ધારણ કરે પણ તે સર્વ શાને માટે કરે છે તે જાણતો નથી.
કોઈને અમુક સ્થાને જવું છે પરંતુ ત્યાં કેમ જવાય તેની ખબર નથી, કેવળ દોડે છે. પરંતુ તેને માર્ગની જાણકારી નથી એટલે ગંતવ્ય સ્થાને પહોંચતો નથી. દોડવાની શક્તિ હોવા છતાં અજ્ઞાનતાને કારણે પહોંચતો નથી.
અનાદિકાળના પરિભ્રમણથી આત્માને મુક્ત કરવાનું કાર્ય દુર્લભ છે. તે માર્ગે લઈ જનાર સર્વજ્ઞ પરમાત્માના પુષ્ટ અવલંબનને જાણતો નથી કે સેવતો નથી. નિગ્રંથ ગુરુજનોની નિશ્રા કે નિષ્ઠા નથી. અને તત્ત્વરૂપ ધર્મની તેને જાણકારી નથી. ઓઘદૃષ્ટિએ બોધરહિત તે ઘણા પ્રકારે સાધના કરે છે પરંતુ તત્ત્વદષ્ટિની જાણકારી ન હોવાથી તેની સાધના કાર્યકારી બનતી નથી.
જ્ઞાન ક્રિયાભ્યાં મુક્તિઃ જ્ઞાન એટલે જાણકારી, ક્રિયા એટલે સચારિત્ર. જ્ઞાન એટલે બોધરૂપ પરિણતિ અને સચારિત્ર એટલે
હૃદયપ્રદીપનાં અજવાળાં જ ૭
Page #15
--------------------------------------------------------------------------
________________
વીતરાગતા. જ્ઞાન એટલે સમ્યગજ્ઞાનરૂપ શુદ્ધ ગુણ. અને ચારિત્ર એટલે જ્ઞાનનું જ્ઞાનમાં સ્થિર થવું. આમ જેવું જ્ઞાન તેવું આચરણ બંને ગુણે પૂર્ણ એવા જીવો કોઈક વીરલા જ હોય છે. રાગરહિત વીતરાગ દશા પ્રગટ થવી તે ધર્મનું રહસ્ય છે. આત્મા શુભાશુભભાવ રહિત ત્રિકાળ શુદ્ધસ્વરૂપ છે તેનો અંતરંગ જ્ઞાનથી અનુભવ થવો તે શુદ્ધોપયોગ છે.
જાણે ખરો કે આત્મા શુદ્ધ છે પરંતુ પરના કર્તૃત્વભાવને ત્યજે નહિ. જાણે કે આત્માના ચારિત્રગુણની પરિણતિ વૈરાગ્ય છે પણ રાગાદિના ભાવને સેવ્યા કરે તેવા જીવોની દશા દુઃખદાયક છે. આમ કોરું શાસ્ત્રજ્ઞાન કે બાહ્યચારિત્ર જીવને હિતકારી નથી.
આથી શાસ્ત્રકાર કહે છે કે સન્માર્ગે જવા નીકળેલા સાધકો તત્ત્વને જાણે કે આત્મા સર્વ પદાર્થોથી ભિન્ન છે. સ્વસ્વરૂપે રાગાદિભાવનો કર્તા નથી પરંતુ તે પ્રમાણે સાધનામાર્ગમાં ટકી શકતા નથી. અને જેઓ શરીરદિ બળ ધરાવે છે. બુદ્ધિશક્તિથી સંપન્ન છે. દેવ ગુરુ જેવા ઉત્તમ યોગ મળ્યા છે. અન્ય સાધન સંપન્નતા છે પરંતુ સાધના શું ? તત્ત્વ શું ? તેનાથી લાભ શું ? તે કંઈ જાણતા નથી આથી સર્વકાળે તત્ત્વદૃષ્ટિયુક્ત સાધના કરનાર વીરલા જ હોય
સાધકો સાધનાતત્ત્વને શ્રવણથી જાણે છે કે આત્મા ચૈતન્યજ્ઞાન સ્વભાવથી ભરેલો છે. અંતર્મુખ થઈ તેની પરિણામરૂપ શ્રદ્ધા કરી આત્માનો અનુભવ કરવો તે બોધનું રહસ્ય છે. આમ જાણવા છતાં તે પોતાનો પુરુષાર્થ ફોરવી શકતો નથી.
વળી જેઓ સાધના કરવા સક્ષમ છે, તે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધોપવાસ, દેવપૂજા, દાન વગેરે કરીને થતા શુભભાવને ધર્મ જાણે છે પણ તેમાં તત્ત્વદૃષ્ટિના અભાવે સ્વભાવ પ્રત્યે અંતર્મુખ થઈ આત્મઅનુભવ કરતા નથી.
૮ * હ્રદયપ્રદીપનાં અજવાળાં
Page #16
--------------------------------------------------------------------------
________________
જે જીવમાં તત્ત્વદષ્ટિ છે તેનામાં વૈરાગ્યની વૃદ્ધિ થતી જાય છે. તેમાં કોઈ પણ સાધના/આચરણ એવાં ન હોય કે જેમાં રાગાદિની વૃદ્ધિ થાય. વર્તમાન અવસ્થામાં થતા મિથ્યાભાવ, પરભાવનો તેને ભય હોય છે. અકષાયી સ્વભાવ પ્રત્યે તેનું દઢ લક્ષ્ય હોય છે. તે માટે નિયમિત સ્વાધ્યાયાદિમાં પ્રવૃત્ત હોય છે. સંતસમાગમને ઇચ્છતો હોય છે. સ્વરૂપ પ્રાપ્તિની રુચિ પ્રબળ હોય છે. તેવા જ્ઞાનદૃષ્ટિયુક્ત અને વૈરાગ્યભાવનાવાળા જીવો વીરલા હોય છે.
જેના ચિત્તમાં/ભાવમાં આત્મ-સ્વરૂપ પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા અપેક્ષા છે તે જીવ દેહના મમત્વમાં અહમુમાં, રાગાદિ પરિણામમાં, બાહ્ય ક્રિયામાં, શાસ્ત્રની જાણકારીમાં અટકે છે તે સાધનાનો ઉદ્યમ કરી શકતો નથી.
જે જીવ આત્મશ્રેય ઇચ્છે છે તે તો અનુભવી ગુરુજનો પાસે સાધના કરી, શ્રુતજ્ઞાનને જાણી આત્મસ્વરૂપને યથાર્થ જાણવા પ્રયત્ન કરે છે અને નિર્ણય કરે છે કે મારો આત્મા જ જ્ઞાન અને વૈરાગ્ય ગુણથી ભરપૂર છે. હવે મારે આ જગતમાં બહાર કંઈ મેળવવાનું
નથી.
શાલિભદ્ર સાંસારિક સુખથી ઘેરાયેલા હતા પણ પ્રસંગોપાત્ત જ્ઞાન પ્રગટ્યું કે ચારિત્રની ભાવના દઢ બની. પછી તો બત્રીસ દિવસનો વાયદો પણ ક્ષણમાત્રમાં પૂરો કરી ચાલી નીકળ્યા, તે વીરલા જીવોનું સામર્થ્ય છે.
“અનુભૂતિ પર લઈ જનારાં બે તત્ત્વો છે. સાધકના ઉપાદાનનું સજજ થવું અને શુભ નિમિત્તનું મળી જવું. અલબત્ત, પ્રાપ્તિ પછી કે પ્રાપ્તિ ભણી સરકતી વખતે સાધક સ્પષ્ટતયા અનુભવતો હશે કે નિમિત્તોએ કેવી કાયાપલટ કરી ?
પ્રભુનાં દર્શન જેવું શ્રેષ્ઠ નિમિત્ત મળવા છતાં પણ જો આ ઉપાદાન પવિત્ર નહિ થાય તો ક્યારે થશે? કાં તો મારું ઉપાદાન
હૃદયપ્રદીપનાં અજવાળાં ૯
Page #17
--------------------------------------------------------------------------
________________
નબળું છે અથવા તો મારા ઉદ્યમમાં કંઈક કમી છે, મને પૂર્ણ શ્રદ્ધા છે કે મારી આછીપાતળી સેવા મારા ઉપાદાનની પવિત્રતાને નજીક લાવશે.
“કોઈ સાધક એવા હોય છે કે શ્રેષ્ઠ નિમિત્તો મળવા છતાં ઉપાદાન જેમનું તૈયાર નથી. બીજા એવા સાધકો હોય છે કે જેમનું ઉપાદાન ઠીકઠાક તૈયાર હતું પણ તેમને શ્રેષ્ઠ નિમિત્તો મળતાં નથી. બંને પ્રકારના સાધકો સાધનામાર્ગે ચાલી શકતા નથી. - જેમનાં નિમિત્તો શ્રેષ્ઠ મળી ગયાં છે, અને જેમનું ઉપાદાન તૈયાર છે તે સાધકો સાધનામાર્ગે દોડી શકે છે.
આ કોના જેવું થયું ? ઘરે દૂધપાક – પૂરી બનેલાં પણ પેટ બગડેલું હતું. દૂધપાક – પૂરી ખાઈ ન શકાય. બે દિવસ પછી પેટ સારું હતું. ત્યારે રોટલા – દાળ મળ્યાં પણ તે મઝાનાં લાગ્યાં.
તે પ્રમાણે પ્રભુ સાક્ષાત્ હતા, આપનું શ્રેષ્ઠ દર્શન હતું, પણ ચૂકી ગયેલો. આજે પ્રભુ મૂર્તિ રૂપે છો, આપની વાણી ગુરુ દ્વારા મળે છે. તેથી આ દુષમ કાળ છતાં મારે માટે ઉપકારી નીવડ્યો.”
જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાધિનો લોભ, તૃષ્ણા, દૈહિકમાન વગેરે જેવા મોહનાં પ્રબળ કારણો. હોય, આગ્રહ છોડવા ન હોય, લોકેષણાની વૃદ્ધિ હોય ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ પ્રગટે ? આત્માનુભૂતિ કેમ થાય ? જેને આત્માનુભૂતિ થઈ છે તે મૌન થાય છે. અસંગ થાય છે.
૧૦ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #18
--------------------------------------------------------------------------
________________
सम्यगविरक्तिर्ननु यस्य चित्ते, सम्यग् गुरुर्यस्य च तत्त्ववेत्ता । सदाऽनुभूत्या दृढनिश्चयो यस्तस्यैव सिद्धि नहि चापरस्य ।। ३ ।।
સાચી વિરક્તિ હૃદયે ધરે છે, ને તત્ત્વવેત્તા ગુરુને ભજે છે; સ્વાનુભવે નિશ્ચય જે કરે છે, એને જ સિદ્ધિ નિયમા વરે છે. ૩
જે સાધકના ચિત્તમાં પ્રબળ વૈરાગ્ય છે, તત્ત્વવેત્તા ગુરુની પ્રાપ્તિ જેને થઈ છે અને જે અનુભૂતિમૂલક દૃઢ નિશ્ચયવાળો છે તેને જ સિદ્ધિ મળે છે, બીજાને નહિ.
જીવ અને કર્મનો સંયોગ અનાદિનો છે પણ અનાદિ સાંત છે, અર્થાત્ સર્વ કર્મોનો સંયોગ નાશ થાય છે. જીવ અને મોક્ષ તત્ત્વ અનાદિના છે, જીવ સ્વયં મોક્ષસ્વરૂપ છે તેનો સંબંધ સાદિ-અનંત છે. અર્થાત્ સંસારી જીવની અવસ્થા વૈરાગ્ય દ્વારા પલાઈને જ્યારે સર્વ કર્મોથી મુક્ત થાય છે ત્યારે મોક્ષની અવસ્થા પ્રગટ થઈ અનંત કાળ સુધી રહે છે.
જીવ અનાદિકાળથી જ્ઞાન વગર રખડ્યો નથી, પરંતુ વિપરીત શ્રદ્ધાને કારણે અજ્ઞાનથી રખડ્યો છે. જીવે આજ પર્યત તપ-જપ
હૃદયપ્રદીપનાં અજવાળાં ૪ ૧૧
Page #19
--------------------------------------------------------------------------
________________
ધ્યાન કર્યા નથી એવું પણ નથી, પરંતુ વૈરાગ્યના અભાવે રખડ્યો છે. સર્વ સાધન કરવા છતાં સંસારના સુખનો રાગ હૃદયમાં ધારણ કરી પુણ્ય સુધી પહોંચ્યો પણ રાગનો અભાવ કરી વૈરાગ્ય ન પામ્યો એટલે જન્મમરણથી મુક્તિ ન થઈ.
જ્ઞાનીઓ કહે છે જેને સંસારનાં ક્ષણિક, પૌદ્ગલિક સુખોમાં પણ દુઃખ જોયું, તે સાધકોના ચિત્તમાં વૈરાગ્યગુણ પ્રબળપણે પ્રગટે છે. જગતમાં જીવ અને અજીવ-દેહનું વાસ્તવિક સ્વરૂપ જોતાં સાધકને સમજાયું કે ઓહો ! જીવ નિત્ય છે, દેહાદિ અનિત્ય છે. જીવ સહજ આનંદસ્વરૂપ છે. દેહ જન્મ-જરા-મરણ-રોગ-શોકનું કારણ છે. વળી દેહ ધારણ થતાં મળેલાં સગપણો રાગદ્વેષનું કારણ છે. ત્યાં રાચવાથી જીવ સ્વરૂપસુખની પ્રાપ્તિ કરી શકતો નથી.
સનતુ ચક્રવર્તીને અતિ રૂપવાન એવા શરીરમાં રોગનું ચિહ્ન જોતાં વૈરાગ્ય ઊપજ્યો. પછી સંસારમાં એક ક્ષણ પણ રોકાયા નહીં. આજે પણ શ્રીમંતાઈ સંપન્નતા હોવા છતાં જીવો કઠિન એવા સંયમમાર્ગને સ્વીકારીને સઉલ્લાસ ચારિત્રધર્મ પાળે છે.
આ કાળમાં જીવો પર મોહનું બખ્તર એવું ચોંટ્યું છે કે રોગશોક એવાં કેટલાંય કારણો નજરે ચઢવા છતાં, અનુભવ થવા છતાં, જાણે અમરપટો મેળવ્યો હોય તેમ નિષ્કિકર જીવે છે. ક્યાંય વૈરાગ્યનો અંશ સ્પર્શતો નથી. ભક્તિ, દાન, પરોપકાર કરે છે, પરંતુ બધું મનની સપાટી ઉપર હોય છે. અંતરંગ અવસ્થામાં સંસારનો રાગ તો જેવો ને તેવો જ રહે છે. આથી પુણ્ય સુધી પહોંચી સંસારની વૃદ્ધિ કરે છે. પરંતુ એ પુણ્યના યોગમાં વિચારતો નથી કે હું સાંસારિક સુખો માટે જન્મ્યો નથી પણ મુક્ત થવા મનુષ્યનો જન્મ પામ્યો
સાચો સાધક મોક્ષાર્થી વિચારે છે કે હું કેવી રીતે આત્માના આનંદ-સુખનો અનુભવ કરું ? આ પરિભ્રમણ કે ભૌતિક સુખોમાં
૧૨ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #20
--------------------------------------------------------------------------
________________
મને સાચું સુખ મળ્યું નથી, એ પ્રકારે સાચી જિજ્ઞાસાને સેવે છે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ સિવાય અન્ય કંઈ તેને આવશ્યક નથી, તે આત્મજ્ઞ અનુભવી ગુરુને શોધે છે. તેમનો નિરંતર સમાગમ કરે છે. ગુરુ-ઉપાસના કરી તેમની નિશ્રામાં સ્વાધ્યાયાદિ વડે જિજ્ઞાસાને પુષ્ટિ કરતો જાય છે. નિશ્ચયના લક્ષ, અંતરંગની શુદ્ધિના લક્ષે વર્તમાન અવસ્થાની શુદ્ધિ દ્વારા સ્વાનુભવે જે શુદ્ધાત્માનો નિર્ણય કરે છે તે નિયમા તે સ્વરૂપે થાય છે.
સ્વરૂપપ્રાપ્તિ કે મોક્ષ સ્વાનુભવ દ્વારા જ પ્રગટ થાય છે. જેમાં આત્મજ્ઞાનની મુખ્યતા છે. એ જ્ઞાનનું ફળ વિરતિ-વિરક્તિ, વૈરાગ્ય છે. યદ્યપિ આખરી સિદ્ધિ મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
જીવાદિ પદાર્થોને શ્રદ્ધવા, જાણવા, પ્રતીત કરવા તે વ્યવહાર છે. જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનનું જ્ઞાન સ્વભાવરૂપે પરિણમવું તે નિશ્ચયથી સમ્યગદર્શન છે. જીવાદિ પદાર્થોનું જ્ઞાન સ્વભાવરૂપે પરિણમવું કે હું માત્ર જ્ઞાયકસ્વરૂપ છું. અન્ય તત્ત્વો તે તે સમયની અવસ્થાઓ છે તેનો બોધ થવો તે સમ્યગૂજ્ઞાન છે. રાગાદિના અભાવમાં જ્ઞાનનું – બોધનું પરિણમન થવું, વૈરાગ્યરૂપ શુદ્ધ પરિણતિ તે સમ્યગુ ચારિત્ર છે.
સાધક સ્વભાવના લક્ષે જ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તે લક્ષે વારંવાર ઉદ્યમ કરે ત્યારે રાગનું જોર ઘટી, વૈરાગ્યવૃદ્ધિ પામે છે. પોતાના અનુભવે નિશ્ચય કરે છે, જોકે હજી રાગાદિભાવ, શુભભાવ હોવા છતાં, સ્વભાવનું લક્ષ હોવાથી, સમયે સમયે અંતરંગ અવસ્થાની શુદ્ધિ દ્વારા આત્માનુભૂતિ દ્વારા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
જેના અંતરમાં સાચો વૈરાગ્ય છે તે સાધકને તત્ત્વવેત્તા ગુરુનો યોગ થાય છે. તેમની પાસેથી બોધને ગ્રહણ કરી લે છે. તેમની આજ્ઞામાં રહે છે એટલે તેમના બોધને કે તેમને ભૂલતો નથી. ભલે ચોવીસ કલાક તેમની પાસે રહેતો ન હોય પરંતુ મનોભાવથી તે
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૩
Page #21
--------------------------------------------------------------------------
________________
તેમના પ્રભુત્વમાં-સમીપમાં જ રહે છે.
આમ શાની ગુરુના બોધ વડે પોતે જ સ્વાનુભૂતિ વડે વિશેષ વૈરાગ્ય પામે છે. સાકરને ખાનાર ગળપણનો અનુભવ કર્યા પછી. કોઈને પૂછવા જતો નથી કે સાકરનું ગળપણ કેવું હોય, તેમાં તેના અનુભવ વડે નિશ્ચય થયેલો છે. તેમ તત્ત્વબોધ વડે થયેલો અનુભવ જ જીવને નિયમથી સિદ્ધિ ગતિ સુધી પહોંચાડે છે.
“સમરાદિત્ય કથાનો પ્રસંગ છે. એક સમ્રાટ આચાર્યના દર્શને જાય છે. તેમનો વૈભવ, યૌવન, અપૂર્વ કાંતિ, તેમને લાગે તેઓ ઉચ્ચ ઘાનામાંથી આવે છે.
સમ્રાટે પૂછ્યું : ગુરુદેવ એવું કર્યું નિમિત્તે મળ્યું કે જેણે આપને વૈરાગી બનાવ્યા.
આચાર્ય ભગવંતે કહ્યું : દુનિયામાં એવી કઈ ઘટના છે કે જે વૈરાગ્ય તરફ ન ખૂલતી હોય ? ભવ્ય મહેલનાં દર્શન વખતે એના ભવિષ્યના પર્યાયો (જર્જરિત થવાના) જોઈ શકો તો વૈરાગ્ય સિવાય બીજી કઈ ઘટના આકાર લઈ શકે ? વિરાગીની આંખોમાં તમને દેખાય ૫૨મ અનાકર્ષણ, પદાર્થો પ્રત્યે, વ્યક્તિઓ પ્રત્યે એક તીવ્ર બોધ અસારતાનો ઘૂંટાયા કરતો હોય. કપડાં પર ધૂળ ખંખેરીને કોઈ નીકળે તેમ મૃગાપુત્ર ખંખેરીને નીકળી ગયા. સમ્યગ્ વિરક્તિ. પર્યાયોને (બદલાતી અવસ્થા) છુટ્ટા પાડતાં ફાવી ગયું. તેણે દુ:ખોને કાયમ માટે વિલીન કરી નાખ્યાં.
અશુદ્ધ પર્યાયો એ મારું રૂપ નથી. હું તો શુદ્ધ આત્મદ્રવ્ય. બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વગેરે ભાવો તો કર્મોના છે, મારે શું ?
તત્ત્વવેત્તા સદ્દગુરુ દૂધમાં પાણી નાખીએ પાણી પાણીરૂપે રહેતું નથી. સદ્ગુરુનો યોગ એટલે સ્વત્વને ખોઈ નાખવું. વારંવાર સદ્ગુરુનાં ચરણો સેવ્યા બાદ, દીર્ઘકાળ સાનિધ્યમાં રહ્યા બાદ પોતાની ભીતરમાં સૂઝવા માંડે કે ક્યારે શું કરવું યોગ્ય છે.
૧૪ * હ્રદયપ્રદીપનાં અજવાળાં
Page #22
--------------------------------------------------------------------------
________________
તમને થશે કે આ અર્થ બુદ્ધિ દ્વારા ન જ મળ્યો હોત. કોક મહાપુરુષના આ જ ગાથા સૂત્ર અંગેના અનુભૂતિમૂલક વિચારો વાતાવરણમાં તરતા તરતા તમારી પાસે આવે અને તમે તે વિચારોને ઝીલી લો.
પ્રભુની ગુરુમાની આંગળી પકડીને આ દુર્ગમ વાટે ચાલી નીકળવું છે, થાકીશું તો તે ઊંચકશે.”
ગુરુતત્ત્વ એ આધ્યાત્મિક ક્ષેત્રનું મહાપ્રદાન છે. ગુરુ-શિષ્યની પવિત્ર પરંપરા છે. શિક્ષક અને વિદ્યાર્થી વ્યવહારમૂલક અને સંયોગાધીન છે. ગુરુવિનય એ તો જ્ઞાનપ્રાપ્તિનું મૂળ છે.
સંસારમાં માતા જન્મ આપી સંસારનું શિક્ષણ આપે છે. ગુરુશિષ્યત્વનો જન્મ આપી સંસારથી મુક્ત થવાનું શિક્ષણ આપે છે. જીવનમાં સદ્ગુરુનો યોગ થવો પરમ સૌભાગ્ય છે. ગુરુ વિના સાધકની સાધનાક્ષેત્રે પ્રગતિ નથી. ગુરુકૃપા વડે શિષ્ય સ્વયં ગુરુત્વ એટલે આત્મવૈભવ પામે છે.
પરમાત્મા કે તત્ત્વવેત્તા ગુરુજનોને માનવા તેમની થોડી સેવા કરવી એ સહેલું છે પણ પરમાત્માના કે ગુરુજનોના પ્રેમી બનવું, આજ્ઞા માનવી કઠિન છે. પ્રભુ પ્રત્યે પ્રેમ થયાનાં લક્ષણ ખબર છે ? |
૧. સંસારનાં સઘળાં સુખો તુચ્છ લાગે. ૨. હૃદય વિશાળ અને કોમળ બને.
૩ જગતમાં રહેવું ખોટું નથી પણ જગતનું કરવું તે ખોટું છે. જો જગતને યાદ કરવું છે. સૌનું કલ્યાણ ચાહો અને કરો. ડાંગર અને ચોખા એક જ છે પણ ડાંગરનો ભાત ન બને, એનાં ફોતરાં કાઢી નાખવાં પડે તેમ ચૈતન્ય પરની મલિનતા કાઢીએ તો આત્માનુભવ થાય.”
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૫
Page #23
--------------------------------------------------------------------------
________________
विग्रहं कृमिनिकायसङ्कुलं, दुःखदं हृदि विवेचयन्ति ये । गुप्तिबद्धमिव चेतनं हि ते, मोचयन्ति तनुयन्त्रयन्त्रितम् ।। ४ ।।
દેહ તો કૃમિ સમૂહથી ભર્યો. દુઃખરૂપ સમજે વિવેકીઓ; દેહની નિબિડ કેદમાં પડીચેતના, કર વિમુક્તિ તેહની. ૪
કૃમિ-જતુઓથી ખદબદતું આ શરીર જે સાધકોને દુઃખદાયી લાગે છે, તેઓ પોતાના નિર્મળ-આત્મ સ્વરૂપને શરીરની કેદમાંથી મુક્ત કરે છે.
માનવશરીર અનંત જીવાણુઓના સમૂહનું સ્થાન. ચામડીથી મઢેલા દેહની અંદરનો એકેએક ભાગ સપ્તધાતુનો ભંડાર છે. ચામડીની અંદરનો ભાગ અંશમાત્ર બહાર દેખાય તોપણ જીવને તે રુચે નહિ. છતાં એ જ દેહ પર કેવું મમત્વ જામ્યું છે ? આ શરીરને કંઈ પણ પ્રદાન કરો; તેનું યંત્ર જ એવું ગોઠવાયું છે કે તે વિકૃત થઈને બહાર આવે. તોપણ અજ્ઞાનીને તે દેહમાં સુખનો ભાસ થાય છે.
૧૬ હૃદયપ્રદીપનાં અજવાળા
Page #24
--------------------------------------------------------------------------
________________
ગુલાબજાંબુ કે રસગુલ્લાં જેવા સુંદર જણાતા પદાર્થો જીભ દ્વારા ઉદરમાં જતાં તે સપ્તધાતુમાં વહેચાય. વિષ્ટારૂપે બહાર દેખાતું મૂળ સ્વરૂપ એવું વિકૃત બને કે તેને જોતાં અસુખ પેદા થાય.
શરીરે લગાડેલાં સુગંધી વિલેપનો થોડી વાર પછી તુચ્છ લાગે. શરીરને સ્વચ્છ કરવા લગાડેલો સાબુ મલિન થઈ જાય. પાણી દ્વારા સ્વચ્છ જણાતો દેહ પુનઃ પરસેવા દ્વારા મલિન થઈ જાય. તોપણ દેહને સુખનું સાધન માનીને માનવ પુનઃ પુનઃ તે જ પ્રયત્ન કરે છે. પણ દેહ સ્વચ્છ રહેવાનું સ્વીકારતો નથી.
આ ઉપરાંત શરીરમાં સાધન ગણાતાં નાક-આંખ-કાન કે ગુપ્ત સ્થાનોમાંથી નિરંતર અશુચિ પદાર્થો નીકળ્યા જ કરે છે છતાં દેહનું મમત્વ તેને સહી લે છે. તેના દ્વારા વિષયોને માણી તેની કેદમાં પુરાઈ જાય છે.
જ્ઞાની આત્માની શુદ્ધિને જાણે છે તેથી તે દેહની આ ભયંકર અશુચિની ખાણને દુઃખરૂપ જાણીને તે દેહને એક સાધન માની મમત્વ-રહિત થઈ તપાદિ વડે કર્મોનો નાશ કરવા વિવેકયુક્ત જીવન જીવે છે.
જ્ઞાની ચામડીથી મઢેલા શરીરના મૂળ સ્વરૂપને જાણે છે કે ઓહ! આ તો કેવળ સાત ધાતુથી ખદબદતું એક કારખાનું છે, જેમાં નિરંતર એ ધાતુઓ પરિવર્તન પામ્યા કરે છે. તે પ્રમાણ હોય ત્યારે જીવને લાગે છે કે આ શરીર તો સુખ આપી રહ્યું છે. અને તેનું પ્રમાણ વધઘટ થાય ત્યારે અશાતાનો ઉદય થતાં જીવને દુઃખનો અનુભવ થાય છે.
જ્ઞાની જાણે છે કે શરીર એ વેદનાની મૂર્તિ છે. નિરંતર સ્કુરિત એવો જીવનો ઉપયોગ નિરંતર શાતા-અશાતાનું વેદન કરે છે. જ્ઞાની તે વેદનથી ઉપયોગને ભિન્ન જાણી ભેદજ્ઞાન વડે દેહના અધ્યાસથી મુક્ત થાય છે. અનાદિકાળથી દેહની કેદમાં પુરાયેલા જીવો ચેતન
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૭
Page #25
--------------------------------------------------------------------------
________________
સ્વસ્વરૂપમાં લીન રહી સહજમાં મુક્ત થાય છે.
દેહમાં રહી દેહના મૂળ સ્વરૂપને જોવાની કળા શીખવાની છે. તેને દેહથી ભિન્ન છું તેવો વિવેક જન્મે છે.
સંસારમાં, સમગ્ર સૃષ્ટિમાં કોઈ એવું સ્થાન, વસ્તુ કે સાધન નથી કે અશુચિથી ભરેલા શરીરને પવિત્ર કરી શકે. જે શરીરનો સંબંધ થવાથી પવિત્ર વસ્તુઓ પણ તુરત અપવિત્ર બને છે, જે કેવળ અશુચિનું ઉત્પત્તિસ્થાન છે તેને પવિત્ર થવાની કે કરવાની કલ્પના પણ વ્યર્થ છે. તેથી પવિત્ર એવી ચેતનાને નિર્મળ સ્વભાવરૂપ ધર્મ વડે અપવિત્ર એવા દેહની જેલમાંથી જ્ઞાનીઓ મુક્ત કરે છે.
જેની ઉત્પત્તિ જ શુક્ર અને શોણિત જેવા અતિ મલિન પદાર્થોથી થાય છે, તે સ્વયં અનંત જીવાણુઓનો ભંડાર એવું શરીર કોઈ પણ સાધન વડે પવિત્ર થાય તેવું નથી. એ જ શરીરમાં મહાપવિત્ર આત્મત્વ રહેલું છે. તારે માયા કરવી છે તો એની કર કે જેથી પવિત્ર આત્મા પ્રગટ થાય અને જીવ આ દેહરૂપી કેદથી મુક્ત થાય.
કેટલાક સુગંધી પદાર્થયુક્ત પાનને મુખમાં ભરી રાખે છે, તેટલા માત્રથી મુખની અંદર રહેલી દુર્ગધ દૂર થતી નથી. વળી નાક વડે નીકળતો શરીરના ઝેરને ફેંકતો વાયુ શું શુદ્ધ થઈ શકે ? છતાં મહા પુણ્યયોગે તને માનવશરીર મળ્યું છે તો પુનઃ પુનઃ દેહની કેદમાં પુરાવું ન પડે તેમ આ શરીરના સાધનથી આત્મામાં રહેલી તત્ત્વદૃષ્ટિ વડે મુક્ત થા.
સ્વભાવથી જ અપવિત્ર એવા દેહ માટે આજનું ભૌતિક વિજ્ઞાન નિત્ય નવાં નવાં આકર્ષણો પેદા કરે છે. દુર્ગતિ લઈ જનારા એ ભોગોનો અને શરીરનો જીવ અનેક વખત સત્કાર કરે છે. પોતે જુએ છે આટલા સત્કાર છતાં રોગ થાય છે, વૃદ્ધાવસ્થા આવે છે, છતાં દેહની માયા છૂટતી નથી.
ભોગવતી વખતે મધુર અને પરિણામે દુઃખદાયી એવા
૧૮ હૃદયપ્રદીપનાં અજવાળા
Page #26
--------------------------------------------------------------------------
________________
વિષયભોગોમાં મૂછિત થઈ જીવ સ્વહિત માટે જાગૃત રહેતો નથી.
“સગૃહસ્થ એક સંન્યાસીની શાતા પૂછી. સંન્યાસીનું મુખ પ્રસન્નતાથી છલકાતું હતું. થોડા દિવસ વિત્યા. સંન્યાસીનું શરીર રક્તપિત્તના રોગથી ભરાઈ ગયું.
પેલા સદ્દગૃહસ્થ પુન આવ્યા, શાતા પૂછી, એ જ પ્રસન્નતા, પરમશાતામાં હતા.
સદ્દગૃહસ્થને સમજાયું નહિ. શરીર સારું હતું, ત્યારે પ્રસન્ન. આજે શરીર રોગથી ભરાઈ ગયું છે ત્યારે પણ એ જ પ્રસન્નતા એ જ મઝા?
સંન્યાસીએ કહ્યું, પરમાત્માની કેવી અનરાધાર કૃપા ઊતરી આવી છે. આ શરીર પર લગાવ હતો એ પ્રભુએ દૂર કર્યો. જે અંદર છે તે બહાર આવે તો શરીરનો લગાવ છૂટી જાય કે નહિ?
હું રોજ આ વાત મારા પ્રવચનમાં કહેતો. પ્રભુએ મારાથી શરૂઆત કરી, બોલો કેવી મઝા ?
સાધકની કાયા એ મચ્છરોની મિજબાની. સાધક સાધનામાં એવો તો ઊંડો પ્રવેશી ગયેલો હોય કે એને બહાર ઘટતી ઘટનાનો ખ્યાલ સુધ્ધાં ન હોય.
વીર્ય ચપળ હોય અને પર તરફ વહેતું હોય એ સાધકને ન ચાલે. આત્મવીર્ય તો જ્ઞાન અને ચારિત્રનું સહકારી જ હોવું જોઈએ.
સામાન્ય જીવોનું વીર્ય-સામર્થ્ય મન વચન કાયાના યોગો દ્વારા સાંસારિક પ્રવૃત્તિમાં જ પ્રવર્તે છે. જ્ઞાનીનું વીર્ય – ઉપયોગ – ચેતના તરફ વહે છે એટલે જ્ઞાનીને પણ મનાદિયોગો હોવા છતાં તે પણ આત્મસામર્થ્યમાં સહકારી બને છે.”
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૯
Page #27
--------------------------------------------------------------------------
________________
भोगार्थमेतद् भविनां शरीरं, ज्ञानार्थमेतत् किल योगिनां वै । जाता विषं चेद् विषया हि सम्यग्ज्ञानात्ततः किं कुणपस्य पुष्ट या ।। ५ ।।
સંસારીનું આ તન ભોગ કાજે, ત્યાગી જનોનું તન જ્ઞાન કાજે; જે ભોગને કેવળ રોગ જાણે, તે કેમ ચાહે જડ ખોળિયાને ? પ
સંસારી આત્માઓ માટે શરીર ભોગનું સાધન છે. યોગીઓ માટે એ જ્ઞાનનું સાધન છે.
સમ્યગુજ્ઞાન વડે જ્યારે વિષયોને વિષ જેવા જાણ્યા છે, ત્યારે શરીરની પુષ્ટિ વડે શું મળવાનું છે ?
સંસારી આત્માઓ મોહને વશ પડી શરીર દ્વારા સુખને ચાહે છે એટલે વિષયો પાછળ વ્યાકુળ બની એકસાથે કેટલાયે વિષયોને ભોગવી લઉં તેમ વિચારે છે. અથવા એક વિષયનું સેવન કરી અન્ય વિષય મેળવવા ઇચ્છે છે. પરંતુ જેમ ઘણી સુધાવાળાને એક ટુકડો મળે ઉદરપૂર્તિ થતી નથી, તેમ જીવની અનંત તૃષ્ણા એકાદ વિષયથી પૂરી થતી નથી, તેથી નિત નવનવા વિષયો શોધે છે, અને ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે સ્પર્શાદિના વિષયો એવા વૃદ્ધિ પામ્યા છે કે માનવ
૨૦ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #28
--------------------------------------------------------------------------
________________
તેની પાછળ અંધ બની દોડી રહ્યો છે. તેમાં તે શું મેળવે છે તેની તેને જ ખબર નથી.
જેમ રેશમનો કોશેટો – કીડો પોતાના જ મુખમાંથી તાર વડે પોતાને જ બાંધે છે અને મૃત્યુને શરણ થાય છે, તેમ ભોગાભિમુખ માનવ પોતાના હિતાહિતનો વિચાર કર્યા વગર વિષયસુખમાં પોતાને પાપમાં ફસાવે છે. જેમ જેમ વિષયોને ઉત્તેજિત કરે તેવી સામગ્રી મળે છે તેમ તેમ જીવ વધુ આરંભ કરી તે પદાર્થો મેળવી તેમાં વિષયનું પોષણ કરી, હકીકતે પાપ સેવે છે, છતાં અજ્ઞાનવશ તેને જ સુખ માને છે.
જંગલમાં શિકારીના પ્રવેશથી ભયભીત સસલું દોડીને મુખ ફાડીને બેઠેલા અજગરના મુખમાં પ્રવેશ કરે છે તેમ સંસારી જીવ ઇન્દ્રિય-વિષયના સુખ માટે વિષયરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. પરિણામે સ્વરૂપના સુખને ભૂલી ભ્રાંતિજનિત સુખમાં પ્રવેશ કરી અધોગતિ પામે છે.
જે સંસારથી વિરક્ત છે, તેની દૃષ્ટિ ભોગ તરફ નથી ત્યાગ માટે છે. તે આત્મા જ્ઞાનદૃષ્ટિ વડે વિષયને દુઃખરૂપ માને છે. તેને સંસારનાં સાધનોમાંથી રૂચિ ઊઠી જાય છે. ભોગ પ્રત્યે ઉદાસીન બને છે. અંતરસ્થિતિ એવી થાય કે તેને સંસારમાં ક્યાંય રુચે નહિ. પૂર્વજન્મનું સ્મરણ થતાં તે સમયે ભોગવેલાં દુઃખોથી મૂંઝાઈ જાય છે. તેથી અંદરથી છૂટવાનો ભણકાર વાગે છે.
એવા ત્યાગી જનોને સંસારમાં રહેલા હોય ત્યારે જાણે વિકરાળ સિંહરૂપી કાળ પાછળ પડ્યો હોય, હમણાં લીધો કે લેશે તેમ જાણીને વિષયથી વિરક્ત થાય છે.
જ્ઞાની જનો તનને મહાન કાર્ય કરવાનું સાધન માને છે તેથી આ સમસ્ત સંસાર એક ઇન્દ્રજાળ જેવો લાગે છે. યૌવનવય તો આંખના પલકારામાં વીતી જાય છે. વૃદ્ધાવસ્થાનાં દુઃખ જીવની નજરે પડવા છતાં તે પોતે પોતાની જાતને તેનાથી બાકાત માને છે. પરંતુ તે કંઈ કર્મથી બાકાત થઈ શકે તેમ નથી.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૨૧
Page #29
--------------------------------------------------------------------------
________________
આથી જ્ઞાનીજનો તનમાં એક સંયોગ માની તે જ દેહ વડે તપાદિ કરી તેની મૂચ્છનો નાશ કરે છે. તે પુદ્ગલના નાટકને જુએ છે કે સ્વયં ઊપજે છે, સ્વયં વિણસે છે. તેમાં મારે કંઈ કરવાનું નથી. તેથી જડ પદાર્થો પ્રત્યે નિરંતર ઉદાસીન રહે છે.
જીવને ભોગ રોગરૂપે જણાય ત્યારે તેમાં ક્ષણમાત્ર પણ સુખ કેમ ઊપજે! વિણસતા એવા પુદ્ગલના જડ ખોળિયાને પુનઃ પુન મેળવવા કેમ ઇચ્છે ? જેમ એક ભ્રમર એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર ભમે છે, તેમ જીવ સંસારમાં વિષયની તૃષ્ણાવશ એક શરીરમાંથી બીજા શરીરને મેળવે છે તેમ જાણી જ્ઞાની જડ શરીરને ઇચ્છતા નથી. કાયાની માયાને ત્યજી સ્વસ્વરૂપને ભજે છે. - નિત નિત વિણસતું આ શરીર તારું કહ્યું તો માનતું નથી. એક નોકર તારું કહ્યું માને નહિ તો તે કાઢી મૂકે અને આ શરીર તું તેને લાડ કરી ભોગ આપે અને તે તને રોગ આપે તોય તું તેને વહાલું ગણે છે. જ્ઞાની જ્ઞાનસ્વરૂપને ભજતા હોવાથી કાયાની આવી આડાઈ ચલાવી લેતા નથી.
દેહ એટલે પરમાણુનો ઢગલો, તેમાં ઉત્પાદવ્યય થયા કરે તેમાં જ્ઞાની ભોગ કેમ ઇચ્છે! જડના ઉત્પાદ-વ્યય જડરૂપે પરિણમે છે તેમાં જ્ઞાનીને કંઈ કરવાનું નથી એટલે તો મુનિને જંગલમાં સિંહ શરીરને ફાડી નાખે, ભીલ તીર ભોંકે કે અગર ગળી જાય ત્યારે પણ જ્ઞાની જ્ઞાનસ્વરૂપે રહી જડ ખોળિયાને ચાહતા નથી. તે છૂટ્યું તો પોતે છૂટ્યા જ છે.
વળી દેહ છે એટલે વ્યાધિ અને વૃદ્ધત્વ આવવાનું છે, અજ્ઞાની તેવા સમયે દુઃખી થાય છે. તે ભૂલી જાય છે. આ તો શરીરનાં લક્ષણ છે. ખરે સમયે જાગ્યો નહિ. જ્ઞાની શરીરના લક્ષણને જાણે છે તેથી તે તો કહે છે કે વ્યાધિ, વૃદ્ધત્વ અને વેદના તે તો કર્મ ખપાવવાનો અવસર છે. જો હવે જડ ખોળિયાની ઈચ્છા નથી તો સમતાથી સહી લે અને ક્રમે કરીને મુક્ત થા. કારણ કે જ્ઞાનીજનોએ
૨૨
હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #30
--------------------------------------------------------------------------
________________
તો શરીરને ધર્મ કરી લેવાનું સાધન માન્યું છે તેથી તેનું રક્ષણ કરવાને બદલે સ્વરૂપ તરફ દૃષ્ટિને સન્મુખ કરે છે.
સંસારી ભોગવૃત્તિને કારણે શરીરના સુખની અપેક્ષાએ જીવન વિતાવે છે. અને માને છે કે હું સુખી છું.
એકાક્ષરી શબ્દ. પણ તમે બારીકાઈથી જુઓ તો સવારથી સાંજ સુધીની તમારી જીવનયાત્રામાં એ બિનજરૂરી કેટલું ડોકાયા કરતો હોય છે. તે હું અવાસ્તવિક. વાસ્તવિક “હું (આત્મા)ને કંઈ સંબંધ નથી.
શરીર પ્રત્યે સામાન્ય વ્યક્તિત્વોનો દૃષ્ટિકોણ એવો જ હોય કે એ ભોગો ભોગવવાનું સાધન છે, પણ યોગીઓનો દૃષ્ટિકોણ આખો જુદો જ છે.
યોગીઓને આ શરીર જ્ઞાનના પરમ સાધનરૂપે દેખાય છે.
વૈરાગ્ય પામવો છે તો બોલો આ શરીર જેવું વૈરાગ્યનું શ્રેષ્ઠ સાધન કયું?
યુવાનીમાં દર્શનીય લાગતું શરીર ઘડપણમાં કેવું વરવું લાગે છે. જ્ઞાની આવા ખોળિયાને કેમ ચાહે ?”
દેહાદિ વિષયોમાં આકુળતા થતાં તે પદાર્થની પરવશતા થાય છે. એક વિષય પરથી બીજા વિષય માટે ઉદ્યમ કરવો પડે છે. તેમાં શ્રમ અને ખેદ પેદા થાય છે. જ્યાં આકુળતા શ્રમ અને ખેદ હોય ત્યાં સુખ કેમ હોય?
ત્યાગી જનો સહજ શાંત નિશ્ચલ સ્વરૂપમાં સુખ માને છે. ત્યાં શ્રમ કે ખેદ નથી, તે જ્ઞાની દેહાદિ નશ્વર પરાધીન વસ્તુમાં સુખ કેમ માને? તે ત્યાગીજનો પલટાતી પર્યાયોમાં મોહિત થઈ કેવી રીતે રુચિપૂર્વક ટકી શકે?
વિકલ્પયુક્ત વિષયો સ્થિર નથી, તે સ્વભાવે જ અસ્થાયી અને ભિન્ન લક્ષણવાળા છે. તેથી તેમાં જ્ઞાનીજનો ભોગ વિષયક રુચિ કરતા નથી. તેઓ દેહને કષ્ટ પડે ત્યારે નિર્જરાનો અવસર માને છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૨૩
Page #31
--------------------------------------------------------------------------
________________
त्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्रपूर्णेऽनुरागः कुणपे कथं ते ।
द्रष्टा च वक्ता च विवेकरूप
स्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम् ।। ६ ।।
ત્વચા તથા હાડ થકી બનેલા,
લોહી તથા માંસ વડે ભરેલા;
આ દેહમાં મુગ્ધ બને તું શાથી ? તું માત્ર દ્રષ્ટા, અળગો બધાથી. ૬
ચામડી, માંસ, મેદ, હાડકાં, ઝાડો, પેશાબ, વીર્ય આદિથી ભરપૂર શરીરમાં તને અનુરાગ કેમ હોઈ શકે ? તું જ દ્રષ્ટા અને તું જ ભોક્તા છે, વિવેકપૂર્ણ તું છે, તું શા માટે પરમાં મૂંઝાય છે ?
હે જીવ તું ત્વચા વગરનું શરીર વિચારી લે. શું દેખાય છે ? એ વિચારમાત્રથી તું મૂંઝાય છે, છતાં ચામડીથી મઢેલા એ જ પદાર્થો પ્રત્યે કેવો મોહ રાખે છે ? વળી તેને સ્વચ્છ રાખવા, તંદુરસ્ત રાખવા, વૃદ્ધત્વથી બચાવવા કેટલા પ્રયત્નો કરે છે, છતાં આ દેહ તને સાથ આપવાને બદલે દગો દે છે. વ્યવહારમાં તું દગાખોર મિત્રને ત્યજી દે છે, અને દેહમાં ચીટકી રહે છે. કેવું આશ્ચર્ય છે ?
સંસારમાં કોઈ સ્વજન કે મિત્ર દગો દે તો તું તેને ત્યજી દે છે. મનમાં દુઃખ રાખે છે, તેમને દોષ દે છે. તે પ્રમાણે આ તારો
૨૪ * હ્રદયપ્રદીપના અજવાળાં
Page #32
--------------------------------------------------------------------------
________________
જ દેહ, તેં જેનું લાલનપાલન કીધું, હીરા-મોતીથી જડી દીધું. તોપણ તે વય વધતાં વૃદ્ધત્વ તરફ જતાં તારું કંઈ પણ સાંભળતું નથી. રોગ થતાં તારી એને કંઈ પણ ચિંતા નથી. છતાં તું તે દેહ પર મુગ્ધ થઈ તેની નિરંતર ક્યાં ચિંતા કરે છે, ક્યાં તેને જ મુખ્ય ગણી જીવે છે.
વળી વૃદ્ધત્વ આવવા છતાં વિકૃતિઓ છુપાતી નથી. મનની માંગ વધતી જાય છે. તેથી તું આત્મહિત માટે કરવા યોગ્ય કાર્યને કરી શકતો નથી. જો તારે આત્મહિતનું પ્રયોજન સિદ્ધ કરવું હોય તો શરીરનો મોહ ત્યજી દે. આ શરીરનો સંબંધ એ જ સંસાર છે. અગ્નિને હાથમાં લેનાર અવશ્ય દાઝે છે, તેમ દેહનો આશ્રય લેનાર દુઃખી થાય છે. માટે દેહના નેહને છોડવાની યુક્તિને ધારણ કર.
ખાણ મૂત્ર ને મળનું રોગ-જરાનું નિવાસ ધામ; કાયા એવી ગણીને માન ત્યજીને કર સાર્થક કામ.
શ્રીમદ્ રાજચંદ્ર તે કેવી રીતે બને ?
તું નક્કી કર કે હું શરીરથી જુદો છું. તેની ક્રિયાને જાણનારો છું. તેને દુઃખે દુઃખી કે સુખે સુખી થનારો હું નથી. આ શરીરની આહારાદિની ક્રિયા થાય તે તેના સ્વભાવથી થાય છે પણ હું જુદો છું. રોગ આવે ત્યારે પણ જુદો છું. રાગાદિના ભાવથી પણ જુદો છું; આમ ચિંતવે, જાણે અને સમતા રાખે તો દેહાદિના વિકલ્પ તૂટે.
દેહમાં મુગ્ધપણું કે સુખાદિનો ભાવ તે દર્શનમોહની ચેષ્ટ છે. વિપરીત માન્યતા છે. પરમાં સ્વપણાની બુદ્ધિ કરી જીવ પોતે જ પોતાનો વૈરી થાય છે, તેના જ્ઞાતાભાવને હાનિ થાય છે. દર્શનમોહને કારણે જીવને શરીરાદિમાં નિત્યની બુદ્ધિ થાય છે. તેથી તેને હાડમાંસના બનેલા પિંડમાં પણ મોહ પેદા થાય છે.
દ્રષ્ટા જાણે પણ લેપાય નહિ. દ્રષ્ટા એટલે માત્ર જાણનાર. તે
હૃદયપ્રદીપનાં અજવાળાં ૨૫
Page #33
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસ્વભાવ અનંત શક્તિયુક્ત છે. પરને જાણે એટલે દ્રા નહિ પણ જેની પાસે સ્વરૂપ આશ્રયે તત્ત્વદષ્ટિનો નિર્ણય છે કે હું આ જગતના સર્વ પદાર્થોથી ભિન્ન છું. ઇન્દ્રિયોના વિષયો સમય, રાગાદિ કે રોગાદિના સમયે પણ હું તો તે સર્વથી જુદો જ છું. આવી દષ્ટિની જે શક્તિ છે તે દ્રષ્ટા છે.
રાગાદિ અવસ્થાઓ ક્ષણિક છે, તે સમયે સમયે પરિવર્તન પામે છે ત્યારે પણ દ્રષ્ટા તેને જુએ છે પણ તે અવસ્થાઓ સાથે એકત્વ ધરાવતો નથી. તેથી તે રાગાદિની દરેક ક્ષણે જુદો પડી સહજ દશાને પ્રાપ્ત થાય છે. જ્ઞાની વસ્તુ માત્રના દ્રષ્ય હોવાથી, દેહાદિ પદાર્થોથી ભેદજ્ઞાન વડે જ્ઞાનસ્વરૂપે ટકે છે. પદાર્થોની સાંયોગિક અવસ્થાઓને માત્ર જ્ઞાન દ્વારા જુદી જાણે છે
નટવો નાચે ચોકમાં ને લખ આવે લખ જાય. વાંસ ચઢે નાટક કરે તેનું ચિત્તડું દોરડિયા માંય; તેરો અવસર બીત્યો જાય'.
શ્રી આનંદઘનજી. તમે જ્યારે નટના ખેલ જુઓ ત્યારે તમે પ્રેક્ષક છો નટ નથી, એટલે નટનાં સુખદ-દુઃખદ, અભિનય જોવા છતાં તમે પ્રેક્ષક-દ્રષ્ટ છો તો સુખી કે દુઃખી થતા નથી. નાટક પૂરું થાય કે ઊઠીને ચાલ્યા જાવ. તેને કોઈ વ્યવસ્થા પણ સંભાળવાની નહિ, કારણ કે તે કેવળ જોનાર હતો.
વળી નટ પોતે પણ જ્યારે ખેલ કરે ત્યારે તેની સામે લાખોની દષ્ટિ હોવા છતાં, તેનું ચિત્ત તો દોરડા પર પગને ટેકવી રાખવાનું છે. પરંતુ લાખોના મનોભાવ સાથે જોડાવાનું નથી.
સોની સોનાના ઘાટ ઘડે ત્યારે તેની રુચિ પર્યાયજનિત ઘાટમાં નથી પણ સોનામાં છે. તેમ દ્રષ્ટા દેહમાં છતાં તેની રુચિ આત્મહિતમાં છે.
૨૬ એક હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #34
--------------------------------------------------------------------------
________________
તત્ત્વદ્રા વિચારે છે કે હું આ શરીરરૂપી પર્યાયમાં કર્મના નિમિત્તથી બંધાયેલો છું, દુખી છું, દરિદ્રી છું. છતાં પણ ગુરુમુખે સાંભળેલા ઉપદેશ પ્રમાણે હું શુદ્ધ આત્મા સર્વ પદાર્થોથી, ભિન્ન છું. વાસ્તવમાં હું કર્મથી બંધાયેલો નથી કે દરિકી નથી. હું સર્વ અવસ્થાથી ભિન્ન-માત્ર દ્રષ્ટા છું.
જેમ કુશળ તરવૈયાને નદીમાં જળના પ્રવાહની વૃદ્ધિ બાધા કરતી નથી તેમ દ્રષ્યને કર્મનો સંબંધ, દેહાદિની વિદ્યમાનતા છતાં તે કેવળ જોનાર છે તેમ માને છે તેથી – બાધક નથી.
તત્ત્વદ્રામાં વિવેક જાગૃત હોવાથી તે પરપદાર્થોના સંયોગમાં હેય – ઉપાદેયના ચુતના અવલંબન વડે વિકલ્પો દ્વારા લેપાતા નથી. તે જાણે છે કે મારું કાર્ય તો જાણવા જોવાનું છે.
“સાધકની એકે એક ઈન્દ્રિયો વિવેકયુક્ત જોઈએ. કોને પ્રવેશ આપવો અંદર કોને નહિ એનું કડક નિરીક્ષણ થાય અને પછી જ તે શબ્દો હોય કે દશ્ય હોય તેને પ્રવેશ મળે.
જેમ કે આંધી અચાનક આવી ચડે, ધૂળના કણો આંખ પાસે આવે કે તરત જ આંખો મીંચાઈ જશે. પોપચાં ઢળી પડશે. આંખ માટે એ નુકસાનકારક છે, એને પ્રવેશ ન આપવા આંખ તરત જ સાવધાન થઈ જાય છે.
આવું જ વિજાતીય રૂપ માટે સાધુની આંખોને થઈ શકે, થવું જ જોઈએ. સૂર્ય સામે જોતાં આંખ મીંચાઈ જાય તેવું વિજાતીય રૂપ માટે થાય.
અનાવશ્યક પ્રતિ રાગ-દ્વેષ અહંકારરહિત દ્રષ્ટાભાવ, તે સાધનાનું પ્રારંભિક ચરણ છે.
હાડ-ચામ જેવા ગંદકી ભરેલા આ શરીર પ્રત્યે સાધકને અનુરાગ કેમ હોઈ શકે?
ગુરુની એક જ થપ્પડ અને દેહાનુરાગનું ઢળી જવું. દ્રષ્યરૂપે
હૃદયપ્રદીપનાં અજવાળાં ૨૭
.
.
Page #35
--------------------------------------------------------------------------
________________
સાધકનું નીખરી જવું.”
જે શરીરનો જીવ મોહ રાખે છે તે વાસ્તવિક રીતે અપવિત્રતાથી તેની શરૂઆત થાય છે. વળી વર્ષો વધતાં અપવિત્રતા વધારે વધારે થાય છે. તેના બળનો ઉપયોગ પણ અશુચિમાં થતો હોય છે. શરીરની અપવિત્રતા તેના દરેક અવયવમાં થાય છે. તેના સામે જોવું ન ગમે તેવી તે અપવિત્રતા હોય છે.
માત્ર ચામડીથી મઢેલો હોવાથી તે સારો દેખાય છે. જો તેને ઉથલાવવામાં આવે તો પોતાનું શરીર પણ જોવું ન ગમે. શરીરના નિરંતર અશુચિ ફેંકતા અવયવો જોવા ગમે તેવા નથી. વળી શરીર સારી વસ્તુઓને વિકૃત કરે તેવું યંત્ર છે. તેની અપવિત્રતાનો વારંવાર વિચાર કરી તેનો મોહ છોડી જ્ઞાતા રહેજે.
આ દેહના નેહની કળા અજબની છે. છતાં પણ તે નેહનો છેદ થઈ શકે છે.
પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે એહ. પરમ પુરુષથી ચગતા એકત્તા હો દાખી ગુણ ગેહ.”
પરમ પુરુષ સાથે રાગ-પ્રીતિ થતાં અનાદિનો દેહનો નેહ છૂટી જશે. આ ઉપાય છે.
૨૮
હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #36
--------------------------------------------------------------------------
________________
धनं न केषां निधनं गतं वै, दरिद्रिण: के धनिनो न दृष्टाः । दुःखैकहेतौ विभवेऽति तृष्णां त्यक्त्वा सुखी स्यादिति मे विचार: ।। ७ ।।
શ્રીમંત શું ના કદી રંક થાતા ? દરિદ્ર શું ના ધનવંત થાતા? તૃષ્ણા ખરું કારણ દુખ કેરું, તેને તજો સૌખ્ય મળે અનેરું. ૭.
ધન કોનું નષ્ટ નથી થતું? અને ધનિકો દદ્ધિ થતાં કોણે નથી જોયા? દુઃખના એક હેતુરૂપ ધનમાં અતિ તૃષ્ણા છોડીને તું સુખી થા. હે સાધક! આવી મારી ભાવના છે.
સંસારમાં કર્મની વિચિત્રતા અને વિષમતા અજબની છે. જિંદગી ટૂંકી અને જંજાળ લાંબી. તેમાં કેટલા તાપ-સંતાપ? પણ જીવને જાણે તે સદી ગયા છે. સંસારમાં અનેક પ્રકારનાં દુઃખોને સહેવા છતાં જીવ કયા સુખની આશાએ જીવતો હશે? અન્યને દુઃખી થતા જોવા છતાં તે માને છે કે મને વળી દુઃખ ક્યાં પડવાનું છે?
કર્મે આજની રાજકુમારી વસુમતીને રાતોરાત દાસી બનાવી દીધી. મેવાડના રાણા પ્રતાપને તપેલામાં ચોટેલા ખીચડીના પોપડાને ખાવા માટે ઉખાડતા કરી દીધા. કુમારપાળ જેવા રાજપુત્રને પચાસ
હૃદયપ્રદીપનાં અજવાળાં ૨૯
Page #37
--------------------------------------------------------------------------
________________
- ગાંઠના
જ ક્યાં થઇ પડાવે
વર્ષની વય સુધી જંગલમાં રખડતા કરી દીધા. આજના યુગમાં પણ કરોડપતિને રોડપતિ કરી દીધા. શેરબજારમાં ધન મેળવવા જાય અને ગાંઠના ગુમાવીને ઘરે આવે.
ત્યારે બીજી બાજુ ક્યાંય દરિયાકિનારે સૂતેલા દરિદ્રીને હાથી સૂંઢ વડે રાજ્યમાળા પહેરાવે. કોઈ ઝૂંપડાવાસીને લોટરી લાગે ને રાતોરાત ધનવાન બની જાય. સામાન્ય માનવી આવી ઘટનાના મૂળને જાણતો નથી કે આ શુભાશુભ કર્મોનું નાટક છે. તું ધારે કંઈ અને બને કંઈ.
યદ્યપિ માનવ પ્રાયે ધનને ઇચ્છે છે. પૃથ્વીનું પૂરું રાજ્ય મળી જાય તો પણ રાજ્યવૃદ્ધિને ઇચ્છે છે. પોતે, પોતાનું કુટુંબ સુખેથી ખાઈ-પી શકે તેવું હોય તોપણ વધુ મેળવવાની તૃષ્ણા તેને જંપવા દેતી નથી. જેમ ધનાદિ વધતાં જાય તેમ તેમ તેની તૃષ્ણા વૃદ્ધિ, પામતી જાય છે.
સંસારમાં એ ચારે બાજુ સુખની આશાએ દોડે છે, વળી મનગમતું મળી જાય તો પણ તેનું મન તો ધરાતું નથી. તૃષ્ણાના તાર વડે જીવન જકડાઈ ગયું છે. ચારે બાજુ તૃષ્ણાનો ઉલ્કાપાત મચ્યો છે. તેનું વિરૂપ સમજે અને પાછો વળે, તો કંઈક સુખની દિશા મળે.
હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને, સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, મળી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી છે શંકરાઈને, અહો રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તોય જાય ન માઈન.
૩૦ જ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #38
--------------------------------------------------------------------------
________________
માનવને ગૃહસ્થજીવનના નિભાવ માટે ધનાદિની જરૂર છે પરંતુ તેની પાછળ પૂરી જિંદગી ખર્ચી નાંખવાની જરૂર નથી. વળી જે કિંઈ મેળવ્યું તે તો અહીં રહી જવાનું અને તારે સાથે તો તે ધનાદિ મેળવવા કરેલા માયા કપટ જેવા દુઃખ દેનારા સંસ્કારો જ સાથે આવવાના છે. તે બુદ્ધિમાન માનવ શું તું આ હકીકત જાણી શકતો નથી?
માનવની ખોપરી જ તૃષ્ણાનું અક્ષયપાત્ર છે. નારદજીએ એક દરિદ્રીને કુબેર પાસે ધનપ્રાપ્તિ માટે મોકલ્યો. કુબેરનો ભંડાર ખાલી થવા આવ્યો પરંતુ પેલા દરિદ્રીનું પાત્ર ભરાતું ન હતું. ત્યાં નારદજી આવી ચઢ્યા. તેમણે જોયું તો એ દરિદ્રીના હાથમાં માનવની ખોપરીનું પાત્ર હતું. જે અતિ તૃષ્ણાના સંસ્કારવાળું હતું.
અનંત સૌખ્ય નામદુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા ઉઘાડ વાય નેત્રને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.'
શ્રીમદ્ રાજચંદ્ર આમ વિચારે તો દુઃખનું કારણ તૃષ્ણાને ત્યજી શકે. જે સાધકની પાસે સાચા સુખની દૃષ્ટિ છે તે સંતોષથી રહી શકે છે, પછી તે રક હો કે રાય હો. ઉદરપૂર્તિ માટે સવા શેર અનાજ અને ઊંઘ તાણવા પાંચ ફૂટ જગા જોઈએ.
એક મોચી જૂતાં સાંધવાનું કામ કરતો જાય, ભજનો ગાતો જાય, જે કંઈ મળે તેમાં સંતોષ માને. પોતાની મજૂરી પ્રમાણે જ રકમ માંગે. એક વાર કોઈનાં જૂતાં સાંધતો હતો, સાથે ભજનો ગાતો હતો. જૂતાવાળા ભાઈ ભાવિક હતા, મીઠાં ભજન સાંભળી ખુશ થયા. એટલે મજૂરીની રકમ બે ગણી આપી. મોચીએ વધારાની રકમ પાછી આપી.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૩૧
Page #39
--------------------------------------------------------------------------
________________
પેલા ભાઈ કહે તમારાં ભજન સાંભળી હું ખુશ થયો, વળી તમે મારું કામ પણ સુંદર કર્યું છે. તેથી મેં તમને વધુ રકમ આપી છે.
મોચી કહે, મજૂરીની રકમ લઉં પણ ભજન ગાવાની રકમ કેવી રીતે લઉં ? ભજન તો ભગવાનની ભક્તિ માટે ગાઉં છું, રકમ મેળવવા ગાતો નથી. વળી મારે ખાવા માટે કેટલું જોઈએ !
તે મોચી જ્યાં બેસતો તેની સામે એક શ્રીમંતની હવેલી હતી. વરંડાના હીંચકા પર હવેલીના માલિક બેસતા પણ મગજ પર મણનો બોજો. તેઓ આ મોચીને જોતા, તેના મોં પરની પ્રસન્નતા, સદા ભજનમાં મસ્ત, પણ તેનું કારણ તેઓ કળી શકતા ન હતા. તે કારણ “સંતોષ', અને ધારો કે કદાચ કળવામાં આવે તોપણ પેલી તૃષ્ણા ત્યજવી મુશ્કેલ હતી.
જગતમાં મોટા ભાગના જીવોને ધનાદિનો સદ્ભાવ છતાં સુખશાંતિ નથી. તેનું કારણ એક જ છે : તૃષ્ણાની ખાઈને પૂરવા તે નિરર્થક પ્રયત્ન કરે છે. જીવન પૂરું તેમાં હોમી દે છે. અને ખાલી હાથે વિદાય થાય છે. માટે સમયસર ચેતી જા અને સંતોષી થા, તૃષ્ણા ત્યજીને આત્મિક સુખને પ્રાપ્ત કર.
ભવરોગ સમાપ્ત થાય અને જીવને સર્વ વ્યાધિરહિત આત્મશાંતિ મળે તે સદ્ગુરુના બોધથી સમજાય પછી બોધનું પરિણમન કે આચરણ તો તારે જ કરવું પડે. પોતે જ્યારે પોતાના આત્મહિત માટે સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરતો થાય તો શાસ્ત્રો જ પોતાનાં ચક્ષુ બને છે.
ચક્ષુના અંધાપા કરતાં પણ વિચારહીનતા મહાન અંધાપો છે. વળી ચક્ષુનો અંધાપો હોય તો બહારના જગતનાં દશ્યો કે પદાર્થો જોઈ શકાતાં નથી અને તે એક જ જન્મ સુધી રહે છે. પણ વિચારોનો અંધાપો તો જીવનને શૂદ્રતામાં કે ભાવિ દુઃખમાં જ ધકેલી દે છે. જેની પરંપરા જન્મો સુધી રહે છે.
૩ર એક હૃદયપ્રદીપનાં અજવાળા
'
Page #40
--------------------------------------------------------------------------
________________
ચક્ષુહીન માનવમાં જો સદ્વિચારનો પ્રકાશ થાય તો તે પ્રજ્ઞા વડે અંતરદર્શન કરી શકે છે. ચક્ષુહીન માનવ દીવાલ સાથે ભટકાય છે પણ વિચાર-વિવેકહીન માનવ તો સમગ્ર સૃષ્ટિ/ચૌદ રાજલોકમાં ભટકે છે. આમ ભટકવું તે ભવરોગ છે એમ જે જાણે છે તે વિચારપૂર્વક જીવે છે તે સાસ્ત્ર દ્વારા દર્શાવેલા માર્ગે સરળતાથી ચાલી શકે છે.
વાસ્તવમાં પરપદાર્થોમાં અશુદ્ધ એવા રાગાદિ ભાવ દુઃખરૂપ છે. જો ચેતન સ્વયં સહજ સ્વભાવ તરફ વળે ત્યાં સુખ જ છે. ઉપયોગને સ્વભાવમાં લગાવે તો સર્વ દુઃખની સમાપ્તિ થાય અને સુખ પ્રાપ્ત થાય.
“આજના માણસે ઘરને ગોડાઉનમાં ફેરવી નાંખ્યું છે. વસ્તુઓના ખડકલા છતાં એ અતૃપ્ત છે. જ્યાં સુધી પરમાત્માની ઝલક ન મળે ત્યાં સુધી અતૃપ્ત જ રહેવાના છીએ.
જો તમે પરમાત્માને મળવા તૈયાર છો તો આ જ ક્ષણે પરમાત્માનું મિલન થઈ શકે.
દુઃખના હેતુરૂપ ધનમાં રહેલી અતિતૃષ્ણાને છોડી દઈ તું સુખી થા. એમ સદ્ગુરુ કહે છે.”
માનવમનની વિચિત્રતા એવી છે કે કર્માધીન સન્માર્ગે જતા જીવને ઉન્માર્ગે ચઢાવી દે અને ઉન્માર્ગે જતાને સન્માર્ગે ચઢાવી દે, માટે કેવળ મન પર વિશ્વાસ ન મૂકવો. પણ સાધનાકાળમાં દઢપણે ગુણવિકાસલક્ષી રહેવું. સવિશેષ ઉદારતા, સદ્દભાવ, પવિત્રતા, સરળથા જેવા ગુણો કેળવવા. સંયમી જીવન જીવવું.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૩૩
Page #41
--------------------------------------------------------------------------
________________
संसारदुःखान्न परोऽस्ति रोगः, सम्यग्विचारात् परमौषधं न । तद्रोगदुःखस्य विनाशनाय, सच्छास्त्रतोऽयं क्रियते विचारः ।। ८ ।।
રોગો બધામાં ભવ રોગ મોટો, વિચાર છે ઔષધ, હોય જોટો; તે રોગની શાંતિ, સમાપ્તિ માટે, વિચારવું આજ સુશાસ્ત્ર વાટે. ૮
સંસારનાં દુઃખો કરતાં ચઢિયાતો કોઈ રોગ નથી, અને સમ્યગુ વિચાર કરતાં શ્રેષ્ઠ કોઈ ઔષધ નથી. તેથી સંસારરૂપી રોગ અને દુઃખના વિનાશ માટે સમ્યગુશાસ્ત્ર વડે વિચારવું યોગ્ય છે.
જીવ દેહના – પુગલના પરિચયથી એવો પ્રભાવિત/મોહિત થયો છે કે જો દેહમાં જરા પણ અસુખ થાય તો વારંવાર તેના ચિત્ત પર તેની અસર ઊપજે. આંખમાં જરા માત્ર કણ પડ્યું હોય કે, દાંતમાં જરા માત્ર તૃણ ભરાઈ ગયું હોય કે પગમાં જરા માત્ર કાંટો ખેંચી ગયો હોય કે આંગળીના ટેરવે જરા માત્ર અગ્નિનો સ્પર્શ થયો હોય તો ગમે તેવા કાર્ય કરતાં મનના કોઈ એક ખૂણામાં સતત પેલી નાની સરખી પીડા પણ સ્મૃતિમાં આવ્યા કરશે. વળી શરીરમાં કોઈ જગાએ ગાંઠ દેખાય કે હૃદયના ભાગમાં
૩૪ એક હૃદયપ્રદીપનાં અજવાળા
Page #42
--------------------------------------------------------------------------
________________
કંઈ દર્દ જણાય તો ચિંતા અને ભયથી ઘેરાઈ જાય તેમાં વળી જો નિદાન થાય કે અસાધ્ય રોગ છે તો રાત-દિવસ તે રોગથી છૂટવાનો પ્રયત્ન કરે. તે ઔષધ સેવનની બધી જ પીડા સહન કરે, કેમ કે તેને દેહને સદાય સાચવવો છે, નિત્ય રાખવો છે, સાથે રાખવો છે. તે એ વાત ભૂલી જાય છે કે:
રોગનું ઘર અને સતત મોત તરફ ધકેલાઈ રહેલા હૃષ્ટપુષ્ટ શરીરને કાયમ માટે કેવી રીતે રાખી શકાય? એ માત્ર ભ્રમણા જ છે. તેમાં સફળતા મળવાની નથી. માટે આત્માને સંભાળી લે.
શરીરના સાડાત્રણ કરોડ રોમ છે. એક રોમે પોણા બે રોગ થવાની શક્યતા છે. જેમ કે મેલેરિયા જેવા દર્દમાં પૂરા શરીરમાં તેનાં જંતુઓ વ્યાપી જાય છે. કેન્સર જેવા દર્દમાં પૂરા શરીરમાં જીવાણુઓ ફેલાઈ જાય છે. દેહના પરિચયમાં જીવને આ રોગ જણાય છે. પીડા જણાય છે અને દૂર કરવાના અનેક પ્રયત્નો કરે છે. ભલે, ભાઈ દેહ છે તો સંભાળ રાખ, ઔષધ કર, પણ આત્માનો ભવરોગ મટે તેવું કંઈક તો વિચાર!
અજ્ઞાનવશ જીવ જાણતો નથી કે દેહ તો રોગનું જ ઘર છે, પરંતુ એ દેહને સાચવવા માટે, તેની વાસનાને કારણે ભવરોગ કેટલા દીર્ઘકાળ સુધી રહ્યો છે અને રહેશે ! દેહનો રોગ એક ભવના સંયોગવાળો પણ ભવરોગ તો ચારે ગતિમાં પુનઃ પુનઃ ભ્રમણ કરાવે છે.
આકાશ શ્રેણિનો કોઈ એક ખૂણો/પ્રદેશ બાકી નથી કે જ્યાં જીવે જન્મ-મરણ કરીને સ્પર્શ કર્યો ન હોય. કોઈ એવો કાળ નથી કે જીવે જન્મમરણ કર્યું ન હોય. જો આ વાત સમજાય તો આ મનુષ્યજન્મમાં તને ક્યાંય ન મળે તેવી એક અદ્દભુત શક્તિ મળી છે અને તે સમ્યગુ “વિચાર થવો તે ભવરોગનું ઔષધ છે.
જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે શાને ક્ષય મોહ થઈ પામે પદનિવણ'
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર હૃદયપ્રદીપનાં અજવાળાં ૩૫
Page #43
--------------------------------------------------------------------------
________________
સંશી એવા મનુષ્યને આત્મહિતનો ઉપાય કરવાની વિચારશક્તિ મળી છે. જો તે આત્મશ્રદ્ધા રૂપે બને, બાહ્ય પદાર્થોના આકર્ષણને ત્યજી અંતરાત્મા પ્રત્યે વળે તો સમ્યગુ વિચારણા પ્રગટે. તે વિચારણા પ્રજ્ઞાનું રૂપ પામે છે. જે જ્ઞાનરૂપે સ્વત પરિણમે છે તે જ્ઞાન જન્મમરણની મુક્તિનું મુખ્ય કારણ છે.
વળી સંસારના દુઃખ, સંતાપ, મોહજનિત વિકારને નાશ કરવાનો એક માત્ર ઉપાય આત્મજ્ઞાન છે જે આત્મવિચાર વડે પ્રગટ થાય છે. એ જ આત્મજ્ઞાન પૂર્ણતાને પામે છે, ત્યારે જીવનો ભવરોગ ટળી નિર્વાણ પ્રાપ્ત થાય છે.
માટે હે જીવ સૌ પ્રથમ નિર્ણય કર કે મારે ભવરોગથી મુક્ત થવું છે. હે સુજ્ઞ ! વિચાર કે ભવરોગથી મુક્ત થતાં દેહના રોગનો તો આત્યંતિક ક્ષય થવાનો છે, તું દેહરોગથી મુક્ત થવાનો ભય શા માટે સેવે છે ? ભવરોગથી મુક્ત થયા પછી દેહરોગ તો જવાનો જ છે. એ ભવરોગ મટાડવાનો ઉત્તમ ઉપાય તારી પાસે જ છે અને તે તારામાં જ રહેલી “સમ્યગુ વિચારશક્તિ.”
સનતચક્રીને રોમે રોમે પરુ ભરાઈ ગયું હતું. અનેક પીડાથી શરીર વ્યાપ્ત છતાં મુનિનું લક્ષ આત્માના આનંદમાં હતું તેથી પીડા પણ ઉપકારી બની ભવરોગને નાશ કરનારી નીવડી. મુનિને લબ્ધિ તો હતી દેહના રોગને નાશ કરવાની પરંતુ તેમને તો ભવરોગ નાશ કરવો હતો. તેથી આત્મવિચારના બળ વડે ભવરોગનો નાશ કરવા સમર્થ થયા. એ આત્મવિચારનું મૂલ્ય દૈહિક સુખ સાથે મૂલવી શકાય તેવું નથી.
દેહની પીડાને રોગરૂપે જાણનારો અજ્ઞ ભવરોગને જાણતો નથી. જો તેને સત્શાસ્ત્રનો યોગ થાય તો સમજ પેદા થાય. પુણ્યશાળી જીવો ! આ કાળમાં કરુણાયુક્ત ગુરુજનોએ કેટલાં શાસ્ત્ર પ્રદાન કર્યા છે. જે શાસ્ત્ર સ્વયં તને આત્મહિતની દૃષ્ટિને પાત્ર કરાવે છે.
૩૬ * હૃદયપ્રદીપનાં અજવાળા
Page #44
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વયં ચક્ષુરૂપ છે. જેમ ચક્ષુ વડે જોઈને પદાર્થનો નિર્ણય થાય છે તેમ શાસ્ત્રચક્ષુ વડે આત્મવિચાર પ્રગટે છે જેમાં સમ્યગુ બોધ પ્રાપ્ત થાય છે.
સંસારની ચારે ગતિમાં આત્મહિતરૂપ અદ્દભુત વિચારશક્તિ ફક્ત માનવને મળી છે. જો જીવ આ વિચારશક્તિને શાસ્ત્રયોગ વડે નિર્મળ કરે તો તે વિચારધારા જ્ઞાનરૂપે પરિણમી જીવને ભવરોગથી મુક્ત થવાનું સહજ બને છે. માટે સમ્યગુ વિચારને ધન માની સાચવજે.
મનુષ્યને પશુથી શ્રેષ્ઠ અને અલગ કરનાર આત્મવિચારનું બળ છે. જો મનુષ્યમાં આત્મવિચારનું બળ ન હોય તો તે પશુજીવનની નજીક જતો જાય છે. કથંચિત આગળના ભવમાં તિર્યંચગતિમાં સ્થાન લે છે. મનુષ્ય માટે આત્મવિચાર એ વિકાસનું મહત્તમ સાધન છે.
“ગુરુ-શિષ્ય એક વાર નગરની શેરીમાંથી પસાર થઈ રહ્યા છે. એક ઘરના મેડા પરથી એક બહેને જોયા વગર રખ્યા નીચે નાખી. નીચેથી પસાર થઈ રહેલા ગુરુશિષ્ય પર એ રાખ પડી.
શિષ્ય કહે: જુઓ તો ખરા આ રીતે જોયા વગર રખ્યા નાખે છે?
ગુરુ હસ્યા, કહે: આમે આપણે બાવા તો છીએ જ. આ તો ભભૂતિ મળી, અને પૂરા બાવા થઈ ગયા. પરંતુ બેટા! ખરેખર તો આપણા ગત જન્મોનાં અને પૂર્વાવસ્થાનાં કર્મો એવાં છે કે ગરમ ગરમ અંગારા રખ્યા સાથે પડે. આ તો પ્રભુનો ઉપકાર છે કે ઠંડી ઠંડી રાખ જ પડી છે!
આ છે વિચારરૂપી ઔષધ. આ પ્રમાણે વિચારવું તે આપણું સુશાસ્ત્ર છે.”
જીવને જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તે અશાંત છે. જો તેને સ્વરૂપનું ભાન થાય આત્મવિચાર પ્રગટે તો અશાંતિ
હૃદયપ્રદીપનાં અજવાળાં ૩૭
Page #45
--------------------------------------------------------------------------
________________
આકુળતા ટકતી નથી. ભલે ઉદય વશાત વિષયાદિમાં પડેલો હોય પરંતુ જો અંતરમાં વિવેક છે તો તે નિરાકુળતામાં રહી શકે છે.
લોકો સ્વરૂપ દૃષ્ટિના વિવેક વગર સુખ-શાંતિ માટે ઘણા પ્રયત્ન કરે છે, તે જેટલા વધુ પ્રયત્ન કરે છે તેટલો અશાંતિથી વધુ ઘેરાય છે પરંતુ જેને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું છે, જેનામાં આત્મવિચાર પ્રગટ્યો છે તેને કોઈ ક્લેશ નથી. તેથી તેનો વિરોગ ટળે છે.
- “મુક્તિસ્વરૂપ આત્માને ઈન્દ્ર કે ચક્રવર્તીનાં ખોળિયાં પણ જેલ જેવાં લાગે છે. તેથી પુણ્યવંતા જીવો તેના સાક્ષી રહે છે, ભોગી થતા નથી. શ્રી આનંદઘનજી કહે છે કે:
કાયાદિકનો સાખીધર રહ્યો,
અંતર આતમરૂપી સુજ્ઞાની; જ્ઞાનાનંદે પૂરણ પાવનો,
વક્તિ સકળ ઉપાધિ સુજ્ઞાની. દેહ તો છે, પણ જ્ઞાની તો તેને પડોશી તરીકે જાણે છે. તેમાં જે કંઈ ઉત્પાદવ્યય થાય છે તેના તે સાક્ષી છે.
જ્ઞાનાનંદમાં પૂર્ણપણે ડૂબેલાને બાહ્ય ઉપાધિ પોતે જ ત્યજી દે છે. એથી ઇન્દ્ર કે ચંદ્રના જેવા શરીરનું પણ શું કામ છે?”
ભાઈ ! તું કહે છે દેવગુરુની કૃપા! તો પછી એની કૃપા લેવી હોય તો પ્રભુ રાજી રહે તેમ જીવવું, જીવનનો સદ્દઉપયોગ કરવો જેથી અંતકાળે પ્રભુ હિસાબ માગે તો ગભરામણ ન થાય.
આજથી જ નક્કી કરો કે જે મારું થયું નથી તે મારું થવાનું નથી. એવા જગતના પ્રપંચને ભૂલી જવામાં જ મારું હિત છે. પ્રભુ સ્મરણથી તે જળવાય છે. આમચિંતન કરવાથી વૈરાગ્ય પેદા થાય છે.
૩૮
હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #46
--------------------------------------------------------------------------
________________
|
अनित्यताया यदि चेत् प्रतीति - स्तत्त्वस्य निष्ठा च गुरुप्रसादात् सुखी हि सर्वत्र जने वने च, નો વેદને ચાથ નનેવુ દુઃહી ।। o ।।
અનિત્યતાનું યદિ હોય ભાન,
ગુરુ પ્રસાદે વળી તત્ત્વજ્ઞાન; સર્વત્ર તેને મળશે જ શાંતિ, ઘરે, ગુફામાં – નહિ તો અશાંતિ. ૯
અનિત્યતાની જો પ્રતીતિ છે, ગુરુપ્રસાદથી તત્ત્વનિષ્ઠા-જ્ઞાન મળેલાં છે, તો સાધક ગામમાં ને જંગલમાં સુખી છે, નહિતર ક્યાંય સુખી નહિ રહી શકે.
માનવનો જન્મ મળ્યો, તેમાં અદ્ભુત વિચારશક્તિ મળી પણ માનવને બહારથી કંઈ મેળવવામાં સ્વના વિચારનો અવકાશ ક્યાં છે ? નિરંતર પલટાતા પદાર્થોમાં જીવને નવીનતા જણાય છે. જ્યારે હળુકર્મી જીવો તેમાંથી બોધ પામતા હતા.
શાસ્ત્રમાં કથા આવે છે કે આકાશમાં વાદળાં વીખરાતાં જુએ અને જીવને અંદરથી રણકાર ઊઠે કે જીવન પણ આમ વીખરાઈ રહ્યું છે. અજ્ઞાની જીવ તેમાં મેઘધનુષ જેવું ચિત્રામણ જોઈ તેના ફોટા લઈને સંગ્રહ કરે છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં * ૩૯
Page #47
--------------------------------------------------------------------------
________________
રાજા દશરથ અંતઃપુરના વૃદ્ધ સેવકને જોઈને બોધ પામ્યા કે આ શરીર આખરે આવું રાંક બની જવાનું છે. આજે તો વયમાં ચોર્યાશી ઉપર ગયો કે ગાઈ-બજાઈને ઊજવે. તે જાણતો નથી કે ચોર્યાશીના ફેરા વૃદ્ધિ પામે છે.
ઋષભકુમાર પત્ની સુનંદાના મૃત્યુથી અને નીલાંજના અપ્સરાના અવનથી અત્યંત ઉદાસીન થઈ ભરતકુમારને રાજ્ય સોંપી જંગલની વાટે નીકળી પડ્યા. આ જીવ તો અમરપટાના ખ્યાલે કેટલાંય મૃત્યુ જુએ છતાં નિરાંતે સૂઈ શકે છે.
વાસ્તવમાં તેને નથી તો જીવની નિત્યતાનું ભાન કે નથી તો શરીરાદિની અનિત્યતાનું ભાન. આત્મા સ્વયં આયુના બંધન વિનાનો છે. જેને વય, વૃદ્ધત્વ કે વેદના નથી. લાકડાને ઊધઈ લાગે અગ્નિને ઊધઈ ન લાગે, કાટ લોખંડને લાગે સોનાને ન લાગે, તેમ વય વગેરે દેહને લાગે છે કારણ તે અનિત્ય, નિરંતર પરિવર્તનશીલ છે. તે જન્મ ખરું એટલે મરે પણ ખરું. બાળક મટી યૌવન પામી અંતે વૃદ્ધ થઈને મરઘટે પહોંચી જાય.
ગુરુકૃપા વડે જેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે તો જાણે છે કે આત્મા આ સર્વ અવસ્થા વિહીન છે, શાશ્વત છે. નિત્યના અસ્તિત્વની જેને અનુભૂતિ છે તેનો દેહ ભલે વૃદ્ધ બને કે છૂટી જાય, તે તે જીવના જ્ઞાનમાં જણાતી દેહની જન્મ જરા રોગ મૃત્યુ વગેરે અવસ્થાઓ છે. કેન્દ્રમાં હું નિત્યપણે બેઠો છું. આ સર્વ આસપાસ બની રહ્યું છે ત્યારે પણ આત્માનું સ્વાતંત્ર્ય એવું ને એવું રહે છે.
જૈનદર્શન પામેલા જીવમાં એક સંસ્કારબીજ પડ્યું છે કે આત્મા મરતો નથી. જેમ આવ્યો હતો તેમ વિદાય થયો, કારણ કે જેની સંયોગોથી ઉત્પત્તિ છે તેનો વિયોગ પણ અવશય છે.
તત્ત્વજ્ઞાન વડે વિચારતા જીવને લાગે છે આ દેહ, ધન, માન, સર્વ અનિત્ય છે પણ તેને જાણવાવાળો હું નિત્ય છે. આ જન્મના
૪૦ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #48
--------------------------------------------------------------------------
________________
પહેલાં મૃત્યુ હતું. આ જન્મમાં પણ મૃત્યુ છે. તે બદલાતી અવસ્થા છે તેમ મૃત્યુ પહેલાં જીવન હતું. મૃત્યુ પછી જીવન છે. નિર્વાણ પછી જીવ તો શાશ્વતપણું પામે છે. આમ મૃત્યુ જીવનને મારી શકતું નથી. જીવ-આત્મા અખંડ, અક્ષય અને નિત્ય છે.
આવા તત્ત્વદૃષ્ટિવાનને ક્યાંય અજંપો, ભય, ચિંતા કે અશાંતિ નથી, તેને સર્વત્ર શાંતિ જ છે. તેને જંગલમાં મંગળ છે, અને મંગળમાં (ભૌતિકતામાં) જંગલ છે. જેને વિકાર, વિભાવ, વિષમતારહિત સમતા/ આત્મશાંતિ છે તેને સ્થળ/કાળ બાધા પહોંચાડતાં નથી. તેને સર્વત્ર શાંતિ જ શાંતિ છે. કારણ તેને શાંતિનું સ્થાન આત્માને જાણ્યો છે. ગૃહ ગુફા તો દેહને રાખવાનાં સ્થાન છે.
પરંતુ જેની પાસે ગુરુગમે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ નથી તેને અનાદિથી અનિત્યમાં નિત્યની ભ્રમણા છે. તે જ્ઞાનીના સદ્ગુરુના વચન વડે દૂર થતાં જીવ સર્વત્ર શાંતિ પામે છે. પરંતુ તેને જો સદ્ગુરુના વચનનું બળ નથી, શ્રદ્ધા કે નિશ્રા નથી તેને ગૃહમાં ગુફામાં શાંતિ ક્યાંથી મળે ?
સિંહગુફાવાસી મુનિએ દુષ્કર કાર્ય કર્યું પણ મનની ગુફામાં સૂક્ષ્મ અહં હતો કે ગુરુદેવ પણ જાણે કે મારામાં કેવી લબ્ધિ/શક્તિ છે એ શક્તિ વડે સાધના કરી પણ ઉપાસના ન થઈ. આત્મજ્ઞાનને ન પામ્યા. આત્મશાંતિ ન પામ્યા. એટલે કોશાને ત્યાં ચાતુર્માસનો વિકલ્પ ઊઠ્યો, તેમાં અહંરૂપ અશાંતિ હતી.
સ્થૂલિભદ્ર ગુરુદેવની કૃપા વડે તત્ત્વજ્ઞાન પામ્યા હતા. તેમને લબ્ધિનો દેખાવ કરવા ચાતુર્માસ કરવું ન હતું. પણ સ્વ-૫૨ શ્રેયની ભાવના હતી. તેથી દુષ્કર કાર્ય પણ સિદ્ધ કરી શક્યા.
જીવને આત્મભાન કે આત્મજ્ઞાન એકાએક થઈ જતું નથી. તનિસર્ગાદઅભિગમાધ્મા' ક્યાં તો પૂર્વના આરાધનનું બળ જોઈએ, ક્યાં તો વર્તમાને ગુરુનિશ્રા દ્વારા વિનય વડે મેળવેલી કૃપા જોઈએ.
હૃદયપ્રદીપનાં અજવાળાં * ૪૧
Page #49
--------------------------------------------------------------------------
________________
ગુરુજનોની પવિત્રતાનાં સ્પંદનો, સંયમનું યોગબળ જીવને પુષ્ટવલંબન છે. પૂર્ણતા પામતાં સુધી તે અવલંબનો કાર્યકારી છે.
આત્મા જ સ્વયં સુખ અને આનંદથી ભરપૂર છે, તેથી જ્યારે પણ તે આત્મશાંતિ પામશે ત્યારે સ્વરૂપના આશ્રયે જ પામશે. તે સમયે બાહ્ય નિમિત્ત હો કે ન હો પણ તે શાંતિ આત્માના આશ્રયે જ પ્રગટે છે. ત્યારે દેહ, ગૃહ કે ગુફા તેને સાધક નથી કે બાધક નથી.
બહારના પદાર્થોના નિમિત્તે કષાયના વિકલ્પોમાં આત્મશાંતિનો હાસ થાય છે. તત્ત્વજ્ઞાન જીવને જાગૃત કરે છે કે આમાં તારા આત્માની શાંતિનો નાશ થાય છે. તો જીવ તરત તે પ્રકારના લોભાદિ, સ્વાર્થજનિત ચેષ્ટને ત્યજી દેશે. એક વાર આ દૃષ્ટિ આવે પછી જીવ લોકમાં હો કે એકાંતમાં હો, પ્રલોભનોની વચ્ચે હો કે ત્યાગમાં હો, પ્રવૃત્તિમાં હો કે નિવૃત્તિમાં હો, આત્મશાંતિ ટકે છે.
પરંતુ તત્ત્વજ્ઞાનના અભાવે ઘડપણ હો બચપણ હો, તીર્થ હો કે જંગલ હો, જીવને કોઈ બચાવી નહિ શકે. માત્ર સ્વના સ્મરણમાં શાંતિ છે, અથવા પરના વિસ્મરણમાં શાંતિ છે. જીવ ક્ષણમાત્ર પરનું સ્મરણ ત્યજતો નથી એટલે શાંતિ પ્રાપ્ત કરતો નથી. - “આયુષ્ય પવનથી ઉત્પન્ન સાગરના મોજાં જેવું ચંચળ છે. વિષયોનાં સુખ સંધ્યાના રંગની જેમ ક્ષણિકમાં ઊડી જનારાં છે. અને સગાસગપણ મિત્રો પંખીના મેળાની જેમ ઊડી જનારા છે, માટે સંસારના આવા દુઃખદ પ્રસંગોથી વિરક્ત થા. આત્મશાંતિ આત્માની જ સમશ્રેણિમાં છે.”
જીવનમાં સંયોગો, વ્યક્તિ કે વસ્તુ કડવા મીઠા કોઈ પણ સ્વરૂપે આવે, તેનો સમતાથી સ્વીકાર કરવો. ન ફરિયાદ, ન પ્રતિકાર, કર્મના લેખાને હું માન્ય કર્યું. શ્રદ્ધાથી ધર્મ સત્તાની શરણાગતિ સ્વીકારું, પછી જીવન મંગલમય છે.
જગતમાં પદાર્થો કાયમના નથી. અરે આ દેહ પણ નિત્ય
૪૨. હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #50
--------------------------------------------------------------------------
________________
રહેવાનો નથી. દેહભાવની ક્ષુદ્રતામાં આપણે કીડા-મકોડાની જેમ જીવીએ છીએ. કંઈ જ ત્યાગ કરી શકતા નથી મૃત્યુ એવું છે કે એકસાથે બધું જ ત્યાગ કરાવી દે છે. જો સ્વેચ્છાએ પરપદાર્થ, પરભાવનો ત્યાગ થઈ જાય તો મૃત્યુ મહામહોત્સવ બને છે.
આથી જીવન એ શ્રાપ, તાપ કે પાપ જ નથી. માનવજીવન અગણિત શક્તિ સંપન્ન છે, તેનું સ્વત્વ પ્રગટ થવા જ માનવજન્મ છે. ગુરુપ્રસાદ કેમ મળે ? કબીર કહે છે:
યહ તન બિસ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન,
સિસ દિયે ગુરુ જો ભલે, તો ભી સસ્તા જાન. ભાઈ! માથું આપતાં પણ ગુરુ ન મળે, આપણે આપણા માથાનું (બુદ્ધિ) કેટલું મૂલ્ય સમજી બેઠા છીએ ?
કોઈ સમ્રાટ યુદ્ધમાં હારે, તેનું માથું ધડથી જુદું પડ્યું હોય તેને વેચવા બજારમાં મૂકે તો તેની કોડીની કિંમત પણ ન ઊપજે.
કબીર કહે છે અહંકારને ગુરુચરણે ધરી શકીએ તો ગુરુકૃપા મળી જાય. અહંકાર સહેજ ઢીલો પડે કે ગુરુદેવ ભીતર પધારે. ગુરુદેવ અંદર રહેલા અહંકારના ફુરચા ઉડાવી દે ને પરમાત્માને અંદર પધરાવી દે. પછી તેને સર્વત્ર શાંતિ જ છે.
ગુરુપ્રસાદ ઝિલાઈ જાય પછી અનિત્યતાની પ્રતીતિ ક્ષણવારમાં થઈ જાય નહિતર જન્મોજન્મો વીતે હવામાં બાચકા જેવા પદાર્થોની પ્રતિની વણજાર ચાલુ જ રહેવાની.
વળી પ્રભુપ્રેમની ધારામાં ક્ષણિક પદાર્થો પરની પ્રીતિ ભૂતકાળનો વિષય બની જાય એની શું નવાઈ? સાધકનો માર્ગ અનિત્યતાની પ્રતીતિ અને તત્ત્વનિષ્ઠા. અનિત્યોની પેલે પાર રહેલ નિત્યનું દર્શન કેવું મોહક છે! તેને સર્વત્ર શાંતિ જ મળે છે.”
દશ્યમાંથી દ્રષ્ટાનો રસ સુકાઈ ગયો તો સર્વત્ર શાંતિ/શીતળતા છે અને રસ ન સુકાયો તો જંગલમાંય દુઃખ અને નગરમાંય દુઃખ. “સાંસારિક પદાર્થોની પ્રાપ્તિથી કંઈક સંતોષ અવશ્ય થાય છે,
હૃદયપ્રદીપનાં અજવાળાં ૪૩
Page #51
--------------------------------------------------------------------------
________________
પરંતુ તે ક્ષણિક છે. વળી તેનાથી સંસારનાં દુઃખો દૂર થતાં નથી. એક શુદ્ધ આત્મા સિવાય બીજા કોઈ પણ પદાર્થથી વાસ્તવિક સુખ મળતું નથી. બાહ્ય પદાર્થો મળવાથી તૃપ્તિ થતી નથી પરંતુ ઇચ્છાઓ વધતી જાય છે તેમ સંતોષ થતો નથી. તે સંતોષ એક શુદ્ધ ચિકૂપના અનુભવથી થાય છે.
અનાદિકાળથી જગત સંસારરૂપ કૂપમાં ડૂબેલું છે. મહામોહરૂપ કાદવમાં ખૂંચેલું છે. તેનો શુદ્ધ ચિતૂપના ઉત્તમ ધ્યાન વડે ઉદ્ધાર કરું. કૂવામાં પડેલાને બહાર નીકળવા માટે દોરડું જેમ આધારરૂપ થાય છે, તેમ સંસારરૂપ કૂવામાં ડૂબેલાને, મહામોહરૂપ કાદવમાં ખેંચી ગયેલા જીવોને તેમાંથી નીકળવા માટે શુદ્ધ આત્મધ્યાન એ જ અવલંબનરૂપ છે”
તત્ત્વજ્ઞાન તરંગિણી રાજઋદ્ધિ તો ભરત ચકેસરી પાસે હતી અને બ્રહ્મદત્ત ચકેસરી પાસે પણ હતી. ભરતજીની પાસે સમ્યકત્વરૂપ શીતળતા હતી, તેથી ભોગાવળી કર્મ પૂર્ણ થતાં જાણે આ રાજઋદ્ધિનો એક કણ પણ મારો નથી હું તો શુદ્ધ આત્મસ્વરૂપ છું તેમ ભાવના કરી વૈરાગ્ય સમેત ચાલી નીકળ્યા.
બ્રહ્મદત્તને પણ ચક્રવર્તીપણું હતું પરંતુ ભોગવૃત્તિનો અંતરદાહ ઘણો તીવ્ર હોવાથી આત્મભાવના ભૂલી નરકગામી થયા.
સમૃદ્ધિને બુદ્ધિ રાવણ પાસે હતી પણ સમૃદ્ધિનો અહમ્ પુષ્ટ હતો. બુદ્ધિમાં વિકાર ભળ્યો એટલે અંતઃપુરમાં હજારો સ્ત્રીઓ હોવા છતાં એક સ્ત્રી મેળવવાની જિજ્ઞાસામાં ધૂળમાં રગદોળાઈ નરકગામી થયો.
અરે સાધનાક્ષેત્રે નીકળેલા સાધકોને પણ જો અંતરમાં આત્મભાનરૂપી શીતળતા નથી તો તેમની સાધના પણ અપેક્ષાવાળી થઈ, પૌગલિક પદાર્થોમાં આકર્ષણ પેદા કરે છે તો સાધના પણ વ્યર્થ જાય છે.
૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #52
--------------------------------------------------------------------------
________________
मोहान्धकारे भ्रमतीह तावत्, संसारदुःखैश्च कदर्यमानः । यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ।। १० ।।
મોહાલ્પકારે ભમતો રહે છે, સંસાર દુઃખે રડતો રહે છે, વિવેકભાનું યદિ ના ઊગે છે, સ્વરૂપ સાચું નવ સાંપડે છે. ૧૦
સંસારનાં દુઃખોથી પીડિત વ્યક્તિ મોહના અંધકારમાં ત્યાં સુધી ભમે છે જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યના ઉદય વડે યથાસ્થિતિ આત્મરૂપને તે ન જુએ.
વિવેકભાન ઊગ્યો, દેહ છે વિનાશી, હું છું અવિનાશી, તેનો નાશ કેવો ? કપડાં જૂનાં થયાં, બદલી કાઢ્યાં, એમ શરીર જૂનું થયું, છોડી દીધું.
દેહ હતો ત્યારે મૃત્યુની ભીતિ. હું દેહને પેલે પાર છું, જ્યાં મૃત્યુની પહોંચ નથી.
શરીર સાથેનો મહાપુરુષનો સંબંધ નોકર સાથેનો હોય તેવો રહેતો. નોકર કામ કરે છે, પગાર આપો. કામ નથી કરતો, પગાર બંધ. શરીર સાધનામાં સહાયક, આહાર-ગોચરી પાણી આપો. શરીર
હૃદયપ્રદીપનાં અજવાળાં ૪પ
Page #53
--------------------------------------------------------------------------
________________
સાધનામાં કામ નથી આપતું, હવે પગાર બંધ.’
સંસારી જીવ અજ્ઞાનવશ મોહમાં ફસાઈને અંધકારમાં અટવાય છે. મોહ કર્મજનિત પ્રકૃતિ છે તે જીવને કર્મસંયોગે મૂંઝવે છે. જ્યાં સુખ નથી પણ જેના વડે સંતાપ પેદા થાય છે તેવાં સ્ત્રી, પુત્ર, ધન, માન, ઇંદ્રિય વિષયોમાં સુખની કલ્પના થાય છે. આ મોહરૂપી અગરે સમસ્ત સંસારી જીવોને પોતાના મુખમાં પધરાવી દીધા છે. જીવ દુ:ખી થાય તોપણ સંસાર છૂટતો નથી.
નગારાં વાગે માથે મોતનાં તું નિશ્ચિંત થઈ કેમ સૂતો રે ? મધુબિંદુ સુખની લાલચે તું કીચડમાં કેમ ખૂંતો રે.' રાવણ એક વર્ષે સાધના કરીને જાગૃત થયો ત્યારે એક હજાર અપ્સરાઓ તેને ચલાયમાન કરવા આવી પણ સાધનાના બળે રજમાત્ર મોહ ન પામ્યો. અને આત્મબળ છૂટી ગયું ત્યારે એક માનવસ્ત્રીના મોહમાં ફસાઈ પડ્યો.
વ્યાસ જેવા તપસ્વી આત્મજ્ઞાનના અભાવે મત્સ્યગંધાના રૂપમાં મોહી પડ્યા. હજારો વર્ષોનું તપ તપીને ઋષિ મેનકામાં મોહી પડ્યા. અજ્ઞાનવશ જીવને આ દુનિયામાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં માનસિક વિકાર ન જન્મે. ટી.વી. જેવાં સાધનો, બજારમાં વિપુલપણે મળતાં પ્રસાધનોની વચ્ચે અજ્ઞાની એવા જીવો કેટલા વિકારોથી ઘેરાઈ જતા હશે ! આમ આત્માની શક્તિના કાસમાં વિજ્ઞાને એવો પ્રભાવ જમાવ્યો છે કે જીવો આ વિજ્ઞાનમાં વિકાસ જુએ છે. મોહના આ અંધકારના પિછોડામાં આત્મજ્ઞાની સિવાય કોઈ બચી શકે તેમ નથી. તે વડે પાપની વૃદ્ધિ દ્વારા કેવળ દુઃખો જ ભોગવે છે. છતાં કેમ જાણે જીવને એ સદી ગયું છે.
મોહ જીવને દુઃખમાં પણ સુખનો ભાસ પેદા કરે છે. જેમ કોઈ માણસ પાણી મેળવવા ઊંડો ખાડો ખોદે, ત્યારે શિલા, માટી, કાંકરા નીકળે છતાં ખોદે જ રાખે, વધુ ઊંડું ખોદતાં વળી કાદવ
૪૬ * હ્રદયપ્રદીપનાં અજવાળાં
Page #54
--------------------------------------------------------------------------
________________
મિશ્રિત પાણી નીકળે તો પણ તેની જળઅભિલાષા છૂટતી નથી. વધુ ઊંડું ખોદતાં જીવડાવાળું જળ નીકળ્યું, આમ તેનો શ્રમ વ્યર્થ ગયો તેમ અજ્ઞાનવશ જીવ સંસારમાં વિવિધ સાધનોને મેળવી સુખ પામવા પ્રયત્ન કરે છે, પણ તે પદાર્થો સુખ આપી શકતાં નથી, પુણ્યયોગે સામગ્રી મળી જાય તો તેમાં અશાંતિનું વર્તમાનમાં દુઃખ છે અને ભવિષ્યમાં કર્મબંધનનું દુઃખ છે, આમ સંસારી જીવ સદાય રડતો. રહે છે.
જીવ તને વધુ શું કહેવું? તું જ જાણે છે કે નારક, તિર્યંચ, માનવ કે દેવ ચારે ગતિમાં દુઃખ જ છે. જન્મ-મરણરૂપી સર્પથી વીંટળાયેલું જીવન સુખ કેમ પામે? કદાચિત પુણ્યયોગે સુખ મળે તોપણ તે ચાર દિવસના ચાંદરણા જેવું છે.
ચાર દિવસના ચાંદરણા પર ઝૂઠી મમતા શા માટે ? જે ના આવે સંગાથે તેની માયા શા માટે ?'
આવું ગાય-બજાવે, ગવરાવે લોકરંજન કરે પરંતુ પથ્થર જેમ પાણીથી ભીંજાય નહિ તેમ જીવ મોહમાં મૂંઝાય પણ મન આવા શબ્દો વડે વીંધાય નહિ કે ભીંજાય નહિ.
આ મોહની જાળમાં ઋષિઓ, મુનિઓ પણ ફસાયા છે. સેંકડો વર્ષો તપની હૂંડી મોહને ક્ષણમાત્રમાં લખી આપી છે. તો હે માનવ તારું શું ગજું? મોહરૂપી રાક્ષસના સકંજામાંથી છૂટવા એકમાત્ર આત્મલક્ષી વિવેક જ ઉપાય છે.
અધ્યાત્મસારમાં પણ કહ્યું છે કે જેણે મોહને વશ કર્યો છે તે મુનિઓ અધ્યાત્મના અધિકારી છે. બાહ્ય પદાર્થોથી મમત્વ બુદ્ધિનો ત્યાગ કરી માત્ર આત્મભાવમાં લીન રહે છે તે સ્વરૂપનું સાચું સુખ પ્રાપ્ત કરે છે.
શુદ્ધ જ્ઞાન દર્શનરૂપ ઉપયોગ જ આત્મા છે, તે સિવાય સંસારમાં મારું કંઈ નથી, આમ આત્મવિવેક વડે બાહ્ય પદાર્થો પ્રત્યેથી જેનો
હૃદયપ્રદીપનાં અજવાળાં ૪૭
Page #55
--------------------------------------------------------------------------
________________
મોહ હટી ગયો છે, તેવા સાધકના મનમાં વિકલ્પો શમી જાય છે. વળી શાસ્ત્રના અભ્યાસ વડે ચિત્ત નિર્મળ થાય છે. તેવો વિવેકભાનુ જેનામાં પ્રગટ્યો છે તેને સુખદ કે દુઃખદ પરિસ્થિતિમાં કંઈ ભેદ પ્રવર્તતો નથી.
અજ્ઞાની જીવ મોહરૂપી ઠગે ઉત્પન્ન કરેલી ભ્રાંતિમાં માને છે કે પાંચે ઇંદ્રિયોના વિષયો સુખરૂપ છે. ઇન્દ્રિયોના ક્ષીણ થવા છતાં વિષયો છૂટતા નથી. તે સમયે પ્રત્યક્ષ દુઃખજનિત સ્થિતિનો અનુભવ છતાં મોહની જાળમાં ફસાયેલાને પ્રભુસ્મરણ થતું નથી.
હે જીવ! વર્તમાન તો તારા હાથમાંથી વહ્યો જાય છે. અલ્પ અને અનિયત એવા આયુ ૫૨ રાખેલો વિશ્વાસ ઠગારો નીવડે છે. અનેક પ્રકારનાં સંસારનાં કાર્યોમાં ગૂંથાયેલો, કેટલીયે મહાત્ત્વાકાંક્ષા ધરાવતા જીવને સાચું સ્વરૂપ કેમ સ્મરણમાં આવે ?
વિવેકી જીવે સંસારની સર્વ અભિલાષાઓનો ત્યાગ કરી અમૂલ્ય એવા આત્માર્થનું સેવન કરવું. દેહાર્થે કરવા પડતા પ્રપંચોથી દૂર રહેવા પ્રયત્ન કરવો. પૂર્વજન્મના કર્મસંયોગોથી મુક્ત થવા અને પુનઃ પુનઃ તેવાં કર્મોથી બંધન ન થાય તેમ વિવેકપૂર્વક વર્તજે, તે સિવાય તને સાચા સ્વરૂપનું સુખ મળવું સંભવ નથી. અવિવેકનું ફળ અનંત દુઃખ છે તે રડતાં પણ ભોગવવું પડે છે.
આત્મા સ્વયં દુઃખદાયક કે દુઃખને ઉત્પન્ન કરનારો નથી. પરંતુ જીવ અજ્ઞાનવશ પરવસ્તુમાં, બાહ્ય સંયોગોમાં સુખ મળશે તેવી કલ્પનાથી, અનેક પ્રકારની ઇચ્છાઓનું સેવન કરી સ્વયં આકુળ થઈ દુઃખી થાય છે, અર્થાત્ આત્મા દુઃખ પેદા કરતો નથી પણ સુખની વિપરીત માન્યતાને કા૨ણે જીવ સંસારમાં રડતો જ રહે છે.
પદાર્થો કે સંયોગોનાં નિમિત્તો છે, તેને જાણવામાં દુઃખ નથી પરંતુ મોહવશ વિષયગ્રહણની જે વૃત્તિ/તૃષ્ણા છે તે દુઃખનું કારણ છે. સંસારમાં જીવને તેની નિયતિ ભમાવ્યા કરે છે. તેમાં જીવ
૪૮ * હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #56
--------------------------------------------------------------------------
________________
મહાભારે કર્મોના તાંતણાથી જકડાઈ જાય છે, આવો જીવ પાંજરામાં પુરાયેલા પક્ષીની જેમ દુઃખે સમય પસાર કરે છે. કારણ કે તેને જીવનના સત્ત્વની કે તત્ત્વની જાણકારી નથી. સ્વ-પરના ભેદનો વિવેક નથી.
જૈનશાસનનું ધર્મનું મૂળ વિવેક – વિનય છે. ગુરુનિશ્રામાં તપ સંયમ વડે વિનય પ્રાપ્ત થાય છે. જે વડે મોક્ષનું દ્વાર ખૂલે છે અને મોહનો અંધકાર નષ્ટ થાય છે.
દુઃખ પાપના ક્ષય માટે છે. અન્યની વિષમતાઓ સમતા માટે છે. જન્મ પૂર્વકર્મનું ફળ છે. મૃત્યુ ત્યાગના બોધ માટે છે.
સંસારની કોઈ ગતિમાં સુખ નથી. નિશ્ચયથી તો સમ્યગ્ગદર્શન જેવા આત્મગુણોથી સંસારનું પરિભ્રમણ સમાપ્ત થાય છે. દયા દાનાદિ શુભરાગના ભાવો ભૂમિકા પ્રમાણે થાય પણ તેનાથી સંસાર છૂટે નહિ. સંયોગો સુખ-દુઃખનાં કારણ નથી, મિથ્યાત્વ સાથે શક્તિ, બુદ્ધિ, શુભરાગમાં ધર્મની માન્યતા તે ભવરોગનું કારણ છે એમ વિવેકીજનો વિચારે છે.
વ્યવહારમાર્ગ સ્કૂલ છે, નિશ્ચયમાર્ગ સૂક્ષ્મ છે, વ્યવહારમાર્ગ સ્થૂલ હોવાથી તેનો વિસ્તાર પણ ઘણો છે. તે કેટલા પ્રકારના કિયા કલાપો, જનસંપર્ક વગેરે.
પરમાર્થમાર્ગ સૂક્ષ્મ હોવાથી એકાંતનો છે. નિવૃત્તિસ્થાનમાં જાગૃતપણે રહેવું, વ્યવહારમાં આહાર, નિદ્રા, સંપર્ક બધું જ અલ્પ કરવું. તો જ સૂક્ષ્મમાં જવાય. સૂક્ષ્મતા આવતાં મન અંતર્મુખ થશે, ત્યારે આત્માનુભૂતિ પણ થશે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૪૯
Page #57
--------------------------------------------------------------------------
________________
अर्थो ह्यनर्थो बहुधा मतोऽयम्, स्त्रीणां चरित्राणि शवोपमानि । विषेण तुल्या विषयाश्च तेषां, વેષ દૃદ્ધિ વાત્માનુભૂતિઃ | ૨૨ II
સંપત્તિને આપદ રૂપ જાણે, શરીરને એ શબરૂપ માને; ભોગો જણાતા ભયરૂપ તેને, આત્માનુભૂતિ થઈ હોય જેને. ૧૧
ધન નિરર્થક લાગે, કામ મૃત્યુ સમ દેખાય, બધી જ ઇન્દ્રિયોના વિષયો તેને વિષ જેવા લાગે, કોના ? જેના હૃદયમાં સ્વાત્મલયાનુભૂતિ થઈ છે તેમને.
સંપત્તિ અને આપત્તિ બંને માસીઆઈ બહેનો છે. એક ધનવાનની પુત્રી છે બીજી દરિદ્રીની પુત્રી છે. જ્ઞાની તો સંપત્તિને આપત્તિ માને છે. સંપત્તિમાં ધનાદિના ભાવમાં રોકાયો છે, બીજો આપત્તિમાં ધનાદિના અભાવમાં દુઃખથી ઘેરાયો છે.
પશુઓ પણ પોતાનાં કર્મો પ્રમાણે પદાર્થોને પામે છે કે પેટ ભરે છે અને શ્રીમંતો પણ ભાગ્ય પ્રમાણે મેળવે છે. પરંતુ મનુષ્યભવમાં પૂર્વ પ્રારબ્ધથી મળતું ધન વિવેકપૂર્વક દાન કરવા માટે છે. અગર તો સંપત્તિ જ સ્વયં આપત્તિરૂપ છે.
૫૦ હૃદયપ્રદીપનાં અજવાળા
Page #58
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી શબ્દનું પ્રયોજન જાણવા જેવું છે. જ્ઞાનીજનો કહે છે મોક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરો. બીજી રીતે લક્ષ્મીનું સ્થાન સ્વર્ગમાં છે. ધરતી પર લક્ષ્મીનું અવતરણ સત્કાર્યો માટે છે. તે સિવાય લક્ષ્મીરૂપ સંપત્તિ રક્ષણ વગેરેના ભયરૂપ સાક્ષાત્ આપત્તિ જ છે.
મનુષ્ય ઘણા શ્રમ વડે ધન ઉપાર્જન કરે છે, એટલે તેના પ્રત્યે તેની પ્રિયતા છે. તેવા ધનનો વિવેકીજન સદ્ઉપયોગ કરે છે. તેનો સંચયમાત્ર જીવને મૂછ પેદા કરાવી વિપત્તિમાં ધકેલી દે છે. તે ધન છતાં પ્રકૃતિએ દરિદ્રી છે.
વળી ઘણાં ધન – સંપત્તિ મળી જાય તો જીવ કંઈ ધરાતો નથી, તેને ધરાઈ જવું કઠણ પડે છે. પોતે સમજે છતાં પણ મોહ તેને છોડતો નથી. જો જીવને પોતાને સંતોષ થાય તો પોતે જ પોતાથી સમજે.
તત્ત્વદૃષ્ટિયુક્ત જ્ઞાનીને શરીર હરતું ફરતું શબ જણાય છે. શબને નથી મોહ કે ક્ષોભ. શબને નથી ઇચ્છા કે આકાંક્ષા. શબ ઉપર પુષ્પ મૂકો કે પથરા મારો તેમાં તેને નથી રાગ કે દ્વેષ. જ્ઞાની શરીરના આવા મૂળ સ્વરૂપને જાણી તેના દ્વારા થતી અવસ્થાઓને ચૈતન્યસ્વરૂપ માનતા નથી. આત્મા અને દેહનાં અતિ ભિન્ન એવાં લક્ષણોને જ્ઞાની અન્યોન્ય ભેળવી દુઃખી થતા નથી.
સંસારની ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં જીવને ઘણે કાળે મનુષ્યજન્મ મળે છે. તેમાં સુપાત્રદાન તથા તપાદિ દ્વારા પુણ્યસંચય કરતો નથી તો તેવો જીવ આ સંસાર-સમુદ્રમાં ડૂબી મરે છે.
સંસારમાં અજ્ઞાનવશ જીવ શરીરને જ સર્વસ્વ માને છે. તે કોને સુખ આપવા માટે શ્રમ કરે છે, કષ્ટ વેઠે છે તે સમજી શકતો નથી. બીજી રીતે એ જાણે છે ખરો કે શબને કંઈ સુખદુઃખ નથી પરંતુ વળી મોહ કહે છે પણ તું કંઈ શબ નથી. તું તો જીવંત છું, શરીર દ્વારા સુખ ભોગવે છે. શબને કંઈ જરૂર નથી પણ તારા
હૃદયપ્રદીપનાં અજવાળાં પ૧
Page #59
--------------------------------------------------------------------------
________________
શરીરને તો જરૂર છે ને! આમ માનવ અનેક પ્રકારના દેહ ધારણ કરીને પણ મૂંઝાતો જ રહ્યો છે.
પોતામાં રહેલી ગુણરૂપ સંપત્તિનો સ્વીકાર ન કરે અને બાહ્ય સંપત્તિ તથા પુષ્પયોગને મહત્ત્વ આપે તેને જ્ઞાની રંક કહે છે. શરીરાદિને મહત્ત્વ આપે તે પણ રાંક થઈને રખડે છે. ભલે તું જગતમાં મોટાઈ વગરનો હોય પણ જો તારી શુદ્ધશક્તિની અનુભૂતિ છે તો તે વસ્તુ મોટી છે. પરંતુ બાહ્ય મોટાઈ એ અશુદ્ધ શક્તિ છે તે જીવને કોઠે પડી છે. જે આત્મઅનુભવી છે તેને તો આ પુણ્યાઈ છઠ્ઠી આંગળી જેવી વળગાડ લાગે છે.
ના મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભાતના, ના મારા ભૂત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતિના; ના મારા ધન ધામ યૌવન ધરા એ મોહ અજ્ઞત્વના, રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના.”
શ્રીમદ્ રાજચંદ્ર સિદ્ધાર્થે પણ રાજ્યના સુખભોગમાં બંધનનો ભય જોયો અને પુત્રજન્મના સમાચારે મહેલનો ત્યાગ કરી જંગલની વાટ પકડી. ચક્રવર્તીઓ પણ અતિવૈભવને બંધન જાણી યથાસમયે ત્યાગ કરી ચાલી નીકળ્યા. હજારો સુભટોને હરાવનાર એ જ ચક્રવર્તી ભોગના પરિણામમાં ભયને જાણતા હતા.
જ્ઞાની – સમ્યગુદૃષ્ટિ જીવને ઇન્દ્રિયાદિ વિષયોમાં આંશિક પરિણામમાં દુઃખનો અનુભવ થાય છે. તેથી તેનાથી છૂટવાના ભાવ કરે છે. સંયોગ છૂટતો નથી ત્યાં સુધી તે ભોગોમાં રંજાયમાન થતા નથી. ભોગો પ્રત્યે તે નીરસ છે. તે વિચારે છે. વર્તમાનમાં દેહનો નેહ છોડતાં જીવ મૂંઝાય છે તો તેની પરંપરા ચાલુ રહેશે. આમ ભવના ભયની વેદના જ્ઞાનને જાગૃત રાખે છે. કેમ કે તેમને ભયરહિત એવા આત્મસંવેદનનો અનુભવ છે.
પર જ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #60
--------------------------------------------------------------------------
________________
આત્મઅનુભૂતિના આધારે
વિશ્વાસે પોતે પરિપૂર્ણ ચૈતન્યસ્વરૂપ છે તેમ જાણે છે. તેવું જ્ઞાનવેદન દેહાદિના રાગથી. ભેદપણે રહીને નિઃશંકિત સ્વાધીન સુખને જાણે છે. એ આંશિક અનુભવ વૃદ્ધિંગત થઈને પરિપૂર્ણતા પામશે. ભોગો આદિની વૃત્તિ સ્વાનુભૂતિમાં બાધક છે તેમ જાણી જ્ઞાની તેના પ્રત્યે ઉદાસીન રહે છે.
આત્માનુભૂતિરૂપ જ્ઞાનના વેદનમાં જ્ઞાનીને રાગાદિનું વેદન નથી, સ્વના વેદનમાં તેઓ કુશળ છે. તેથી રાગાદિ, સુખાદિનો ઉદય તો છે પણ તેને બાહ્ય અવસ્થાઓ જાણી રાગાદિરૂપે પરિણમતા નથી. પુદ્ગલાદિપદાર્થો માત્ર જ્ઞેયરૂપ છે, વેદનારૂપ નથી તેથી તેમને તેમાં સ્વબુદ્ધિનો ભ્રમ પેદા થતો નથી.
જન્મ મરણથી નિરંતર વ્યાપ્ત એવા આ સંસારમાં સર્વત્ર ભય જ છે. બાળક હોય ત્યારે પરવશતામાં પડ્યો રહે છે. યુવાની ચાર દિવસની ચાંદનીની જેમ પૂરી થઈ જાય છે. વળી વૃદ્ધાવસ્થાનો ભય જીવને ઘેરી લે છે. આવા દુઃખદ અને ભયનિત સંસારમાં આત્મસુખના અનુભવી ક્ષણમાત્ર રહી શકતા નથી.
જો બાહ્ય સંપત્તિનો તારો દૃષ્ટિકોણ બદલાય તો અખૂટ શક્તિથી ભરેલો આત્મા સંપત્તિમય છે, તેને વિપત્તિમય ગણવો તે દૃષ્ટિદોષ છે. ઊંધી ચાલે ચાલવાથી પુનઃ જન્મ લઈ ઊંધે માથે રહી જન્મ ધારણ કરવો પડે છે. પરિણામે જીવન ઉચ્ચતાના હેતુ રહિત બને છે.
તત્ત્વદૃષ્ટિયુક્ત જીવન એ તો પવિત્ર તીર્થયાત્રા છે. ઇન્દ્રિયોના સ્થૂલ વિષયોથી ઉ૫૨ ઊઠી સૂક્ષ્મમાં પ્રવેશ કરવાનો છે. જ્યાં આનંદમય આત્મવૈભવનું જ સામ્રાજ્ય છે. વીતરાગી પ્રતિમાથી આવું દર્શન જીવને થાય છે પરંતુ ચક્ષુમાં વિકારી મુદ્રાઓ અંકિત થવાથી એ દર્શન દુર્લભ થયું છે.
આત્માનુભૂતિના લયનો ઉપાય બતાવે છે
“તારો કોઈની સાથે સંગ નથી. તું શુદ્ધ છે, તું અસંગ છે,
હ્રદયપ્રદીપનાં અજવાળાં ૫૩
Page #61
--------------------------------------------------------------------------
________________
આકાશની પેઠે, તો તું હવે શું છોડવા માગે છે? માત્ર દેહમાં હુંપણાની જે બુદ્ધિ છે તેને મિટાવીને તું તારામાં લય પામ.
તમે સામાયિકમાં બેઠા. તમારે સમભાવમાં રહેવાનું છે. ન રાગમાં ન Àષમાં. એ શુભને ઘૂંટવાની પ્રક્રિયા આગળ વધશે. તે સ્વાધ્યાય કે નવકારમંત્રમાં પરોવાશે. આમ તમે શુભમાં ગયા એટલે રતિ/અરતિ, રાગ-દ્વેષ, અહમ્ આદિથી છુટકારો મળ્યો. હવે શુભભાવને ઘંટો, તેમાં એકાગ્ર બનો. ધ્યાનમાં જતા રહેશો, ત્યારે શુદ્ધ સમત્વનો અનુભવ થશે.”
પ્રશમનું સુખ અને પરમ સમાધિની અદ્દભુતતા અજબની
દીઠો સુવિધિ નિણંદ, સમાધિરસે ભર્યો હો લાલ, ભાસ્યું આત્મસ્વરૂપ, અનાદિનો વીસર્યો હો લાલ; સકલ વિભાવ ઉપાધિ, થકી મન ઓસર્યો હો લાલ, સત્તા સાધનમાર્ગ ભણી એ સંચર્યો હો લાલ !”
શ્રી દેવચંદ્રજી પ્રશમનું સુખઃ પરમ સમાધિથી પ્રભુ ભરપૂર છે. તેવા સુવિધિ જિનેશ્વરનું ગુણસ્વરૂપ જોતાં, તેમાં રસમય થતાં પોતાના સ્વરૂપનું ભક્તને ભાસન, અનુભવ થાય છે કે જે સ્વરૂપનું, જીવને અનાદિથી વિસ્મરણ હતું, તે હે પ્રભુ! જ્યારે આપનું પરમ સમાધિરૂપ દર્શન થતાં મને ભાન થયું ત્યારે એવું બન્યું કે રાગ, દ્વેષ, મોહજનિત જે વિભાવ હતા, તે દૂર થઈ ગયા અને મન સર્વ ઉપાધિરહિત થયું.”
પ્રભુ, તમારા દર્શનથી જીવને પણ સ્વરૂપનું ભાન થયું, તેથી સત્તામાં રહેલા આત્મસ્વરૂપ પ્રત્યે જીવની દૃષ્ટિ થઈ
૫૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #62
--------------------------------------------------------------------------
________________
कार्यं च किं ते परदोषदृष्ट्या, कार्यं च किं ते परचिन्तया च । वृथा कथं खिद्यसि बालबुद्धे ! कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ।। १२ ।।
દોષો પરાયા નિરખે તું શાને ? ચિંતા પરાઈ કરતો તું શાને? ભોળો ન થા, ખેદ વૃથા તજી દે, છોડી બધું શ્રેય સ્વનું કરી લે. ૧૨
તારે પરદોષ-દર્શનનું શું કામ છે, કે પરની ચિંતાનું તારે શું કામ છે ? તું શા માટે નાહકનો પરેશાન થાય છે ? તારું કામ તું કર, બીજું બધું છોડી દે.
મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને, મેં નેત્રને નિંદિત કર્યા પરવૃત્તિમાં લપટાઈને; મેં ચિત્તને દોષિત કર્યું ચિંતિ નઠારું પરતણું;
હે નાથ મારું શું થશે ચેતન થઈ ચૂક્યો ઘણું.” પ્રતિક્રમણાદિના અનુષ્ઠાન પણ આવા દોષોને ઉલ્લંઘી જવાનું સૂત્રથી સંકેત કરે છે કે આવા વિકલ્પોમાં પાપ છે સવ સવિ દેવસિય (રાઇય) દુઐિતિય દુભાતિય દુઐિક્રિય
મિચ્છામિ દુક્કડે. હૃદયપ્રદીપનાં અજવાળાં ૫૫
Page #63
--------------------------------------------------------------------------
________________
પરમાત્માના બોધનું રહસ્ય પણ આ છે કે રાત્રે કે દિવસે એક ક્ષણ માટે પણ હું કોઈનું બૂરું ચિંતવું નહિ. પરાયા દોષ જોઉં નહિ. મારાં વચન એવાં ન હોય કે કોઈને દુઃખ લાગે. મારી શરીરની કોઈ ચેષ્ટા એવી ન હોય કે કોઈને દુઃખ લાગે.
જેને આત્માના ગુણો વિશ્વાસ નથી તેનો જીવને પર દોષો જોવાની ફુરસદ મળે છે, જેમાં તે સ્વયં પાપનાં પોટલાં બાંધે છે, છતાં ગમે તેવા દોષોના ઢગલા વચ્ચે પણ મૂળમાં રહેલા ગુણો ક્યાંક તો પ્રગટ થતા રહે છે. કારણ કે તત્ત્વથી આત્મા ગુણયુક્ત છે.
લૂંટારાઓ નિર્દયપણે લૂંટ કરે, માનવોની હત્યા કરે પણ પોતાના રક્ષણ જેવા કાર્ય માટે કૂતરો રાખે, તેને પ્રેમથી પંપાળે, આ પ્રેમ ક્યાંથી પ્રગટે છે ? ભલે તેમાં તેનો સ્વાર્થ છે પણ ક્યાંક પ્રેમ પણ છે. કૂતરા પ્રત્યે કરુણા પણ છે. આમ ગુણ તો ગુણ જ હોય પરંતુ અજ્ઞાનતાને કારણે ગુણ સાથે દોષનું મિશ્રણ ગુણને વિકૃત કરે છે.
કોઈ વ્યક્તિ દાન કરે અને માયાચાર કરે તો દોષદર્શીને માયાચાર દેખાશે, દાનની ભાવના નહિ જણાય. માયાચાર દોષ તો છે જ પરંતુ તારે દોષદર્શી થઈને કંઈ મેળવવાનું નથી. પણ જીવમાં દોષદર્શનનું દૂષણ પડ્યું છે તેથી ગુણગ્રાહકતા ગૌણ બની જાય છે. પણ ભાઈ તારી પાસે જ તારા દોષનું પોટલું ક્યાં નાનું છે, જન્મોથી લઈને ફરે છે, હજી તેનો ભાર ઓછો થયો નથી ત્યાં બીજાના દોષનો ભાર તેમાં ક્યાં ભરવા જાય છે ?
અવશેન નિંદિઅત્રો, પસંસિ અવો નહુ ક્યાવિ અધ્ધા
સમન્ત્રાવો કાયનો,બોહલ્સ રહસ્ય ઇણમેવ. હું કોઈના દોષને જાણી નિંદા ન કરું અને મારા આત્માની પ્રશંસા ન કરું, દરેક જીવ પ્રત્યે સમભાવે રહું. હે પ્રભુ આપના બોધનું આ રહસ્ય મને પ્રાપ્ત થાઓ.
જગતમાં જીવ એક પરમાણુમાત્રની રચનામાં ફેરફાર કરી શકતો નથી. યોગાનુયોગ કંઈ બને ત્યારે તે કર્તુત્વનું અહં કરે છે, અને
પ૬ જ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #64
--------------------------------------------------------------------------
________________
જો પોતાને ઇચ્છિત ન બને ત્યારે ચિંતા કરે છે.
જે કાળે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનું પરિણમન જે પ્રમાણે થવાનું હોય તેમ થાય છે. તું તેમાં હસ્તક્ષેપ કરીને ફેરફાર કરી શકવાનો નથી છતાં શાને ચિંતા કરે છે ?
પરંતુ ધન, માન, પ્રતિષ્ઠાના મોહે જીવની તૃષ્ણા એવી ભયંકર છે કે વધુ પ્રાપ્ત કરવાની જંજાળમાં ચિંતા કરે છે. આવી ચિંતા દ્વારા તે અનેક ભયોથી ઘેરાઈ જાય છે.
આ જીવનમાં મારું, મારા પરિવારનું શું થશે? શરીરમાં રોગ જણાતાં ભય પામે છે. મૃત્યુનો ભય તો માથે તોળાય છે. ધન – માલની રક્ષાની ચિંતા ભૂતના જેવો વળગાડ છે. આમ અનેક પ્રકારની ચિંતાથી જીવતો સંસારમાં સુખ કેમ માનતો હશે!
હે ચેતન ! તારું લક્ષણ તો ચતુરનું છે. છતાં શા માટે પારકી ચિંતા કરી દુઃખી થાય છે. સ્વનું શું થશે? તેનો વિચાર કરે તો તને જણાશે કે જગતનું ભલું કરવાની ઇચ્છા છતાં તેમ થવું શક્ય નથી. તો પછી સ્વનું શ્રેય સાધી આ વિનશ્વર દેહાદિથી મુક્ત થઈ જા.
બુદ્ધિમાન લોકો તને તર્કથી દ્વિધામાં મૂકશે કે સ્વનું શ્રેય એ તો સ્વાર્થજનિત છે. સ્વનું હિત કરનારની દશાનું જીવોને જ્ઞાન નથી. સ્વશ્રેયવાળો પરને દુઃખ પહોંચાડી કે પરદોષદર્શન કરી શાને માટે પોતે કર્મથી ભારે થાય!
સ્વશ્રેય સાધક જો ગૃહસ્થ છે તો સ્વજન કુટુંબને ધર્મમાર્ગમાં પ્રેરશે, પરિવારને સંસ્કારનો વારસો આપશે. ધન હશે તો દાન કરશે. અને સંયમ તપ જેવાં અનુષ્ઠાનો વડે સ્વશ્રેય સાધતો રહેશે.
જો સાધુ હશે તો સમભાવમાં રહેશે. જંતુને પણ પોતાના આત્મા જેવો માનશે. કષ્ટ સહીને પણ પરનું રક્ષણ કરશે. સર્વ જીવો સાથે મૈત્રી જેવા ભાવોથી નિર્દોષ સંબંધ રાખશે. સ્વનું શ્રેય સાધનારની પવિત્રતા જગતના શ્રેયનું કારણ બને છે. આથી જ્ઞાનીજનો સ્વશ્રેય માટે સંસારનાં સુખો જતાં કરી દે છે. જેમાં સ્વ-પર શ્રેય સહજ બને છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં પ૭
Page #65
--------------------------------------------------------------------------
________________
જે જીવોમાં ઉત્તમ ગુણવાનોના ગુણોનો અનુરાગ છે તે જીવો આ લોકમાં જનપ્રિયતા તથા અનેક પ્રકારની રિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. પરલોકમાં દેવ દેવેન્દ્ર તણી લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. તેઓનું જીવન ધન્ય છે. જો ગુણાનુરાગ નથી તો તપ કે શાસ્ત્રજ્ઞાન પણ શ્રેયસાધક નથી.
અન્યના ગુણોનો ઉત્કર્ષ સાંભળીને જો જીવ તેમાં પણ દોષ જુએ છે, પોતે ગુણહીન છતાં મત્સર ધરે છે તો અવશ્ય દુર્ગતિ પામે છે.
ઈર્ષારૂપી અગ્નિમાં શેકાતો તું જો અન્યના ગુણોને જોવાને બદલે દોષોને જુએ છે તો દીર્ઘકાળ સુધી દુઃખની વૃદ્ધિ કરતો રહીશ. પરંતુ જો દોષ જોવાને બદલે ગુણો જોતો રહીશ તો સ્વયં તું ગુણવાન થઈશ.
હે જીવ! જો તારે પરમપદની પ્રાપ્તિ કરવી હોય તો પરદોષ વર્જન કરજે. દોષનું દર્શન કરવું છે તો સ્વદોષનું કરવું.
કહેવાય છે કે આ વૈજ્ઞાનિક યુગ નૂતન શોધનો છે. પણ જે શોધમાં નિરંતર પરિવર્તન આવતું હોય તો તે શોધ નિરર્થક છે. શોધ સદા આનંદમય દિવ્ય જીવન પ્રાપ્ત કરવાની કે અંતરક્રિયામાં કરવાની છે જેમાં જીવ ચિરકાળ સુખની પ્રાપ્તિ કરે.
પરદોષદર્શન ત્યજવાની એક ચાવી. તમને સમાચાર મળ્યા સંબંધીને કેન્સર થયું છે. અરે ! એમને કેન્સર થયું છે? મટી તો જો ને! આ પ્રતિભાવ અનુકંપા મિશ્રિત હોય છે.
આ જ પ્રતિભાવને કોઈના દોષને જોતાં કેમ ન આવી શકે ! અરે આવો દોષ કેમ લાગી ગયો! આવો ભયંકર રોગ એમને ! મટી તો જશે ને?
કોઈના દોષ જોતાં સાધકને તિરસ્કારનો લય? એ તો અસંભવિત ઘટના ગણાય. સ્વની વૈભવી દુનિયા છોડી પરમાં જવાનું સાધકને કેમ પાલવે ?”
૫૮ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #66
--------------------------------------------------------------------------
________________
यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथास्ति नान्त: । मनोऽभितापो मरणं हि यावत्, मूर्खोऽपि कुर्यात खलु तन्न कर्म ।। १३ ।।
જે કાર્યમાંહિ સુખ અલ્પ થાતું,
ને ભાવિકાળે બહુ દુઃખ થાતું;
સંતાપ ને સંભવ મૃત્યુનો જ્યાં, મૂર્ખા ય એ કાર્ય કદી કરે ના, ૧૩
જે કાર્ય કરવામાં સુખનો અંશમાત્ર છે, અને દુઃખોની પરંપરાનો અંત નથી, મનની પીડા અને મરણ પણ છે, તેવું કાર્ય મૂર્ખ પણ ન કરે.
જ્ઞાની કે અજ્ઞાની જન સુખદુઃખ રહિત ન કોય. શાની વેઠે ધૈર્યથી અશાની વેઠે રોય.
જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેનાં બે કહ્યાં રાગ દ્વેષ અણહેતુ
શ્રીમદ્ રાજચંદ્ર આત્મા શુદ્ધ ત્રિકાળી ધ્રુવ, અખંડ સુખ અને આનંદથી ભરપૂર જ્યાં દુ:ખનો અંશ નથી પરંતુ બાહ્યમાં, દેહાદિમાં સુખની કલ્પનાવાળાને તે છોડવાનું કદાચ અંશે દુઃખ લાગે તો પણ પરિણામે
હૃદયપ્રદીપનાં અજવાળાં * ૫૯
Page #67
--------------------------------------------------------------------------
________________
સુખ જ છે. સ્થૂળ બુદ્ધિમાં પ્રારંભનું દુઃખ જ એવું મોટું લાગે છે કે અનંત સુખસ્વરૂપ આત્મા સાથે તેને મિત્રતા થતી નથી, શ્રદ્ધા જામતી નથી.
જ્યાં ઘણાં દુ:ખે પુણ્યના યોગે કંઈક સુખ મળે છે ત્યાં એ સાકરની ચાસણી ૫૨ માખ બેસે અને સ્વાદ સાથે જીવન ગુમાવી દે તેવી મૂર્ખાઈ માનવ કરે છે.
એક વા૨ તું જીવ પ્રત્યે-જીવન પ્રત્યે જાગૃત થા અને સત્પુરુષોના જીવનને વિચારી જા કે ચક્રવર્તી જેવા પણ જેઓ છ ખંડની પૃથ્વીના અધિપતિ છતાં તેમાં ક્ષણિકતા ભાસી અને પરિણામે લમણે લખાતાં નરકનાં દુઃખ નિહાળી સર્વ ત્યજીને ચાલી નીકળ્યા.
પંચમકાળના માનવીનાં પુણ્ય પણ ફોતરા જેવાં, વળી તે પુણ્ય ભોગવવા માટે સામગ્રીની મૂર્છા, રક્ષણની ચિંતા તેમાં થતા આર્તધ્યાન પુણ્યને પાપમાં ફેરવે છે. જે ભવિષ્યમાં દુઃખરૂપે ભોગવવાં પડે છે. તેમાં માથે લટકતી કાચા તાંતણે બાંધેલી તલવાર જેવું મૃત્યુ, તે કઈ ક્ષણે ક્યાંથી લીશે તેની પણ ખબર નથી. ઇન્દ્ર ચંદ્ર જેવા દેવ વિમાનમાં વસનારા ઇંદ્રિદિ, જિનેન્દ્ર જેઓ શરીરધારી છે તેમને પણ કાળને આધીન થવું પડે છે. સામાન્ય માનવી તો મૃત્યુના નામથી જ ડરનારો છે.
મૃત્યુનું રહસ્ય જ્ઞાનીઓએ સ્વપરિણામ અને ગતિ આદિથી બતાવ્યું છે. છતાં એ રહસ્ય ગૂઢ જ રહ્યું છે. અન્યના મૃત્યુ વડે * આપણે આપણા મૃત્યુનું અનુમાન જરૂર કરી શકીએ. પરંતુ એ બોધ પણ જગતમાં ભાગ્યે જ કોઈને થાય છે.
પૂરી જિંદગી ખર્ચીને માનવ ધન, દોલત, પિ૨વા૨, માન, કીર્તિ મેળવે છે. પરંતુ મૃત્યુ સમયે તો તે કંગાળ હાલતમાં મુકાઈ જાય છે. તે સમયે શ્રવણ કરેલી વાતો આત્મા અમર છે, દેહ મરે છે તે સૌનું વિસ્મરણ થાય છે.
૬૦ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #68
--------------------------------------------------------------------------
________________
એવા મૃત્યુને જાણવા, સમજવા, સ્વસ્થચિત્તે સમાધાન મેળવી સમાધિમરણ પામવું એ માનવનું કર્તવ્ય છે. જન્મ થયા પછી મૃત્યુ નિવારી શકાવાનું નથી પરંતુ મહાત્માઓ એ સમાધિમ૨ણ વડે જન્મને નિવારી શક્યા. નિર્વાણ પામ્યા પુનઃ જન્મ્યા નહિ.
શત્રુંજ્ય તો સરળ છે, મૃત્યુંય કઠિન છે છતાં તત્ત્વજ્ઞાન વડે કે ધર્મમાર્ગે તે સરળ છે. જન્મ પછી મરણ અવશ્ય હોય પણ મરણ પછી જન્મ ન થાય તે પરમાત્માના સ્વરૂપથી સ્પષ્ટ થાય છે.
જન્મ ધારણ કરનારના માથે તે જન્મ્યો ત્યારથી મૃત્યુ તેનો પડછાયો બની સાથે જ રહે છે, તેથી તે કાળ ગર્ભમાંથી કે ગમે ત્યાં ગમે તે પળે પોતાનો પંજો ઉઠાવે છે.
મૃત્યુ નક્કર હકીકત હોવા છતાં માનવ તેની સામે આંખ મીંચામણાં કરતો રહે છે, ત્યારે પણ મૃત્યુ તો કાળ સાથે આગળ જ વધે છે. જન્મ વખતે જીવ ગાઢ મૂર્છામાં હોય છે. તેથી જન્મની પીડા આપણને યાદ જ નથી. તે પ્રમાણે મહદ્અંશે મૃત્યુની પીડા નવા જન્મ વખતે યાદ નથી હોતી.
જીવન શરૂ થાય ત્યારે બાળપણ રમવામાં, યુવાની મદમાં, વૃદ્ધાવસ્થામાં આવે રોગ થાય ત્યારે વળી મૃત્યુનો ભય સતાવે, પરંતુ સાનુકૂળ સંયોગોમાં એ બધું વિસ્મરણ થાય છે. આ એક મોહનિદ્રા છે, મૃત્યુનો બોધ જો આપણને ધર્મપ્રેરિત નહિ કરે તો બીજું કોઈ સાધન મૃત્યુથી બચાવી શકે તેમ નથી.
વળી ક્યાંય સ્વાધ્યાય સત્સંગમાં સાંભળ્યું હોય કે આત્મા શાશ્વત છે અમર છે પરંતુ દૃઢ શ્રદ્ધા કે પ્રતીતિ વગર અંત સમયે એ વાત ટકતી નથી. છતાં જેને બોધ થયો છે કે સંયોગ છે ત્યાં વિયોગ છે, તે સમતાપૂર્વક વેદના અને મરણને સ્વીકારી લે છે. તેને દેહ પ્રત્યેની મમતા નથી તેથી તેને સંતાપ કે ભય પેદા થતો. નથી.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૬૧
Page #69
--------------------------------------------------------------------------
________________
કોઈ વાર જીવની શુભાશુભ ગતિને કારણે અંત સમયની લેશ્યા બદલાય છે. એટલે ગતિ પ્રમાણે મતિ થાય છે, અથવા છેલ્લે જે લેશ્યા-મતિ હોય તે પ્રમાણે આગામી જન્મનો બંધ પડે છે. વળી કોઈ વા૨ ધર્મી જણાતા માનવને અંત સમયે ધર્મતત્ત્વ પ્રત્યે અભાવ થાય છે ત્યારે ક્યાં તો અશુભ ગતિના બંધના કારણે લેશ્યા-મતિ બદલાઈ જાય છે. ધર્મમાર્ગે ન હોય પણ કોઈ શુભપળે ગતિનો બંધ થતાં અંત સમયે લેશ્યા-મતિ શુભ હોય છે.
મૃત્યુની, આયુષ્યકર્મની આવી વિચિત્રતા જાણી કર્યો. જીવ જગતના મૃગજળ જેવા સુખનો ભરોસો કરી ભાવિ દુઃખને નોતરું આપે ! બાર વર્ષનો નચિકેતા પૂર્વની તત્ત્વરૂપ સંસ્કારની ચેષ્ટાયુક્ત હતો. પિતાએ યમદેવને દક્ષિણામાં આપ્યો ત્યારે નિશ્ચિતભાવે યમદેવ સાથે ગયો. યમદેવે ચક્રવર્તી અને ઇન્દ્ર જેવા વરદાનમાં આપેલા પદ તેને ડરામણાં લાગ્યા. તેણે કહ્યું જ્યાં મૃત્યુ હોય તેવાં ઇન્દ્રાદિ પદ મને નથી જોઈતાં, એ વાતને દૃઢપણે વળગી રહ્યો. અંતે અમરત્વની વિદ્યા પ્રાપ્ત કરી.
જે જીવોમાં આત્માના અમરત્વની પ્રતીતિ નથી તે જીવો ભય અને સંતાપ વડે દુઃખ પામે છે. તેમનાં જીવનમાં અંધકાર વ્યાપી જાય છે. રાત્રિ પછી દિવસ-અજવાળું થવાનું, આપણે તાજા સાજા ઊઠવાના છીએ એની ખાતરી હોવાથી આપણને અંધકારનો ભય નથી લાગતો તેમ આ જીવનની સમાપ્તિ પછી ઉચ્ચજીવન મળવાનું છે એવી ખાતરી થાય તો ભય સંતાપ ટળી જાય.
વળી મૃત્યુ જીવને સમયનાં એંધાણ આપતું નથી, તે ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે. જ્ઞાનીજનો તેને માટે સદાય તત્પર છે. તેઓ જાણે છે દેહનો ધર્મ નશ્વર છે, તે પડવાનો છે. આત્મા ત્યારે પણ પોતાના વિનશ્વરપણાથી જેવો છે તેવો જ રહેવાનો છે. મૃત્યુના ભય અને સંતાપથી મુક્ત થવા જીવ પાસે ધર્મ જેવું
૬૨ * હ્રદયપ્રદીપનાં અજવાળાં
Page #70
--------------------------------------------------------------------------
________________
સાધન, પરમાત્મા જેવાં ઉચ્ચ તત્ત્વોની શ્રદ્ધા, અને સદ્ગુરુનો બોધ, એ વડે આત્મા મૃત્યુના રહસ્યને જાણે છે, અને મૃત્યુથી થાય છે.
“આ મૃત્યુલોકમાં એકાદ વાર સ્વજનને ત્યાં જન્મના સમાચાર મળી શકે તો બીજી બાજુ મૃત્યુના સમાચાર મળવાની સંભાવના છે. ત્યાં તું નિત્ય રહેવાનાં વ્યર્થ સ્વપ્ન શા માટે સેવે છે. માટે જન્મોત્સવ કરી પુનઃ જન્મના સંસ્કારનું બીજ શા માટે વાવે છે. મહાત્માઓ પુનઃ જન્મ ન મળે તેવા દૃઢ સંકલ્પ બળે જીવનનો પ્રવાહ બદલે છે.’’
જ્ઞાનીજનોએ સંસારના સુખને કેમ વખોડી નાંખ્યું ! તેમનાં પુણ્ય તો એવાં હતાં કે સ્વર્ગ તેમની પાસે હાજર થાય. ભગવાન મહાવીરના સમવસરણને યાદ કરો. દેવલોકના દેવો ત્યાં દૈવી વાતાવરણ ઊભું કરતા. તેઓ જ કહેતા સંસારમાં સુખ નથી. ઘોર દુઃખ છે અને નરક નિગોદનાં દુઃખોને દર્શાવ્યા કે જીવો આ દુ:ખોથી બચો.
અરે પાદરી ખ્રિસ્તીપણે પ્રભુને અરજ કરે છે કે મારી તો નબળાઈ છે સંસારને છોડવાની. પરંતુ પ્રભુ તમે તો જીવોને સંસારથી મુક્ત કરવાની ભાવનાવાળા છો તો મારી ઇચ્છા નહિ તો તમારી ઇચ્છા તો પાર પાડી. અર્થાત્ જીવ ગમે તે પ્રકારે સંસારના દુઃખથી છૂટવા ઇચ્છે છે.
આથી બુદ્ધે પણ પોકાર્યું છે હે જીવો તમે જેને સુખ માનો છો તે તો ક્ષણિક ક્ષણિક ક્ષણિક જ છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૬૩
Page #71
--------------------------------------------------------------------------
________________
यदर्जितं वै वयसाऽखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । क्षणेन सर्वं प्रदहत्यहो ! तत्, कामो बली प्राप्य छलं यतीनाम् ।। १४ ।।
મહા પ્રયત્ન ગુણ મેળવેલા, જ્ઞાનાદિથી જીવન કેળવેલા, જો ચિત્તમાં કામ કદી ભળે છે,
તો સદ્દગુણો સૌ ક્ષણમાં બળે છે. ૧૪ સાધકે સંપૂર્ણ જિંદગીને ધ્યાન, તપ, જ્ઞાન અને સત્યમાં ઓતપ્રોત કરી હોય, તોપણ બળવાન કામ સાધકોની સાધનાને ક્ષણમાત્રમાં નષ્ટ કરી દે છે.
અધ્યાત્મસારમાં કહ્યું છે કે સાધકે પૂર્ણતા પામતાં સુધી મોહને કામને સદાય માટે તિલાંજલિ આપવાની છે. જેણે મોહને વશ કર્યો છે તે જ સન્માર્ગના અધિકારી છે. '
આનંદઘનજીએ એ જ પ્રકાડ્યું છે કે: મુક્તિ તણા અભિલાષી તપિયા જ્ઞાન ને ધ્યાને અભ્યાસે, વયરીડું કંઈ એહવું ચિંતે નાંખે અવળે પાસે. હો કુંથુજિન.
અનાદિકાળનો તુચ્છ વાસના અને ઇચ્છાઓથી ઘેરાયેલો જીવ કોઈ પ્રબળ આરાધન વડે ગુણપ્રાપ્તિ કરે, જ્ઞાનાદિ ગુણોની ક્ષયોપશમ
૬૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #72
--------------------------------------------------------------------------
________________
શક્તિ પણ કેળવે તો સંભવ છે તે ગુણવાન કહેવાય કે શાસ્ત્રજ્ઞ કહેવાય. ચિત્તમાં ઊંડે ઊંડે પણ જો કોઈ કામના રહી હશે તો નાના સરખા નિમિત્તથી તે વેગવતી થઈને દીર્ઘકાળના તપ ત્યાગનાં વહાણોને ડુબાવી દે છે.
વિશ્વભૂતિ માસક્ષમણના તપસ્વી, ભત્રીજાભાઈઓના શબ્દબાણથી વીંધાઈ ગયા. સાધુનો સમભાવ છૂટી ગયો, મહા આક્રોશ વડે નિયાણું કર્યું. તપની હૂંડી ચૂકવી દીધી.
પરાક્રમોમાં સમર્થ રાવણ સીતાના રૂપનો મોહ પામી સર્વસ્વ હારી બેઠા.
આત્મા સ્વસ્વરૂપે અનંતનિધાન - ગુણયુક્ત છે. છતાં જડપ્રકૃતિના પ્રભાવે જીવનને દોષોથી ભરી દે છે. આપણા સૌનો અનુભવ છે કે એક ક્રોધ કે લોભ જેવી પ્રકૃતિને દૂર કરતાં કેવા પ્રયત્નો કરવા પડે છે. તેમાં વળી કામ – સ્પર્શના સુખ માટે તો કંઈ જીવો વિચલિત થાય છે. મંદિષેણ મુનિએ સંયમ લીધો, વિકારભાવ ઊઠ્યો તેનાથી છૂટવા પર્વત પરથી ઝંપાપાત કરવા ગયા, દેવે બચાવી લીધા. છેવટે ગણિકાથી મોહ પામ્યા.
સંસારી જીવ ક્યારે પણ દેહ વગર રહ્યો નથી એકેન્દ્રિયમાં હતો ત્યારે દીર્ઘકાળ કાયબળથી સુખ મેળવવાની સંજ્ઞાવાળો જીવ કાયાથી મળતાં સ્પર્શનાં સુખ ત્યજવાનું ભાન પણ ધરાવતો નથી. જેમ જેમ ઇન્દ્રિયોની વૃદ્ધિ થાય છે તેમ તેમ કામના વધતી જાય છે. અરે દીર્ઘકાળની સાધના પછી પણ કામનાઓ દગો દે છે.
બુદ્ધ ભગવાન પાસે સાધના કરીને દસ વર્ષે શિષ્ય લોક કલ્યાણની આજ્ઞાર્થે હાથ જોડીને ઊભો રહ્યો. ભગવાને તેના પર જરા નજર કરી પાછી ફેરવી. શિષ્ય પણ સાધકની ભૂમિકાને જાણતો હતો, તે સમજી ગયો હજી સાધના પૂર્ણ નથી થઈ. પુનઃ દસ વર્ષ માટે સાધનામાં બેસી ગયો.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૪૬૫
Page #73
--------------------------------------------------------------------------
________________
દસ વર્ષ પૂર્ણ થયે શિષ્ય ભગવાન પાસે હાજર થયો. ભગવાને શિષ્ય સાથે નજર મેળવી, બેસવાનો સંકેત સમજ્યો.
થોડી વાર પછી ભગવાન તે શિષ્યને લઈને આમ્રપાલીને ત્યાં પધાર્યા. આમ્રપાલીનું સૌંદર્ય જોઈ એક પળવાર તે પ્રભાવિત થઈ ગયો. ભગવાનની હાજરી હોવાથી તરત જ મન શાંત થયું.
ભગવાન સાથે તે પાછો આશ્રમમાં આવ્યો. તે ઘણી સાધના કરીને આવ્યો હતો પરંતુ અન્ય શિષ્યોએ તેની કંઈ ગણના ના કરી આથી તે થોડો આકુળ થયો.
બીજે દિવસે સવારે ભગવાન પાસે લોકકલ્યાણની આજ્ઞા લેવા ઉપસ્થિત થયો.
ભગવાને તેની સામે નજર કરી પૂછ્યું: બેટા, રાગદ્વેષના ભાવ ઊઠતા નથી ને?
તે સાધક તો હતો જ, તરત જ સમજી ગયો કે ગઈ કાલે બનેલી ઘટનાઓથી પોતે પ્રભાવિત થયો હતો. વીસ વર્ષ બાદ પુનઃ સાધનામાં બેસી ગયો.”
શાસ્ત્રાભ્યાસ કરીને જ્ઞાનબળ મેળવ્યું હોય. ધ્યાન કરીને લબ્ધિઓ મેળવી હોય. તપ કરીને દેવને વશ કર્યા હોય. મૈત્રીભાવ વડે હિંસક પ્રાણી સાથે મૈત્રી કેળવી હોય તે ગુણો પ્રાપ્ત કરવા વનજંગલમાં હાડ ગાળી નાખ્યાં હોય. વૈરાગ્ય વડે પાર્થિવ સુખોથી ઉભુખ થયો હોય. પણ જો ચિત્તમાં કામનો એક કણ પણ રહ્યો તો આ જ્ઞાનાદિ ગુણોને ક્ષણમાત્રમાં બાળી મૂકે છે.
જેમ વૃક્ષની બખોલમાં ઝેરી સર્પ વાસ કરે છે તેમ ચિત્તની અંદર કામરૂપી વર વાસ કરે છે. તે જીવને વિહળ બનાવી કમથી ઉત્તેજિત કરે છે, ત્યારે મોહની મદદ વડે કામ ચિત્તને મનાવી લે છે કે હમણાં આ સુખ ભોગવી લેજે પછી ત્યાગ કરી દેજે.
વિકસતા વિજ્ઞાનનો રકાસ એ છે કે ઇન્દ્રિયના વિષયોને ઉત્તેજિત સાધનો પેદા કરે છે, તેના વેચાણ માટે કામોત્તેજક પોસ્ટર પ્રસિદ્ધ
૬૬ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #74
--------------------------------------------------------------------------
________________
કરે છે. સ્ત્રીઓના વિકાસના બહાને જાહેરમાં શીલનું લિલામ થઈ રહ્યું છે. વડીલો અને આજની સુધારક કન્યાઓ પતંગિયું જેમ દવામાં ઝંપલાવી મરણને શરણ થાય છે તેમ આ કન્યાઓ વિલાસની, ધનની તૃષ્ણાની આગમાં ઝંપલાવી શીલનું મૃત્યુ જ નિપજાવે છે.
આમ યુવાપેઢી રૂપના કામમાં/તાનમાં ભાન ભૂલી છે. જૂની પેઢી રૂપિયાની તૃષ્ણામાં ભાન ભૂલી છે. આ જ યુવાનો અને વડીલો ધર્મસ્થાનમાં જાય ત્યાં શું લઈ જાય? ત્યાં પણ વેશસ્પર્ધા અને કેશસ્પર્ધાઓ હોય તેવું વાતાવરણ બને છે. ત્યાં ઉપદેશની શી અસર ઊપજે? મુનિમહારાજા પાસે વંદન કરવા જતાં વિવેક પણ ન સચવાય અને પરિણામે સાધુજનો પણ ક્યાંક વિવશ બની જાય, તેવાં પરિણામ નીપજે છે.
પૂર્વના પ્રબળ ગુણોના સંસ્કારયુક્ત કોઈ પુણ્યશાળી જીવ જન્મથી ગુણસંપન હોય છે. મહદ્અંશે જીવન ગુણવાનના સંપર્ક વડે ગુણો ઉપાર્જન કરવા પડે છે, સદ્ગુરુના યોગે વિનય વડે ગુણસંપન્નતા સાંપડે છે. જ્ઞાનસંપન્નતા પણ વધે છે. છતાં પણ જો ચિત્તના કોઈ ખૂણામાં કામનું ઝેર રહી ગયું તો તેનો સંસ્કાર બધી બાજી ધૂળમાં મેળવી દે છે.
કટાસણા પર બેસવાનું પ્રયોજન આત્મામાં ઠરવાનું છે તેને બદલે કટાસણા પર બેસીને જો કાર્યાલયની ખુરશી પર બેસે, ટીવીની સામે સોફા પર બેસે, નાટકના ખેલ જોવા થીએટરમાં બેસે તો ભાઈ આવી વિકૃત ઇચ્છા વાસના થી ભરેલું ચિત્ત તને કેટલાં બંધન આપશે ? અને કંઈક ગુણો પ્રાપ્ત થયા હશે તે પણ ગાયબ થઈ જશે.
તારે જો એ ગુણો જાળવવા હોય તો પુણિયા શ્રાવકની અંતરંગદશા તારા મનોમય જગતમાં ગોઠવી દે. જગતનાં તમામ પ્રલોભનોથી મુક્ત થઈ સઘળા સગપણથી મુક્ત બની, પુણ્યપાપ, સુખદુઃખના કંથી રહિત કેવળ નિર્મળ પરિણતિ યુક્ત એ અડતાળીસ મિનિટમાં સિદ્ધશિલાના ક્ષેત્રનું સુખ માણતા એ મહાશ્રાવકનું સ્મરણ
હૃદયપ્રદીપનાં અજવાળાં ૬૭
Page #75
--------------------------------------------------------------------------
________________
કરી લે, તારા સંકલ્પનું બળ વૃદ્ધિ પામશે.
“પાણી આગળ વધવા પોતાનો રસ્તો પોતે બનાવી શકતું નથી. ઢાળ આપવો પડે છે. પરંતુ આગ પોતે જ પોતાનો રસ્તો બનાવી આગળ વધતી રહે છે. એને અટકાવવાનો કોઈ પ્રયત્ન કરે છે તો એનેય તે પોતાના સકંજામાં લઈને સળગાવી દે છે. આ રીતે ઇચ્છા એ મનમાં સ્થાન લઈ બરાબર જમાવી દીધું છે. તે ઇચ્છાને આપણે આદર આપીને તીવ્રતાની ભૂમિકાએ જવા દીધી તો તે આગની જેમ પ્રતિનિધિત્વ ધરાવીને આગળ વધતી જ રહીને સાધનાના આખાય જીવન પર પોતાનો કૂર પંજો ફેલાવીને રહેશે. અને પૂર્વે જે કંઈ પ્રાપ્ત કર્યું તેને સળગાવી સાફ કરી દેશે. આત્મા મૂછિત છે તો મોહ બળવાન છે. આત્મા જાગૃત છે તો મોહ નપુંસક છે.”
“એક શ્રીમંતે એક નોકર રાખ્યો, તેને અમુક કામ સોંપ્યું. તે નોકર નિષ્ઠાપૂર્વક કામ કરતો. છ માસે તે શ્રીમંત કામ જોવા નીકળ્યા. તેમણે આ નોકરને ખૂબ કાળજીપૂર્વક કામ કરતો જોયો, તેના મુખ પર નિખાલસતા જોઈ. તેને કેબિનમાં બોલાવ્યો.
શેઠે પૂછ્યું: તું ખાઈશ ? નોકર : તમે ખવરાવશો તે. શેઠ તું પહેરીશ ? નોકર તમે જે કપડાં આપશો તે ! શેઠ : તું શું કામ કરીશ ? નોકર : તમે જે કહેશો તે ! છેવટે શેઠ તું શું પગાર લઈશ ? નોકર : તમે જે આપશો તે!
નોકર: હૃદયનો કેવો ચોખ્ખો. અથવા હુંપણાથી ખાલી. શેઠે તેને ઘણું ધન આપ્યું.
આપણે ભગવાન પાસે આવું કરવાનું છે. જીવનમાં પ્રભુકૃપાએ જે મળ્યું છે તે તેને અર્પણ કરવું. તેની આજ્ઞાને આધીન રહેવું, પછી આત્મધન મળવાનું છે.”
૬૮ હૃદયપ્રદીપનાં અજવાળા
Page #76
--------------------------------------------------------------------------
________________
बलादसौ मोहरिपुर्जनानां, ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं हि जगद्विनष्टं, તત્ત્વાવવોથાપિયાતિ મોદઃ | ૨૫ II
આ મોહ શત્રુ જનને સતાવે, વિવેક ને ભાન બધું ભુલાવે, છે દુઃખનું કારણ આ જ મોહ
તત્ત્વાવબોધ બનશો અમોહ. ૧૫ મોહ લોકોના જ્ઞાન અને વિવેકને બળપૂર્વક નષ્ટ કરે છે. મોહથી. પરાજિત થયેલું જગત વિનષ્ટ થયેલું છે. પણ તત્ત્વજ્ઞાન દ્વારા એ મોહ નષ્ટ થાય છે.
મોહ શત્રુ શા માટે મનાયો? મોહવશ સૌ પ્રથમ આત્મા સ્વનું હિત ભૂલી જાય છે. મોહવશ પડેલો જીવ ઇન્દ્રિય-સુખમાં જ સુખ માને છે. વિષયોના સુખની સામગ્રી મળે ભોગપરાયણ થાય છે, તેના અભાવમાં તે સામગ્રી મેળવવા ઝઝૂમે છે. માયા, પ્રપંચ અને કુકર્મ કરે છે, તેમાં પાપ બાંધી અનંત દુઃખ પામે છે તેનું ભાન જીવને મોહ થવા દેતો નથી.
માનવને આ મોહરાજા કેટલાં મૃગજળ દેખાડે છે? જભ્યો કે માતાના ખોળાનો મોહ, ચાર-છ માસનો થયો કે રમકડાંનો મોહ,
હૃદયપ્રદીપનાં અજવાળાં ૬૯
Page #77
--------------------------------------------------------------------------
________________
શીશુવયમાં આવ્યો કે અન્ય રમકડાંનો મોહ, યુવાન થયો સ્ત્રીઆદિનો મોહ, પછી પરિવાર ધન માલમિલકતનો મોહ. વૃદ્ધ થયો ત્રીજી પેઢીનો મોહ, છેવટે દેહનો મોહ તો હાજર જ છે. આમ ચારે બાજુથી મોહરાજાની ભીંસમાં જીવને સ્વાત્માના હિતનો અવકાશ જ ક્યાં છે ?
જ્ઞાનીજનો કહે છે કે ભવ્યાત્મા એક તું પરને માટે મરી પરવારી જા. મોહ દ્વારા પરને મારાં કરવામાં તેં શું મેળવ્યું? તું મોહાદિ કરી જ ન શકે એવો શુદ્ધ ચૈતન્યઘન, સ્વયં સિદ્ધાત્મા. મોહે તને વિવેકભાન ભુલાવ્યાં છે.
મોહના પ્રભાવે દેહ જ હું તેના વડે સુખ આવાં પરિણામ તો સદાકાળ માટે સુલભ હતાં, અને વર્તમાને છે. પરંતુ કરોડો જન્મ મોહની પકડમાંથી છૂટી આ વિચારધારાને બદલાવી એ જીવને કઠણ લાગ્યું છે. દેહાદિથી હું જુદો તેવો વિવેક કે ભાન જ ન થયું અને પરિભ્રમણ ચાલુ રહ્યું.
ગતના પદાર્થોમાં શ્રેષ્ઠ પદાર્થ સોનું મનાય છે, તેની શુદ્ધતાની કસોટી આગમાં થાય છે. તેમ સાત લાખ યોનિના જીવોમાં માનવદેહ શ્રેષ્ઠ ગણાય છે, તેની કસોટી વિવેકથી થાય છે.
અંધકાર અને પ્રકાશનું સાથે હોવું શક્ય નથી તેમ જીવના વિવેક અને ભાન જાગે તો મોહનું રહેવું શક્ય નથી.
જીવ જ્ઞાન વગરનો હતો નહિ, છે નહિ અને થવાનો નથી. આ જ્ઞાન પર મોહે સત્તા જમાવી છે તેથી જ્ઞાન અજ્ઞાન/વિપરીત પરિણમ્યું છે. તેથી આત્માને આત્માનું સુખ જણાતું નથી. દુઃખરૂપ એવા ભૌતિક પદાર્થોના સુખમાં મૂંઝાઈ જીવ ભાન ભૂલ્યો છે.
રેતી પીલીને તેલ કાઢવા જેવો પ્રયત્ન એ છે કે જીવ મોહ દ્વારા સુખ શોધે છે, પછી તે મોહને પ્રેમ જાણી કેટલાંય દુઃખો ભોગવે છે. - સ્ત્રી પુત્રજન્મનું દુઃખ કેમ ભોગવે છે? પુત્રપ્રાપ્તિના મોહથી. પુરુષ સંસાર માંડીને એટલું કષ્ટ શા માટે ભોગવે છે? કામ વિષયના
૭૦ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #78
--------------------------------------------------------------------------
________________
મોહથી. ધન માટે સુધાતૃષ્ણા, ગરમી ઠંડી કેમ સહન કરે છે? ધન પ્રાપ્તિના મોહથી. મોહની હાજરીમાં જીવ વિવેકશૂન્ય થતો હોવાથી તે દુઃખમાં પણ સુખ માને છે.
આવી સર્વ વિપત્તિમાં પણ તે હસતો કેમ રહી શકે છે? વિવેક વગર તે દિશામૂઢ બન્યો છે અને દુઃખને જ સુખ માને છે. મોહની ગૂંચ ઉકેલવાનો એક માત્ર ઉપાય છે “તત્ત્વનિશ્ચય'. તત્ત્વ એ વસ્તુનું સ્વરૂપ, નિશ્ચય એટલે મૂળસ્વરૂપમાં નિશ્ચયાત્મક શ્રદ્ધા.
તત્ત્વબોધ એટલે જીવ જાણે કે દરેક વસ્તુ સ્વતંત્રરૂપે પરિણમે છે. હું દેહના હાડ માંસ બનાવું કે ફેરવી શકું તેમ બનવાનું નથી. તે પદાર્થ તેના કાળે, તેની યોગ્યતા પ્રમાણે પરિવર્તન પામે છે, તેને જ્ઞાન અતન્મયપણે જાણે છે.
જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. તે પરને જાણે ત્યારે પોતાને જાણવાનું છૂટી જતું નથી. તેના જ્ઞાન ઉપયોગમાં પર અતન્મયપણે જણાય છે. સ્વને તન્મયપણે જાણે છે.
તત્ત્વબોધને કારણે જીવ સાંસારિક સુખ કે દુઃખને સ્વસ્વરૂપે સ્વીકારતો નથી એટલે મન ત્યાં ઠરતું નથી. વિષયો અને વિકારોને જોતાં વિચારે છે કે આ જીવ અનંત વાર જભ્યો અને મર્યો છતાં આ વિકારો કેમ મર્યા નથી ?
પૂર્વકર્મકૃત રાગાદિભાવ ઉત્પન્ન થતાં તત્ત્વબોધને કારણે જીવ સ્વ-આશ્રયે રુચિને ફેરવી નાખી અંતર્મુખ થાય છે.
જે સમયે દર્શનમોહરહિત નિર્મળ પર્યાય વડે જીવ સ્વરૂપમાં લીન થાય છે ત્યારે હિંસાદિ પાપો શમી જાય છે. ઇન્દ્રિયો-વિષયો શાંત થાય છે. આમ પાપનાં કારણો દુષ્કર થવાથી જીવ ક્રમશઃ મુક્ત થાય છે.
વાસ્તવમાં મોહ દૂર કરવા, અમોહપણે રહેવા, સમ્યગદર્શન જરૂરી છે. તેને માટે તત્ત્વનો યથાર્થ બોધ જરૂરી છે. તત્ત્વનો યથાર્થ
હૃદયપ્રદીપનાં અજવાળાં - ૭૧
Page #79
--------------------------------------------------------------------------
________________
બોધ જ મોહના સામ્રાજ્યને હરાવે છે.
આ સંસારમાં રહેવું અને આત્મિક સુખ માણવું તે સંભવ નથી. તત્ત્વબોધયુક્ત કોઈ વીરલા જીવ સ્વરૂપમાં ટકી શકે તે પણ ઘણી દુર્ઘટતાથી થવું શક્ય છે.
સર્પના ઝેરથી શરીરમાં પ્રસરેલા ઝેરને ગારુડીના મંત્ર કે કોઈ ઔષધથી દૂર કરી શકાય પણ આત્મપ્રદેશ પર છવાયેલા મોહને દૂર કરવો દુરારાધ્ય છે. છતાં જે જીવો તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજ્યા
છે તેઓ મોહને ત્યજી માની વિચારે છે કે અને છેવટે શું
તત્ત્વાવબોધથી પરિણત જ્ઞાની વિચારે છે કે અહો, આ જગતના. જીવો ક્યાં દોડે છે? કેમ દોડે છે? શા માટે દોડે છે? છેવટે શું મેળવે છે? ભૌતિકતાની ભીડ ચારે બાજુ મોહવશ પડેલી જોઈ જ્ઞાની ત્યાંથી પોતાના મનને ઉઠાવી જ્યાં સુખ છે ત્યાં વાળે છે.
કષ્ટ કરશે સંજમ ધરી, ગાળો નિજ દેહ
જ્ઞાનદશા વિણ જીવને નહિ દુઃખનો છે.” તપ તપો, વન જંગલ ભમો, દેહને ઓગાળી નાખો પણ જો જ્ઞાનદષ્ટિ, તત્ત્વદૃષ્ટિ અર્થાત્ વસ્તુના સ્વભાવનું જ્ઞાન નથી તો જન્મમરણનું દુઃખ ટળતું નથી.
મોહનો પ્રભાવ થોડોક ઓછો થાય છે ત્યારે સાધકને આત્મસ્મૃતિ ઊઠે છે પરનું વિસ્મરણ જેટલું ઘેરું બને આત્મસ્મરણ એટલું ગાઢ બને.
પરમાં છે શું? ભીતર ચાલવું તે જ છે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ભીતર ચાલવાનું. એકાગ્રતમાં ઉપયોગ પલટાય તે આત્મધ્યાન. આત્મધ્યાનના ઊંડાણમાં સમાધિની પ્રાપ્તિ.
મોહ સાધકની સાધનાને ખેરવી નાખવા હચમચાવી નાંખવા સમર્થ છે. પણ મોહ તત્ત્વબોધથી હટી જાય છે. આત્મરમણતા, આત્મધ્યાન, સમાધિ પછી મોહ ક્યાં રહી શકે? તેને ભાગ્યે જ છૂટકો.”
૭૨
હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #80
--------------------------------------------------------------------------
________________
મોહની પકડમાંથી આત્માને છોડાવવાનો કોઈ ઉપાય નથી? મોહમાં આત્માને દુશમનનાં દર્શન થાય તેવું અંજન ઉપલબ્ધ નથી ? હા, છે, મોહની સ્મશાનયાત્રા નીકળીને રહે તેવો એકમાત્ર ઉપાય છે. તત્ત્વનો અવબોધ થયા પછી ત્રમાં સુખ લાગશે ? સંપત્તિમાં સલામતી લાગશે? સત્તામાં શાંતિ લાગશે? અસંભવ !
ધર્મ કહે છે ગમે તેવું દુઃખ હોય તોપણ તે શુદ્ધીકરણની ક્રિયા છે. પ્રસન્નતાથી, સમતાથી જે સહન કરશે, તે શુદ્ધ બનશે, શુદ્ધતા સંપૂર્ણતાની જ દ્યોતક છે. દુઃખની જેમ સુખ પણ સહન કરો. અર્થાત્ ભોગવૃત્તિનો ત્યાગ કરી, સુખમાં પણ સમભાવે
રહેવું.
તે માટે આકાશનો ગુણ ગ્રહણ કરો. આકાશ ગરમીમાં તપતું નથી. ઠંડીમાં થીજતું નથી. વિષ્ટાથી મલિન થતું નથી. સુવાસથી સુવાસિત થતું નથી. નિર્ભેળ અલિપ્ત રહે છે. તેમ સાધક નિર્ભેળ, અલિપ્ત રહે છે. માન હો, અપમાન હો.
પૌદ્ગલિક પદાર્થોની અનુકૂળતાને સુખ માનવાથી તે સુખ એવો ભ્રમ પેદા કરે છે કે સંસાર સુંદર અને સુખરૂપ છે. આને કારણે જીવ સાચા સુખથી દૂર થતો જાય છે. આથી સાંસારિક દુઃખ સમયે સત્ત્વ ગુમાવી દે છે. અને દુઃખમય બની જાય છે. વાસ્તવમાં સંસારનું દુઃખમય પાસું જ સાચા સંસારનું દર્શન કરાવે છે. જો તે દર્શન સારું લાગે તો સંસારના સુખની ભ્રમણા તૂટી જાય અને જીવને સાચો બોધ મળે.
તમે જે ભૂમિકામાં હોવ તે ભૂમિકાએ દુખિયાને સહાય કરો. જ્યાં તમારી સહાય ન પહોંચે ત્યાં તમે વિશ્વના કલ્યાણની ભાવના અવશ્ય કરો. શિવમસ્તુ સર્વજગત.
હૃદયપ્રદીપનાં અજવાળાં - ૭૩
Page #81
--------------------------------------------------------------------------
________________
सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति:१ःखस्य नाशाय सुखस्य हेतोः । तथापि दुःखं न विनाशमेति સુવું ન સ્થાપિ મને સ્થિરત્વમ્ II IT
દુઃખો નિવારી સુખ પામવાનો, હંમેશનો ઉદ્યમ છે બધાનો, દુઃખો ન તોયે ટળતાં જરીયે,
સુખોય ના સ્થિર રહે કદીયે. ૧૬ બધે જ બધાની પ્રવૃત્તિ દુ:ખના નાશ માટે અને સુખ માટે હોય છે. તો પણ દુઃખ નષ્ટ થતું નથી અને સુખ કોઈનું સ્થિર રહેતું નથી.
જગતમાં એક જંતુ એક ક્ષણ પણ દુઃખને ઇચ્છતું નથી. એકેન્દ્રિય જેવાં વનસ્પતિ આદિ પણ અનુકૂળ ભેજ, માટી, હવા હોય ત્યાં પાંગરે છે, પ્રતિકૂળતામાં સુકાઈ જાય છે. માનવી તો વિચારવાન છે તે દુઃખ કેમ ઇચ્છે?
પણ દુઃખ કોને કહેવું?
અનુકૂળ સંયોગો, વિષયો, સાધનો, વ્યક્તિ આદિ મળવા પાત્રને સુખ કહીએ તો તે એક સરખાં રહેતાં નથી. તેમાં સુખનું સાતત્ય કેમ જળવાય ?
૭૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #82
--------------------------------------------------------------------------
________________
નિરંતર પલટાતા સંયોગોમાં જીવ સ્થાયી સુખ શોધે છે, અને પૂરી જિંદગી એમાં ગાળે છે છતાં સુખ તો દૂર જ રહે છે. તો પછી સુખ કોને કહેવું?
દુઃખની કે સુખની આ સમસ્યા સામાન્ય માનવી ઉકેલી શક્યો નથી !
સંજીવની જેવાં ઔષધો સેવનારા રોગથી, મૃત્યુથી કે દુખથી મુક્ત ન થયા. રત્નજડિત સિંહાસનોથી શોભતા પણ આયુકર્મ દૂર થયે સ્મશાનભૂમિને રાખથી શોભાવતા ગયા. અગ્નિ જેમ પાણીને શોષી લે છે તેમ ચાર દિવસના ચાંદરણા જેવું સુખ દુઃખથી શોષાઈ જાય છે.
તો શું દુઃખ ક્યારે પણ ટળી શકે તેવું નથી?
હાથમાં રહેલી તુચ્છ વસ્તુ છોડી દે તો તે કોઈ શ્રેષ્ઠ વસ્તુને પામે તેમ ભાઈ ભાવિમાં દુઃખરૂપે પરિણમતા તુચ્છ સુખને ત્યજી દે તો તને આત્મિક સુખ મળે.
સંસારી માને છે કે જેને ભોગનાં સાધન ન હોય તે દુઃખી, મારે તો તેવાં સાધનો છે, વળી સુખી છું તેમ માની તે વધુ મેળવવા ઉદ્યમ કરે છે. વળી તે માને છે કે જેનું શરીર હૃષ્ટપુષ્ટ નથી તે રોગી કે દુઃખી હોય. મારું શરીર હૃષ્ટપુષ્ટ છે મને શું દુઃખ છે ? જેને પુત્ર, પરિવાર, નોકર ન હોય તે દુઃખી, મારે તો એ બધું છે હવે મને દુઃખ શું?
વળી જ્યારે કોઈનું મૃત્યુ, કોઈના રોગ, કોઈના સ્વજનના વિયોગને સાંભળે છે ત્યારે તે પોતાને તેમાંથી બાકાત રાખે છે અને માને છે મને દુઃખ નથી પરંતુ એ જ દેહમાં રોગાદિ થતાં મૂંઝાય છે છતાં જાણતો નથી આ સુખ સ્થાયી હતાં નહિ, છે નહિ અને રહેવાનાં પણ નથી.
પુણ્ય અને પાપરૂપ શુભાશુભ ભાવ લઈને જન્મેલા જીવને
હૃદયપ્રદીપનાં અજવાળાં
૭૫
Page #83
--------------------------------------------------------------------------
________________
સુખદુઃખ એકસરખાં રહેતાં નથી. વળી પૂર્વે નિકાચિતપણે બાંધેલાં પાપજનિત દુઃખો આ જન્મમાં પ્રયત્ન છતાં ટળતાં નથી. વળી જીવ સુખના રાગથી સુખને સાચવવા જાય છે તો તે વળી પારાની જેમ છટકી જાય છે.
પૂર્વજન્મમાં સર્જન કરેલા પરિણામનો ઉદય થાય છે ત્યારે વણકપ્યાં સુખદુઃખ ઉદયમાં આવે ત્યારે સુખમાં લોલુપ ન થવું અને દુઃખમાં દીન ન થવું. તેને કર્મની લીલા જાણી વિવેકસહ રહેવું.
રામ જેવા મહામાનવો પણ વનમાં ભમ્યા. સીતા જેવી સતીએ વનનાં દુઃખો રામને સહારે સહી લીધાં, એક વરસ રામનો વિયોગ અને રાવણનો અનિષ્ટ સંયોગ સહેવો પડ્યો. છતાં સતીત્વ જાળવીને રહ્યાં.
પૂર્વજન્મના કોઈ કર્મે નળને દુર્બુદ્ધિ સુઝાડી. રાજપાટ છોડવાં પડ્યાં. તેમાં વળી નળે અર્ધી રાત્રે દમયંતીને અર્ધ વસ્ત્ર ત્યજી દીધી. પોતે કૂબડાને વેશે નાતજાત ગોપવીને રહ્યો. રાજારાણીનાં સુખ તો ક્યાંય પાછળ રહી ગયાં.
હરિશ્ચંદ્ર સત્યને સાચવવા રાજપાટ ત્યજી રાણી સાથે નીકળી ગયા. તારામતીએ શૂદ્રને ઘેર દાસી તરીકે કામ કર્યા. હરિશ્ચંદ્રને ઉદરપૂર્તિ માટે સ્મશાને ચાંડાળ તરીકે કામ કરવાં પડ્યાં.
આમ સુખને સરી પડતાં વાર લાગતી નથી. એવા સુખ ઉપર વિવેકી માનવ વિશ્વાસ રાખતો નથી. પોતે કદાચ પુણ્યયોગે શુભયોગમાં હોય તો પણ જગતમાં ચાલતી સુખદુઃખની લીલા જોઈને વિવેકપૂર્વક જીવવું.
દુઃખ દૂર કરવાનો અને સુખ પ્રાપ્ત કરવાનો નિરંતર ઉદ્યમ કરવા છતાં તમારું જો લાભાંતરાય કર્મ ઉદયમાં હશે તો તમે ગમેતેવો પ્રયત્ન કરો પણ તમને જરા પણ ધન મળશે નહિ. ત્યારે ધીરજપૂર્વક સમતાથી ઉદ્યમ કરવો, સાથે સાથે ધર્મ અનુષ્ઠાનોનું સેવન કરવું.
૭૬ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #84
--------------------------------------------------------------------------
________________
જીવે પોતાના શુભાશુભ ભાવથી પ્રકૃતિનું સર્જન કર્યું છે. પછી તેના ઉદય વખતે પુણ્યની ફરિયાદ શું ! અને પાપના ઉદયે ફરિયાદ શું! એ પ્રકૃતિનો દોષ જોઈ પુનઃ તેવું જ સર્જન શા માટે કરે છે. વીતરાગવિજ્ઞાન પામીને તે પ્રકૃતિનો સમભાવે સ્વીકાર કર.
દુઃખ વગરના સુખ માટે નિરપેક્ષ દશા જોઈએ. શ્રી સંભવનાથના સ્તવનમાં પ્રકાયું છે કે :
જે જન અભિલશે તે તો તેહથી નાસે રે,
તૃણ સમ જે ગણે રે તેહને નિત્ય પાસે રે. માત્ર શ્રમણ્ય જીવનશૈલીમાં જ નહિ કોઈ પણ જીવન શૈલીમાં નિરપેક્ષદશા જરૂરી છે.
દુઃખ નિવારવા અને સુખ મેળવવા પહેલાં દુઃખને અને સાચા સુખને જાણી લે.
સંસારની ચારે ગતિના દુઃખનું વર્ણન કેવળી પણ પૂર્ણપણે કરી શક્યા નથી.
તિર્યંચગતિનાં દુઃખો: જીવ માત્ર અનંતકાળ નિગોદમાં કેવળ સૂક્ષ્મ શરીર ધારણ કરી રહ્યો. એક શ્વાસમાં ૧૭ વખત જન્મમરણનું દુઃખ સહ્યું છે. ત્યાર પછી શૂલપણે નિગોદમાં અનંતકાળ ભમે છે. યોગાનુયોગ બે ઇન્દ્રિય ધારણ કરી પરાધીનતાનું મહાદુઃખ પામ્યો છે. વળી ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયો ધારણ કરી, અસંજ્ઞીપણે મન વગર પરાધીનતાનું ઘણું દુઃખ પામ્યો છે. સંજ્ઞીપણે મન મળ્યું તેમ વાસના વધી. તેથી અનુક્રમ પદાર્થો મેળવવા ઘણું દુઃખ ભોગવતો રહ્યો છે. વળી અન્ય જીવોને ત્રાસ આપી પાપ બાંધતો રહ્યો છે. તેના પરિણામે પોતે જ ઘણાં દુઃખ પામે છે. નરકગતિના દુઃખને જાણવું પણ દુઃખદાયક છે. ઘણા ક્રૂર પરિણામને કારણે નરકગતિ પામે છે. ત્યાંની ભૂમિ પણ દુઃખદાયક છે. અતિ અસહ્ય ગરમી ઠંડીનો દુઃખ, અતિ સુધા/તૃષાનું દુઃખ નારકી સાંકડી અતિ ગંદકી યુક્ત
હૃદયપ્રદીપનાં અજવાળાં ૭૭
Page #85
--------------------------------------------------------------------------
________________
કુંભમાંથી જન્મે છે. અન્ય નારકીઓની અતિ યાતના સહન કરે છે. પરમાધામી દેવો તેમને કાપે છે, શેકે છે. પાછા પારો ભેગો થાય તેમ તેમનાં શરીર જોડાઈ જાય છે. આમ દીર્ઘકાળના આયુષ્યવાળાં નારકોને એક ક્ષણ પણ સુખ નથી.
મનુષ્યગતિનાં દુઃખ: તને કોઈ સામાન્ય પુણ્યથી કાંઈક સુખ મળ્યું હોય તો પણ તેમાં ઉપાધિ છે. નવ માસ ગંદકીના સ્થાનમાં ઊંધે માથે રહ્યો, ઘણી વેદનાએ જન્મ્યો. ત્યાં વળી રોગાદિથી ઘેરાયો. અજ્ઞાનવશ બાળપણ રમવામાં, યૌવન વિષયમાં ગુમાવ્યું. વૃદ્ધાવસ્થાથી ડરતો રહ્યો તોપણ તે આવીને ઊભી રહે ત્યારે કેટલી પરવશતા. મૃત્યુ સમયની વેદના ભોગવતો રહ્યો. દેવગતિમાં તું માને છે કે સુખ છે પણ સમતિ વગરના જીવને દેવલોકમાં શાંતિ નથી. અન્યના વૈભવ જોઈ પોતાનું ભોગવાતું નથી અને બીજાનું મળતું નથી. અંત સમયે દેવલોકનાં દુઃખ છૂટી જવાનું આર્તધ્યાન દુઃખદાયી છે. આમ ચારે ગતિમાં દુઃખ છે. કોઈ વાર પુણ્યયોગે સુખ મળે તોપણ તે સ્થાયી નથી.
ભક્તિયોગમાં પરમાત્મા સિવાય કંઈ નહિ, એ ભાવમાં કોઈ આકાંક્ષા નહિ. માન્યતા, શંકા કે તર્ક પણ નહિ.
જીવમાં અજ્ઞાનવશ વાસનાનો સંસ્કાર છે તેનું પ્રભુપ્રેમમાં પરિવર્તન થવું તે ભક્તિયોગ છે. વાસના કાચો માલ છે. તેનું ઉત્તમ રૂપાંતર થવું તે આત્મભાવ છે.
પાપનું પ્રાયશ્ચિત્ત કર્યા પછી પુનઃ તેવાં પાપ ન થાય તેવો સંકલ્પ કરીએ તો જ પાપ નષ્ટ થાય. માટે આત્માને છેતરવો નહિ. પાપને હાથમાં આવેલા સાપને ફેંકી દઈએ તેટલી ત્વરાથી છોડી દેવું.
૭૮ * હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #86
--------------------------------------------------------------------------
________________
यत् कृत्रिमं वैषयिकादि सौख्यं, भ्रमन भवे को न लभेत मर्त्यः । सर्वेषु तच्चाधममध्यमेषु, यद् दृश्यते तत्र किमद्भुतं च ।। १७ ।।
પરિગ્રહો અને વિષયો થકી જે, કૃત્રિમ ને સ્વલ્ય સુખો મળે છે; તે તો મળે છે જગમાં બધાને, તેમાં અરે ! તું હરખાય શાને? ૧૭
કૃત્રિમ વિષય – સુખોને કયો સંસારી જીવ નથી મેળવતો ? તે સુખોમાં નવીનતા શું છે? નીચી કક્ષાના કે મધ્યમ કક્ષાના લોકો પોતાના ભાગ્ય પ્રમાણે તે મેળવે છે. તમે પણ કંઈ મળ્યું છે તેમાં શાનો હરખાય છે ?
પરિગ્રહ એટલે સાંસારિક સુખોની બાહ્ય સામગ્રીની મૂર્છા. બાહ્ય સામગ્રી સામાન્યપણે નવ પ્રકારની છે. ધન, ધાન્ય, જમીન, ઘર, રૂપું, સુવર્ણ, ઘરની સગવડ જેવાં સાધનો, દાસદાસી, પશુધન.
તે સામગ્રીની મૂછરૂપ પરિગ્રહ ચૌદ પ્રકારનો છે.
સામગ્રી પુણ્યયોગે મળે છે, તેમાં મૂછ થવી તે પરિગ્રહને શાસ્ત્રકારોએ પાંચ મુખ્ય પાપમાં પાંચમું પાપ કહ્યું છે. પાંચે ઇન્દ્રિયનાં વિષયસુખો ભોગવવા જીવો સામગ્રી મેળવે છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૭૯
Page #87
--------------------------------------------------------------------------
________________
જેમ જેમ સામગ્રી વધે તેમ તેમ ઇન્દ્રિયોની માંગ વધે છે. વળી તે સુખ સ્વાભાવિક નથી કે જે સદા ટકી રહે. આથી તેમાંથી મળતું સુખ ક્ષણિક છે.
તમે વિચારી જોજો, તમે મોટાં ઘર વસાવી તેને માટે ઘણું ધન જોઈએ. તે મેળવવા દેશપરદેશ રખડો. બાર ચૌદ કલાક કામ કરો અને ઘરમાં રહેવાનો સમય કેટલો?
પુષ્કળ ધન ખરચીને હીરાના સેટ વસાવ્યા, તે પહેરવાનો સમય કેટલો? સાચવવાની ચિંતા વધારામાં.
તનતોડ મહેનત કરીને કમાણી ખૂબ કરી પણ થાળી પર બેસીને ખાવાની રોટલી કેટલી ? કરોડોનું ધન મળ્યા પછી એક કે બે રોટલી ખાય, તે પણ વિગઈ ત્યાગ માટે નહિ પણ દેહ સ્થૂલ કે બેડોળ ન બને, કલરોસ્ટોલ વધી ન જાય માટે લૂખી ખાવાની. મીઠાઈ તો ચાખવા માટે જ ખાવાની. સૂવાનાં સુંવાળા અને અદ્યતન સાધન છતાં ઊંઘ માટે ગોળી લેવી પડે આવું અલ્પ સુખ?
હવે વિચાર કે તનતોડ મહેનત કરનાર એક મજૂર કે પટાવાળા પણ સૂકી બે રોટલી ખાવા જેવું મેળવી લે છે. ક્યારેક મીઠાઈ ખાવા મળે છે અને તૂટીફૂટી ખાટમાં નિરાંતે ઊંઘે છે. તેને પણ સ્વલ્પ સુખ મળે છે. જો આમ કશો ફરક નથી તો તને હરખ શાનો થાય
છે ?
મૃત્યુ પછી રંક અને રાય ધરતી સરખી જ રોકે છે, કદાચ એકનું શબ લાકડાથી બળે એકનું શબ સુખડથી બળે, શબને શું ફરક પડવાનો છે? તેને તો લાકડાથી બાળો કે સુખડથી બાળો આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા'. તો પછી સ્વલ્પ સુખવાળી બાહ્ય સામગ્રીમાં તને શો હરખ થાય છે?
તારા દીકરા એ.સી. ઓરડામાં, લાખોના ઝૂમરોમાં જલતા દીવા નીચે, મખમલની ખુરશી પર બેસીને ભણે, છતાં કંઈ અન્ય પ્રયત્ન
૮૦ હૃદયપ્રદીપનાં અજવાળા
Page #88
--------------------------------------------------------------------------
________________
દ્વારા પહેલો વર્ગ લાવવો પડે.
ઝૂંપડીમાં રહેતો કોઈકનો દીકરો ફૂટપાથ પરની લાઇટ નીચે બેસી આનંદથી ભણે, પહેલો વર્ગ લાવે. કૉલેજના ક્લાસમાં બંને આગળની હરોળમાં સાથે બેસે. હવે તું જ કહે કે આમાં હરખાવા જેવું શું છે ?
માટે જ્ઞાનીજનો કહે છે કે ઇન્દ્રિયાદિ જડ પદાર્થોનો વિશ્વાસ ક૨વા જેવું ભયસ્થાન બીજું કોઈ નથી. પરંતુ જેને આત્મવિશ્વાસ છે કે સુખ અંતરમાં છે તેને કોઈ ભયસ્થાન નથી.
પુદ્ગલનું ભરાવું, ગળવું, હળવું કે ભારે થવું તે તેનો સ્વભાવ છે. છતાં જીવ તેમાં સુખ માને છે. બાળક મટી યુવાન થયો. યુવાનીમાં સુખ માન્યું પણ તેની કૃત્રિમતા જાણતો નથી કે સમય જતાં યુવાની વૃદ્ધાવસ્થામાં પરિણમશે.
વળી દેહ સ્થૂલ થયો કે પાતળો થયો, પરમાણુઓ વધ્યા/ઘટ્યા, જીવે માન્યું કે હું જાડો થયો – પાતળો થયો. આમ વાસ્તવમાં નિરંતર પરિવર્તન થયા કરવું એ જ તો કૃત્રિમતા છે.
તમે દીવાની જ્યોત જોઈ હશે. તે દરેક ક્ષણે તેલમાંથી પોષણ મેળવી પ્રકાશે છે. આમ દીવેટ દ્વારા તેલનું ગરમ થઈ ગેસ બની પ્રકાશરૂપે ફેલાવું એમ નિરંતર પરિવર્તન થયા કરે છે. તે પ્રમાણે દેહમાં નિરંતર પરમાણુઓનું પરિવર્તન થયા કરે છે તેમાં સુખ માનવું તે કૃત્રિમ છે.
અવિદ્યાથી ઘેરાયેલા માનવ અન્ન, મન, ધન કે તન દ્વારા નિરંતર સુખ શોધે છે, તે જાણતો નથી તે સર્વે સાધન છે. તેમાં સુખ નથી તે તને સુખ કેવી રીતે આપે ! તારી પાસે સુખનું નિધાન સ્વયં આત્મિક ગુણો છે. એ અસલી છે. નકલીના સુખની ભ્રાંતિ ત્યજે તો અસલી સુખની પ્રાપ્તિ થાય.
પંચેન્દ્રિયના વિષયે જીવને કશું ક્ષેમંકર નથી છતાં અવિદ્યાને
હ્રદયપ્રદીપનાં અજ્વાળાં ૮૧
Page #89
--------------------------------------------------------------------------
________________
કારણે મૂઢ જીવ તેમાં જ રમણ કરે છે.
પુણ્યયોગે એવાં સુખો તો કેટલાય જીવો પામે છે અને સમય પૂરો થતાં બધું મૂકીને મહાપ્રયાણ કરે છે તેમાં તું શાને હરખાય છે?
સો હજાર કે લાખ કરોડો, મળે તોય નહિ શાંતિ. સોનું રૂપું ને હીરા હોય, પણ દિલમાં સદા અશાંતિ, નીંદરમાં પણ દ્રવ્ય દેખીને, ઝબકી જઈએ જાગી,
શું માંગીએ વીતરાગી ! અમે અંગે અંગે અનુરાગી.” કેટલાં બધાં સુખો છે ભીતર...? આ ભીતરી સુખો જેણે અનુભવ્યાં હોય તે તથાકથિત પૌગલિક સુખોને સુખ તરીકે નહિ પણ સુખાભાસ તરીકે જ જોઈ શકે.
ઇન્દ્રિયો અને મનવચનકાયાના યોગો પરમાં જઈને આત્મધનને નષ્ટ કરી નાખે છે. વિષયોમાં ઉત્પન્ન થતાં સુખોમાં ભ્રમણાના ખેલ સિવાય શું છે?
પરપદ આત્મદ્રવ્ય, કહન સુનન કછુનાહિ,
ચિદાનંદઘન ખેલહિ, નિજ પદ તો નિજમાંહિ.” સામાન્ય રીતે જગતમાં જીવોને અત્યાધિક સુખ મળે છે તેવું તને પણ મળ્યું તેમાં તું શાને હરખાય છે?
સુવ્રત શ્રેષ્ઠિ ઘરની પાસેની પૌષધશાળામાં રહ્યા છે. રાત્રીનો સમય. ચોરો ઘરે ચોરી કરીને ગયા. સુવ્રત શ્રેષ્ઠિ તો અનુપ્રેક્ષામાં લીન હશે. કદાચ ચોરોનો સંચાર જણાય તોપણ શું ફરક પડે ?
પૌષધદ્રત છે, પરિગ્રહાદિનો ત્યાગ છે. કોનું ઘર? કોની સંપત્તિ ? કોનું શરીર? અદ્વૈતભાવના તાર આત્મતત્ત્વ સાથે જોડાઈ ગયા છે. હું એટલે આત્મા, બાકી બધું પર.
બે જ ખાનાં છે. એક સ્વ અને બીજું પર. પરના ખાના સાથે સંબંધ નથી.
ચોરોને કોટવાલે પકડી લીધા. સવારે રાજાના સેવકો બોલાવવા
૮૨ - હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #90
--------------------------------------------------------------------------
________________
આવ્યા. સમય થયે પૌષધ પાળી શ્રેષ્ઠિ રાજા પાસે આવ્યા. શ્રેષ્ઠિની આંખો સજળ હતી. રાજાને કહે એ ચોરો નથી, ઘરે આવેલા મહેમાન છે. એમને મુક્ત કરી દો.
કરુણાની કેવી અનુભૂતિ! પરિગ્રહનું મમત્વ છૂટે ત્યારે સાધક ગુણોનું અનુપ્રેક્ષણ કરે છે ત્યારે તેને તર્કો, માન્યતાઓ ગૌણ બને છે.”
સર્વાત્મમાં સમદષ્ટિ'
ધર્મવિજ્ઞાન અને તબીબી વિજ્ઞાનમાં તાત્ત્વિક અંતર છે. તબીબી વિજ્ઞાન કહે છે કે પૌષ્ટિક ખોરાક ખાવ. વ્યાયામ કરો. યોગા કરો, લાંબુ જીવો. ધર્મ વિજ્ઞાન કહે છે સત્ત્વ અને તત્ત્વથી જીવો, લાંબુ જીવો કે ન જીવો પણ ઉત્તમ જીવન તો જીવશો તેમાં દીર્ધાયુ તો મળે જ છે.
શિક્ષણ નિપુણ કર્વેના જીવનનો પ્રસંગ છે. તેમને ત્યાં એક બાઈ કામ કરતી હતી. તેના પતિની બિમારી માટે તે એક હજાર રૂપિયા લઈ ગઈ. પતિ રોગમાં મરણ પામ્યો.
બાઈ કહે : સાહેબ મારા પગારમાંથી થોડી થોડી રકમ કાપજો. મારો પતિ તો મરણ પામ્યો છે. હવે કોઈ કમાઈ શકે તેમ નથી.
કર્વે: બહેન, તારા આવડા મોટા દુઃખ સામે આ રકમનું શું મૂલ્ય છે? મારે તે પાછા જોઈતા નથી. બાઈની આંખો આભારવશ આંસુથી ઊભરાઈ ગઈ. તે કહે ભાઈ, ‘તમે સો વર્ષના થજો.'
કર્વે કહેતા આ દૂવાથી હું સૌ વર્ષ સ્વસ્થપણે જીવ્યો. માટે સૌએ અન્યના દુઃખમાં સહાય કરવી.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૮૩
Page #91
--------------------------------------------------------------------------
________________
Tv
I
tr
क्षुधातृषाकामविकाररोषहेतुश्च तद् भैषजवद् वदन्ति । तदस्वतन्त्रं क्षणिक प्रयासकृद्, यतीश्वरा दूरतरं त्यजन्ति ।। १८ ।।
સુધા, તૃષા, કામવિકાર, ક્રોધ, એનો થતો ભોગ થકી નિરોધ; હા, કિંતુ એ તો ક્ષણમાત્ર ચાલે, એ પારતંત્ર્ય મુનિઓ ન મહાલે. ૧૮
ભૂખ, તરસ, કામ, વિકાર અને રોષ આ બધાંની શાંતિ શેનાથી થાય ? અન્નથી ભૂખ, જળથી તરસ મટે છે. વિચારવાન લોકો અન્ન વગેરે ક્ષુધાદિની તૃપ્તિના ઉપાયો ઔષધ જેવા કહે છે. પણ એ તો પરાધીન ઉપાય છે. એ ક્ષણિક પણ છે. અને આવાસ (પ્રયત્ન)જન્ય છે. મુનિઓ દૂરથી જ આવા ઉપાયો છોડી દે છે.
આ દેહની રચના કથંચિત આશ્ચર્યકારી છે. રોટલી હો કે શીરો હો, રસ પોષે, ઉદરપૂર્તિ કરે, પણ અંતે તે સપ્તધાતુરૂપે પરિણમે. વળી ઔદારિક દેહની રચના જ એવી છે કે તેમાં સુધા, તૃષા, પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે. કારણ કે તે તૃપ્ત થનારા દેહના ગુણધર્મી નથી. પણ આહાર દ્વારા સુધાનો પ્રતિકાર થાય છે. જળ દ્વારા તૃષાનો પ્રતિકાર થાય છે. પરંતુ દેહલક્ષી વૃત્તિમાં એમ સમજાય છે કે
૮૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #92
--------------------------------------------------------------------------
________________
આહારથી સુખ મળ્યું, સુધા શમી. જળથી કંઠને ઠંડક મળી, સુખ મળ્યું. જો તેમાં તૃપ્તિ હોત તો પુનઃ પુનઃ ક્ષુધા તૃષાની વૃત્તિ ન ઊઠે. અતૃપ્ત વસ્તુમાં સુખ કેવું? તૃપ્તિ કેવી?
વળી પૂર્વે સેવેલા વિષયોના સંસ્કારોથી ઊઠતા વિકારો અને વર્તમાન જીવનમાં આહારાદિ વડે, બાહ્ય વિષયોનાં દશ્યો અને પદાર્થોના સંયોગ મનોવૃત્તિમાં નિરંતર કામવિકાર પેદા થાય છે. તે સમયે તેને યોગ્ય ભોગ્ય સામગ્રી મળે જીવ એમ માને છે કે સુખ ભોગવ્યું. પરંતુ એ અતૃપ્ત ભોગબુદ્ધિ વળી નવા વિષયો માંગે છે.
“જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ, શોક, સુધા, તૃષા આદિ ઉપદ્રવવાળા સંસારને જોઈ તેમાં વસતા માણસોને વૈરાગ્ય થતો નથી તેનું કારણ મોહ જ છે. કર્મભૂમિમાં મનુષ્યપણારૂપ ઉત્તમ ધર્મબીજ પામીને અલ્પબુદ્ધિવાળા પુરુષો તે ધર્મબીજની સત્કાર્યરૂપ ખેતી કરવા પ્રયત્ન કરતા નથી. તો મનુષ્યભવ નિરર્થક ગુમાવે છે” ધર્મબિંદુ
પરંતુ મુનિજનો તો આવું પારáત્ય સ્વીકારતા નથી. જન્મ જરા મરણનું મૂળ કારણ મોહ તેનો જ તેઓ નાશ કરે છે. બહારની ઉપાધિ તે મારું સ્વરૂપ નથી આવો વિવેક તેમને હોય છે.
દીપકને તેલ દીવેટ પાત્ર જેવા બાહ્ય સાધનની જરૂર પડે છે, આત્મપ્રદીપને તો સ્વયમેવ અહર્નિશ પ્રકાશ મળે છે.
“જે મુનિગણ સ્વાધીનપણે રહ્યા તે મુક્તિ પામ્યા છે. માટે મોક્ષાભિલાષીએ નિર્મમત્વનું ચિંતન કરવું.
પરપદાર્થો પરની મમતા દૂર થવાથી તેની પ્રાપ્તિની ઇચ્છા દૂર થાય છે. ક્ષુધા, તૃષા વિકાર આદિ ઇચ્છા નિરોધરૂપ પરમતપ નિર્મમત્વથી થાય છે, માટે નિર્મમત્વ એ સર્વોત્તમ આત્મધર્મની પ્રાપ્તિનું કારણ છે. એમ જાણી મુનિજનો – સજ્જનો નિરંતર નિમમત્વને ચિંતવે છે. આ નિર્મમત્વ ભાવ ચિંતવવા માટે કોઈ પ્રકારનો ક્લેશ ઉઠાવવો પડતો નથી. બીજાની પાસે યાચના કરવી પડતી નથી. કોઈ ચિંતા, ફિકર કે વ્યગ્રતા થતાં નથી. ધનાદિ ખર્ચવું પડતું
હૃદયપ્રદીપનાં અજવાળાં જ૮૫
Page #93
--------------------------------------------------------------------------
________________
નથી. ધનાદિનો નાશ થતો નથી. માટે વારંવાર સ્વતંત્ર એવા નિર્મમત્વ ભાવનું ચિંતન કરવું.
“નિર્મમત્વભાવ દૃઢ થતાં જીવને યથાર્થ તત્ત્વદર્શન / સમ્યગ્દર્શન પ્રગટે છે. તેથી યથાર્થ આત્મસ્વરૂપની ઓળખ થતાં તે સ્વયં આત્મજ્ઞાની થાય છે.” ‘તત્ત્વજ્ઞાન તરંગિણી' મુનિને પારતંત્ર્ય ન હોય. શુદ્ધિની ક્ષણોમાં વિકલ્પ નહિવત્ હોય, સવા સો ગાથાના સ્તવનમાં હૃદયંગમ કડી છે ઃ નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો ચારો,
નિર્વિકલ્પ ઉપયોગ, હવે કર્મનો બંધ નહિ, અને સાધકને કર્મના ઉદય કે ઉદીરણાનો તો વાંધો છે જ નહિ. કેમ કે અશાતા આદિ કર્મોનો દેખીતો ઉદય સાધક માટે નિર્જરામાં જ રૂપાંતિરત થાય છે.
ક્રોધનો ઊભરો ઠાલવવો છે, બીજી વ્યક્તિ જોઈશે. ભૂખ લાગી છે, ખાદ્ય પદાર્થો જોઈશે. આમ બધા જ ઉપાયો પરાધીન છે.
વળી તેમાં બીજી નબળાઈ છે, ક્ષણિકતાની. ક્રોધનો ઊભરો ઠાલવ્યો, એ શાંતિ કેટલી વાર ? ખાધું, તૃપ્તિ થઈ કેટલી વાર ?
વળી ત્રીજી નબળાઈ છે. બે રોટલી ખાવા માણસને કેટલો પ્રયાસ કરવો પડે છે. આયાસજન્ય ઉપાયો પરાધીન છે.
શાસ્ત્રીય, સાચા સ્વાધીન ઉપાય છે. ક્રોધની સામે ઉપશમ વગેરે.’’ જેની બુદ્ધિ જડ અને ચૈતન્યને ભિન્ન કરવામાં કુશળ છે એવા નિર્મળ બુદ્ધિવાળા સુજ્ઞજનો આહાર, નિહાર, પાન તેની ક્ષણિકતા વિચારે છે. ઇન્દ્રિયો અને કામવિકારનો જય કરતાં પણ વિશેષ શુદ્ધ ચિદ્રૂપ આત્માનું પ્રથમ સ્મરણ કરે છે.
શીલ, તપ, વ્રત, સંયમ, દાનાદિ સર્વ કાર્યો કરતાં પણ મુનિ જ્ઞાની સ્વતંત્ર એવા શુદ્ધ ચિદ્રૂપ આત્માને જ ભાવે છે.
મુનિ તો ચિંતવે છે કે હું તો સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. ક્ષુધાદિ ક્ષણિક અવસ્થાઓ છે. હું એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ
૮૬ * હ્રદયપ્રદીપનાં અજવાળાં
Page #94
--------------------------------------------------------------------------
________________
પરમોત્કૃષ્ટ, અચિંત્ય, સુખસ્વરૂપ માત્ર શુદ્ધ અનુભવરૂપ છું. ત્યાં વિક્ષેપ શો / સુધાદિ વિકલ્પ શું? ભય કે ખેદ શો? મોહ શો ? હું શુદ્ધ પરમ શાંત ચૈતન્યસ્વરૂપ છું.
તેમાં પણ રતિસુખ, સ્પર્શ કે અબ્રહ્મના સેવનમાં વૃત્તિ/વિકારની બેમર્યાદા હોય છે. દઢ સંયમ વગર એ મનોવિકારને જીવ ત્યજી શકતો નથી. શારીરિકપણે થાકે તોપણ મન વડે નિરંતર કામને આધીન રહે છે. એ અબ્રહ્મવશ વિવેક ચૂકે છે. ભોગવે છે અને માને છે કે હવે ભોગ પૂરો થયો પણ તે તો વધુ જોરમાં ઉત્પન્ન થાય છે.
ક્રોધ કષાયના સાથીઓ માન-માયા-લોભ છે. ચારેનું એકમ છે. ક્રોધ વિશેષ ચેષ્ટા દ્વારા વ્યક્ત થાય છે. તેથી મનુષ્યને ક્રોધ જણાય છે પણ માન, માયા, લોભ જે છૂપા લૂંટારા જેવા છે. જીવ તેનાથી લૂંટાય છે છતાં ખુશ રહે તેવા તે લૂંટારા છે. ક્ષણમાત્રનો ક્રોધ સાધકે કરેલા તપ જપને પણ બાળીને ભસ્મ કરી નાંખે છે અને નીચી ગતિમાં પહોંચાડે છે.
વળી શારીરિક વિષયો અને કામવિકાર પળવાર ભોગનું સુખ મનાવી નવી નવી માંગ ઊભી કરે છે. આવાં પરાધીન સુખો પ્રત્યે મુનિઓ નજર પણ માંડતા નથી. | મુનિઓ માટે સ્વાધ્યાય આહાર છે. સમતા જળ છે જેના દ્વારા તેઓ ક્ષુધા તૃષાનો પરિહાર કરે છે. ભોગી પ્રતિકારને તૃપ્તિ માની ભ્રમ સેવે છે. ઇન્દ્રિયોના સુખને તેઓ દુઃખરૂપ માને છે અને ક્ષમા આદિ ગુણોનાં સુખોમાં મગ્ન રહી, અતીન્દ્રિય સુખના સ્વામી બને છે જ્યાં તેમને ઇન્દ્રિયના પરાધીન સુખની આકાંક્ષા જ ઊઠતી નથી.
મુનિજનો એટલે સમતારસનો સાગર. વિષયો તેમની પાસેથી કંઈ ઉત્તેજના ન મળવાથી નિરાશ થઈને સ્વયં પાછા વળે છે. જગતના જીવો માયામાં ફસાયા છે ત્યારે મુનિઓ તો તેના સ્વતંત્ર થઈ નિરબંધનપણું પામે છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૮૭
Page #95
--------------------------------------------------------------------------
________________
गृहीतलिङगस्य च चेद्धनाशा, गृहीतलिङगो विषयाभिलाषी । गृहीतलिङगो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं हि ।। १९ ।।
ત્યાગી છતાં છે ધનની જ આશા, ત્યાગી છતાં હો વિષયાભિલાષા; ત્યાગી છતાં સ્વાદ ત્યજી શકે ના, એથી વધુ અન્ય વિડંબના ક્યાં? ૧૯
વેશ મુનિનો ધારણ કર્યો હોય, છતાં જો ધનની ઇચ્છા હોય વિષયોની અભિલાષા હોય કે તેને રસલોલુપતા હોય તો આનાથી મોટી વિડંબના કઈ હોઈ શકે ?
જીવમાં સૂક્ષ્મપણે રહેલા સંસ્કારો કેવી ભૂલ કરાવે છે? એ તો મોહનીયકર્મની અટપટી ચાલ છે. જુઓ તો ખરા, ધન માલ ત્યાગીને જેણે સાધુવેશ ધારણ કર્યો, પોતે ધન ન રાખે પણ અન્ય પ્રકારે રાખે, રખાવે, માલિકી ધરાવે અને નિષ્પરિગ્રહી એવા સ્વર્ગસ્થ ગુરુજનોના નામે લેવડદેવડનાં ખાતાં રાખે, અરિહંતના નામે ટ્રસ્ટ કરે, ધન બેંકમાં કે વ્યાપારીની પેઢીમાં હોય, સહી માટે આજ્ઞાંકિત શ્રાવક રાખે પણ ધનની વ્યવસ્થાની સત્તા પોતાની પાસે રાખે. મોહનીયની પ્રકૃતિ કેવું ભાન ભુલાવે કે આ તો જનઉત્કર્ષ
૮૮ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #96
--------------------------------------------------------------------------
________________
માટે છે, તેમાં પરિગ્રહનો દોષ ન લાગે. એક વાર સંસારનો ત્યાગ કર્યો, હવે જે કરીએ તે સંયમમાં ખપશે. મોહનીયકર્મ કેવું રૂપાંતર કરે છે. ત્યાગના વાઘામાં ધનનો લોભ ઉત્પન્ન કરી જીવને વિવશ બનાવે છે. એટલે સાધુ પણ સૂક્ષ્મ દોષને જાણતા નથી કે આ ધનની મૂછનું પાપ શ્રાવકને લાગે તેના કરતાં વિશેષ સાધુને લાગે છે. સાધ્વીનો જીવ ગરોળી થઈને ઠવણીને આંટો મારતો એ સર્વ ત્યાગીજનોને લાગુ પાડતું દૃષ્ટાંત છે. એ દૃષ્ટાંત કહેવા માત્રથી ધનની લોલુપતાનું પાપ ઢંકાતું નથી કે ધોવાતું નથી.
જે સાધુજનોમાં રત્નત્રયરૂપ નિરવદ્ય આરાધના દઢ થઈ નથી તેઓમાં સૂક્ષ્મ દૃષ્ટિ હોતી નથી. એટલે પોતાની સ્વાર્થજનિત પ્રરૂપણા કરી, નવાં વિધિ-વિધાનો દર્શાવી પોતાની ઈચ્છાઓનું પોષણ કરે છે. પોતાના શિષ્યોને જ્ઞાનારાધનામાં જોડવાને બદલે પોતાની માન્યતાના પોષણનાં કાર્યો કરાવી સ્વ-પરનું અહિત કરતા હોય છે.
મોહસત્તાને આધીન વર્લી મુનિઓ પણ ધન, માલ, સ્ત્રી પરિચય, વિવિધ આકર્ષક પદાર્થો મેળવવા પ્રયત્ન કરે છે. શિષ્યોમાં અને શ્રાવકોમાં એવી પ્રતિભા ઊભી કરે છે કે જાણે તેઓ ભક્તોના ભાવની પૂર્તિ કરી તેમને પુણ્ય ઉપાર્જન કરાવે છે. જેથી તેમને આ લોકમાં માન અને પરલોકમાં દેવલોકનાં સુખ મળશે તેવો લોભ પેદા કરાવે છે.
આમ સાધુવેશ છતાં દ્રવ્ય પાસે રાખવું, રખાવવું તેમાં નરી આસક્તિનું સેવન થાય છે. તેના રક્ષણના વિકલ્પો ઊઠે, તે રીતે દાનાદિનો ઉપદેશ આપવો. આવી વિકલ્પાત્મક મલિનદશામાં સાધુજીવનનો સંયમ કે પવિત્રતા ક્યાં ટકે?
વળી મોહની તીવ્રતાને કારણે સ્વદોષોનો બચાવ કરી ધર્મની દેશનાને પણ જિનવચનથી વિરુદ્ધ બદલી અર્થઘટન કરે અને શાસ્ત્રોનાં દૃષ્યતો ઉદાહરણો આપી ભક્તોને પોતાનો સ્વાર્થ છતાં
હૃદયપ્રદીપનાં અજવાળાં ૮૯
Page #97
--------------------------------------------------------------------------
________________
દેખાવમાં જનઉત્કર્ષ સમજાવે.
જેમ કે સાધુ પણ સમય આવ્યે વહાણમાં બેઠા હતા. અણિકાપુત્ર સાધ્વી પાસે સેવા લેતા હતા એમ માની સાધ્વીજનો પાસે વસ્ત્રોના કાપ કઢાવવા તે બહાને સંપર્ક કરવો. શિથિલાચારનું સેવન કરી સાધુવેશ દ્વારા આત્મવિકાસ કરવાનું વીસરી જાય છે. તેનાથી વધુ દુઃખદાયક શું હોઈ શકે?
સંસારના સુખનો ત્યાગ કરી સામાન્યજન માટે કષ્ટદાયક એવું સાધુપણું સ્વીકારવા છતાં આહારની સંજ્ઞા ત્યજવી કષ્ટદાયક છે. તપ કરવા છતાં સ્વાદ કરવો કઠિન છે. સ્પર્શમુખ અને સ્વાદનો રસ જિતાયો તે સાધુમાં પવિત્રતા પ્રગટે છે.
- એક સંન્યાસીને એક વાર મીઠી કઢીની ભિક્ષા મળી. કઢી. રસનાને ગમી ગઈ. સાધુ રોજે એ જ ઘેર જવા લાગ્યા. પેલી સ્ત્રી પણ ભાવથી રોજ કઢી બનાવતી. આમ રસના સાથે સ્ત્રીનો પણ સંપર્ક વધ્યો. પણ ગુરુકૃપાએ સંન્યાસી જાગૃત થઈ ગયા. કઢીનું વમન કરી પાછી પી ગયા અને કઢીના વિકૃત સ્વાદથી રસનાને સજા કરી ગામનો ત્યાગ કરી ગુરુ પાસે પહોંચી ગયા. પ્રાયશ્ચિત્ત લીધું. પરંતુ જો ગુરુકૃપા એ સમયે મળી ન હોત તો એક વાટકી કઢીમાં સાધુજીવન ડૂબી ગયું હોત.
આમ સ્પર્શ અને રસ જોડિયા આકર્ષક પદાર્થો છે. તેમાં રસનું પોષણ તો જીવને લલચાવીને મનાવી લે છે. ઘરઘરની ભિક્ષા ભેગી કરવી, દરેકના સ્વાદ જુદા હોય, દોષિત પણ હોય એ સર્વમાં કઠિનતા તો છે. પરંતુ જો જીવને અનુકૂળતા મળી જાય તો રસના આકર્ષણ પેદા કરે ત્યારે સાધુ સંયમ ન રાખી શકે તો તે એક વિડંબના જ છે.
કુગુરુની વાસના પાસમાં હરિણ પરિ જે પડ્યા લોક રે તેહને શરણ તુજ વિણ નહીં ટળવળે બાપડા ફોક રે.
- સ્વામી સીમંધર વિનતિ
૯૦ હૃદયપ્રદીપનાં અજવાળા,
Page #98
--------------------------------------------------------------------------
________________
ત્રણ સો વર્ષ પહેલાં પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ હૃદયમાં ઉદ્દભવેલા જૈનસમાજમાં સાધુશિષ્યોના શિથિલાચારને લક્ષ્યમાં લઈ ઉદ્ગાર કાઢ્યા છે.
આજે તો આ ચિત્ર વધુ કદરૂપું બનતું જાય છે. સાધુજનો પોતાની મહત્ત્વાકાંક્ષા, માનમોભો, ધનની આસક્તિનું પોષણ કરવા શ્રાવકોને વિશ્વાસમાં લે છે. તેમનો માનમોભો વધે છે. વળી શ્રાવકો ? વણિકબુદ્ધિવાળા છે તે પણ કંઈ લાભ વગર લોટે નહીં. સાધુજનોએ મેળવેલું ધન તેનો વહીવટ કરવા પેઢીમાં ધંધા-વ્યાપારમાં રોકે. આમ સાધુ અને શ્રાવકો ક્યાંક ભૂલમાં પડે છે. પણ કર્મ ભૂલથાપ ખાતું નથી.
“શિષ્ય બહારથી ગીતાર્થ ગુરુની નિશ્રામાં હોય પણ ભીતરથી તે નિશ્રામાં નથી હોતો. ગુરુની આજ્ઞા પોતાને અનુકૂળ હશે તો ગમશે. અનુકૂળ નહિ હોય તો નહિ ગમે. આથી ત્યાગમાર્ગ છતાં વિડંબના તો ઊભી જ રહે છે. તેનો ઉપાય છે પુગલના અનુભવના રસને છોડતા જવાનું.
શુભવિચાર પણ પુગલનો અનુભવ છે, માટે એ પણ જવો જોઈએ. હા, શુભભાવના કે અનુપ્રેક્ષા દ્વારા ધ્યાનના જગતમાં જઈ શકાશે. પરંતુ પ્રભુનો સ્પર્શ, પરમરસનો સ્પર્શ તો ધ્યાનની ભૂમિકાએ જ થશે. - પ્રાર્થનાથી શરૂ થયેલી યાત્રા ધ્યાન સુધી પહોંચી અને સાધના પરિણામ સાથે સંકળાઈ ગઈ.
ધ્યાન એટલે સ્વગુણ સ્થિતિ. આત્મગુણોમાં ઊંડે ને ઊંડે પહોંચ્યા કરવાનું, એવો દિવ્ય આનંદ ત્યાં હોય છે કે બધું પર છૂટી જાયસ તે કદી ભીતર પ્રવેશી ન શકે. પણ જો મન સંસારવિભાવો તરફ ઢળી જશે તો સાધક પાસે ધનની ઈચ્છા, વિષયાભિલાષા અને રસલોલુપતા દેખાવા લાગશે માટે “સાવધાન !”
હૃદયપ્રદીપનાં અજવાળાં ૯૧
Page #99
--------------------------------------------------------------------------
________________
ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः । ते दाम्भिका वेशधराश्च धूर्ताः, મનસિ નોર્થ તુ ઉન્નતિ | ૨૦ ||
છે અંતરે ભોગ તણા જ રાગી, બહારથી વેશ ધરે વિરાગી; એ દાંભિકો ઢોંગ ઘણા રચે છે. સૌનું મનોરંજન એ કરે છે. ૨૦
જેઓ વિષયોના ભોગમાં મોહ પામેલા હોય અને એ કારણે બહારથી વૈરાગ્યનો આંચળો ઓઢીને હૃદયમાં રાગને રાખી રહેલા તે દાંભિકો વેશધારી અને ધૂર્ત છે અને તેઓ લોકોના મનને પ્રભાવિત કર્યા કરે છે.
પદાર્થોના સદૂભાવમાં ભોગવવાની ઇચ્છા અને અભાવમાં તે મેળવવાની ઝંખના રાગ છે. જેમ સ્ત્રી ન મળવાથી પુરુષ બ્રહ્મચારી નથી મનાતો તેમ અંતરમાં પદાર્થોના સેવનનો રાગ છે, બહારમાં વેશ ત્યાગનો છે તો લોકોમાં ત્યાગી કે વૈરાગી જણાવા છતાં જીવ તો રાગજનિત પરિણામમાં ભટકતાં રહી કર્મબંધન કરે છે.
બિલાડીના દેખાવાથી ઉંદર આંખ બંધ કરીને બેસે તો કંઈ બિલાડી તેને છોડી દેતી નથી. બંધ આંખવાળો કે ખુલ્લી આંખવાળો
૯૨ જ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #100
--------------------------------------------------------------------------
________________
ઉંદર ઝડપાઈ જાય છે. તેમ બહારથી ત્યાગ કે વૈરાગનો દેખાવ હોય તો પણ સાધુને કંઈ કર્મ છોડી દેતું નથી અને અંતરંગ મલિનતા પણ તે જીવને છોડી દેતી નથી. તેમાં તો માત્ર જીવ ઠગાય છે.
યદ્યપિ જગતમાં એક વિચિત્રતા એ છે કે “કહેતા ભી દીવાના સુણતા ભી દીવાના' સસલીને માથે બોર પડ્યું. સસલી કહે “ભાગો મારે માથે આકાશ તૂટી પડ્યું અને અન્ય પ્રાણીઓ તેની પાછળ ભાગવા લાગ્યાં. તેમ બહારનો ત્યાગી વેશ જોઈ ભોગી, ત્યાગીને પકડે છે. તેને કંઈ ભોગ ત્યજવા નથી પણ ભોગો વૃદ્ધિ પામે, તેમાં પોતે થોડું દાન કરી લે અને ભોગોનું પાપ નાશ પામે છે તેમ માનીને ત્યાગીની સેવા કરે છે. આમ કહેતા ભી દીવાના સુણતા ભી દીવાના.”
આથી વૈરાગ્ય જેવા ઉચ્ચતમ આત્મિક ગુણના ત્રણ પ્રકાર જ્ઞાનીઓએ દર્શાવ્યા છે :
(૧) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય (૨) દુખગર્ભિત વૈરાગ્ય (૩) મોહગર્ભિત વૈરાગ્ય
શ્રેષ્ઠ તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. ભલે પ્રારંભમાં કદાચ જીવને જ્ઞાનનો બોધ ન હોય પણ અંતરથી સંસારની વાસના છૂટી છે. દુન્યવી સુખમાં સંસાર દુઃખરૂપ લાગ્યો છે, તેને જ્ઞાની ગુરુનો યોગ થતાં તેનો વૈરાગ્ય જ્ઞાનયુક્ત બને છે. જ્ઞાનનું ફળ જ વૈરાગ્ય છે. તે પણ કેવળ શાસ્ત્રજ્ઞાન નહિ પરંતુ જીવની શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાન તે જીવનું સ્વરૂપ છે.
સાંસારિક દુઃખ પડે, સ્વજનના વિયોગનું સંકટ આવી પડે. રોગથી દેહ ભરાઈ જાય અને જીવને થાય કે આવાં દુઃખ સહેવાં તેના કરતાં સંસારનો ત્યાગ કરી સાધુ થાઉં તો કદાચ આ દુખ ટળશે. આ દુઃખગર્ભિત વૈરાગ્ય જીવનું ભવિતવ્ય હોય તો કદાચ
હૃદયપ્રદીપનાં અજવાળાંજ ૯૩
Page #101
--------------------------------------------------------------------------
________________
જીવમાં સગરના બોધ જ્ઞાનસ્વરૂપ વૈરાગ્ય થવાની સંભાવના છે. પરંતુ દુઃખ ટળ્યા પછી સંસારના સુખ પ્રત્યે અભિલાષા જાગે તો સંસાર વૃદ્ધિ પામે છે. અને વૈરાગ્ય નિષ્ફળ જાય છે.
મોહગર્ભિત વૈરાગ્ય તો પ્રારંભથી જ વિષસમાન છે તે કહેવાતો વૈરાગ્ય છે. જીવને પાપમાં ધકેલી દે છે. એવા જીવો સાધુવેશ લઈને કેવળ માન પ્રતિષ્ઠાની પાછળ વૈરાગ્યને લજવે છે. માયા પ્રપંચમાં પડે છે. શાસ્ત્રકાર લખે છે કે ભલે ચૌદપૂર્વી હોય તોપણ મહાપ્રમાદ સેવી નિગોદને વરે છે. આ વાત વેશધારી સાધુજનો પોતે જ જણાવે છે. છતાં મોહની પકડમાં પડેલા પોતે જાણતા નથી કે આ તો મને જ લાગુ પડે છે.
વળી સંસારવાસી જીવોને સંસારના સુખનું લક્ષ હોવાથી તેઓ ચતુર છતાં લોભવશ આવા સાધુજનોના સંપર્કમાં રહીને જીવન ધર્મવિમુખ બનાવે છે.
શાસ્ત્ર ઉપદેશ મનોરંજન માટે હોય તેમ ઉત્સવોમાં જાતજાતની તકીબો બતાવે છે, જેમાં ઘણા આરંભ હોવા છતાં તેને ધર્મને નામે ચઢાવે છે અને શ્રીમંત વ્યક્તિઓ પણ સ્વાર્થવશ ધનવૃદ્ધિની આકાંક્ષામાં તે પ્રકારોમાં ધર્મ માની વાસ્તવમાં ધર્મથી વિમુખ થાય છે.
લગભગ ત્રણસો જેવાં વર્ષ પહેલાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ પોકારી પોકારીને કહ્યું કેઃ
ધામધૂમે ધમાધમ ચલી, – મોક્ષમાર્ગ રહ્યો દૂર રે. તેમાં આજે વિવેકરહિત, અમર્યાદની ધમાલો વધી રહી છે અને સાધુ શ્રાવક બંને વર્ગ માને છે કે ધર્મની વૃદ્ધિ થઈ રહી છે. તેમાં કોઈ તત્ત્વવેત્તા સદ્દગુરુ સાચો માર્ગ બતાવે કે સ્વયં આદરે તો તેમાંથી વિપરીતતા શોધી તેમના ઉપદેશને ગૌણ કરે છે, કારણ કે તેમના બોધમાં સંસારના કોઈ પ્રકારના લાભની લાલચ નથી. કેવળ સન્માર્ગે કેમ જવું તે દર્શાવે છે. જીવને સંસારની પ્રિયતા હોવાથી સન્માર્ગે જવાના બોધને ગ્રહણ કરતો નથી.
૯૪ * હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #102
--------------------------------------------------------------------------
________________
એક બાજુ અન્ય દર્શનોના પ્રકારોને મિથ્યાત્વનું રૂપ આપવામાં આવે છે. બીજી બાજુ ઉત્સવોમાં તેનું અનુકરણ કરવામાં આવે છે. વીતરાગદેવોના પણ પુનઃ લગ્નના જેવા ઉત્સવો રચી જનતાને મનોરંજન પૂરું પાડવા જેવું થાય છે. વાસ્તવમાં નાણાં કેવી રીતે ભેગાં થાય તેવી તરકીબો પ્રાયે કરવામાં આવે છે.
પચાસ પચીસ વર્ષ પહેલાંના ઉત્સવોમાં સાત્ત્વિકતા હતી. નાણાના ભંડોળની ગૌણતા હતી. સંસારી જીવો પણ જ્ઞાનના અભાવે સમજે કે આ જન્મમાં યશ-કીર્તિ ફેલાય છે. પરલોકમાં દેવલોકમાં સુખ મળે પછી કંઈ ગુમાવવાનું નથી. તે જાણતો નથી કે મિથ્યાત્વ સહિત દેવલોકના થોડા કાળમાં દુન્યવી સુખ પછી દુઃખની ભૂતાવળમાં રખડવાનું થશે.
ભગવાન મહાવીરનો ઉપદેશ મૂછ તોડવાનો છે. મૂછ એટલે સાંસારિક સુખની વૃત્તિ, એ મૂછને કારણે ધર્મ ઉત્સવો કે ક્રિયા નિઃસાર, નિરર્થક બને છે.
સામાન્ય જનસમૂહને ધર્મમાર્ગે દોરવા ધર્મઉત્સવો જરૂરી છે પરંતુ ઉત્સવનું પરિણામ જીવોને સાચા ધર્મમાં પ્રવેશ કરાવે તે દૃષ્ટિબિંદુની મુખ્યતા જરૂરી છે. સીતાનું હરણ થયું પણ હરણની સીતા ક્યારે થઈ તે પ્રશ્ન જેવું બને છે, કે ધર્મ ઉત્સવ તો થયો પણ પાછો ધર્મ મળ્યો કે નહિ!
વળી ધર્મ સમાજમાં કોઈ એકનું માર્ગદર્શન ન હોય. દરેક પોતપોતાના મતને પ્રસિદ્ધિ આપવા ઇચ્છતા હોય ત્યાં વીતરાગના ધર્મ કે વૈરાગ્યનું મૂલ્ય શું સચવાય?
સજ્જનો પ્રત્યે તમે શ્રેષ્ઠ વ્યવહાર કરો છો તેમાં તમારું કંઈ મહત્ત્વ નથી. તેમાં સંતત્વનો વિજય નથી. દુર્જનો સાથે તમે શ્રેષ્ઠ વ્યવહાર કરી શકો તો તમારું સંતત્વ બહાર ઊભરેલું કહેવાય.
બહારથી વિરાગ દેખાતો હોય પણ અંદર રાગ જ રાગ હોય. પોતાની જાત પ્રત્યે કૂણી લાગણી છે તે રાગના પથારાને અને તેને
હૃદયપ્રદીપનાં અજવાળાં જ ૯૫
Page #103
--------------------------------------------------------------------------
________________
કારણે દ્વેષ અને અહમૂના વિસ્તારને વધારશે.
અગણિત જન્મોની સાધના મળી પરંતુ આત્મવિશ્વાસ ડગ્યો નહિ. કેન્દ્ર તૂટ્યું નહિ. પરિણામે સાધના લોકોત્તર મળવા છતાં તેમના પરિણામથી આપણને બિલકુલ વંચિત રહેવાનું થયું.
પ્રભુની એવી કૃપા આપણા પર ઊતરે કે હવે સાધના પરિણામલક્ષી બને.”
ચૈતન્ય આત્મા અતિ શક્તિસંપન્ન છે. પરંતુ જ્યાં સુધી માયાના પાશથી બંધાયેલો છે ત્યાં સુધી સમજજો કે વૈશ્વિક માયાની શક્તિ પણ કોઈ નજીવી વસ્તુ નથી કે જેના તરફ સાધક ચેડાં કરી શકે.
વર્ષોના પરિશ્રમ પછી માંડ માંડ જતન કરેલું આત્મિક બળ વાસનાકાળમાં સંગ્રહ થયેલો વાસનાનો સંસ્કાર એક જ ફટકો મારે અને આત્મિકબળની ઇમારત તૂટી પડે, માટે પૂર્ણતા પામતાં સુધી સંતસમાગમ, ભક્તિ જેવાં ઉત્તમ નિમિત્તોનું સેવન કરવું.
કદાચ તને સંસાર ન છૂટે, તેનાં નિમિત્તો ન છૂટે તો સંસારમાં બધું મિથ્યા છે તેમ માનજે તો પૌલિક પદાર્થોની મહત્તા પણ ઘટી જશે અને વૈરાગ આવશે.
પુણ્યયોગમાં બેઠેલા જીવો સાંભળે છે કે સંસાર દુઃખમય છે ત્યારે માને છે કે જેને સુંદર પત્ની નહિ હોય, પુત્રપરિવાર, ધન નહિ હોય, માનપ્રતિષ્ઠા નહિ હોય, યુવાની નહિ હોય !
ભાઈ, સંસારમાં દુઃખ ન હોત તો મહાવીર ઘોર ઉપસર્ગો સહીને સાધના કરવાને બદલે રાજમહેલમાં રહ્યા હોત.
સિદ્ધાર્થ રંગરાગભર્યા મહેલ, પત્ની, સિંહાસન મૂકી વનવગડામાં ઘૂમ્યા ન હોત.
૯૬ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #104
--------------------------------------------------------------------------
________________
मुग्धश्च लोकोऽपि हि यत्र मार्गे, निवेशितस्तत्र रतिं करोति । धूर्तस्य वाक्यैः परिमोहितानां, પાં ન ચિત્ત પ્રમતીદ ? || ર? IT
ભોળા જનો તો ઝટ ભોળવાતા.
જ્યાં દોરી જાઓ, ઝટ દોરવાતા; ધૂત તણી જાળ મહીં ફસાઈ શાણા ય જાતાં નહિ શું મૂંઝાઈ ? ૨૧
ભોળા લોકો જે માર્ગમાં રહેલા હોય છે, એ માર્ગ પર આદર કરે છે. ધૂર્તના વાક્યો વડે મુગ્ધ બનેલા આવા લોકોનું ચિત્ત ભમી જાય છે. અને શુદ્ધ માર્ગ તરફ એ લોકો જઈ શકતા નથી.)
બાહ્ય વેશધારી સાધુજનોથી શું ખરેખર લોકો ભોળવાઈ જાય છે કે પછી ભોળપણને બદલે સાંસારિક સુખની તૃષ્ણાનું વળગણ માનવને મૂર્ખ બનાવે છે તેને ભોળપણ કહેવાય છે?
સુવર્ણ મેળવવાની લાલચે કહેવાતા સુવર્ણસિદ્ધિકારને પ્રથમ બેચાર તોલા સોનું આપે, તે સુવર્ણસિદ્ધિકાર મોટા લોખંડના ગઠ્ઠાને સોનાનો બનાવી આપશે, તેવી આશાએ માનવ તેના કહેલા મંત્રો રટે. પેલો સુવર્ણસિદ્ધિકાર જાતભાતના મંત્રોચારનો દેખાવ કરે અને ગઠ્ઠાને ઔષધિઓથી ઢાંકી દે અને કહીને જાય ચોવીસ કલાકે
હૃદયપ્રદીપનાં અજવાળાંક ૯૭
Page #105
--------------------------------------------------------------------------
________________
ખોલજો.
પેલો લોભી (ભોળો) માનવ ચોવીસ કલાકે શું મેળવે તે તમે જાણી ગયાને? પાછો ચારમાં ચતુર ગણાતો એ કોઈને કહી પણ ન શકે કે પોતે લૂંટાઈ ગયો છે.
આમ કર્મના ક્ષેત્રમાં જીવો સ્વાર્થવશ દોરવાય છે અને છેતરાય છે. ધર્મના ક્ષેત્રમાં મંત્ર, તંત્ર, દોરા ધાગા, નંબર જેવી લાલચને વશ થઈ છેતરાય છે. મૂળમાં અજ્ઞાનતા રહી છે.
અહો દેહલક્ષી, ધનલક્ષી, સાંસારિક તૃષ્ણાલક્ષી વૃત્તિઓ સાધુજનોને કેવા અધપતનમાં ધકેલી દે છે કે શાસ્ત્રના બોધને જાણનારા, તૃષ્ણાલક્ષી વૃત્તિઓના દુઃખદાયક પરિણામને જાણનારા - જણાવનારા છતાં લોકોને છેતરે છે. પરંતુ કબીરે તો કહ્યું કે
“કબીરા આપ ઠગાઈએ, ઔર ન ઠગીયે કોય
આપ ઠગે સુખ ઉપજે, ઔર ઠગે દુખ હોય” અન્યોન્ય સ્વાર્થજનિત વૃત્તિનું આ પરિણામ છે કે ધૂત એવા પ્રકારની લોભાવણી જાળ પ્રચરાવે છે કે તેમાં વ્યવહારજ્ઞાનમાં કુશળ, મોટા પદવીધરો પણ તેમાં સચ્ચાઈનો નિર્ણય કરવાને બદલે ફસાઈ જાય છે. પછી ચોરની મા કોઠીમાં મોં ઘાલી રૂએ, તેમ અંતરમાં મૂંઝાઈ જાય છે અને કોઈને કહી શકતો નથી.
અર્થોપાર્જનમાં - વ્યાપારમાં કુશળ જીવો એ ક્ષેત્રમાં એવી કાળજી રાખે છે કે છેતરાય નહિ તોપણ તે વધુ ટકા વ્યાજ મેળવવાના લોભમાં મૂળ મૂડી પણ ખોઈ બેસે છે. તેમ ધર્મના ક્ષેત્રમાં ધર્મના વ્યવહાર સાધન દ્વારા વધુ ધનાદિ સુખની લાલચે ધન તો જતું કરે છે પણ મૂછ જતી કરતા ન હોવાથી પરિણામે કંઈ પણ મેળવતા નથી.
સ્વ-પર શ્રેય સમજનાર સાધુજનો તો લોકેષણાનો ત્યાગ કરી, સદાચારને સેવતો, શુદ્ધાચારવાળો મુનિ સ્વ-પર હિતકારી હોવાથી
૯૮ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #106
--------------------------------------------------------------------------
________________
લોકપ્રિય બને છે.
સંયમ લીધા પછી તે પદ પૂરતી જવાબદારી વધે છે. પોતાના કર્તવ્યમાં જરા પણ પ્રમાદ કે પ્રપંચ સેવે તો સંયમ હણાય છે. માટે સાધુ અપ્રમત પણે રહી કષાયોને જીતે છે. આમ શ્રેયને સાધે છે. તે અન્યને પણ એ જ ઉપદેશ આપે છે.
સર્વસંગ પરિત્યાગ કર્યા પછી પણ જો અંતરપરિણતિ પર દૃષ્ટિ ઠરતી નથી તો ઉપાધિ વધે છે. આમ એક પગથિયું ચૂકેલો સાધુ પણ ભોળા લોકો સ્વર્ગીય સુખો અને આ લોકના માનાદિ બતાવી પોતાની વાસનાનું પોષણ કરે છે અને સમૂહ પણ તેવા પ્રપંચમાં સુખ માની ભોળવાય છે. આમ તો એ જીવો ડોક્ટર, વકીલ કે પંડિત જેવાં પદ ધરાવતા છતાં ભૌતિકતાની એષણાથી ફક્સાઈ જાય છે.
જીવો જેને પ્રેમ, સુખ માને છે તે તો એક ભ્રમ છે. પૂર્વસંચિત કર્મનો ખેલ છે.
કથંચિત સંસારમાં જે સુખની પળો છે તે જીવનના સરવાળાની અલ્ય પળો જ છે. તે સંસારની કરુણા છે.
સામાન્ય જીવોની સમજણ એવી છે કે દુઃખ ન હોવું તે સુખ છે. મહાપુરુષોએ જીવનને હોડમાં મૂકી શોધ કરી કે દુઃખનો સુખ સાથે કંઈ સંબંધ નથી. સુખ સ્વતંત્ર તત્ત્વ છે, તે આત્માની ચેતનામાં રહેલું છે. તેથી સંસારમાં કોઈ પ્રકારથી પ્રાપ્ત થાય તેમ નથી.
સંસાર દુઃખમય સ્વભાવનો છે, એને મેળ થાય તેવું છે નહિ માટે જ્ઞાન અને આનંદસ્વરૂપ આત્માને સંસારભાવથી છૂટો કરી શાશ્વત સુખમાં જોડવાનો છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં * ૯૯
Page #107
--------------------------------------------------------------------------
________________
ये निःस्पृहास्त्यक्तसमस्तरागास्तत्त्वैकनिष्ठा गलिताभिमानाः । सन्तोषपोषैकविलीनवाञ्छा स्ते रज्जयन्ति स्वमनो न लोकम् ।। २२ ।।
જે નિસ્પૃહી ને વળી તત્ત્વલીન, વૈરાગ્યરંગી વળી ગર્વહીન; સંતોષથી તૃપ્ત સ્વયં રહે છે, તે લોકનું રંજન ના કરે છે. ૨૨
જે નિસ્પૃહ વિરાગી, તવૈકનિષ્ઠ અને નિરભિમાની છે તથા સંતોષી છે તેઓ લોકને નહિ પણ પોતાના મનને પ્રસન્ન બનાવે
સાધુ છતાં જો દંભ છે, વિષયવાસના છે, લોકમનોરંજન છે તો મોક્ષનાં દ્વાર બંધ છે, અધોગતિનું આમંત્રણ છે. હવે ગ્રંથકાર સાધુજનોનું પવિત્ર હૃદય બતાવે છે. તેમના જીવનની ઉચ્ચતા બતાવે છે. જેણે જ્ઞાનગર્ભિત વૈરાગ્યસહ સંસાર ત્યજ્યો છે, પૂર્વજન્મના સંયમના બલવાન સંસ્કારો છે તે મહાત્માઓથી ધરા પણ ધન્ય બને છે.
આવા પવિત્ર મહાત્માઓની પરંપરા ભગવાન મહાવીરના સમયના તે પૂર્વેના અને સુધર્માસ્વામીની પરંપરાથી આજ પર્યત
૧૦ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #108
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનયોગીઓ અને અધ્યાત્મયોગીઓની પરંપરા ચાલુ છે. જેમના જીવનની શુદ્ધતાના પવિત્ર પરમાણુઓ સાધકોને સ્પર્શતા જ રહ્યા
છે.
એ મહાત્માઓ એવા નિસ્પૃહ હતા કે જગતનાં જંતુથી માંડી ચક્રવર્તી સૌને માટે સમાન ભાવ ધારણ કરતા હતા, જગતના હિત માટે કંઈ બાહ્ય પ્રવૃત્તિ કરતા તેમાં પણ સૌને તત્ત્વદૃષ્ટિનું પ્રદાન કરતા હતા. અર્થાત્ સમિતિનું પાલન કરતા અને ઘણો સમય ગુખ્યાત્મક રહેતા, અને આજે પણ રહે છે.
તે મહાત્માઓ સર્વશકથિત તત્ત્વમાં, સ્વસ્વરૂપમાં તદ્રુપ હતા. કોઈ વંદન કરો કે નિંદા કરો તેઓ સદા નિસ્પૃહ હોવાથી સમભાવમાં જ રહે. આ બોધ વીતરાગ તીર્થકર દેવોએ પ્રગટ કર્યો છે. સંગમનો ઉપસર્ગ હો કે કેન્દ્રની સ્તુતિ એક પ્રસંગે પ્રભુ તો સ્વરૂપમાં જ લીન રહ્યા હતા.
કમઠે ઉપસર્ગ કર્યો, ધરણેન્દ્ર સેવા કરી. પ્રભુની મનોવૃત્તિ બને માટે તુલ્યસમાન હતી.
કુરગડુ મુનિને સાધુજનોએ અનાદર કર્યો, મુનિ તો સમતારસમાં લીન રહ્યા. કેવળજ્ઞાન પ્રગટ થયું.
મહાત્માઓનો વૈરાગ્ય કેવો! વજસ્વામીને રાજકન્યા વળગી પડી. વરમાળા પહેરાવવા તૈયાર થઈ. મુનિ તો વૈરાગ્યની ભાવનામાં ઝૂલતા હતા.
ઝાંઝરિયા મુનિને ગણિકાએ ચળાવવા કેવો પ્રયત્ન કર્યો ? મુનિને કામ સ્પર્યો નહિ, કારણ કે વૈરાગ્યનો રંગ મજીઠ જેવો પાકો હતો.
આનંદઘનજી પાસે લબ્ધિઓ હતી છતાં ગર્વહીન હોવાથી તેમને માટે તે તુચ્છ હતી. તેમની ગર્વહીનતાનો બોધ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીને સ્પર્શી ગયો. તેઓ કોઈ વાદમાં જીતતા ત્યારે ધજા મળતી તેનો દાંડો બનાવી તેમાં ધજાઓ લગાવી વિહારમાં
હૃદયપ્રદીપનાં અજવાળાં ૪૯ ૧૦૧
Page #109
--------------------------------------------------------------------------
________________
સાથે રાખતા.
એક વાર આનંદઘનજી ભેટી ગયા. ધજાના દાંડા તરફ આંગળી કરી યશોજી, યે ક્યા હૈ. યશોજીએ તત્ક્ષણ દાંડો ફેંકાવી દીધો.
અધ્યાત્મ યોગી શ્રી કલાપૂર્ણસૂરિ નિસ્પૃહ હતા, તત્ત્વલીનતા, વૈરાગ્ય અને ગર્વહીનતા જેવા ગુણોના સાગર હતા. તેમનું દર્શનમાત્ર જીવોને સ્પર્શી જતું. સેંકડો માનવો વાસક્ષેપ વડે કૃપા મેળવવા ઈચ્છતા. કોઈને ઊભા રાખીને ક્યારે પણ તે યોગી મહાત્માએ કંઈ જાણવા, પૂછવાનો પ્રયત્ન કર્યો નથી.
વાસક્ષેપ નાખે, નવકાર મંત્ર આપે. સૌ વિદાય થાય, પોતે જ્ઞાનસાર ગ્રંથની નોંધપોથી બનાવેલી તેમાં લીન થઈ જાય. તેમનો સંયમ જ વૈરાગ્યભાવથી પ્રગટ્યો હતો.
સાધક સંસારનો ત્યાગ કરે છતાં કોઈ વાર સંસારનાં સુખોની વૃત્તિ ઊઠે તો જીવ કોઈ સંયોગ મળતાં લોભાઈ જાય. પરંતુ જે સાધુજનોને ગુરુકૃપા મળી છે તેવા તો સંતોષને ધારણ કરે છે.
એક રાજા જંગલમાં ભૂલો પડ્યો. ઠંડીના દિવસો હતા. માર્ગમાં એક ઝૂંપડી જોઈ, અંદર પ્રવેશ કર્યો, ઝૂંપડીમાં સંન્યાસી ધ્યાનમાં બેઠા હતા. આંખ ખોલી રાજાને આવકાર આપ્યો. પોતાનો ધાબળો બેસવા આપ્યો. રાજાને કંઈ નિરાંત મળી, પણ રાત ગાળવાની હતી. ભૂખ્યો અને તરસ્યો હતો. ઝૂંપડીમાં છાપરીમાંથી ચંદ્રનાં કિરણ આવતાં હતાં. તેણે ઝૂંપડીમાં ચારેકોર નજર નાખી. કોઈ જ વસ્તુ નજરે ન પડી.
સંન્યાસી રાજાની મૂંઝવણ સમજી ગયા. તેમણે કહ્યું, “રાજાજી, તમને કંઈ જરૂર હોય તો જણાવજો.” રાજાની નજરમાં આશ્ચર્ય જોઈ સંન્યાસીએ કહ્યું :
‘ઝૂંપડીમાં કોઈ વસ્તુ નથી. તમે મૂંઝાતા નહિ. આપણે એવો સત્સંગ કરશે કે તમને વસ્તુની જરૂર નહિ પડે. સ્વયં સંતોષના
૧૦ર જ હૃદયપ્રદીપનાં અજવાળા
Page #110
--------------------------------------------------------------------------
________________
સુખને માણે અન્યને સંતોષનો સ્વાદ ચખાડે એવા સંતોષી સાધુજનોનો સત્સંગ પણ મનોરંજન માટે ન હોય મનોસંયમ માટે જ હોય.
જેમને જનો પાસેથી કંઈ લેવાદેવાની કડાકૂટ નથી, સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના છે, જે વૈરાગ્યના રંગાયેલા છે તેવા મહાત્માઓ જનઉત્કર્ષનાં કાર્યો કરે તો પણ લોકહિત માટે કરે. તેમાં મનોરંજન ન હોય કે યશકીર્તિની લાલસા ન હોય. જે કંઈ બને, જે કંઈ થાય તેમાં જ સંતોષ માને.
નિર્મળ રોહણ ગુણધણી ભૂધરા, મુનિજન માનસ હંસ ધન્ય નગરી ધન્ય તે વેળા ઘડી માતપિતા કુલવંશ.
અરિહંત સિદ્ધ દેવતત્ત્વ મહાઉપકારી છે પરંતુ તે પરમતત્ત્વને ઓળખનાર, તેમના માર્ગની પરંપરાને જીવંત રાખનાર આવા નિસ્પૃહ, વૈરાગી મુનિજનો પણ મહા ઉપકારી છે.
છેક સુધર્મા સ્વામીથી માંડીને આજ સુધીની પરંપરામાં કેટલા નિસ્પૃહ મહાત્માઓ થયા અને ભવ્યાત્માઓ પર કરુણા વરસાવી માર્ગ દર્શાવતા ગયા. આજે પણ નિસ્પૃહાત્માઓનો બોધ પ્રાપ્ત થાય
“સંત કુંભનદાસના દર્શને સમ્રાટ આવ્યા છે. તે વખતે સંત સ્નાન કરીને આવ્યા હતા. તેમણે તિલક માટે શિષ્યને કહ્યું: દર્પણ.
શિષ્ય એક જૂની પાણીથી ભરેલી માટીની ઠીબડી સંત પાસે મૂકી. સંતે તેમાં જોઈને કપાળે તિલક કર્યું.
સમ્રાટને થયું અરે ! અહીં દર્પણ નથી. તરત જ રત્નજડિત દર્પણ મંગાવ્યું. સંતના ચરણે ધરી દીધું.
સંત પેલા દર્પણથી કામ ચાલે છે. આ દર્પણની જરૂર નથી.
સાધુને વસ્ત્ર પાત્ર આદિની ઉપયોગિતા હોય પણ રાગાદિ સંબંધ ન હોય. તેમને કીમતી સાધનોની સ્પૃહા નથી. સમ્રાટને રાજી
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૦૩
Page #111
--------------------------------------------------------------------------
________________
રાખવાની સ્પૃહા નથી.
સ્પૃહાનો અભાવ વૈરાગ્ય જન્માવે છે. સાધકને પ્રભુ કે ગુરુ સિવાય કોઈ આકર્ષી ન શકે.
પરમતત્ત્વમાં જ સાતત્ય. સતત એ જ સ્મરણ – ધ્યાન, એ તત્ત્વનિષ્ઠા છે. પરમાં સંપૂર્ણ અનાસ્થા. માટીનાં બે-ચાર પૂતળાં તમારી પ્રશંસા કરે તેનો શો અર્થ છે ! તેઓ કહેશે તમે સરસ પ્રવચન કર્યું.
ભાષાવર્ગણાના પુદ્ગલોને તમે પકડ્યા. આત્મસાત કર્યા અને છોડ્યા. તેમાં કસરત સિવાય શું કર્યું? તમારું શરીર પર છે તેમ ભાષાવર્ગણા પર છે, તેમાં આસ્થા કેમ હોય !”
જીવ તારે આ જગતમાંથી શું લઈ જવું છે ? અને લઈ જવા જેવું પણ શું છે? માટે સૌની સાથે પ્રેમથી જીવવું. પરદોષદર્શનથી તદ્દન દૂર રહેવું. ગુણાનુરાગી થઈ બધાને નિરપેક્ષ પ્રેમથી સ્વીકારવા.
આપણી ચેતના વાસ્તવમાં પવિત્ર સજીવન કોષો છે. તેમાં પ્રેમ ભર્યો છે. પરંતુ અહં એ કોષોને નષ્ટ કરી દે છે. પ્રગટ થવા દેતો નથી. પરંતુ સ્વાર્થનાં બધાં જ દ્વારને બંધ કરી પવિત્ર થઈએ..
મન ઐસો નિર્મળ ભયો, જૈસો ગંગાનીર પીછે પીછે હરિ ફિરે કહત કબીર કબીર.”
“ભક્તનો પ્રેમ એવી ઉચ્ચ કોટિએ પહોંચે ત્યારે તે કેવી રીતે પ્રભુથી દૂર થાય ? આગળ પ્રભુ ને પાછળ પણ પ્રભુ. પ્રભુ જ પ્રભુ જ પ્રભુ.”
૧૦૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #112
--------------------------------------------------------------------------
________________
तावद्विवादी जनरञ्जकश्च, यावन्न चैवात्मरसे सुखज्ञः । चिन्तामणिं प्राप्यवरं हि लोके, નને બને : થય પ્રથાતિ ૨૩ ||
રાખે અપેક્ષા બહુ લોક કેરી, હોંશે વગાડે મતવાદભેરી, એણે ન ચાળ્યો રસ આત્મભાવે,
ચાખી શકે તે બસ મૌન થાવ. ૨૩ ત્યાં સુધી જ વિવાદ અને લોકરંજન હોય છે. જ્યાં સુધી આત્મરસની અનુભૂતિ નથી હોતી. ચિત્તામણિ મળ્યા પછી કોણ બધાને બતાવતો ફરે ?
મુનિ એટલે પાંચે ઇન્દ્રિયોનું અને મનનું જે મૌન સેવે છે. સ્પર્ધાદિ ઇન્દ્રિયો જેની વિષયોથી શાંત છે તે મુનિ મૌન છે. જેમનાં મનના રાગાદિ વિકલ્પોની જાળ શમાવી છે તે મુનિ મૌન છે. આવા મૌનની ફળશ્રુતિ આત્મભાવ છે. આત્મભાવમાં જે નિમગ્ન તે અમૃતરસને આસ્વાદે છે, પછી તેમને લોકસંપર્કનો રસ તુચ્છ લાગે છે.
બહુજનસંપર્કમાં માન-પ્રતિષ્ઠા મેળવીને મળતો સંતોષ કે આનંદ એ ભ્રમ છે. આત્મિક આનંદના વાઘા પહેર્યાનો ભ્રમ છે.
જનહિતને માટે ઉપદેશનું કાર્ય મુનિ પોતાના જ સ્વાધ્યાય માટે
હૃદયપ્રદીપનાં અજવાળાં * ૧૦૫
Page #113
--------------------------------------------------------------------------
________________
કરે છે. મોટી ધર્મસભાની – સમૂહની અપેક્ષા રાખવી પોતાના આત્મહિતને બાધક છે. લોકની ભીડ નહિ પણ લોકહિતની વિશેષતા જોતાં મુનિ ઘણી ભીડમાં રાચતા નથી.
વળી લોકસમૂહ વધે એટલે જૈનશાસનની સેવા ગૌણ થાય. વીતરાગના માર્ગની ગૌણતા થાય, અને વ્યક્તિગત મહત્તા વધારવા પોતાના મતની સ્થાપના કરે, અને પોતાને અનુસરતા સમૂહને પણ પોતાના મતમાં લઈ આ ધર્મ છે તેમ મનાવી સ્વ-પર અહિત કરે છે. પોતાના મતવાદને વિકસાવવા ઘણા બાહ્ય ક્રિયાકાંડો ઊભા કરી લોકમાં પોતાના વાદની મહત્તા વધારે છે. તે ભૂલી જાય છે કે પોતે શાસનનો સેવક છે. પોતાના મતનો મદ તેને આત્માના અમૃતપાનમાં બાધક બને છે.
શાંત મુદ્રા, સમતા, પ્રસન્ન મુદ્રા જેવા પ્રકારોનો દેખાવ કરી લોકમાં ચાહના મેળવે છે. મોહનીય કર્મ રૂપાંતર થઈ મુનિને ભુલાવે છે. આ કંઈ દેખાવ નથી, અંતરંગ દશા છે. આવા ભ્રમિત જીવનમાં આત્મભાવની નિર્મળતાનો સ્વાદ ક્યાંથી આવે !
રાબિયા સંતને ત્યાં એક સંત સત્સંગ માટે આવ્યા. તેઓ નદીકિનારે ગયા હતા. સંત કહે ચાલો ને નદીની મધ્યમાં સત્સંગ કરીએ અને તેમણે એક ચટાઈ પર બેસી, રાબિયાને બેસાડ્યાં, ચટાઈને નદીની મધ્યમાં રાખી સત્સંગ ચર્ચા શરૂ કરી.
થોડી વાર પછી તેમણે જોયું કે ચટાઈ તો નદીના પાણીથી અધ્ધર આકાશ શ્રેણિમાં લટકીને પણ સ્થિર છે. તે સંત સમજી ગયા કે મારા કરતાં રાબિયા પાસે ઘણી લબ્ધિ છે પણ તેની પ્રસિદ્ધિ કરતાં નથી. એમ પણ કહ્યું નહિ કે જુઓ તમે તો પાણી પર ચટાઈ રાખી છે પણ હું તો ચટાઈને ન ધરતી, ન પાણી ફક્ત આકાશનો આધાર આપું છું. આ જોઈ તેઓ રાબિયાને નમી પડ્યા. * રાબિયાએ આત્મરસ ચાખ્યો હતો. તેમાં વચ્ચે આવી લબ્ધિઓ સહજ આવી મળે પણ તેનું પ્રદર્શન શા માટે ? જેને પ્રભુદર્શનમાં
૧૦૬ * હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #114
--------------------------------------------------------------------------
________________
રસ છે તેને વળી પ્રદર્શન કેવાં?
આત્મરસના અનુભવીને લોકની ભીડની જરૂર નથી, મતપંથની જરૂર નથી. બહારથી કંઈ મેળવવાની અપેક્ષા નથી. આત્મરસ નિમગ્ન મુનિ મૌન થાય છે.
આત્મભાવ શું છે ! રાગાદિ પરભાવરહિત અંતરની નિર્મળ દશા છે. તારા હાથમાં એક પાત્રમાં પાણી છે, તારે દૂધ લેવું હોય તો શું કરવું પડે?
પાત્રમાંથી પાણી કાઢી નાખવું પડે. તે વાત જેમ તું જાણે છે તેમ ભાઈ મનમાંથી રાગાદિ ભાવ કાઢી નાખવા પડે. તેમ થવા માટે તારે જ્ઞાનીજનોની નિશ્રામાં તેની ચાવી મેળવવી પડે. સંસાર અને સત્સંગ સાથે ચાલે તેવા નથી.
વિષયોના રસ ચાખવા તું કેટલો મચ્યો પણ તે રસ તો હાથમાંથી પારો છટકે તેમ ક્ષણમાત્રમાં છટકી જાય છે. સુંદર રસગુલ્લા મુખમાં મૂકે જીભ જરા સ્વાદ લે ત્યાં તો એ પદાર્થ આગળ ધકેલાઈ જાય છે. વારંવાર મૂકવાથી તને એમ લાગે છે કે એ રસ દીર્ઘકાળનો હતો, પણ એમ તો છે નહિ. તે જ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો પણ વિષયના રસને ક્ષણિક જ ભોગવી શકે છે. તેનું લક્ષણ જ ક્ષણિકવર્તી છે તેને તું કેવી રીતે ટકાવી રાખશે ? .
આત્મા સ્વયં શાશ્વત નિત્ય છે. તેથી તેના અનુભવનો રસ પણ શાશ્વત અને સાતત્યવાળો છે. એ રસમાં ડૂબેલા મહાત્માઓને આહારાદિ પણ છૂટી જાય છે. શારીરિક જરૂરિયાતો ગૌણ બને છે. બાહ્ય પ્રવૃત્તિનો આધાર જરૂરી નથી લાગતો. એ રસ જાણ્યો તેણે માણ્યો છે.
ગાઢ જંગલમાં આત્મરસમાં લીન મહાત્માને ઉપર આભ ઓઢવાનું સાધન છે. નીચે ધરતી શય્યાનું સાધન છે. કુદરતનાં હવાપાણી આહારનું સાધન છે. પોતાનામાં રહેલા સમતાદિ ગુણો તેમના સ્વજન છે. આત્માનુભવ ગુરુ છે. નિર્મળતા સ્વરૂપ પરમાત્મપદ
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૦૭
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે દષ્ટિ એ તેમનું સદા રક્ષણનું સાધન છે. એ આત્મરસમાં નિમગ્નને સ્વયં સ્વરૂપનું અવલંબન છે. તેને લોકરંજન કે મતપંથમાં નીરસતા છે.
“આત્માનુભવ નથી ત્યાં સુધી બીજાને બતાવવાની હોડ ચાલે છે. અંદર ખાલીખમ અને બહાર એવો દેખાવ રાખે છે કે જાણે પોતે પરમ સિદ્ધિ સ્વરૂપ બની ગયા છે.
જાત સાથે આવી છેતરપિંડી !
માણસ પોતે જ્ઞાની કે યોગી બની ગયો તે બતાવવાની એટલી બધી મહેનત કરે છે કે ખરેખર એટલી મહેનત જો સાચુકલી રીતે કરે તો તે કદાચ સાચો જ્ઞાની બની જાય !
દરિયા તરફ ચાલતા પ્રવાસીને દરિયો નજીક આવતાં ઠંડા પવનની લહેરખીઓનો અનુભવ થાય છે. અને એ નક્કી કરી લે છે કે દરિયો નજીક છે.
એમ રાગદ્વેષ ઓછા થતા જાય તેમ સાધક નક્કી કરી શકે છે કે પોતે પ્રભુના માર્ગ પર ચાલી રહેલ છે. - આમ પરિણામલક્ષી સાધના ન હોય ત્યારે એવું બની શકે કે સાધક લોકરંજન તરફ ઢળી જાય.
સાધના દ્વારા લોકરંજન એટલે શ્રેષ્ઠતમ સાધનાનો હલકામાં હલકો ઉપયોગ.
ના, સાધક આમ ન કરી શકે. એનો તો જીવનમંત્ર છે. “રીઝવવો એક સાંઈ મારે માત્ર મારા પ્રભુને રીઝવવા છે. ન વિવાદ ન જનરંજન, પ્રભુને રીઝવવાનો એક માત્ર વિચાર જનરંજન પર ચોકડી મૂકી દે છે.
અનુભૂતિ આવી ગઈ. નથી હવે વિવાદ કરવાની ભૂમિકા કે નથી હવે જનરંજનની ભૂમિકા.”
૧૦૮
હૃદયપ્રદીપનાં અજવાળા
Page #116
--------------------------------------------------------------------------
________________
षण्णां विरोधोऽपि च दर्शनानां, तथैव तेषां शतशश्च भेदाः । नानापथे सर्वजन: प्रवृत्तः,
જો જો મારાવિનું સમર્થ ? ।। ૨૪ ।।
દર્શનો આપસમાં ભળે ના,
ને સેંકડો ભેદ પ્રભેદ તેના;
સદા રહે લોકરુચિ વિભિન્ન, શી રીતે થાયે સહુયે પ્રસન્ન ? ૨૪
ભારતીય દાર્શનિક પરંપરામાં છ દર્શનો છે. અને એમાં એક એક દર્શનના સેંકડો પેટા ભેદો હોય છે... ઘણા ઘણા સાધકો કોઈ ને કોઈ પેટા શાખા કે પ્રશાખામાં હોય છે... હવે ભિન્ન ભિન્ન વિચારધારાઓમાં રહેલા લોકોને કઈ રીતે ખુશ કરવા ?
ભારતીય દર્શનની પરંપરામાં છ દર્શનો છે.
જૈન, બૌદ્ધ, સાંખ્ય, પૂર્વમીમાંસા, નૈયાયિક અને વેદાંત, જૈન, બૌદ્ધ, સાંખ્ય, પૂર્વમીમાંસાના મતે સૃષ્ટિકર્તા એવો ઈશ્વર નથી. નૈયાયિકના અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્તા છે. વેદાંતને અભિપ્રાયે આત્માને વિશે જ્ગત કલ્પિત પણ ભાસે છે. તે રીતે ઈશ્વરને કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૦૯
Page #117
--------------------------------------------------------------------------
________________
૧. જૈનદર્શનના અભિપ્રાયે અનંતદ્રવ્યઆત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતનાયુક્ત છે. નિત્યપરિણામી છે. પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી, સ્વશરીરને અવગાહીને રહેલા છે. અશરીરી સિદ્ધ ભગવંતો લોકોગ્રે વસેલા છે. આત્મા ત્રિકાળી ધ્રુવની માન્યતા છે.
૨. બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ વસ્તુ સ્વરૂપે આત્મા નથી. ક્ષણિક છે, અર્થાત્ પલટાતી પર્યાયને લક્ષે છે. વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાય દુઃખાદિ તત્ત્વ છે. તેમાં વિજ્ઞાનáધ ક્ષણિક આત્મા છે.
૩. નૈયાયિકનો અભિપ્રાય સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. તે પ્રમાણે ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાંનિધ્યથી જ્ઞાન ઊપજે છે.
૪. સાંખ્યનો અભિપ્રાય સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. તે નિત્ય છે પણ અપરિણામ અને ચિત્માત્ર સ્વરૂપ છે.
પ. પૂર્વમીમાંસા = જેમેનિ – અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતનસ્વરૂપ છે.
૬. ઉત્તરમીમાંસાનો અભિપ્રાય એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે. વેદાંત નામે પ્રસિદ્ધ છે.
જૈનદર્શનના પ્રકારાંતરે મુખ્ય બે ભેદ છે દિગંબર, શ્વેતાંબર
બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શનો વેદની મુખ્યતાવાળાં છે. બૌદ્ધ અને જૈન બંને સ્વતંત્ર દર્શન છે.
૬. ચાર્વાકદર્શન : આત્માદિ પદાર્થને નહિ સ્વીકારતું ચાર્વાકદર્શન કેવળ વર્તમાન જીવનને જ સ્વીકારતું દર્શન છે.
વાસ્તવમાં વિચારીએ તો જૈનદર્શન પૂર્ણદર્શન અનેકાંતદર્શન હોવાથી આ દરેકના એક એક અભિપ્રાય સમાઈ જાય છે. છ આંધળા હાથીને જોઈ શકતા ન હતા તેથી તેમના હાથ જે અંગો પર પડ્યા તેવો હાથી તેમણે માન્યો.
પેટને અડ્યો તેણે દીવાલ જેવો માન્યો. પગને સ્પર્ધો તેણે
૧૧૦ : હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #118
--------------------------------------------------------------------------
________________
થાંભલા જેવો માન્યો. પૂંછડાને સ્પર્યો તેણે દોરડા જેવો માન્યો. આ છ દર્શનના દ્રષ્ટાઓએ જેટલું તેમના જ્ઞાનની મર્યાદામાં આવ્યું તેટલું જણાવ્યું.
કોઈ દેખતા માણસે કહ્યું કે તમે છ ભેગા થાવ તો હાથીને સાચો અને પૂર્ણ જાણી શકશો. તેમ જૈનદર્શનમાં બધા દર્શન સમાઈ જાય છે.
વળી આ દરેક દર્શનના અસંખ્ય ભેદ-પ્રભેદ છે. કોઈ નવો સાધક નવેસરથી ધર્મમાર્ગમાં પ્રવેશ કરવા માગે તો તે ભુલભુલામણીમાં અટવાઈ જાય.
જૈનદર્શનમાં પણ આજે કેટલાય ભેદ-પેટાભેદ પ્રવર્તે છે. દરેક પોતાનો મત સાચો માને છે.
જૈનો કહેશે જૈનમ્ યતિ શાસનમ્
બૌદ્ધો કહેશે બુદ્ધ શરણમ્ ગચ્છામિ.
શ્રીકૃષ્ણ કહેશે પરધર્મ ભયાવહ,
અભિનંદન જિન દર્શન તરસીયે, દર્શન દુર્લભ દેવ, મત મત ભેદે રે જો જઈએ પૂછીએ સૌ થાપે અહમેવ.
શ્રી આનંદઘનજી.
કોઈ કહે આગમ પિસ્તાળીશ છે. કોઈ કહે છે બત્રીસ છે. કોઈ કહે છે તે મૂળ આગમ નથી. કોઈ કહે છે ભગવાન વીતરાગ છે. કોઈ કહે છે રાગી છે (આંગીવાળા) કોઈ કહે ભગવાન સ્થાપના નિક્ષેપે(મૂર્તિ) નથી આમ ઘણા ભેદ જોવામાં આવે છે.
એક જ વીતરાગમાર્ગમાં પણ જો આવા મતભેદો હોય તો અન્ય દર્શનોનો સાગર જેવો જબરદસ્ત પ્રવાહ તેમાં કોઈ કહેશે કે મારો જ મત સાચો તો તેની તતૂડી કોણ સાંભળશે ? વળી લોકોને દેહલક્ષી સંસારલક્ષી સુખ, મનોરંજન જેવા વિષયોની પ્રીતિ આદિનું વ્યસન છે. તેથી જીવો સહેલા અને સુખલક્ષી પ્રવાહો તરફ જ તણાય છે.
હૃદયપ્રદીપનાં અજ્વાળાં * ૧૧૧
Page #119
--------------------------------------------------------------------------
________________
આથી કોઈ વાર એવું લાગે છે કે જન્મે મળેલા ધર્મસંપ્રદાયમાં એક સંસ્કારને તત્ત્વદૃષ્ટિએ વળગી રહેવાથી, નિર્દોષ જીવનલક્ષી બનાવવાથી, પ્રબળ જિજ્ઞાસાથી સાચો માર્ગ, અને તેના માર્ગદાતા મળી રહે છે. તેને ચારોચારી સંજીવની ન્યાય કહે છે.
કોઈ બાઈનો પતિ સપત્ની લાવવાથી દુ:ખી થઈ. તેણે પતિને વશ કરવા એક જડીબુટ્ટી મેળવી. તે જડીબુટ્ટીના પ્રભાવે પતિ બળદ બની ગયો. હવે તેની સંભાળ રાખવા નવી પત્ની તૈયાર ન હતી. આથી પ્રેમવશ તે બળદ બનેલા પતિની સંભાળ રાખતી. જંગલમાં ચારો ચરાવવા લઈ જતી. બિચારો પતિ કામવશ કેવું દુઃખ પામ્યો ! રોજનાં શીરાપૂરી મૂકી ઘાસ ખાવા લાગ્યો. બંને પત્ની દુઃખી થઈ. બળદ પણ પસ્તાતો હતો.
એક દિવસ બાઈ પતિને જંગલમાં લઈ ગઈ, ત્યાં બળદ ચારો ચરે છે. ઉપરથી એક વિદ્યાધર વિમાનમાં જતો હતો તે તેની વિદ્યાધરીને કહેતો હતો, આ બળદ મૂળમાં માનવ છે. આ જંગલમાં અમુક વનસ્પતિ છે તે જો ખાય તો બળદ પાછો અસલ રૂપમાં આવી જાય.
બાઈએ આ વાત સાંભળી પણ તેને વનસ્પતિનો અનુભવ ન હતો. તેથી બળદને તેણે દૂર સુધી છૂટો મૂકી દીધો. ત્યાં યોગાનુયોગ પેલી વનસ્પતિ બળદના ખાવામાં આવી તે પુનઃ માનવપણું પામ્યો.
આ પ્રમાણે કોઈ જીવ ઘણા પ્રકારના મતોના પરિચયમાં આવે, પણ જો સાચી જિજ્ઞાસા હોય તો તેને સન્માર્ગનો યોગ મળી રહે. વળી ઉપદેશકે પણ સમજવું કે લોકોની રુચિ ભિન્નપણે પ્રવર્તતી હોય છે. વળી એક જ વ્યક્તિમાં પણ વિભિન્ન માન્યતાઓ હોય છે. તે દરેકને રાજી રાખી શકાતા નથી. વળી ધર્મમાર્ગ લોકને રાજી રાખવા માટે પણ નથી. ભલે સદ્ધર્મનું પ્રસારણ અલ્પ થાય પણ અધર્મનો પ્રચાર કરી લોકોને પ્રસન્ન કરવાનો પ્રયત્ન એ ધર્મમાર્ગનો અપરાધ છે.
વળી દરેક કાળને વિશે અધ્યાત્મની, તત્ત્વની રુચિવાળા જીવો
૧૧૨ * હ્રદયપ્રદીપનાં અજવાળાં
Page #120
--------------------------------------------------------------------------
________________
અલ્પ સંખ્યામાં રહેવાના છે. માટે સાચા ઉપદેશકે ભીડની અપેક્ષા રાખી મોટાઈમાં ખેંચાવું નહિ.
નહિ ગ્રંથોમાંહિ જ્ઞાન ભાળ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્રો તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભળ્યો સાંભળો.
શ્રીમદ્ રાજચંદ્ર વિવિધ પ્રકારના મત, પંથ અને દર્શનોના વનમાં આત્મલક્ષી જીવે મૂંઝાવું નહિ. વળી ગચ્છના ભેદને કારણે સામાન્ય વ્યવહારધર્મમાં આગ્રહોને કારણે જીવો સાચા ધર્મથી વંચિત રહે છે. વળી જનસમાજમાં તત્ત્વનો અભ્યાસ કે બોધ નથી કે સાચા ધર્મને ગ્રહણ કરે.
વળી આ કાળે કોઈ પૂર્ણજ્ઞાની નથી. ક્ષયોપશમ જ્ઞાનવાળા મહાત્માઓના યોગે બોધ લેવાનો છે. તે દરેકની શૈલીના પ્રકારાંતરે ભેદ પડવાનો, લોકની રુચિમાં પણ ભિન્નતા હોય છે. છતાં ઉપદેશકે નિસ્પૃહભાવે, કરુણાદષ્ટિએ આત્મહિતને લક્ષમાં રાખી સ્વ-પર શ્રેયાર્થે ઉપદેશ આપવો. માત્ર મનોરંજનાર્થે ઉપદેશ નથી, કે લોકેષણા માટે નથી તેમ જિનાજ્ઞાને શિરોમાન્ય કરવાથી સ્વ-પરહિત છે.
જૈનદર્શનમાં શ્રી તીર્થકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે તેવો નિર્ણય અન્ય દર્શનમાં પ્રાયે જણાતો નથી. ભાઈ ! તને તો આ મહામૂલું દર્શન સહેજે મળ્યું છે તો પછી સહજાવસ્થાને પ્રાપ્ત કરી લે.
ષડ્રદર્શનમાં બાધકતા નથી. પણ આત્માને કેવળ મુક્તદષ્ટિએ જોતાં તીર્થકરે જ્ઞાનની મુખ્યતાથી નિરૂપણ કર્યું છે. પડ્રદર્શનમાં આત્માની વિચારણા તો છે પણ તેમાં તારતમ્યતા છે. માટે પદર્શન ગુરુગમે સમજવા જરૂરી છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૧૩
Page #121
--------------------------------------------------------------------------
________________
तदेव राज्यं हि धनं तदेव, तपस्तदेवेह कला च सैव । स्वस्थे भवेच्छीतलताशये चेद, નો વેદ્ વૃથા સર્વમિ દિ મચે ! ર૧ ||
એ રાજદ્ધિ વળી એ સમૃદ્ધિ એ સાધના એ બળ, એ જ બુદ્ધિજો ચિત્તમાં શીતળતા રહે છે,
ને અન્યથા સર્વ વૃથા ઠરે છે. ૨૫ તે જ રાજ્ય, ધન, તપ અને કળા છે, જેના વડે સ્વસ્થ હૃદયમાં શીતળતા-ઠંડક મળે. અને જો એ ન મળે તો બધું જ નિરર્થક છે.
જેની પાસે સમ્યગુ વિચારણા છે, અંતરંગમાં સમભાવ છે, તેને રાજઋદ્ધિ કે બાહ્ય સમૃદ્ધિ હો કે ન હો જીવને કંઈ અપેક્ષા નથી.
સાધનાકાળમાં પણ ચિત્તની સ્વસ્થતાને કારણે બાહ્ય પરિવર્તનશીલ જગતના કંઠોમાં વિકલ્પ નથી. આવું કેમ? શા માટે ? તેવા કોઈ આશ્ચર્ય કે બાધા નથી. જે કંઈ બને છે તે નિયમથી બને છે. આવી સાધના વડે અંતરંગ શુદ્ધિની વૃદ્ધિ થાય છે.
સમ્ય વિચારણાને કારણે તેમનું આત્મબળ જીવનની આગળની કેડીને કંડારે છે. અમાસની રાત્રે અંધારામાં ચાલતા મુસાફરને ચાર ડગલાં દેખાય, વળી આગળ ચાલે એટલે ચાર ડગલાં દેખાય. એમ
૧૧૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #122
--------------------------------------------------------------------------
________________
આત્મબળ વૃદ્ધિ પામે છે તેમ ચિત્તની દશા શાંત-શીતળ રહે છે.
જેમ રક્ષિત સ્થાનમાં બેઠેલી વ્યક્તિ પોતાના મકાનની કાચની બારીમાંથી જુએ છે કે બહાર અનરાધાર વરસાદ પડે છે છતાં તેને ભીંજાવાનો ભય નથી. કે બહાર આકાશ ચોખ્યું હોય તો તેને કંઈ તેની ખુશી નથી, તેમ જે અંતરંગમાં શાંત છે, જેનું ચિત્ત સ્વસ્થ અને શીતળ છે, તેને બહાર જે કંઈ બને છે તે જગતસ્થિતિના નિયમે બને છે તેમાં તેને અનુકૂળતા કે પ્રતિકૂળતા સર્વ સમાન છે.
જો ચિત્ત સ્વસ્થ નથી. જીવન ભયોથી ભર્યું છે તો રાજ્ય ઋદ્ધિ હો, મહાસૈન્ય હો તોપણ તેને ચારે બાજુ ભય છે. જો અન્યની રાજસંપત્તિ ઝૂંટવીને મેળવી છે તો ચિત્તમાં શીતળતા મળવાની નથી. જો પુણ્યથી મળે છે અને સંતોષ છે તો તેને કંઈ ભય નથી.
સંસારથી વિમુખ થઈને સાધના કરનાર જો પરથી અપેક્ષામાં મૂંઝાય છે, તો સાધના થવા છતાં ચિત્તને શાંતિ નથી. તેથી સાધના વૃથા નીવડે છે. સાધનાનાં સાધનસ્વભાવાલંબી છે તેની સાધના સાર્થક છે.
શારીરિક બળ ધરાવતો માણસ કોઈને ગુલાંટ ખવરાવી દે પણ જો શરીરમાં પીડા થાય તો મૂંઝાઈ જાય. એ બળ બાહ્ય દેખાવજનિત છે. અંતરંગ નબળું હશે તો તે બળ વૃથા છે.
બુદ્ધિ વડે માણસ ગમે તેટલો કુશળ મનાય, મોટો પદવીધારી હોય તો પણ જો ચિત્ત અશાંત છે તો તે બુદ્ધિ પણ વૃથા છે.
એક ખેડૂતના ખેતરમાં મોસમી પાક ઘણા જથ્થામાં ઊગ્યો હતો. ખેડૂતના ખેતર પાસેથી એક સંન્યાસી નીકળ્યા. તેમણે કહ્યું કે તારા ખેતરમાં પાક ઘણો ઊગ્યો છે.
ખેડૂત કહે હા, પણ હજી ઘર ભેગો થયો નથી. કોણ જાણે કાલે શું થાય?
થોડા દિવસ પછી પાક લણાઈ ગયો. વળી પેલા સંન્યાસી ત્યાંથી નીકળ્યા. કેમ ભાઈ, હવે તો ખુશી ને? અરે, સંન્યાસી તમે શું સમજો !
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૧૫
Page #123
--------------------------------------------------------------------------
________________
આમ ત્રણ ચાર વર્ષ ઘણો પાક ઊતરે પછી જમીનમાં કસ શું રહેશે? આમ માણસ સંસારમાં સદાય રડતો જ રહે છે તેને ક્યાંય શાંતિ નથી.
કોઈ જીવ પૂર્વના બળવાન સંસ્કારને કારણે વિશુદ્ધ મનવાળો હોય છે, સરળચિત્ત હોય છે. તેણે આત્મસ્વરૂપ પ્રાપ્તિને લક્ષમાં રાખી પછી ક્રિયામાં, તપ, જપ, વ્રતાદિ ને સાધના કરવી. કારણ કે પૌદ્ગલિક વિષયોની અસારતા સમજાયા વિના પુનઃબંધન ન થાય તેમ ધર્મક્રિયા થતી નથી.
જેને વિશુદ્ધ પરિણતિ નથી કે મનની નિર્મળતા નથી તેણે પ્રથમ નીતિમય જીવન ગુજારવું. પછી ગૃહસ્થને યોગ્ય તપ, જપ, વ્રત આદિ ક્રિયાઓ પૂર્ણ ભાવનાથી કરવી. જેથી મન નિર્મળ વિચારશક્તિને લાયક બને. ત્યાર પછી આત્મસ્વરૂપને જાણવા પ્રયત્ન કરે તો સુલભતાથી તે થઈ શકશે. તે તત્ત્વબોધ પરિણામ પામશે. તેની સાધના સાર્થક થશે. - એકની એક વસ્તુ લાંબી ટૂંકી નજરવાળાને એક સરખી જણાતી નથી તેમ જીવોનાં કર્મોના ક્ષયોપશમને કારણે સ્વરૂપ/તત્ત્વનો બોધ એકસરખો થતો નથી. આ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ કે સમ્યગુદૃષ્ટિ પ્રમાણે અધિકારી જીવોને વસ્તુનો બોધ પ્રાપ્ત થાય છે. જેટલી મનની નિર્મળતા તેટલો સ્વરૂપબોધ સુલભ થશે. અન્યથા વૃથા છે.
સરોવરનું જળ એક જ છે પરંતુ તેનું પરિણામ જુદા જુદા રૂપે થાય છે. તે પાણી ગાયના પેટમાં જાય તો દૂધરૂપે પરિણમશે. સર્પના પેટમાં જાય તો ઝેરરૂપે પરિણમશે. આંબાને પાવાથી મીઠાશરૂપે પરિણમશે. લીમડાને પાવાથી કડવાશરૂપે પરિણમે છે. આ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ અને સમ્યગુદૃષ્ટિ જીવને યોગ્યતા પ્રમાણે બોધ પરિણમશે. મિથ્યાષ્ટિ સાધનનો ઉપયોગ ભોગ માટે કરશે, સમ્યગુદૃષ્ટિ સાધનનો ઉપયોગ મુક્ત થવા માટે કરશે.
જીવને જો એક વાર સત્ય સ્પર્યું છે તે કદાચ સત્યથી વિખૂટો
૧૧૬ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #124
--------------------------------------------------------------------------
________________
પડે તો પણ અંતરના ઊંડાણમાં વેદના અનુભવશે. તે વેદના તેને પુનઃ સત્ય પ્રત્યે લઈ આવશે. સ્થૂલિભદ્ર ભલે કોશાની સાથે બાર વર્ષ પૂરા ભોગવિલાસમાં રહ્યા પણ અંતરમાં એક ખટકો હતો કે હું પાપપંથે પડેલો છું. પિતા કહેતા હતા કે કોશાનો પરિચય પાપ છે. અને સમય આવ્યે એ ખટકાએ ભોગવિલાસ પર ફટકો લગાવ્યો.
નંદિષેણ કામલતા સાથે શય્યામાં નિદ્રાધીન થવા છતાં હૃદયના કોઈ ખૂણામાં અંગારા ચંપાતા હતા. હું કોણ હતો ? મારો આદર્શ શો હતો? અને હાલ હું ક્યાં છું? મારો સંકલ્પ એક છોર પર અને આ મારું આચરણ બીજા છોર પર? તેથી તેણે ઉપાય યોજી દીધો. રોજ દસ માનવને બોધ પમાડવો. જે દિવસે વ્રતપાલન ન થયું તે દિવસે દૃષ્ટિ ખૂલી ગઈ. કારણ કે એક વાર સત્યનો સ્પર્શ કર્યો હતો. સમય આવ્યું તે પ્રગટ થયો.
“ટાંકણી મારો ને છેદ પડે તે કાગળ હોય, પથ્થર ન હોય, તેમ ચિત્તશુદ્ધ હોય તો પરભાવ પ્રવેશ ન કરે. જો અંતરલોકમાં ડોકિયું પ્રવેશ થાય તો પ્રકાશ પ્રકાશ જ છે.
વિભાવનાં વસ્ત્રો દૂર ફેંકી દો, ઇચ્છાઓને નિરર્થક ગણો. સંયમમાં આ રીતે એકાગ્રતા થાય ત્યારે પ્રભુનો સ્પર્શ મળે. જિનગુણદર્શન દ્વારા નિજગુણદર્શન, જિનગુણ સ્પર્શ દ્વારા નિરગુણ સ્પર્શ. જિનગુણ અનુભૂતિ દ્વારા નિજગુણ અનુભૂતિ.”
આદિ અને અંતરહિત કાળના પ્રત્યેક તાણાવાણા સાથે જીવનો દુઃખમય સંસાર જોડાયેલો છે. કાળનાં પરિવર્તનો જીવો પર પ્રહાર કરે છે. તેમાં અનંત ઉત્સર્પિણી, અનંત અવસર્પિણી પસાર થઈ ગઈ, કાળચક્રો પસાર થઈ ગયા. સંસારની પેલે પાર કાળચક્ર કામ કરતું નથી.
એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માનવબળ-બુદ્ધિ મળ્યાં છે. જો સિદ્ધિગતિને બદલે સંસારવૃદ્ધિ જ થયા કરે તો એ સાધના-બળ-બુદ્ધિ વૃથા છે. અને જો ચિત્તમાં શીતળતા છે તો સર્વ સાર્થક છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૧૭
Page #125
--------------------------------------------------------------------------
________________
रुष्टैर्जनैः किं यदि चित्तशान्तिस्तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान्, વ: સાપને દિ યોજી || રદ્દ |
જો ચિત્ત શાંતિ, અપમાનથી શું? જો છે અશાંતિ, બહુમાનથી શું? ના રીઝવે, ન વળી ખીજવે છે,
યોગી સદા સ્વસ્થપણે રહે છે. ૨૬ ચિત્તમાં શાંતિ હોય તો લોકો અપમાન કરે તો શું ? અને જો ચિત્તમાં અશાંતિ હોય તો લોકો બહુમાન કરે તોય શું? ઉદાસીન, સ્વસ્થ યોગી બીજાને ખુશ કરતો નથી કે બીજાને દૂભવતો નથી.
યોગી સદા સ્વસ્થ રહે છે. તે જાણે છે કે સ્વભાવધર્મ બળવાન છે. દેખાવે સખત છતાં લોખંડનો ગોળો બળવાન નથી, જળકણના સ્પર્શથી કાટ લાગી લોખંડ ઓગળવા માંડે છે. તેમ આ ધરતીના રાજ્ય કરતાં યોગીઓની હૃદયધરાની સમતા બળવાન છે. કઠણ અંતરશત્રુઓ તેથી ઓગળી જાય છે.
હા, પણ આ વીતરાગનો ધર્મ શૂરવીરનો છે. સિકંદરને ધરતી પર સામ્રાજ્ય સ્થાપવા જે શક્તિ હતી તેના કરતાં આધ્યાત્મિક ક્ષેત્રે સ્વને અનુભવવા માટે અતિવિશેષ શક્તિ જોઈએ છે. બળદિન
૧૧૮ હૃદયપ્રદીપનાં અજવાળા
Page #126
--------------------------------------------------------------------------
________________
આત્મત્વ પ્રાપ્ત કરી શકતો નથી. ચારે બાજુ ભયોથી ઘેરાયેલો આત્મસાધના કરી શકતો નથી.
યોગમાર્ગીનું મન કેવું હોય ? માન-અપમાન, મીઠાશ કે કડવાશ જેમાં સ્પર્શી ન શકે તેવું સાહસિક અને સ્વસ્થ મન જોઈએ. બૌદ્ધિક ક્ષેત્રે જાણકારીનો વિસ્તાર તો ઘણો થયો, પણ અનુભવનો સ્પર્શ જ ન થયો.
આજના યુવાને – જીવે – છેક સિકંદરથી પહેલાનું ઘણું જાણ્યું હશે. છેલ્લી સિનેમાની હકીકતો જાણતો હશે. કયા માર્કેટમાં કઈ નવીન વસ્તુઓ આવી તે જાણતો હશે. અદ્યતન સાધનો વિશે જાણતો હશે પણ ભગવાન વિશે, ધર્મ વિશે મહાપુરુષોની કથા વિશે સાવ અંધકાર ! કશું જાણતો નથી. અને સ્વાત્મા વિશે ઘોર અંધારું ? પછી સ્વસ્થતા ક્યાંથી મળે ?
યોગી સદા શાંત સ્વસ્થ કેમ છે ? જ્ઞાનસારના શમાષ્ટકમાં પ્રકાશ્યું છે કે “સમતામૃતના સાગરમાં યોગી પુરુષો સ્નાન કરતા હોય છે. તેથી તેમના ચિત્ત શાંત હોય છે. તે યોગી પુરુષો આત્મજ્ઞાનમાં તન્મય બને છે.” ત્યારે બહારના કોલાહલો તેમના ચિત્તપ્રદેશ સુધી પહોંચતા નથી. ચિત્ત સ્વયં શાંતિના સામ્રાજ્યમાં લય પામ્યું છે. ત્યાં માન શું, અપમાન શું?’
વર્તમાન પરિસ્થિતિમાં ચારે બાજુથી માનવ અશાંતિની ભીંસમાં જીવે છે. પરંતુ ઇન્દ્રિયોના વિષયોના વિસ્તારથી એવો અંજાઈ ગયો છે કે તેમાં અશાંતિ છતાં શાંતિ માની બેઠો છે.
આ અપમાન અને બહુમાન શું છે ? માનવને પોતાની આકાંક્ષા પ્રમાણે અન્ય તરફથી ચાહના, કે વાહવાહ મળે તે માને છે કે આ બહુમાન એ શાંતિનું કારણ છે, અને જ્યારે તેનાથી વિરુદ્ધ સંયોગો મળે છે ત્યારે માને છે, આ અશાંતિ છે.
શાંતિ અને અશાંતિનું કારણ બહાર છે જ નહિ. જે ખૂણો
હૃદયપ્રદીપનાં અજ્વાળાં * ૧૧૯
Page #127
--------------------------------------------------------------------------
________________
અશાંતિથી ભરેલો છે તે જ ખૂણામાં શાંતિ રહેલી છે. તે હૃદયની નિર્દોષતાથી પ્રગટ થાય છે.
જેમ પાણીના એક જ પાત્રવાળા માનવને એ પાત્રમાં દૂધ લેવું હોય તો પાણી ફેંકી દેવું પડે. તેમ જો જીવ શાંતિ ઇચ્છે છે તો અશાંતિના કારણરૂપ લોકેષણા જેવી અપેક્ષાથી મનને ખાલી કરવું જોઈએ. એટલે શાંતિ આપોઆપ સ્થાપિત થશે.
શાંતિ-સુખની વ્યાખ્યા શું છે? સાચાં સુખ-શાંતિ એ છે કે જેનાથી કંટાળો આવતો નથી, કે અણગમો પેદા થતો નથી. જીવો ભળતાં જ શાંતિ-સુખમાં અટવાઈ ગયા છે. કોઈ ધનવૃદ્ધિમાં, કોઈ માનવૃદ્ધિમાં શાંતિ શોધે છે. પણ જ્યાં તે પદાર્થોમાં શાંતિ ન હોય, ત્યાં તે મળે પણ ક્યાંથી?
સુખ-શાંતિના નામે ભળતી વસ્તુની પાછળ જીવે દોડવામાં શું બાકી રાખ્યું છે, અને માનેલી અશાંતિ અને દુઃખથી છૂટવામાં શું બાકી રાખ્યું છે ?
જૈનદર્શન પામેલો સાધક જાણે છે કે પરમાત્માએ સૌને સિદ્ધ સમાન કહ્યા છે. આવી સમાનતા આવતાં જ કોઈ નાનું કે નીચું નથી, કોઈ મોટું કે ઊંચું નથી. આવા સમાનભાવમાં પછી માન શું, અપમાન શું?
મોટો જગતમાં સૌ નાના, અથવા હું નાનો જગત મોટું આવાં માન કે દીનતા સ્વસ્થચિત્તવાળા યોગીને નથી. સંયોગને સંયોગરૂપ જોતા યોગી કોઈના સંપર્કમાં સુખી નથી કે દુઃખી નથી.
યોગી આત્માને સર્વ સંયોગથી ભિન માને છે. માન-અપમાનના પ્રસંગમાં એકત્વભાવ ન હોવાથી યોગી સદાયે સ્વસ્થ છે.
માન-અપમાનના સંયોગમાં સુખી કે દુઃખી થવું તે મનની કલ્પના કે વિકાર છે. માનના કારણે ધન, માન કે દેહને જે પોતાના માને છે તેને શાંતિ ક્યાંથી હોય? જેણે દેહાદિને પોતાના માન્યા નથી,
૧૨૦ ક હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #128
--------------------------------------------------------------------------
________________
તે એક સંયોગ છે તેમ જાણતા હોવાથી યોગીને સંયોગાધીન માનઅપમાન પીડા આપતા નથી. વળી દેહાદિની ક્ષણિકતા જાણે છે તેથી તેમાં મૂછ પામતા નથી સદા સ્વસ્થ રહે છે.
“એક સર પોતાના શિષ્યવૃંદથી વીંટળાઈને નદીની ઊંચી ભેખડ પર બેઠા હતા. વાર્તાલાપ ચાલી રહ્યો હતો. અચાનક ગુરુએ સાધકોને પૂછ્યું, આ ભેખડ ધસી પડે તો શું થાય?
શિષ્યો: નદીના પ્રવાહમાં વહી જવાય. જોકે શિષ્યો સમજતા હતા કે ગુરુદેવનું ઇંગિત કંઈ જુદું છે. તેઓ પ્રશ્નસૂચક મુદ્રામાં ગુરુદેવ સામે જોતાં બેઠા રહ્યા.
ગુરુએ કહ્યુંઃ આપણે અત્યારે ભેખડ ઉપર છીએ. ભેખડ ઢળી પડે તો આપણે નદીમાં હોઈએ. અત્યારે ઉપર છીએ પછી અંદર જઈએ, શું ફરક પડે? આ એક ઔદાસીન્યતા છે
કોઈ અપમાન કરે કે બહુમાન કરે શું ફરક પડે? યોગી સ્વસ્થ છે. બાહ્ય તમામ પદાર્થોની ઉપર ઉઠેલ છે.
આવા યોગી કોઈને રીઝવવા ચેષ્ટ કરતા નથી કે કોઈને દૂભવતા નથી. ન પરને પ્રભાવિત કરે, ન પરથી પ્રભાવિત થાય. આવા સ્વસ્થ યોગી ભીતરમાં આનંદથી છલકાઈ રહ્યા છે.
જો અંદર અપૂર્વ આનંદ છે તો લોકો પ્રસન્ન હોય તો શું અને ભીતર તાપ જ તાપ હોય તો લોકો પ્રસન્ન થાય તો શું?
યોગી પોતાના ગુણોની – આનંદની સૃષ્ટિમાં મહાલે છે. બીજા જોડે એને શું સંબંધ છે.”
ભવ્ય જીવો! આ દુનિયાના પ્રપંચને જવા દો, સૌ કર્માધીન છે. તમે કેવળ ગુણવિકાસ કરતા રહો. દોષોને તિલાંજલિ આપો. પછી તમે પણ સ્વસ્થ અને પ્રસન્ન હશો.
હૃદયપ્રદીપનાં અજવાળાં - ૧૨૧
Page #129
--------------------------------------------------------------------------
________________
एक: पापात् पतति नरके, याति पुण्यात् स्वरेकः । पुण्यापुण्यप्रचयविगमात् मोक्षमेकः प्रयाति । सङगानूनं न भवति सुखम्, न द्वितीयेन कार्यम्, तस्मादेको विचरति सदानन्दसौख्येन पूर्ण: ।। २७ ।।
પુણ્ય સ્વર્ગે નરકગતિમાં પાપથી એકલો જ – આત્મા જાતો ઉભય ટળતાં મોક્ષમાં એકલો જ, બીજા સંગે સુખ નવ કદી, અન્યનું કામ ના કૈફ તેથી જ્ઞાની સહજ વિચરે મોજથી એકલો છે. ૨૭
કોઈ પુણ્યથી સ્વર્ગ પામે છે, કોઈ પાપથી નરક પામે છે. પુણ્ય અને પાપના વિલયથી કોઈ મોક્ષમાં જાય છે. સંગથી સુખ ન મળે, બીજાનું કંઈ કાર્યનથી એમ જાણી સાધક એકલો આનંદપૂર્ણ રીતે વિચરે.
તપ, જપ કે સત્કાર્યો વડે શુભભાવના નિમિત્તે પુણ્યબળે કોઈ જીવો સ્વર્ગલોકમાં જાય ત્યારે તેને ગમતી જડ ભૌતિક વસ્તુ કે વ્હાલાં સ્વજનોને લઈ જઈ શકતા નથી. કોઈ જીવ આ દેહ ત્યજી સ્વર્ગલોકમાં જાય ત્યાં બીજી જ ક્ષણે સુખભોગમાં લીન થાય, જ્યારે તે સમયે પૃથ્વી પર તેના પાર્થિવ દેહને વિદાય આપતાં સ્વજનો રડતાં હોય. આમ જીવ જન્મે છે એકલો મરણ પણ એકલો; જ પામે છે. જન્મ થતાં આપણા સગપણો જમીનની વનસ્પતિની જેમ ફૂટી નીકળે છે. મરણ થતાં એ સગાં લાકડાં ભેગો કરી દે છે. જન્મ-મરણનું આવું
૧૨૨ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #130
--------------------------------------------------------------------------
________________
કદરૂપું સ્વરૂપ જાણી જ્ઞાની એકલો મોજમાં સહજપણે વિચરે છે.
“સ્વામી રામતીર્થ ગંગાનદીના કિનારે એકલા નગ્ન બેઠા હતા. ત્યારે તેમની અંતરંગદશા કેવી હતી? પ્રકૃતિને પૂછે છે : તને રામની દયા આવે છે ?
રામ તો શહેનશાહ છે. જો હમણાં જ વર્ષારૂપી માતા સ્નાન કરાવી ગઈ. પવનરૂપી પરિચારિકા પંખો વીંઝી ગઈ. ગંગા નદીના જળતરંગો મીઠું સંગીત સંભળાવી ગયા. આ હિંસક-વન્ય પશુઓ મારી રખેવાળી કરે છે. “જ્ઞાની સહજ વિચરે મોજથી એકલો હૈ.”
આ જ્ઞાની યોગી પાસે અમેરિકાનાં અદ્યતન સાધનો નથી. તેલી પ્રદેશોના જેવો વૈભવ નથી. તેની પાસે નિઝામના રાજ્ય જેવો ખજાનો નથી. અરે ! એ હોવા છતાં તેઓ સુખી નથી. સ્વત્વથી ભરપૂર યોગી એકલો પણ સુખી છે.
વીરશાસનનો વારસદાર કેવો હોય ?દુઃખને સહી પ્રસન્નતાને પ્રગટ કરે. જીવો સહન કરે છે પણ વ્યથિત મન વડે. શેક્યો પાપડ પણ ન ભાંગી શકે તેવા નબળા મન વડે, એ મોક્ષનો પુરુષાર્થ કેમ કરશે?
ભગવાને સ્વયં જીવીને બતાવ્યું કે દુઃખ સહન કરવું તે શુદ્ધિનો માર્ગ છે. શાંતિથી પ્રસન્નતાથી સહન કરો, તેનાથી શુદ્ધ બનશો, શુદ્ધ બનેલો સિદ્ધ બને છે. વળી દુઃખ તો સહન કરો પણ સુખને ભોગવો નહિ, પદાર્થો પ્રત્યે નિર્લેપ રહી સહન કરો. પાપ પ્રકૃતિ છે તો પુણ્ય પ્રકૃતિ છે. તેમાં યોગીને ભેદ નથી.
જ્ઞાની કહે છે કે આ પ્રબળ આત્મચેતનાશક્તિ જે ગરમીથી બળતી નથી. ઠંડીથી થીજતી નથી કે ઠંડીમાં કરમાતી નથી. સુખદદુઃખદ બધું જ તેની સ્વસ્થતામાં પીગળી જાય છે.
જીવનમાં ચઢતી-પડતી, હસવું-રડવું, હર્ષ-શોકનો વંટોળ વાય છે. આ સર્વે કર્માણુઓની સાથેની વિચિત્ર લેવડદેવડ છે. ચેતના અને કર્મપરમાણુઓની વ્યક્ત થતી સાંયોગિક દશા છે તેમાં તું શાને મૂંઝાય છે! ઊઠ, જાગ, સત્ત્વને પ્રગટ કર તને શાંતિ જ છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૨૩
Page #131
--------------------------------------------------------------------------
________________
નારદજીને વાલિયો લૂંટારો ભેટી ગયો. નારદજીએ પૂછ્યું આવા લૂંટફાટના ધંધા કોને માટે કરે છે ? એનાં પાપ તારે ભોગવવાં પડશે.
વાલિયો: મારા કુટુંબના નિર્વાહ અને સુખ માટે. તેઓ મારાં સુખદુ:ખનાં સાથી છે.
નારદઃ તું જઈને પૂછી આવ. વાલિયો નારદજી ભાગી ન જાય તેટલા માટે ઝાડ સાથે બાંધીને પોતાની ઝૂંપડીએ પરિવારને પૂછવા ગયો.
વડીલો સમજદાર હશે. તેઓ કહે જે પાપ કરે તે પોતે જ તેનાં ફળ ભોગવે. વાલિયો સમજી ગયો કે કરેલાં કર્મ માટે જ ભોગવવા પડશે. આ કોઈ સાથે નહિ આવે. તે પાછો ફર્યો. તેણે નારદજીને છૂટા કરી પ્રણામ કર્યા. હાથ જોડીને ઊભો રહ્યો. નારદજીએ તેને તપનો માર્ગ બતાવ્યો, કરેલાં પાપો નષ્ટ કરવા વાલિયો તપમાં બેસી ગયો. વર્ષો વીત્યાં.
આખરે તેણે વાલ્મીકિ ઋષિ તરીકે જીવન મેળવ્યું.
અર્થાતુ જે દૂર કર્મો કરે છે તે પોતે જ નરકે પણ એકલો જ જાય છે. ત્યાંનાં દારુણ દુઃખો એકલો જ ભોગવે છે. સ્વર્ગમાં કે નરકમાં ક્યાંય કોઈનો સંગ નથી મળતો.
પણ જે જીવ પુણ્ય-પાપ બંનેને ત્યજી શુદ્ધ ધર્મમાં પ્રવેશ કરે છે તે સ્વયં મોક્ષે પણ એકલો જ જાય છે. જન્મ એકલો, મરે એકલો, તો પછી વચ્ચેના ગાળામાં આટલી લાંબી મજલ જીવ શું કામ કરતો હશે?
જ્ઞાની જે થાય છે તે જાણે છે. તેના પ્રતિકાર કે વિરોધમાં જવાનો વિકલ્પ કરતા નથી. જીવમાં જાગૃતિનો આત્મવિકાસનો મહાન અવસર આવે ત્યારે બાહ્ય પ્રલોભનોની ક્ષુદ્રતામાં જઈ વિકાસમાં અવરોધ ઊભો ના કરીશ. એ તારી પ્રગતિને બાધક છે. પૂર્વકૃત પ્રકૃતિનો ઉદય આવે વિરોધ શો? તેમાં તારી શક્તિનું બળ ઘટે છે.
બીજા સંગે સુખ નવ કદી... અન્યનું કામ કૈ ના.
કદાચ શરીરની વેદના હરવાનું ઔષધ હશે. બાહ્ય બંધનોની વેદના તોડવાનાં શસ્ત્રો હશે. પરંતુ ઊંડી ઊંડી થતી આત્મવેદનાને દૂર
૧૨૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #132
--------------------------------------------------------------------------
________________
કરવાનાં ઔષધ બહાર ક્યાંય નથી. આત્માની અનાથતાને દૂર કરવા માટે બહારનાં કોઈ સામર્થ્ય કામ આવી શકતાં નથી. પોતાની સનાથતા માટે પોતે જ સાવધાન થવું ઘટે. આત્માનાં અવલંબન તે જ સાચાં સાથી છે. બીજાં અવલંબનો જાદુગરના ખેલ જેવા તમાસાં છે.
બીજાં સંગે સુખ નથી. પછી સાધુને અન્ય વ્યક્તિ કે વસ્તુના સંગની શી જરૂર છે?
“અનાથી નામના યોગીશ્વર સંસારની અનિત્યતાને અનુભવી ચૂક્યા હતા. શરીરના દાહજ્વરથી વૈદ્યો, માતાપિતા, પત્ની કોઈ બચાવી શકે તેમ ન હતું. તેથી રાજઋદ્ધિ, માતાપિતાનો અપાર સ્નેહ, પત્નીનું પ્રલોભન સર્વ સંગ ત્યજી એકાકી ચાલી નીકળ્યા. જંગલમાં મોજથી આત્મધ્યાનમાં લીન થયા.” – ઉત્તરાધ્યયન મહાનિર્ગથીય.
સંગની અસર જીવ પર સચોટ થાય છે. ઋણના અનુબંધો ગાઢ પરિચયથી જાગે છે. સત્સંગથી જીવન અમૃતમય બને છે. અને પરસ્પર પ્રેમભાવનાથી અન્યોન્ય પ્રત્યે સાવધ રહેલા સાધકો સામે રહી જીવનના ધ્યેયને પહોંચી વળે છે.
સંગત કરો તો એવાની કરો કે જે સત્સંગમાં સહાયક થાય. સાધનામાં સહાયરૂપ બને છે જે બાધક હોય તેવા સંગનો ત્યાગ કરવો.
“તમે કોઈના ય સંગમાં નહિ તો પરમના સંગમાં. સંગની સજા બહુ માણી હવે અસંગનો આનંદ માણવો છે. સંગ પરનો છૂટતો જાય તેમ એકત્વનો આનંદ અનુભવાતો જાય.
નિશ્ચયદશા એટલે એકતા જ્ઞાન. એક માત્ર આત્માને અનુભવવાનું તે ક્યારે બને? તે માટે પરમાં જવાનું બિલકુલ બંધ થવું જોઈએ. તો જ સ્વમાં જઈ શકાય.”
અહીં એકલવાયાપણાનું દુઃખ નથી. સ્વર્ગમાં પણ એકલો જ જાય છે. નરકમાં પણ એકલો જ જાય છે. મોક્ષમાં પણ એકલો જ જાય છે. પછી હવે તને એકલા સ્વમાં રહેવાનો શું વાંધો છે? અહીં તો એકત્વની ખુમારી છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૨૫
Page #133
--------------------------------------------------------------------------
________________
त्रैलोक्यमेतद् बहुभिर्जितं यैमनोजये तेऽपि यतो न शक्ताः । मनोजयस्यात्र पुरो हि तस्मात्, તુvt રિનોવેશ વિનયે વનિ II ૨૮ |
સમર્થ જે હો જગ જીતવાને, અશક્ત છે તે મન જીતવાને; સાચો વિજેતા મનનો વિજેતા, નીચા ઠરે ત્યાં જગના વિજેતા. ૨૮
જે સમ્રાટો કે ચક્રવર્તીઓ છ ખંડને જીતવા તો સમર્થ બન્યા પણ તે મનોવિજયી બની શક્યા નથી. તેથી મનોવિજયીની સામે ત્રિલોકના વિજયને તણખલા તુલ્ય શાસ્ત્રકારો કહે છે. જીવનમાં ખૂટે છે સત્ત્વ-
દિવ્યશક્તિ જે શુદ્ધ અંતરમાં રહી છે. ઘાસ ગાયના ઉદરમાં જાય છે, ત્યાં એક પ્રક્રિયા બને છે. પછી દૂધથી ઘી સુધી ઘાસના કણો પરિણમન પામ્યા કરે છે. એ ઘી માનવના શરીરને પુષ્ટિ આપે છે. તેમ આત્મશુદ્ધિની પ્રક્રિયા છે.
મન જીતવાને પુરુષાર્થ જ સબળ સાધન છે. સ્વાધ્યાય જેવા સાધન વડે મનન, ચિંતન અને ધ્યાન દ્વારા આત્માનું ઊર્ધીકરણ થઈ આત્મત્વ પ્રગટ થાય છે. કેવળ જગતના પાર્થિવ પદાર્થો પાછળ જીવન વિતાવવું તે મહાપ્રસાદ છે. મહી નબળાઈ છે, તેના કારણે
૧૨૬ * હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #134
--------------------------------------------------------------------------
________________
પરમ વિશુદ્ધ તત્ત્વોથી જીવનકલા સાવ વિખૂટી પડી ગઈ છે. તેને ધ્યાન વડે શુદ્ધતામાં જોડવાની છે.
ભગવાન મહાવીરે કહ્યું: “હે ગૌતમ ! શરદઋતુનું ખીલેલું કમળ જેમ પાણીથી ઉત્પન્ન થવા છતાં નિરાળું રહે છે તેમ તું તારી આસક્તિથી અલગ થા. અને સર્વ વસ્તુના મોહથી રહિત થઈ છે ગૌતમ સમય માત્રનો પણ પ્રમાદ ન કર.
કાંટાવાળા માર્ગથી (સંસાર) દૂર થઈને મહા ધોરીમાર્ગ પર તું આવ્યો છું, માટે તે માર્ગ પર નજર રાખ. સમય માત્ર પણ પ્રમાદ ન કર. ગામ કે નગરમાં જતાં પણ સંયમી, જ્ઞાની, અને નિરાસક્ત થઈ વિચર. આત્મશાંતિમાં વૃદ્ધિ કર.”
મેં જાણ્યું એ લિંગ નપુંસક સકળ મરદને ઠેલે, બીજી વાત સમર્થ એ નર તેહને કોઈ ન લે.
શ્રી આનંદઘનજી. મન નપુસંક કહેવાય છે પણ રાવણ જેવાને તેણે એક સ્ત્રી જિજ્ઞાસામાં ભુલાવી રાંક બનાવી દીધો.
મહાત્મા યુધિષ્ઠિરને જુગારમાં ભેળવી રાજ્ય, બંધુ, પત્ની સર્વેને હોડમાં મૂકી દેતાં મનના વેગથી કેટલું ભયંકર પરિણામ આવ્યું.
રાજના વસ્ત્રાલંકારો ત્યજીને નીકળેલાં સીતાને કેવી બુદ્ધિ સૂઝી, કે રૂપાળા હરણને મેળવવાના મનમાં કોડ જાગ્યા. અને રાવણના સકંજામાં ફસાઈ પડ્યાં.
માસક્ષમણને પારણે માસક્ષમણ કરનાર વિશ્વભૂતિ મુનિએ ભત્રીજાના બે શબ્દોને મનમાં કેવો પ્રવેશ આપ્યો કે મુનિપણું વિસ્તૃત થયું અને આત્મબળ ત્યજીને શરીરબળ માંગી બેઠા.
રે મન ! તને વશ પડેલાં કોઈને છોડ્યાં નથી. હા, પણ જે મહામાનવોએ તને વશ કર્યું તેણે તે મોક્ષની યાત્રામાં સાથ આપ્યો. એટલે તને શું દોષ દઈએ ?
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૨૭
Page #135
--------------------------------------------------------------------------
________________
મનને સાધ્યું તેણે સઘળું સાધ્યું. તે ખરો વિજેતા. રણમેદાને તો શરીરના બળ પર ઘણા જીતી ગયા. પણ તે જ શૂરવીર, સ્ત્રીના બે મીઠા શબ્દો પાસે, આંખના ઇશારા પાસે, ધનની વૃદ્ધિ માટે કેવો રાંક બની જાય છે ? માટે ખરો વિજેતા મનને જિતનારો છે.
છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને.
શ્રીમદ્ રાજચંદ્ર એથી જ મનોવિજયની સામે ત્રિલોકના વિજયને તણખલા જેવો (શાસ્ત્રકારો) કહે છે.
મનોજથી થવું તે તો જીવનનો અર્ક-સ્વતત્ત્વ છે, તે બાહ્ય આરંભ, માન-અપમાન, હર્ષ-શોક જેવાં લોકસંજ્ઞાનાં પરિબળોમાં હોમાઈ જાય છે.
ભાઈ, આ સ્વતત્ત્વ તો મહામૂલું છે. તે જ પોતાની માલિકીનું છે. તેમાં સ્વનું મૂલ્ય સમાયેલું છે. એક વાર અંદર ઝાંકીને જો. બહાર વલખાં મારવાનું જવા દે, ત્યાં તારી દયા પણ કોણ ખાય? બધા જ દયાજનક સ્થિતિમાં છે. સંસાર પૂરો દુઃખ-દયામય છે.
આ સ્વતત્ત્વ – આત્મત્વ, નિજી વસ્તુ ત્રિકાળાબાધિત છે. જ્ઞાનમય હોવાથી આનંદમય છે.
તમે લોકદષ્ટિએ કેટલા આગળ છો, કેટલી પદવી ધરાવો છો એને આ સ્વતત્ત્વ સાથે કોઈ સંબંધ નથી. તમારા વસ્ત્રાલંકાર સાથે પણ કોઈ સંબંધ નથી.
આ સ્વતત્ત્વ અધ્યાત્મભૂમિમાંથી પ્રગટ થાય છે. તેને તમારામાં પ્રગટ થવા માટે આ માનવદેહ મળ્યો છે. તેને પ્રગટ થવાની મોકળાશ આપો. તે સ્વબળે ઊછરે છે, ઘાટ ઘડાય છે. આપબળે વિકાસ પામે
૧૨૮ * હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #136
--------------------------------------------------------------------------
________________
છે. તેમાં દુન્યવી સહાયની જરૂ૨ નથી. તેના આધારે જીવોની શક્તિ હણાય છે.
ભાઈ, તારા ચા૨-છ દસકા પૂરા થયા, ગઈ જિંદગી ૫૨ નજ૨ નાંખી જો. બાલ્યાવસ્થાની ઢીંગલા-ઢીંગલીની રમત હવે નથી જોઈતી. એ ઢીંગલા-ઢીંગલીથી તારાં બાળકોને પછી એનાં બાળકોને રમાડતો રહ્યો. પણ સાંઠ-પાંસઠે પણ જો તું રમતો જ રહે તો પ્રત્યક્ષ કરવાનું છે તે આત્મત્વ રહી જશે.
હવે તો જીવનની દરેક પળ આપણે જે મહાન કાર્ય માટે જન્મ્યા છીએ તેમાં રોકાવી જોઈએ.
વિચારી જો ! બાલ્યાવસ્થા રમતમાં, યુવાવસ્થા મોજશોખમાં ગુમાઈ. હવે પ્રૌઢાવસ્થા તો સાધના માટે જ, બાકી સર્વે ગૌણ કરજે. આત્માથી સૌ હીન”
હવે રમતગમત નહિ, મોજશોખ નહિ. એક જ કાર્ય આત્મઉપાસના.
“ભરત ચક્રવર્તીએ એક સરસ વ્યવસ્થા ગોઠવી હતી. તેઓ જ્યારે સિંહાસન બેસતા. કોઈ વિજય પ્રાપ્ત કરતા, ત્યાં સભામાં સૌ તેમની સ્તુતિ કરતા હોય. પણ થોડાક શ્રાવકો એમને કહેતા : હે રાજન : તમે ષટ્ખંડના વિજેતા ભલે હો, પણ ઇન્દ્રિયવિજેતા નથી. તમે મનોવિજેતા પણ નથી. આ વ્યવસ્થા તેમણે સ્વયં ગોઠવી હતી !” સુરદાસ જેવા ભક્તની ખુમારી કેવી ? તે કહેતા : મેરો મન અનત કહાં ઊડ જાવે ?
જૈસે પંખી જહાજ સે ઊડી ફિર જહાજ પે આયે.
મન વશ કરવું દુર્લભ છે પરંતુ જો તે પ્રભુના ચરણમાં મૂકવામાં આવે તો સુલભતાથી ઠરે છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૨૯
Page #137
--------------------------------------------------------------------------
________________
मनोलयानास्ति परो हि योगो, ज्ञानं तु तत्त्वार्थविचारणायाः । समाधिसौख्यान्न परं च सौख्यम्, संसारसारं त्रयमेतदेव ।। २९ ।।
યોગો મહીં શ્રેષ્ઠ મનોનિરોધ, જ્ઞાનો મહીં ઉત્તમ તત્ત્વબોધ; સંતોષ જેવું સુખ નહોય અન્ય, સંસારમાં સાર ત્રણે ય અનન્ય. ૨૯
મનોલયથી શ્રેષ્ઠ કોઈ યોગ નથી. તત્ત્વાર્થ વિચારણાથી ચઢિયાતું કોઈ જ્ઞાન નથી. સમાધિસુખથી શ્રેષ્ઠ કોઈ સુખ નથી. સંસારમાં શ્રેષ્ઠ આ ત્રણ તત્ત્વો છે.
યોગ એટલે આંતરિક બળ, યોગ એટલે જીવનાં શુદ્ધ પરિણામ. યોગ એટલે પરિણામ, દૃષ્ટિ કે ઉપયોગનું મોક્ષમાર્ગમાં જોડાવું.
યોગ અસંખ્ય પ્રકારના છે. તેમાં મુખ્ય ભેદ બે છે.
(૧) પૌત્રલિક યોગઃ જે મન, વચન અને કાયા છે તે નિરંતર સક્રિય હોય છે. મનોયોગ વડે જીવ અનેક પ્રકારના રાગાદિયુક્ત વિકલ્પ કરે છે. વચન દ્વારા વ્યક્ત અવ્યક્ત બોલે છે. કાયયોગ વડે અનેક પ્રકારની ચેષ્ટા, પ્રવૃત્તિ કરે છે. આમ મનાદિયોગની સક્રિયતા વડે આત્મપ્રદેશમાં પ્રકંપન થાય છે. તેથી ઉપયોગ ચંચળતા
૧૩૦ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #138
--------------------------------------------------------------------------
________________
પામે છે. તે કા૨ણે આત્મા સાથે કર્માણુઓ ગ્રહણ થાય છે. જેથી આત્મા કર્મ વડે બંધન પામે છે.
(૨) પારમાર્થિકયોગ : જે આત્માના વિશુદ્ધ પરિણામ છે. જે શુદ્ધતા સાથે જોડાય છે. જેથી ક્રમેક્રમે આત્મા કર્માણુઓથી મુક્ત થઈ મોક્ષ પામે છે.
એવો પારમાર્થિક યોગ મનના નિરોધ વડે અર્થાત્ રાગાદિ વિકલ્પોથી ભરેલા મનને સંયમમાં લાવવાથી સાધ્ય બને છે. તેથી મનનો નિરોધ એ શ્રેષ્ઠ યોગ છે.
જ્ઞાનના મુખ્ય ભેદ પાંચ છે, તેના અંતરજ્ઞાનના ઘણા ભેદો છે. સમ્યગ્ જ્ઞાન વડે જીવ તત્ત્વનો બોધ પામે અર્થાત આત્માને જાણે તો તેવો તત્ત્વબોધ શ્રેષ્ઠ છે.
આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. પરંતુ તે આવરણયુક્ત છે. એ જ્ઞાનને નિરાવરણ કરવા તત્ત્વદૃષ્ટિ-તત્ત્વબોધ શ્રેષ્ઠ છે.
તત્ત્વબોધ એટલે આત્માને જેવો છે તેવો શ્રદ્ધવો, જાણવો અને તેમાં જ રમણ કરવું.
તત્ત્વબોધ એટલે જડ અને ચેતન પદાર્થોને જેમ છે તેમ જાણી. જડ પદાર્થો પ્રત્યે ઉદાસીન થઈ આત્મવૃત્તિ કેળવવી.
તત્ત્વબોધ વડે દેહાદિ મમત્વ છૂટે છે. દેહાદિથી ભેદજ્ઞાન થઈ આત્મા સ્વસ્વરૂપમાં સ્થિરતા પામે છે.
તત્ત્વબોધ રહિત શાસ્ત્રોનું જ્ઞાન, તપ, જપ, ધ્યાન જેવાં અનુષ્ઠાન, અમૃતક્રિયા સાચી ક્રિયા રૂપ પરિણમતા નથી.
તત્ત્વાવબોધ વડે શાન નિર્મળતા પામે છે. સંયોગાધીન પ્રાપ્ત સંયોગોમાં જીવ સ્વસ્થપણે ટકે છે. આથી જ્ઞાન સાથે તત્ત્વબોધ ઉત્તમ છે. બ્લોગ : જોડાણ પરમચેતના સાથેનું. જ્ઞાનઃ પરમાત્માના પરમ ઐશ્વર્યનું. સમાધિ : પરમરસમાં ભક્તનો પ્રવેશ.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૪ ૧૩૧
Page #139
--------------------------------------------------------------------------
________________
આ ત્રિપદી ભીતરી દુનિયામાં પ્રવેશવા સશક્ત સાધન બની જશે. આજ તો મનોનિરોધ.”
“મનની કામના સર્વે છોડીને આત્મામાં જે રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો. દુઃખે ઉગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ, ગયા રાગ ભય ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો.”
શ્રી ગીતાજી જીવ સંતુષ્ટ ક્યારે બને! જો મનના અનેક તરંગો, ઇચ્છાઓ, વાસનાઓને, વિષયોની કામનાઓ શમે છે ત્યારે જીવ સંતુષ્ટ રહે છે. વળી જેને આત્માના ગુણોમાં સુખ અનુભવ્યું છે તેના મનમાં કામનાઓ કેમ ઊઠે !
યોગ દ્વારા જેણે મનનો વિરોધ કર્યો છે, જ્ઞાનયુક્ત જેને તત્ત્વબોધ પરિણામ પામ્યો છે, બહારના પ્રલોભનીય પદાર્થોથી જે આકર્ષિત નથી, કામનાઓ જેની શમી છે, તેને સંતોષ-પરમ સંતોષની પ્રાપ્તિ થાય છે.
એક તત્ત્વચિંતકને કોઈ મિત્ર અમેરિકાના અતિ મૂલ્યવાન વસ્તુઓના ભંડાર સમા વિશાળ સુપરમાર્કેટમાં લઈ ગયો. બહુમાળીના એ મકાનમાં ચારે બાજુ ફર્યા પછી મિત્રે તેમને પૂછ્યું કે કેવું અજબગજબનું આ માર્કેટ છે !
તત્ત્વચિંતકે કહ્યું કે મને બહુ આનંદ થયો કે આવા મોટા માર્કેટની કોઈ ચીજની મને જરૂર જ જણાતી નથી.
જગતના જીવો બહારના પદાર્થો મેળવી સુખ માનવા પ્રયત્ન કરે છે પણ તે સદા અતૃપ્ત જ રહે છે. જ્યારે જે આત્મમાં આત્મ વડે જ સંતુષ્ટ છે તેને તો કોઈ પદાર્થની જરૂર જ નથી. અને જેની જરૂર ઊભી થાય છે તે તેમના જ પુણ્ય વડે પૂરી થાય છે.
અતિજ્ઞાનવંત અનંત શક્તિ દોષહીન આ આત્મ છે, એ ધ્યાનથી તરવાર પેઠે, શરીરથી વિભિન્ન છે;
૧૩ર હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #140
--------------------------------------------------------------------------
________________
હું શરીરથી જુદી ગણું એ જ્ઞાનબળ મુજને મળો, ને ભીષણ જે અજ્ઞાન મારું, નાથ તે સત્ત્વરે ટળો.”
શ્રી અમિતગતિ સામાયિક આત્મા સ્વયં દોષહીન છે, એ જ્ઞાનબળ હજી જીવને લાગ્યું નથી તેથી અજ્ઞાનના અંધકારમાં જીવ અથડાય છે. પણ જો શરીરથી જુદો છું તેવું તત્ત્વજ્ઞાન તેને પ્રાપ્ત થાય તો સંસારથી મુક્ત થાય.
જ્ઞાનીઓએ મનની કામનાઓને જ શમાવી ને અંતરંગના સુખ વડે સંતોષ મેળવ્યો છે. તેમને સંસારમાં મનનો નિરોધ, તત્ત્વબોધ અને સંતોષ વડે જ સુખ અનુભવ્યું છે.
“આ જગતની કો વસ્તુમાં તો સ્વાર્થ છે નહિ જરી, વળી જગતની પણ વસ્તુઓનો સ્વાર્થ મુજમાં છે નહિ; આ તત્ત્વ સમજી ભલા, તું મોહ ઘરનો છોડશે, શુભ મોક્ષનાં ફળ ચાખવા, નિજ આત્મમાં સ્થિર તું થજે.”
શ્રી અમિતગતિ સામાયિક આત્મામાં સ્થિર થાય તેને સુખ જ સુખ છે. અંતરમાં દુઃખ તત્ત્વ જ નથી. બહારમાં ક્યાંય સુખ નથી. અજ્ઞાનવશ જીવ ઊંધા પાટે ચડ્યો છે. સુખ નથી ત્યાં સુખ શોધે છે. જે દુઃખનાં સ્થાનો છે ત્યાં સુખ કેવી રીતે મળે?
“જે જ્ઞાનમય સહજ આત્મ, તે સ્વાત્મા થકી જોવાય છે, શુભયોગમાં સાધુ સકળને આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને શોધવા તું આત્મથી જો આત્મમાં.”
શ્રીઅમિતગતિ સામાયિક સાધક જાણે છે કે જગતમાં બહાર કંઈ ગમવાપણું છે જ નહિ. આત્મામાં ન ગમવા જેવું કંઈ નથી માટે સાધક આત્મામાં સુખ શોધે છે અને મેળવે છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૩૩
Page #141
--------------------------------------------------------------------------
________________
યા: સિદ્ધયોડાવરિ તુર્તમાં રે, रसायनं चाजनधातुवादाः । ध्यानानि मन्त्राश्च समाधियोगाश्चित्तेऽप्रसन्ने विषवद् भवन्ति ।। ३० ।।
ગણાય જે દુર્લભ અષ્ટ સિદ્ધિ, રસાયનો, અંજન, સ્વર્ણ સિદ્ધિ, સમાધિઓ, મંત્ર, અનેક ધ્યાન –
અશાંત ચિત્તે વિષની સમાન. ૩૦ દુર્લભ કહેવાતી આઠ સિદ્ધિઓ, રસાયન વિદ્યા, અંજનવિદ્યા, ધાતુવાદ આદિ લૌકિક સિદ્ધિઓ અને ધ્યાન, સમાધિ, યોગ આદિ લોકોત્તર પ્રાપ્તિઓ ચિત્ત પ્રસન્નતા ન હોય તો તે અમૃતને બદલે વિષ જેવી લાગે છે.
અષ્ટ સિદ્ધિ; અણિમા, મહિમા, ગરિમા, લધિમા, જપ પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશત્વ, વરિત્વ.
સામાન્ય માનવ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરતો નથી. ઘણાં પ્રકારનાં પુણ્ય વડે એ પ્રાપ્ત થાય છે છતાં તે પ્રૌદ્ગલિક હોવાથી જન્માંતરે સાથે આવતી નથી. એના વડે માણેલી મોટાઈમાં પુણ્ય ખર્ચાઈ જાય છે. પરિણામે જીવ પાપને આમંત્રણ આપે છે.
આવી દુર્લભ એવી આઠ સિદ્ધિઓ પણ પ્રાપ્ત થવાથી જીવને
- ૧૩૪
હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #142
--------------------------------------------------------------------------
________________
શું મળે છે?
રસાયન કે ધાતુવાદ જેવી વિદ્યાઓ કે જે વડે લોઢાને સુવર્ણ બનાવે, તે વડે લોકોમાં પણ પ્રલોભન ઊભું કરે. સ્વયં નાણાના લોભમાં પડે જેમાં કંઈ મેળવવાનું નથી આ સર્વ લૌકિક ક્ષેત્રના અહિત કરનાર હેતુઓ છે.
આ ઉપરાંત ધાર્મિક ક્ષેત્રે પણ આવા લોભામણા પ્રકારોમાં પડી સાધુ-સંન્યાસીઓ લોકોત્તર માર્ગથી ચુત થાય છે. મનની કામનાઓ એવી અકળ હોય છે કે તેમાં તે સ્વયં છેતરાય છે.
મુક્તિપણા અભિલાષી તપિયા જ્ઞાનને ધ્યાને અભ્યાસે, વયરીડું કંઈ એ હતું ચિંતે નાંખે અવળે પાસે.”
ભાઈ ! મહાવીરના શાસનમાં તું શું શીખ્યો! લોકોત્તર સાધના કરીને લોકાગ્રે જવાનું છે તેને બદલે લોકોત્તર માર્ગને પણ તે તારી મતિકલ્પના વડે ચિત્તમાં લૌકિક અપેક્ષાઓ સેવીને લોકોત્તર માર્ગ જ ચૂકી ગયો. પછી એ માર્ગે રહેલું અમૃત તને ક્યાંથી પ્રાપ્ત થાય?
ધ્યાન એ તો આત્માનો સ્વભાવ છે. તે પણ આત્માને પ્રાપ્ત પ્રગટ કરવા માટે. ધ્યાન અત્યંતર તપ છે જે વડે કર્મો નાશ પામે છે એ ધ્યાન માર્ગે જતાં સંભવ છે કે સાધકને કંઈ લબ્ધિઓ પ્રાપ્ત થાય. કોઈ ઘટનાનાં અદશ્ય રહસ્યો તે જાણી શકે. જમીનથી અધ્ધર રહી શકે. હવે જો સાધક સ્વરૂપની જાગૃતિવાળો નથી તો તે આવી લબ્ધિઓનું પ્રદર્શન કરી લોકરંજન કરી, ચાહકોનું ટોળું એકઠું કરે છે. એમ કરીને લોકૈષણા વિરૈષણા અને શિષ્યષણા જેવાં પ્રલોભનોમાં પડી માર્ગથી ભ્રષ્ટ થાય છે. યદ્યપિ ધ્યાનની શુદ્ધતા માર્ગની પૂર્ણતા સુધી લઈ જાય છે.
મંત્ર-મનને નિયંત્રણ કરવાનું સાધન છે. મંત્રશક્તિ વડે સાધક ચિત્તની સ્થિરતા કેળવી શુદ્ધતા પામે છે ત્યારે તંત્ર દ્વારા જીવ આત્માનુભૂતિ સુધી પહોંચે છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૩૫
Page #143
--------------------------------------------------------------------------
________________
પરંતુ સાધક જો લૌકિકતામાં લોભાય તો મંત્રશક્તિનો ભ્રામક પ્રચાર કરી તે વડે ધનવૃદ્ધિ જેવાં પ્રલોભનો વડે ભોળા જનોને આકર્ષિત કરી સ્વ-પર અહિત કરે છે.
પ્રાણાયામ જેવા પ્રકારોથી મનની સપાટી પર સાધેલી સમાધિને સાધક આત્મસમાધિ માની ભ્રમ સેવે છે. આત્મસમાધિ પામેલા યોગી જનસંપર્ક, માન જેવા લોકપ્રદર્શનની દૂર રહે છે. આત્મસમાધિમાં પ્રાપ્ત થતું અમૃત ત્યજી તે યોગી લોકરંજનનું વિષપાન શા માટે
કરે ?
પોતાને પ્રાપ્ત આત્મસમાધિ આત્મામાં જ સમાઈ જવા માટે છે. જો ચિત્તની સ્વસ્થતાના ભાસરૂપ સમાધિ લાગી, તેના વડે લોકમાં પ્રચાર કે પ્રસાર કરવો તે સમાધિનું લોકોત્તર લક્ષણ નથી. મનની સપાટી પર અનુભવેલી વાતાવરણની કે પુણ્યબળની શાંતિ છે.
યોગ એટલે વિશુદ્ધ પરિણામ વડે આત્માભિમુખ થવું, જે ક્રમે કરી મોક્ષની શુદ્ધતા સાથે જોડાણ કરે. તેવા પવિત્ર યોગનાં સાધનો સાથે અધૂરા સાધકો શારીરિક ચેષ્ટાઓ જેવા પ્રકારો જોડી યોગમાર્ગમાં ભ્રમણા પેદા કરે છે. વળી તેમાં દૈહિક આકાંક્ષા ભળવાથી સામાન્ય જીવોમાં દેહને લાભ થશે તેવું આકર્ષણ પેદા થાય છે. આમ યોગમાર્ગથી ભ્રષ્ટ થનારને ચિત્તની પ્રસન્નતા – જેમાં નિર્દોષતા રહેલી છે તે પ્રાપ્ત થતી નથી.
ધ્યાનાદિ લોકોત્તર માર્ગનું સેવન કર્યા પછી જો આત્મપ્રકાશ ન મળ્યો, આત્મભાવ પુષ્ટ ન થયો, આત્મ પવિત્રતા પ્રગટ ન થઈ તો ઉપરનાં સાધનો જ બંધનરૂપ બની સાધકને વિષ જેવાં લાગશે. માટે આત્માર્થીએ ધ્યાનાદિ સાધનો ગુરુ ગમે મેળવવાં અધૂરાં સાધન વડે લોકરંજનમાં પડી સ્વ-પર અહિત ન કરવું. જેમાં અમૃતની પ્રાપ્તિ છે તેને કેવળ માનકષાયથી પ્રભાવિત થઈ વિષની વેલડીનો વિસ્તાર ન કરવો.
૧૩૬
હૃદયપ્રદીપનાં અજવાળા
Page #144
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન ધ્યાન જેવી સાધનાઓથી કદાચ સાધકને લોકોત્તર એટલે ઉત્તમ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય પરંતુ સાધક તેનાથી અલિપ્ત ન રહે તો તેના પ્રદર્શનમાં પડી તેનાથી આત્મત્વ પ્રાપ્ત કરવાને બદલે ભવની પરંપરારૂપ વિષ પ્રાપ્ત કરે છે.
સાધકનું પરમ કર્તવ્ય એ છે કે તેણે આવી લૌકિક કે લોકોત્તર પ્રકારની બાહ્ય સિદ્ધિઓથી મુક્ત રહી નિજ આત્મસ્વરૂપ અમૃતને રુચિપૂર્વક જાણવું તેની જ શ્રદ્ધા કરવી. અમૃતની જ પ્રાપ્તિ માટે, વાસ્તવમાં સાચા સુખની પ્રાપ્તિ માટે સત્યપુરુષાર્થ કરવો.
આ રીતે ક્ષણે ક્ષણે પરનો ભાવ ત્યજી સ્વ પ્રત્યે ઝૂકવું, હું જ્ઞાનાનંદસ્વરૂપી ત્રિકાળધ્રુવ આત્મા છું. મારે આવી બહારની પળોજણનું શું પ્રયોજન છે?
લૌકિક કે લોકોત્તર સિદ્ધિઓની પાછળ અપેક્ષાઓ હશે તો તે “અપેક્ષાઓની પાછળ અશુદ્ધ “હું” છે.” નિરપેક્ષ દશાની પાછળ તમારું શુદ્ધ રૂપ છે. ચિત્ત પ્રસન્નતા શું છે?
ઈચ્છાઓનાં વાદળ હટી ગયા પછીનું આત્મચંદ્રનું સ્વરૂપ પ્રકાશે, પણ માત્ર જો આ શબ્દાનુભૂતિ આપણી પાસે હશે તો હૃદયપ્રદીપકાર તેને સમ્મત કરશે ખરા? ચિત્તપ્રસન્નતા એ તમારું સ્વરૂપ. બરોબર શબ્દ વાપરીએ તો આનંદ. કારણ કે સ્વભાવદશામાં તમારું મૂળ સ્વરૂપ છે.
ચિત્ત પ્રસન્નતા એ જ્યારે તમારા મૂળસ્વરૂપ ભણીની યાત્રા છે, ત્યારે મઝાની વાત એ થઈ કે સ્વરૂપ અથવા તે ભણી એ યાત્રામાં પ્રભુની પૂજા થઈ.
હૃદયપ્રદીપનાં અજવાળાં જ ૧૩૭
Page #145
--------------------------------------------------------------------------
________________
विदन्ति तत्त्वं न यथास्थितं वै, सङ्कल्पचिन्ता-विषयाकुला ये । संसारदुःखैश्च कदर्थितानां, स्वप्नेऽपि तेषां न समाधिसौख्यम् ।। ३१ ।।
સંકલ્પ-ચિંતા-વિષયો મહીં જે, ડૂળ્યા રહે તત્ત્વ ન જાણશે તે; સંસાર કષ્ટ બહુ તે રિબાતા,
સ્વખે ય પામે ન સમાધિ શાતા. ૩૧ સંકલ્પ, ચિંતા અને વિષયો વડે આકુળ લોકો યથાસ્થિત તત્ત્વને જાણતા નથી. સંસારની પીડા વડે પીડિત લોકોને સ્વપ્નમાં પણ સમાધિનું સુખ મળતું નથી.
મનમાં ઇન્દ્રિય વિષયક ઇચ્છાઓ થવી તે વિકલ્પ છે, તે મેળવવા માટે થતા પરિણામ તે સંકલ્પ છે. સંકલ્પ પૂર્ણ ન થાય ત્યારે ચિંતા થાય છે.
પૌદ્ગલિક પદાર્થોને મેળવવા સતત ચિંતા કરવી તેનાં સ્થાનો શોધવાં, દેશ-વિદેશમાં રખડવું. પદાર્થો મેળવવા પહેલાં ચિંતા, મળ્યા પછી ભોગવવાની આકુળતા, પછી તે પદાર્થોના નાશ થવાની ચિંતા. આમ સતત ચિત્તની વ્યાકુળ દશામાં જીવને ક્યાંથી સ્વાત્માની સતત સ્મૃતિ થાય?
૧૩૮ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #146
--------------------------------------------------------------------------
________________
નિર્દોષ સુખથી ભરપૂર શુદ્ધ પરિણામ પ્રત્યે જેમને દૃષ્ટિ કે બોધ નથી. તે સંસારનું પરિભ્રમણ પામી દુઃખ પામે છે. તેઓ સ્વપ્ન પણ સુખ પામતા નથી.
જીવો મહદ્ અંશે સંસારમાં ક્યાં અને કેવું દુઃખ છે તે જાણતા જ નથી. જે જાણે છે કે ક્યાંય કંઈ સાંભળ્યું છે તેમાં તે વિશે ગંભીરતા નથી. જેઓએ સર્વજ્ઞ પ્રણીત જગતના સ્વરૂપને સાંભળ્યું છે તો પણ તે સત્ય જ છે તેવી શ્રદ્ધા નથી. મનમાં નિરંતર ચાલતા વિકલ્પો, શુભાશુભ ભાવો સુખદુઃખનું કારણ બને છે. એક પણ વિકલ્પ વ્યર્થ જતો નથી તેવો કમણુઓની તેની સાથે સંબંધ છે.
ક્યાં કેવું દુઃખ છે?
તદ્દન નીચે જુઓ તો સાતમી નરક છે તેથી ઉપરમાં બીજી નરકભૂમિઓ છે, એમ કુલ સાત નરકની ભૂમિ છે, તે સ્થાનના તદ્દન મલિન પદાર્થો, વાતાવરણમાં અંધકાર, જેમાં લાંબા આયુષ્ય વડે ઘણા દુઃખે કરી જીવન વ્યતીત થાય છે.
નરકના જીવો સ્વયં કૂર પરિણામવાળા હોઈ અન્યોન્ય છેદનભેદન વડે મહાદુઃખ આપે છે અને પામે છે, જેનું વર્ણન કરવા જ્ઞાનીઓ પણ મૌન સેવે છે. - ત્યાર પછી થોડા ઉપર આવો ત્યાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પશુ આદિનાં પરાધીન જીવન છે. માનવો દ્વારા થતો તેમનો સંહાર, સુધાતૃષાથી રિબાઈને મરવું, કતલખાને પહોંચી મહોત્રાસ વડે મૃત્યુને શરણ થવું. સ્થાવર પૃથ્વી આદિના જીવોનું દુઃખ તો કહેવું અને સાંભળવું જ દુઃખદાયક છે તો પછી તે તે સ્થાનોમાં ઉત્પન થઈ દુઃખ ભોગવવું કેટલું કષ્ટદાયક છે ?
માનવજન્મ પામ્યા પછી પુણ્યવંતા જીવો કંઈક શાતા અનુભવે છે. મૃત્યુલોકના માનવીને પણ એકાંતે સુખ તો નથી. સુખ સામગ્રી સંપન્ન કુળમાં જન્મ થવો, તેમાં પણ ધર્મના સંસ્કારવાળા ઘરમાં
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૩૯
Page #147
--------------------------------------------------------------------------
________________
જન્મ થવો દુર્લભ છે. પુણ્યયોગે તેવા કુળમાં જન્મ થાય તોપણ નીરોગી શરીર મળવું, સગપણમાં ગળપણ હોવું જનપ્રિયતા હોવી દુર્લભ છે. તેમાં પણ લોકોત્તર ધર્મ મળવો, આરાધવો ઘણો જ દુર્લભ છે. આમ માનવજન્મ પામીને પણ જીવ ઘણાં કષ્ટ સેવે છે. - દેવલોકનાં સુખ પણ મરણને આધીન હોવાથી ભ્રામક છે. જે સુખની પાછળ દુઃખ ડોકાયા કરે તે સુખને જ્ઞાનીજનો સુખ કહેતા નથી. આમ સંસારમાં ચારે બાજુ દુઃખ જ છે.
વળી આ પૂરા ચૌદરાજલોકમાં – વિશ્વમાં વ્યાપ્ત નિગોદના જીવો કે જે દેખાતા, છેદાતા કે ભેદાતા નથી, એવા સૂક્ષ્મ હોવાથી કોઈની દયાને પાત્ર પણ થતા નથી. જગતમાં તેમના જીવનની કોઈ નોંધ લેતું નથી. નિરંતર જન્મમરણને આધીન થઈ મહાકષ્ટ પામે છે.
આમ તત્ત્વના બોધ વગર જીવો આવા દુઃખદાયી સંસારના સર્વ ક્ષેત્રે કષ્ટ પામે છે. કષ્ટનું કારણ નહિ જાણતા તેઓ શોધ તો સુખની કરે છે પરંતુ પરિણામે દુઃખ પામે છે. કોઈ પુણ્યબળે સુખ પામે તોપણ તે ચાર દિવસની ચાંદની જેવું હોય છે.
સંસારના વાસ્તવિક સ્વરૂપને નહિ જાણતો તે વિષયાદિમાં ડૂળ્યો રહે છે. જ્યાં સુધી વિષય કષાયથી ઉપરામ પામતો નથી ત્યાં સુધી તેને તત્ત્વદૃષ્ટિ પણ પ્રાપ્ત થતી નથી. આ એક ભયંકર નાગચૂડ છે. જેમાં બંધાયેલો માનવ છૂટી શકતો નથી, મહાદુઃખ પામે છે. તો પછી તે સ્વપ્ન પણ સુખ સમાધિ કેમ પામે ?
જીવ તત્ત્વને જાણતો ન હોવાથી સંકલ્પવિકલ્પ અને ચિંતા વડે આકુળ થાય છે. વાસ્તવમાં સાધુ-સાધક સંસારની પ્રતિકૂળ દશાઓમાં જાગૃત થઈ, તત્ત્વબોધ વડે તે દશાઓમાં મૂંઝાતો નથી પરંતુ જેને તત્ત્વબોધ નથી તે જીવો બાહ્ય પરિસ્થિતિને જ ચોંટી રહે છે. અંદરની અવસ્થાને સમજવા પ્રયત્ન કરતો નથી. જો ચિત્તમાં સ્વસ્થતા છે તો બાહ્ય પરિસ્થિતિની દશાઓ જેમ થઈ હતી તેમ ચાલી જશે.
૧૪૦ હૃદયપ્રદીપનાં અજવાળા
Page #148
--------------------------------------------------------------------------
________________
સાધકે તો મફતમાં નાટક જોવાનું છે. પરંતુ તત્ત્વબોધ રહિત જીવને ન તો પોતાના જ્ઞાનબળ ૫૨ ભરોસો છે કે ન તો બાહ્ય પરિસ્થિતિ ૫૨ ભરોસો છે.
વાસ્તવમાં જીવે બહાર કે અંદર કંઈ સંકલ્પ આદિ કરવાના નથી. કંઈ ફેરફાર કરવાનો નથી, માત્ર જોવાનું છે. જ્ઞાનનું કાર્ય માત્ર જાણવાનું. વળી જેને તત્ત્વ પરિણામ પામ્યું છે તે વૈરાગ્યભાવમાં ડૂબેલા છે, તેઓ સર્વત્ર સુખી છે.
માતા-પિતા બૌદ્ધ ધર્મના અનુયાયી હતાં. પુત્રને પણ એ સંસ્કાર મળ્યા હતા. પુત્ર દીક્ષા લીધી. તે ભિક્ષુ બન્યો.
સાધુજનોની સાથે રાત્રિ-દિવસ અભ્યાસમાં ડૂબેલા રહે. તેમના ગામમાં બૌદ્ધવિહાર હતો તેમાં ભિક્ષુના પિતાએ પણ એક ઓરડી રાખી હતી. તેઓ પોતે સાધુજનોની સેવા કરતા.
ભિક્ષુની માતા મમતામયી હતી. ભિક્ષુવિહારના ગુરુને કહે : મારા પુત્રને આ ગામે વિહારની આજ્ઞા આપો ને ?
ગુરુ અન્યત્ર વિહાર કરી ગયા. માર્ગમાં ભિક્ષુ મળ્યો. તેને ગામમાં ભિક્ષુવિહારમાં જવા આજ્ઞા આપી. યુવાન ભિક્ષુ તે ગામના ભિક્ષુવિહારમાં તે જ ઓરડીમાં રહ્યો.
બાર વર્ષે કાયા કૃશ થઈ હતી. પિતા રોજ સેવા માટે આવતા. ભિક્ષુ રોજે માતાને ત્યાં ભિક્ષા લેવા જતો. એક માસ પૂરો થયો. યુવાન ભિક્ષુ વિહાર કરી ગયા. વ્યવસ્થાપક ગુરુ પાછા આવ્યા. મમતામયી માતા પૂછે, મારો પુત્ર મળેલો, તેને અહીં આવવા કહ્યું હતું ?
ગુરુ કહે : મા તમારો પુત્ર એક માસ આ જ ઓરડીમાં રહી ગયો, તમારે ત્યાં રોજ ભિક્ષા લીધી. તેણે માર્ગમાં મને વાત જણાવી. આ સાંભળીને માએ તે દિશામાં પ્રણામ કર્યાં.
કેવો વૈરાગ્ય ! કેવો તત્ત્વબોધ ?'
હૃદયપ્રદીપનાં અજવાળાં * ૧૪૧
Page #149
--------------------------------------------------------------------------
________________
श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय । सञ्जीवनीतिवरमौषधमेकमेव, વ્યર્થશ્રમપ્રનનો તુ મૂત્રમાર: 1 રૂરી II
પર્યાપ્ત છે પથપ્રદર્શક એક શ્લોક, ગ્રંથો અસંખ્ય જનરંજન હેતુ ફોક; સંજીવની યદિ મળે સવિ રોગહારી, લાગે તદા વિવિધ ઓસડ ભારકારી. ૩ર
ક્યારેક એક શ્લોક પરમતત્ત્વના પથને પ્રકાશિત કરનારો હોય છે. કરોડો ગ્રંથોનું પઠન જ મનોરંજન માટે કરવાનો અર્થ નથી. સંજીવની એક જ ઔષધ બરાબર છે. બાકી તો મૂળિયાંનો ભારો ફોગટ શ્રમને કરનારો છે.
આ પુસ્તિકામાં છત્રીસ શ્લોક છે, તત્ત્વવેત્તા તેમાંથી ફક્ત એક જ શ્લોકને ધારણ કરી, તેને હૃદયસ્થ કરે તો એક જ શ્લોક જીવનપથદર્શક બને તેવાં સુંદર અને ઉત્તમ રહસ્ય એકેએક શ્લોકમાં આલેખાયાં છે.
જેમ કહ્યું છે કે નવકારમંત્રનો એક જ અક્ષર ન” એક તીર્થની પવિત્રતા કરતાં પણ વિશેષ છે. એકાદ મંત્ર કે સૂત્રના અર્થોમાં ગર્ભિત રહસ્યો અનેક પ્રકારનાં હોય છે. તે રહસ્ય તત્ત્વદૃષ્ટિયુક્ત
૧૪૨ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #150
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીઓના જ્ઞાનમાં પ્રગટ થાય છે. તેથી કહ્યું કેઃ
ઈક્કવિ નમુક્કરો જિણવર વસહસ્સ વધ્ધ માણસ્મ;
સંસાર સાગરાઓ તાઈ નરેવ નારિવા. વળી અનેક પ્રકારના ગ્રંથોને કંઠસ્થ કરે પણ તે ગ્રંથોમાંથી જો આત્મહિતવિષયક પરિણામ ન આવે તો તે વિવિધ પ્રકારનું ગ્રંથાવલોકન પથદર્શક બનવાને બદલે પ્રદર્શન બની લોકરંજનનું કારણ બને છે, તેમાં સાધક કંઈ મેળવતો નથી.
ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું
સાધુ થઈને બહારથી, દાંભિક અંતરથી રહું ?”
ગ્રંથના વિસ્તારની સ્મૃતિ ભરી પણ તેનો બોધ હૃદય ન ધરી, કેવળ લોકરંજનને જીવ કલ્યાણ માનતો રહ્યો. આમ જિંદગીભર ભાર વહન કરવા છતાં જીવ કંઈ ન પામ્યો.
ગર્દભની પીઠ પર ચંદનનો ભાર ભર્યો હોય, ત્યારે ગર્દભ તો ભાર જ વહન કરે છે. એને ચંદનના મૂલ્યની ખબર નથી, કે ચંદનની સુવાસને તે જાણતો નથી. તે તો ડફણાં ખાતો કેવળ ભારને જ વહન કરે છે, તેમ ગ્રંથોના અભ્યાસને કેવળ મનોરંજનાર્થે ઉપયોગ કરનાર ભારને જ વહન કરે છે. તેનાં રહસ્યોને જાણતો ન હોવાથી તેને કંઈ પણ પરમાર્થ લાભ થતો નથી.
“મારા જ્ઞાન ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજ મારા પુસ્તક પોથાની પોટલી રે ઉતરાવો શિરેથી આજ; બોજો ખેંચી ખેંચી માથું દુઃખે મારું, કાયામાં કળતર થાય, હાં હાંફી મારું હૈયું દુખે, આંખે અંધારાં ઘેરાય ઉતાવો.”
કોઈ રોગી દર્દથી પીડાતો હોય, મૃત્યુના ભયથી ઘેરાયેલા હોય તેને સંજીવની, રોગ અને મૃત્યુનિવારક ઔષધ મળી જાય તો તે વિવિધ પ્રકારનાં તુચ્છ ઔષધનું સેવન કેમ કરે ?
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૪૩
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્લોકનાં કે ગ્રંથનાં ગૂઢ રહસ્યોને નહિ જાણનારો. અનેક રચનાઓમાં ખોવાયેલો રહે છે, કારણ કે તેવા રહસ્ય બોધને જાણનારી તેની પાસે સૂક્ષ્મતા નથી. સોયનું નાકું ઝીણું હોય ત્યારે આંખને ઝીણી કરવી પડે. તેમ શ્લોક કે ગ્રંથમાંથી બીજરૂપ સૂક્ષ્મબોધને ગ્રહણ કરવા સૂક્ષ્મ-તત્ત્વ દૃષ્ટિ જોઈએ.
શાસ્ત્રકાર કહે છે વિશેષ કહેવાથી શું?
તને આત્મસ્વરૂપની સંજીવની મળે પછી તારે બાહ્ય પદાર્થના પથારાની શી જરૂર છે?
ક્યાં ચૈતન્ય આત્માનો સ્વભાવ અને ક્યાં જડ પદાર્થોની વિલક્ષણતા? ક્યાં આત્માનું સામર્થ્ય અને ક્યાં જડકર્મની પ્રકૃતિ ? સ્વભાવના સામર્થ્યરૂપ સંજીવની તારી પાસે છે પછી તું પુણ્ય કે પુણ્યની સામગ્રીનાં ઓસડિયાં ઊંચકીને શા માટે ફરે છે? હે જીવ એક વાર તારા સામર્થ્યનું જ્ઞાન-બહુમાન કર.
અનાદિનાં વળગેલાં જડ કર્મો સ્વભાવાલંબનથી નાશ થશે. તારા સ્વભાવનું આલંબન લઈ, ઉપાદાનનું લક્ષ કરી, શુદ્ધ ચૈતન્યનની શ્રદ્ધા કરી તેમાં ઠરી જા, કર્મ આપોઆપ નાશ પામશે.
માત્ર ગ્રંથોનો અભ્યાસ કરી, થોડાં પ્રવચનો કરી, લોકરંજન કરવાથી ભલું નથી. ભગવાનનો ઉપદેશ ધર્મની વૃદ્ધિ માટે છે. કેવળ માત્ર બહારના નિમિત્તને જાણવાથી કે પકડવાથી ધર્મવૃદ્ધિ ન થાય. પણ ઉપાદાનને જાગૃત કરે તે પરમાર્થ છે.
“સાધના માટેનો મજાનો લય : એક ગ્રંથ, એક પરમાત્મા, એક જ સાધનારીતિ.
એક ગ્રંથ સદ્દગુરુ પાસેથી મળ્યો, તે ખૂબ ઘૂંટાયો, અસ્તિત્વના સ્તર પર મૂકી દીધો. હવે જન્મ બદલાશે ગ્રંથની સ્મૃતિ ભૂંસાશે નહિ.
એ ગ્રંથ ખૂબ ઘૂંટ્યો છે, તે વખતે આજુબાજુનું વાતાવરણ પણ જોડે જ ઘૂંટાયું, આત્મપ્રદેશ પર છવાયું.
બીજા જન્મમાં એ ગ્રંથની એક પંક્તિ સંભળાશે, અને ગત
૧૪ જ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #152
--------------------------------------------------------------------------
________________
જન્મની આખીય ઘટનાશ્રેણી જીવંત થઈ ઊઠશે.
એ ગ્રંથ ભણતી વખતે ગુરુદેવ પ્રત્યેનું બહુમાન, પરમાત્મા પ્રત્યેનો અવિહડ ભક્તિભાવ, સાધર્મિકો પ્રત્યેનો મૈત્રીભાવ આ સર્વ પ્રતિબિંબિત થઈ ઊઠશે.
ગૌતમસ્વામી ભગવાન અષ્ટાપદની યાત્રાએ ગયા. ત્યાં એક દેવ દર્શનાર્થે આવ્યો હતો. તેણે ગૌતમસ્વામી પાસે આશીર્વાદ અને હિતશિક્ષા માંગી હતી. ગૌતમસ્વામી મહારાજ કહે : ધર્મ એટલે પ્રભુની આજ્ઞાનું પાલન. તે સંયમી જીવનમાં જ પૂર્ણતયા મળે.
દેવ પૂછે છે: સંયમી જીવન શી રીતે મળે ?
ગૌતમસ્વામી ભગવાને તેને પુંડરીક કુંડરીક અધ્યયન'નો સ્વાધ્યાય કરવાનો કહ્યો.
દેવ તો મંડી પડ્યો. રોજે પાંચસો વાર અધ્યયન ઘૂંટે. પાંચસો વર્ષનું આયુષ્ય, તેમાં રોજે પાંચસો વાર સ્વાધ્યાય.
ગ્રંથ આત્મપ્રદેશે પ્રદેશે ચૂંટાઈ ગયો. સંયમ સંયમ, ક્યારે મળે?
બીજા જન્મમાં વજકુમાર તરીકે જન્મ્યા. જન્મતાં જ દીક્ષા શબ્દ સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. ગત જન્મની સાધના – સ્વાધ્યાય હૃદયમાં જીવંત બની. વજકુમાર વજસ્વામી સાધુ બને.
ખરેખર જીવનું સદ્ભાગ્ય હોય અને સદ્દગુરુએ આપેલ એકાદ ગ્રંથ, સદ્ગુરુએ આપેલ એકાદ શ્લોક, સદ્દગુરુએ આપેલ એકાદ મંત્ર ચૂંટાયા કરે, ચૂંટાયા કરે, ચૂંટાયા કરે.”
“સાધના પરિપક્વ ક્યારે બને? જો દીર્ઘકાળ કરી હોય. નિરંતર કરી હોય, અને સત્કારપૂર્વક કરી હોય. જન્માતરમાં લઈ જવાનો આ કીમિયો છે. લાખ વાર રટવામાં આવે તો તે શબ્દ જીવનના છેડે યાદ આવે. કોક વાર જપવામાં આવે તો જન્માંતરમાં અચૂક આવે. એક જ સૂત્ર, એક મંત્ર ઘૂંટી ઘૂંટીને આત્મસાત્ કરતા હોય તો આપણા માટે તારનાર બની રહે. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી.
હૃદયપ્રદીપનાં અજવાળાં જ ૧૪૫
Page #153
--------------------------------------------------------------------------
________________
तावत् सुखेच्छा विषयादिभोगे, यावन् मनःस्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा ।। ३३ ।।
જેણે ન માગ્યું સુખ આંતરિક, તેને ગમે છે સુખ પીગલિક; માણે મજા ચિત્ત પ્રસન્નતાની, તેને સ્પૃહા ના રહેતી કશાની. ૩૩
વિષયભોગોમાં ત્યાં સુધી જ સુખની અનુભૂતિ લાગે જ્યાં સુધી મનને સ્વસ્થતાનું સુખ નથી મળ્યું. સ્વસ્થતાનું સુખ થોડું મળી જાય તો, તો પણ તે મનુષ્યને ત્રણ લોકનું રાજ્ય મેળવવાની ઇચ્છા થતી નથી.
સુખ એ વાસ્તવિક રીતે આત્માનો નિજ સ્વભાવ છે, પરંતુ જ્ઞાનના અભાવે, તથા દેહના નેહે જીવને પુરાણા કાળથી દેહ-ઇન્દ્રિયોના વિષયોમાં સુખ જણાયું છે. કારણ કે જીવને નિરંતર બહારથી સુખ મળે છે તેવો ભ્રમ પેદા થયો છે. જો જીવ બહાર ભમતા મનને આત્મસન્મુખ કરે તો તેને અંતરંગ સુખનો અનુભવ થાય.
તેમાં તકલીફ શું છે? અરે ! મહાકાય હાથીને સ્ત્રીના કોમળ ચોટલા વડે ખેંચવા જેવી
- ૧૪૬ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #154
--------------------------------------------------------------------------
________________
તકલીફ જણાય છે. કારણ કે નિરંતર બહાર ભમતા મનને તે પ્રકારનો ત્યાગ કરી, જ્યાં કોઈ પણ ક્ષણે ગયું નથી તેવા અજ્ઞાત પ્રદેશમાં જવું વસમું લાગે છે. તે આંખો બંધ કરી એકાંતમાં બેસે તો મૂંઝાઈને બહાર દોડી જાય છે.
કોઈ માંકડાએ ચણા ભરેલા ઘડામાં હાથ નાંખ્યો. મૂઠીમાં ચણા ભર્યા, હાથ બહાર કાઢવા પ્રયત્નો કર્યા પણ ઘડાનું મોં સાંકડું હતું અને મૂઠી મોટી હતી. ઘણા પ્રયત્ન કરવા છતાં મૂઠી બહાર નીકળી નહિ. જો મૂઠી ખોલે તો ચણા છોડવા પડે. આમ જીવને સંસારસુખની આકાંક્ષા છૂટતી નથી. તેથી આંતરિક સુખ પામતો નથી.
એક વાર સત્પુરુષોએ અનુભવે કહેલા આંતરિક સુખ માટે પ્રયત્ન કરે. તે માટે પ્રથમ તો તેને નિર્ણય થવો જોઈએ કે મારું સાચું સુખ મારા જ આત્માના સમભાવમાં રહેલું છે. તેને બહાર શોધવું તે વ્યર્થ છે.
ત્યાર પછી તેને આગળનાં સોપાન દેખાય છે. તે સમજે છે કે બહાર એટલે દુન્યવી પદાર્થોમાં સુખનો ભ્રમ, રોગ, જરા અને મરણથી ગ્રસિત એવા દેહમાં સુખનો ભ્રમ. ધન વડે પૂરી થતી વિષયોની કામનામાં સુખ, પરિવારના સ્નેહમાં સુખ, માન મોટાઈમાં સુખ, આમ સુખની વિસ્તરેલી મૃગજળ ભ્રામક છે તેમ માની સદ્ગુરુના બોધ સમજ પેદા કરે, તો પ્રસન્નતા પામે.
સમજણના ઘરમાં આવ્યા પછી સાચા સુખને બાધક, સુખના ભ્રમને ત્યજતો જાય. પ્રારંભમાં તે તે પ્રકારોમાં સંક્ષેપ કરે. સંતોની સેવા, શાસ્ત્રબોધ, સદાચારી મિત્રોની સંગત કરી, પવિત્ર અનુષ્ઠાનોનું સેવન કરે આમ કરીને પૌગલિક પદાર્થોની તુચ્છતા સમજી તેના ભોગની ગૌણતા કરે, તેથી ચિત્ત સ્વસ્થતા પામે છે. ત્યાર પછી તેને અંતરિક સુખની અનુભૂતિ થતાં સ્વયં આત્મસુખને વિશેષપણે ચાહે છે..
જેના ચિત્તમાં આંતરિક નિરામય સુખની ઝલક મળી તે સાધક
હૃદયપ્રદીપનાં અજવાળાં - ૧૪૭
Page #155
--------------------------------------------------------------------------
________________
ચિત્તની પ્રસન્નતા પામે છે. તેને પછી જે ભ્રામક હતું તે સુખ મેળવવાની સ્પૃહા-ઇચ્છા રહેતી નથી.
ચિત્તપ્રસન્નતા શું છે?
જેમ કોઈ કુદરતી સૌંદર્ય જુએ અને કહે કે મારું મન નાચી ઊઠ્યું. એ સૌંદર્યમાં નિર્દોષતા છે. કોઈ તેને જુએ કે ન જુએ છે તો તેના લક્ષણે ખીલતું જ રહે છે. સૌંદર્યરસિયાને કોઈ કહેતું નથી. તે સ્વયં તેનો ચાહક હોવાથી સહજ રીતે નાચી ઊઠે છે. તેમ સાધક આત્માની પવિત્ર સૌંદર્યતા જોઈ નાચી ઊઠે છે, પ્રસન્ન થઈ જાય છે.
કુદરતી સૌંદર્યના રસિયાને ખાવાપીવાનું ભાન વિસરાઈ જાય છે. તે જોયા પછી તેની સ્મૃતિ પણ તેને આનંદ આપે છે. કોઈક વળી તેને કલમમાં ઉતારી દે છે. આમ સૌંદર્યનો ચાહક સૌંદર્ય સાથે જાણે તન્મય થઈ જાય છે.
કુદરતી સૌંદર્ય કરતાં વિશેષ નિર્દોષ અને પવિત્ર આત્માનું સૌંદર્ય-સ્વરૂપ છે. સદ્ગુરુમુખે તેનું શ્રવણ કરી સાધનામાર્ગ વડે પૌદ્ગલિક પદાર્થોના સુખને તુચ્છ માની ત્યજી દે છે. આથી ચિત્તની ચંચળતા શમી જતાં, ચિત્ત સ્વસ્થ થાય છે, ત્યારે તેને આંતરિક સુખની અનુભૂતિ થાય છે. તે સુખમાં મળેલી પ્રસન્નતા તેના જીવનનો પ્રાણ બને છે. તેથી તેને ગતના પદાર્થોની સ્પૃહા રહેતી નથી.
જગતના પૌગલિક પદાર્થો મેળવવા માટે પરાધીનતા પણ ખરી. રળવું, શ્રમ કરવો, એમ અનેકવિધ પ્રયાસ કરવા છતાં તેમાંથી મળતો આનંદ ક્ષણિક હોય છે.
આંતરિક આનંદ સ્વયં આત્મરૂપ હોવાથી જ્યાં આત્મા ત્યાં જ આનંદ રહેલો છે, એટલે સ્વાધીન – સ્વયંભૂ હોવાથી તે શાશ્વત છે.
પરપદાર્થની અનુકૂળતામાં સુખના અનુભવનો અભિપ્રાય છે ત્યાં સુધી તેણે આંતરિક સુખનો અનુભવ કેમ થાય? પરપદાર્થમાં ઈનિઝ બુદ્ધિ હોય, પછી ભલે તે તપ, ધ્યાનાદિક કરે પણ તે
૧૪૮ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #156
--------------------------------------------------------------------------
________________
આંતરિક સુખ આપનારાં થતાં નથી.
પોતે પરપદાર્થથી, દેહાદિથી ભિન્ન કોઈ ધ્રુવ, કેવળ સુખમય તત્ત્વ છે તેનો નિર્ણય ન હોય તો તેને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી.
પોતે પરદ્રવ્ય કે પરભાવનો કર્તા નથી કે ભોક્તા નથી આમ જ્યારે તેની સ્પૃહા છૂટી જાય છે ત્યારે તે આંતરિક સુખને માણે છે. પુણ્યના યોગમાં જીવ ભૂલ ખાઈ જાય છે. અંતરમાં તો કેટલીયે અપેક્ષાઓ પડી હોય, ઈચ્છા સ્પૃહા પડી હોય પણ જીવને લાગે પોતે અપેક્ષારહિત છે.
એક ધનપતિના મૃત્યુ પછી તેની અંતિમ ઈચ્છા પ્રમાણે જાહેરાત કરાઈ કે નગરીમાં જે સહુથી વધુ સંતોષી હશે તેને ધનપતિની તિજોરી આપી દેવામાં આવશે.
સંતીષીઓની લાઇન લાગી તેમાં શ્રેષ્ઠ સંતોષીને પસંદ કરવામાં આવ્યો. એને તિજોરીની ચાવી આપવામાં આવી. તેણે તિજોરી ખોલી, તિજોરી હતી ખાલીખમ ? અંદરથી એક માત્ર ચિઠ્ઠી નીકળી. તેમાં લખેલું હતું કે જો તમે સંતોષી હોત તો તિજોરી મેળવવાનો શ્રમ ન જ કર્યો હોત. સંતોષીને શું જોઈએ ?”
મારા સુખ, સંતોષ અને આનંદનું સાધન બહાર તો છે જ નહિ. ઇન્દ્રિયોના વિષયો પણ નહિ. મારા આનંદનું સાધન મારો જ્ઞાન સ્વભાવ છે. આવી પ્રતીતિ કરીને જીવે પોતાના સ્વભાવનું આલંબન કરવાનું છે, પરાવલંબન છૂટતું જાય છે. અંતરંગ શુદ્ધિ વધતી જાય છે. તેમ તેમ આનંદ, સુખ, સંતોષ, સ્વાભાવિક બને છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૪૯
Page #157
--------------------------------------------------------------------------
________________
न देवराजयस्य न चक्रवर्तिन - स्तद्वै सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदात्म - निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ।। ३४ ।।
છે આત્મલક્ષી વળી શગમુક્ત, સા રહે નિર્મળ બોધિ યુક્ત; માણે મુનિ જે સુખ આત્મધામે,
તે ઇન્દ્રરાજેન્દ્ર કદી ન પામે. ૩૪ રાગી દેવરાજને કે ચક્રવર્તીને તે સુખ નથી, જે વીતરાગ અને આત્મનિષ્ઠ મુનિના ચિત્તમાં હોય છે.
જેને વાસ્તવિક સુખને વિશેની જાણકારી કે બોધ નથી તે તો માને છે કે અહોહો દેવેન્દ્રને સ્વર્ગમાં કેવું સુખ છે? રળવાનો, રાંધવાનો કોઈ શ્રમ નહિ. પચાવવાનો કે સ્વાદ મેળવવાનો કોઈ પ્રયત્ન નહિ. ગૃહાદિ બંધાવાનો કોઈ પરિશ્રમ નહિ. દેશદેશાવર વેઠવાના નહિ. પરિવારને પાળવાનો ભાર નહિ. સ્વર્ગલોકમાં બધાં જ સુખભોગનાં દૈવી સાધનો વિના પરિશ્રમે મળી જાય.
ભાઈ! તે દેવલોકમાં જન્મ લેનારને દેવલોકમાં શ્રમ કરવો પડતો નથી. તેમણે તે શ્રમ પૂર્વજન્મમાં કર્યો છે. કેવો શ્રમ તને ખબર છે?
૧૫૦ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #158
--------------------------------------------------------------------------
________________
ભૌતિક સુખનાં સાધનોનો ત્યાગ કરી, જંગલમાં મંગળ માની હાડ ગાળ્યાં છે. ટાઢ-તડકો વેક્યાં છે. ક્ષુધા તૃષાને ગૌણ કર્યા છે. રાજ્યાદિ સંપત્તિનો સ્વેચ્છાએ ત્યાગ કરી તપ સંયમ પાળ્યા છે. બે મણની તળાઈ ત્યજી ધરતીને સેજ માણી છે. તેમાં પણ સ્વર્ગના સુખની અપેક્ષા નહિ કેવળ આત્મલક્ષી રહી ઉપાસના કરી છે. પરિણામે મુક્તિ માણવી હતી પણ ભવિતવ્યતાને યોગ એ સ્વર્ગલોકમાં વિશ્રામ મળ્યો હોય તેમ રહે છે. નિત્ય ચાહે છે કે પુનઃ માનવજન્મ પામી આત્મલક્ષ્ય સંયમ પાળી મુક્ત થાઉં.
આત્મલક્ષી સાધકની દૃષ્ટિ દરેક પ્રસંગે કે કાર્યો આત્મા પ્રત્યે છે. ખાય, પીએ, હરેફરે, કુટુંબ પ્રતિપાલન કરે તોપણ સંસારના છૂટવાના ભાવવાળો આત્માની મુખ્યતા કરીને રહે છે. ભલે સંસારમાં છે તેથી પરિવારાદિકમાં રાગયુક્ત હોય છતાં તેની મુખ્ય ચાહના આત્મલક્ષી છે. છતાં રોગયુક્ત હોવાથી વીતરાગી મુનિ જેવું સુખ નથી.
આત્મલક્ષી સાધક સદાય સદ્ગુરુમુખે નિર્મળ બોધને પ્રાપ્ત કરનારો છે. તેવા સાધકનાં લક્ષણ કહ્યાં છે.
ઔદાર્ય, (ઉદારતા) દાક્ષિણ્યતા (કુશળતા) જુગુપ્સા પાપથી ભીરુ) નિર્મળ બોધને પ્રાપ્ત કરનારો અંતે જનપ્રિયતા પામે છે.
આ પ્રકારના ઉત્તમ ગુણોથી વાસિત જેનું હૃદય છે તે મુનિપણાને ગ્રહણ કરી આત્મામાં જ રહે છે. હવે તેમનું તન-મન-ધન સઘળું એક જ ધામમાં વસે છે. જ્યાં બાધા રહિત સુખને માણે છે. તેવું સુખ ઈ ચંદ્ર કે ચક્રવર્તીને પણ નથી.
ચક્રવર્તીપણે પેદા થયેલા ઉત્તમ જીવો જેમને પુણ્યના પ્રતાપે ચક્રવર્તીપદ મળ્યું છે. જેઓએ નિયાણા રહિત તે પદમેળવ્યું છે તેવા ઉત્તમ કોટિના ચક્રવર્તી પણ તે પદને ત્યજીને મુનિપણાને સ્વીકારે છે. કેમ?
તેઓ નિર્મળ બોધયુક્ત હોવાથી જાણે છે કે આ સુખ તો વિજળીના ચમકારા જેવું છે. એટલે અંતમાં સર્વ વૈભવનો ત્યાગ
હૃદયપ્રદીપનાં અજવાળાં જ ૧૫૧
Page #159
--------------------------------------------------------------------------
________________
કરી મુનિપણું અંગિકાર કરે છે. મુનિપણામાં આત્મસુખને પામે છે.
સમ્યગૃષ્ટિવંત કથંચિત સંસારમાં રહેલો છે તેથી અલ્પપણે રાગદશા તો વર્તે છે, પરંતુ અંતરંગમાં આત્મલક્ષની પ્રતીતિ વર્તે છે. તેઓ જાણે છે કે ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે તેવા આ સંસારમાં રહેવા જેવું નથી. તેથી ઉદાસીનભાવે વર્તે છે.
જ્ઞાની-મુનિ જનોને જે સુખ વર્તે છે તે આત્મભાવમાં સ્થિતિનું વર્તે છે. તેઓ આત્મલક્ષી રાગમુક્ત અને નિર્મળ બોધયુક્ત હોવાથી તેમને પરપદાર્થના સેવનમાં સુખબુદ્ધિ નથી. શુભાશુભ સંયોગોની પ્રાપ્તિ હોવા છતાં મુનિ તો આત્મધામમાં વસે છે. તે કોઈ પરિસ્થિતિ, વ્યક્તિ કે વસ્તુમાં વસતા નથી. તેમને પ્રસંગે હર્ષ-વિષાદ થતો નથી. કથંચિત જ્ઞાનના તારતમ્યપણાથી હર્ષવિષાદ થાય તોપણ તે તીવ્ર પરિણામે થતા નથી. કારણ કે જ્ઞાની-મુનિ નિર્મળ બોધયુક્ત હોવાથી જાગૃત છે.
આત્મલક્ષી સાધક કે આત્મરામી મુનિ નિર્મળ બોધયુક્ત હોવાથી અર્થાત્ જ્ઞાન સ્વરૂપે સ્થિત હોવાથી જેમ દીવો જ્યાં હોય ત્યાં પ્રકાશપણે હોય તેમ તેમનું જ્ઞાન જ્યાં હોય ત્યાં જ્ઞાનપણે જાગૃત હોય.
આમ જ્ઞાનની નિર્મળતાએ કરી જો જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં જ આત્મજોગ પામે. આત્મજોગે મુનિને જે સુખ છે તે ઇન્દ્ર રાજેન્દ્ર પણ પ્રાપ્ત કરી શકતા નથી. આથી ઈન્દ્ર કે રાજેન્દ્ર પણ જ્યારે આંતરિક સુખ ઇચ્છે છે ત્યારે તેઓ ત્યાગી વીતરાગી પરમાત્માના ચરણને સેવે છે.
તે ઋષભાદિ વીતરાગી પરમાત્માને ચરણે મુગટધારી ઇન્દ્ર કે ભરત ચક્રવર્તી કેવું સુખ અનુભવતા કે જે સુખ તેમની ઇન્દ્રસભામાં કે ચક્રવર્તીના અંતઃપુર ન હતું. કારણ કે આ બધાં સુખ રાગયુક્ત અને પરાવલંબી છે. જ્યારે આત્મબોધે પ્રાપ્ત સુખ સ્વભાવાલંબી છે.
૧૫ર જ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #160
--------------------------------------------------------------------------
________________
“દેહાભિમાને ગલિતે, વિજ્ઞાતે ૫રમાત્માનિ, યંત્ર યંત્ર માનોયાતિ, તત્ર તત્ર સમાધયઃ” હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુ:ખી, એ વગેરે પ્રકા૨થી રહેલું દેહાભિમાન તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જાય છે ત્યાં તેને સમાધિ જ છે. સુખ છે.
પરંતુ અનાદિકાલથી સુખસ્વરૂપ એવા સ્વાત્માનું જ વિસ્મરણ હોવાથી, ૫૨ભાવ જીવને સદી ગયો છે. પરંતુ જો જીવ દીર્ઘકાળ નિર્મળ બોધનું સેવન કરે, તો તે વિસ્મરણ અને અન્યભાવની થયેલી ભ્રમણા ટાળે છે.
“જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે, સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહિ, જ્યાં જંજાળ અલ્પ છે અથવા નથી. આમ સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે.
અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે !'
શ્રીમદ્ રાજચંદ્ર “અહીં રાગમાં સુખ તો એક આરોપ છે. પહેલા રાગમાં સુખબુદ્ધિ થાય છે; પછી સુખમાં રાગ થાય છે. આમ સર્વત્ર સુખસુખાનુરાગનું ચક્ર ચાલે છે. સુખ-દુઃખની જેમ રાગદ્વેષ જોડિયા છે. રાગ, દ્વેષ વિના ટકી શકતો નથી. રાગ મૂળ ઇચ્છા છે. એ ઇચ્છાનો લય થાય ત્યારે અંતરાત્મા ય પામે છે. સુખ પામે છે”
અધ્યાત્મ જગતમાં આત્માના ગુણોના અનુભવને અનુભવ કહેવામાં આવે છે તે જ નિરુપાધિક સુખાનુભવ છે.’
શ્રી પ્રદ્યુમ્નસૂરિજી
હૃદયપ્રદીપનાં અજવાળાં * ૧૫૩
Page #161
--------------------------------------------------------------------------
________________
यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् । तथा तथा तत्त्वमिदं दुरापं, દૈવિ સ્થિત મારવિચાર-ઢીનૈઃ ।। રૂપ ||
ઘણાં બધાં કાર્ય તણા વિચારે,
જંપે જરી ના નિજ ચિત્ત જ્યારે; વિચાર શુદ્ધિ નવ હોય ત્યારે, તત્ત્વોપલબ્ધિ નહિ શક્ય ત્યારે. ૩૫
સેંકડો કાર્યોથી આકુળ ચિત્ત ક્યાંય વિશ્રામ પામતું નથી. અને એ રીતે શુભવિચારવિહોણા પુરુષો માટે આ તત્ત્વ દુષ્પ્રાપ્ય છે.
માનવસ્વભાવ કેવો છે ? જ્યાં આકુળતા છે, વિશ્રામ નથી તેવા વિષયોના વિકારોમાં જ અટવાય છે. પરંતુ જરા થોભી જાય અને વિચારે કે મારે મારું ભલું કરવું છે. મારે સર્વજ્ઞકથિત તત્ત્વોને જાણવાં જોઈએ, તે વડે સાચા સુખનો નિર્ણય કરવો જોઈએ.
ભાઈ ! પૂર્વે અને આજે પણ તું તારી બુદ્ધિને નિરર્થક વાતોમાં પ્રવર્તાવે છે. આત્મહિતનો મૂળ આધાર છે વિચાર શુદ્ધિ, તે દ્વારા તત્ત્વનો નિર્ણય તો કરતો નથી. આત્મહિતનો નિર્ણય કરવા જેટલા મતિશ્રુતજ્ઞાન તો તને પ્રાપ્ત છે, પછી શા માટે નિરર્થક અનર્થદંડ જેવાં કાર્યોમાં સમય વૃથા ગુમાવે છે. પ્રમાદ અને મિથ્યા માન્યતાને
૧૫૪ * હ્રદયપ્રદીપના અજવાળાં
Page #162
--------------------------------------------------------------------------
________________
ત્યજીને તત્ત્વના નિર્ણયમાં બુદ્ધિને લગાવ. આજે એ જ મોટો અવસર છે. અનુપમ સુખ પામ્યા તે નિર્વાણને વર્યા. એ પૂર્ણ સુખનો પ્રેરણાનો સોત અરિહંત પરમાત્મા છે. સર્વ ગુણો જ્યાં પ્રગટ થયા છે. તેવા અરિહંત માનવમાત્રને ઉચ્ચ આદર્શો તરફ લઈ જાય છે. આપણી જીવનની પ્રત્યેક ક્રિયામાં તે પ્રેરણા સાત ઝિલાવો જોઈએ. તે માટે સ્વનો અહમ્ ઓળગવો જોઈએ.
આપણા આદર્શ અને ભાવના જીવનની ઊંધી દિશામાં જતા નથી ને? વૈચારિક ભૂમિકા કરતાં ભાવનાનું ક્ષેત્ર ઊંચું છે. તેમાં રાગાદિમુક્ત સંવાદ જન્મે છે. માટે પ્રથમ વિચાર શુદ્ધિ કરી લે.
આમ જુઓ તો વિશ્વમાં બધું સંવાદથી ચાલે છે. જેમ કે ઋતુકાળ પુષ્પોનું ખીલવું-કરમાવું. સૂરજનું ઊગવું-આથમવું, માતાપિતાના સંયોગથી ગર્ભનું ઉત્પન્ન થવું. જન્મ સાથે મરણનું જોડાવું. આ બધું નિયમથી ચાલે છે.
પુગલના સંયોગે માનવનું અસ્તિત્વ, જીવન વિસંવાદી કેમ જણાય છે ! ક્યાંય મેળ નથી. કારણ કે માનવ સ્વચ્છેદે જીવન જીવે છે, સંયમિત જીવનમાં સંવાદ પ્રગટે છે.
અરિહંત ભગવાને ઉચ્ચતમ જ્ઞાનસ્વરૂપ-આત્મારૂપ. સંવાદ આપ્યો તેને સાધ્ય કરો. હે પ્રભુ તમે ક્ષમાના ભંડાર હું પણ ક્ષમા ધારણ કરું. હે પ્રભુ તમે જીતી ગયા અને મારે કર્મનો ભાર ? સાચા સુખ માટે તમે બધું જ ત્યાગી દીધું અને હું તો વળગી રહ્યો છું. ના, પણ મારે હવે છૂટવું જ છે. આપને માર્ગે આવવું છે, આમ આપણી અંદર કશું સ્થાયી થવું જોઈએ તે ભાવો આપણા જીવનમાં સંવાદ સ્થાપે.
ઘણાં નિરર્થક કાર્યોની પળોજણ મૂકી દે અને આત્માને ઓળખ. હે જીવ તું મૂંઝાઈશ નહિ. તારી ચૈતન્ય શક્તિ સંવાદી છે. તેના તરફ જો જેમાં શુદ્ધતા જ છે. તે તરફ દૃષ્ટિ કર તું પ્રસન્નતા અનુભવીશ.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૫૫
Page #163
--------------------------------------------------------------------------
________________
તત્ત્વનો નિર્ણય કેમ થતો નથી?
જીવનો ઉપયોગ રાગમિશ્રિત છે. ભક્તિ આદિ કરી ત્યારે પણ લૌકિક ભાવ જોડાયેલો છે. તેથી રાગમાં જોડાઈ જાય છે. ભક્તિ સારી થઈ, ભાવ સારા થયા પણ વૈરાગ્યદશા ન પ્રગટી તો તારું પરિભ્રમણ નહિ ટળે.
જીવને બુદ્ધિ, વિચાર. જ્ઞાનનો ઘણો વ્યાપાર હોય તોપણ વિચારશુદ્ધિ હોતી નથી. વળી આત્માનું લક્ષ પર તરફ હોય ત્યાં સુધી તેની દશા આવી અવદશા થવાની. આથી તેને મુક્તિનું કારણ એવી તત્ત્વોપલબ્ધિની પ્રાપ્તિ થતી નથી.
અસાર એવા દુઃખરૂપ સંસારથી મુક્ત થવાનો ઉપાય તત્ત્વદૃષ્ટિજ્ઞાનદષ્ટિછે. અને દીર્ઘકાળથી જીવે તે તરફ લક્ષ્ય આપ્યું નથી. આત્મજ્ઞાન આત્મવિચાર વગર પ્રવર્તતું નથી. વળી અસત્સંગનું અને અસત્પ્રસંગો, સાંસારિક પ્રયોજન વિશેષપણે હોવાથી વિચારશુદ્ધિ શક્ય નથી.
વળી આરંભ પરિગ્રહની વિશેષ પ્રવૃત્તિ હોવાથી તત્ત્વબોધની રૂચિ થવી સંભવ નથી. તેમાં જે મોહનિદ્રામાં સૂતા છે તે તો જ્ઞાનીમુનિ નથી. આત્મવિચારમાં પ્રવર્તતો મુનિ સદા જાગૃત છે. પ્રમાદીને તો ચારે બાજુ આકુળતા જ છે.
હવે જો જીવ આરંભ સમારંભ પરિગ્રહમાં પાપ છે, અહિત છે તેમ બોધ પામે. તે પ્રકારો ઘટાડતો જાય, અસત્સંગ કે અસત્ પ્રસંગથી દૂર રહે તો વિચારશુદ્ધિ સંભવ છે. વિચારશુદ્ધિના બળે સર્વ દુઃખને નષ્ટ કરનારું આત્મજ્ઞાન પ્રગટે છે.
વિશ્વ વિષયના વિકારમાં વિશ્રાંતિ પામતું નથી સંસારના વ્યવહાર અને વ્યાપારમાં નિરંતર ખૂંચેલો જીવ કહે છે : અરે ! મરવાની પણ ફૂરસદ નથી. ભાઈ તને મરવાની ફુરસદ ના હોય પણ કાળ તો નિયમથી ચાલે છે, તેને ઘણી ફુરસદ છે, કોઈના ય આયુષ્યકર્મને પૂર્ણ થતાં તે ક્યાં રાહ જુએ છે ? વિચારજે કે જન્મ, મરણ, રોગ, શોક, વૃદ્ધાવસ્થાદિ સમસ્ત
૧૫૬ ક હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #164
--------------------------------------------------------------------------
________________
સંસાર અશરણ છે. તેથી મુનિઓ, તત્ત્વ ચિંતકો સંસારના સાધનો પર નિશ્ચિત નથી. તે તો આત્મસ્વરૂપને પામીને નિઃશંક અને નિર્ભય થયા છે. વિચારશુદ્ધિ વગર જીવને એવી નિઃશંક, નિર્ભય કે નિર્મલ દશા પ્રાપ્ત થવી સંભવ નથી. પરપદાર્થના સંગે, મોહાધીન જીવને વિચારબળ દુર્લભ છે, પછી તત્ત્વોપલબ્ધિ તો દુર્લભ છે.
વિષયાદિ ઇચ્છિત ઘણાં કાર્યોના વિકલ્પો કરે, તે પદાર્થ ભોગવી પછી નિવૃત્ત થઈશ એમ કાળનો ભરોસો રાખવો તે હિતાવહ નથી. વળી વિષયની મૂછ શમી જાય તે કઠણ છે કેમ કે આત્મવિચારના બળ વગર તે વિષયાદિ ઇચ્છાઓ શમી જવી, નિર્મૂળ થવી સંભવિત નથી. વળી તેથી તો વિષયઇચ્છા નિવૃત્ત થવાને બદલે તેમાં વિશેષપણું વર્ધમાન થાય છે.
અહોનિશ, જાગતા કે ઊંઘતા આ કરું કે તે કરું? આવા અશાંત મનમાં શુભવિચાર ક્યાંથી ઊપજે! અને શુભવિચાર વગર, શુભભાવ વિના તત્ત્વ પામવું દુર્લભ છે. પ્રારંભમાં મનના સ્તર પર સ્વસ્થતા થઈ શકે. એક મંત્રનો જાપ અભ્યસ્ત થઈ ગયો હોય, ક્યારેક મન વિચલિત બનેલ હોય, તે વખતે સાધક આ મંત્રનો જાપ કરે તો તેનું ચિત્ત સ્થિર-શાંત બની જાય.”
જીવને કંઈ કરવાનું ચિત્તમાં રહ્યા કરતું હોય છે. પણ જીવને જો તત્ત્વની શ્રદ્ધા પ્રત્યે, રૂચિની જિજ્ઞાસા થાય તો તે બાજુ દષ્ટિ વળે. જેને વર્તમાન જીવનમાં દુઃખ, રાગ, દ્વેષ આદિનો અનુભવ થાય ત્યારે સાચી પાત્રતા માટે અસંતોષ પેદા થાય. તે આત્માને એવી અવદશામાંથી છૂટવાનું અને તેને સ્થાને સાચા સુખને મેળવવાની જિજ્ઞાસા વૃદ્ધિ પામે.
તે જીવ પછી મોક્ષમાર્ગે જવાનો પુરુષાર્થ કરે છે. તે તત્ત્વચિની જિજ્ઞાસાના પોષણ માટે સત્સમાગમ અને શાસ્ત્રઅધ્યયન કરીને આંતરિક રુચિને દઢ કરો આ જ જીવનનું કર્તવ્ય છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૫૭
Page #165
--------------------------------------------------------------------------
________________
समसुखरसलेशात् द्वेष्यतां संप्रयाता, विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः । परमसुखमिदं यद् भुज्यतेऽन्तः समाधौ, मनसि यदि तदा ते शिष्यते किं वदान्यत् ।। ३६ ।।
પ્રશમ સુખ તણો જો મેળવ્યો સ્વાદ સારો, વિવિધ વિષય કેરી, સંગ લાગે અકારો; પરમ સુખ સમાધિ હોય જો આમ જામી, તવ હૃદય મહીં તો, શી રહે બોલ ખામી ? ૩૬
સમતાના સુખનો રસ સહેજ મળતાં જ વિવિધ વિષયોના ભોગની ઇચ્છા દૂર થાય છે.
જો આ પરમ સુખ સમાધિ દશામાં મળે તો બોલો બાકી શું રહ્યું?
પ્રશમ = કષાયો અને વિષયો જેના શમ્યા છે. જેનું ચિત્ત શાંત દશાને પામ્યું છે તેવા પ્રશમરસયુક્ત મુનિજનોના આંતરિક સુખનું વર્ણન કેમ થઈ શકે? તે તો અનુભવે જ જણાય.
કષાયરહિત ચિત્તની દશામાં સુખનો રસાસ્વાદ છે. દુનિયાની દરેક સ્થળોની મીઠાઈ એકઠી કરવી અસંભવ છે છતાં ધારો કે કોઈ મનુષ્યને તે આરોગવા મળી તોપણ તેનું સુખ જીભના સ્પર્શ
૧૫૮
હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #166
--------------------------------------------------------------------------
________________
સુધી છે તેથી ક્ષણિક છે. તે ચિત્તની શાંતદશા પાસે તુચ્છ છે.
ક્લેશ-કષાયરહિત નિર્દોષ સુખનો સ્વાદ અનેકગણો છે. જગતના જીવોને ઇન્દ્રિયોના વિષયોમાંથી મેળવવું શું છે? “સુખ' ! હવે જો તે તેવા તુચ્છ પ્રકારો વગર સીધું જ મળતું હોય તો શા માટે ઇન્દ્રિયોની ગુલામી કરવી ?
સ્થળકાળની બાધારહિત પ્રશમસુખ, આંતરિક નિર્મળતાનું સુખ મળ્યા પછી વિવિધ વિષયોમાંથી મળતો વિકૃત સ્વાદ મુનિને અકારો લાગે છે. તેથી તેઓ તેવા પ્રકારોનો સર્વથા ત્યાગ કરે છે.
“પ્રશમ = ઉત્કૃષ્ટ કોટિની સમતા. જેના રાગદ્વેષ હણાઈને સમભાવ પ્રગટ થયો છે તેવા મુનિઓ જ તે દશાના સુખને જાણે
પ્રશમ = વૈરાગ્ય. વૈરાગ્યની ભાવના વાસનારૂપ બની જાય છે એટલે વૈરાગ્ય સ્થિર બને, જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ (ભાવિત) બનતો જશે તેમ તેમ રાગદ્વેષની વાસના ઢીલી પડતી જશે. રાગદ્વેષની અનાદિકાલીન વાસનાઓ પર મન, વચન, કાયાની શુદ્ધિ વડે પ્રહાર કરો. કે જેથી રાગ-વાસનાઓનું વિસર્જન થઈ જાય, દ્વેષની ભડભડતી આગ બુઝાઈ જાય.
વૈરાગ્યની ભાવનાનો વિસ્તાર માધ્યચ્ય : ન રાગનો પક્ષ ન દ્વેષનો પક્ષ. વૈરાગ્ય : રાગદ્વેષની મંદતા, ઇનિષ્ટમાં ન રાગ ન ટ્વેષ. વિરાગતા : અનુકૂળતામાં રાગ નહિ, પ્રતિકૂળતામાં દ્વેષ નહિ. શાંતિ : રાગદ્વેષના ઉદયનો અભાવ ઉપશમ : રાગદ્વેષનું દબાવું. નિમિત્ત મળતાં ઊઠે. પ્રશમ : રાગદ્વેષનો ઉત્કૃષ્ટ શમ આત્મભાવની વિશુદ્ધિ. દોષક્ષય : રાગદ્વેષનો આત્યંતિક ઉચ્છેદ વૈરાગ્ય)
હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૫૯
Page #167
--------------------------------------------------------------------------
________________
કષાયજય : કષાયોનો પરાભવ કરી આત્મા વિજયી બને.
આવા ગુણોના પિંડ સમા પ્રશમરસના ભાવમાં પરમસુખની અનુભૂતિ કરવાની જિજ્ઞાસા ઊઠવી જોઈએ. તો જ પ્રશમરતિને આત્મસાત થવાનો પુરુષાર્થ થાય. તેમાં જેને આંતરિક આત્મશાંતિના સુખનો સ્વાદ મળે તેણે વિષયો વિષ જેવા લાગે, કષાયો શત્રુ જેવા લાગે. ભોગમાં રોગ દેખાય. માનાદિમાં મલિનતા જણાય. તેથી દોષના સમૂહનો ઉચ્છેદ કરવા સાધક પુરુષાર્થ કરે.
તે રત્નત્રયનો આરાધક હોય. વ્રતધારી હોય. જિનાજ્ઞારૂઢ હોય. સ્વાધ્યાય ધ્યાનથી યુક્ત હોય. અપૂર્વ પરિણામવાળો હોય. સંસારવાસથી ત્રાસેલો, બ્રહ્મવ્રતથી દઢતાવાળો, મુક્તિ સુખનો ચાહક હોય. આવી પાત્રતા માટે તે વિનયવંત હોય છે.
લૌકિક પ્રવૃત્તિથી મુક્ત સાધુને જે સુખ આ જ ભવમાં હોય છે તે સુખ નથી હોતું ચક્રવર્તીને કે નથી હોતું દેવેન્દ્રને.”
* શ્રી પ્રશમરતિ
સ્વ. આ. શ્રી ભદ્રગુપ્તવિજયજી પ્રશમ સુખ – વીતરાગતામય સ્વભાવનું સુખ, એવા અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરવાનો ઉપાય પ્રશમરૂપભાવમાં સ્વરૂપસ્થ થવું એ છે. તે સિવાય આ જગવ્યવહારે વર્તવું તેમાં જ્ઞાની ક્ષણમાત્ર પણ રહેવા ઇચ્છતા નથી.
દેહથી ઇન્દ્રિયાદિથી ભિન્ન પ્રશમસુખ અને સમાધિમાં લીન એવા મુનિ જ્યોતિ સ્વરૂપ આત્મામાં જ રહે છે. અંતરમુખ થઈ સમાધિમાં નિમગ્ન છે.
જગતના જીવોને હજી બહારથી કંઈ મેળવીને સુખ પ્રાપ્ત થશે તેવી ભ્રમણા છે. પરંતુ જ્ઞાનીઓ પ્રશમરસમાં નિમગ્ન હોવાથી પ્રારબ્ધયોગે મળતા વિષયોના સંગને પણ તુચ્છ માને છે.
૧૬૦ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #168
--------------------------------------------------------------------------
________________
પરંતુ જે વિષયોથી આર્ત છે, તેમને પ્રશમનું સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? પરંતુ પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિ જેને જામી છે, જે મુનિ સ્વરૂપસ્થ થયા છે તેમને હવે આ જગત હીરે મઢેલું હોય તો પણ શું?
મુનિ સર્વથી સર્વ પદાર્થોથી ભિન્ન, કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમય થયા છે તેમને કહો હવે આ વિશ્વ સાથે શું લેવાદેવા છે? તેઓ સદાયે મુક્ત જ છે.
અસંગભાવે પ્રશમરસમાંથી મેળવેલા અનંત આનંદ સ્વરૂપની અનુભૂતિ પછી મુનિને ક્ષણમાત્ર પણ પપ્રસંગ નિરર્થક લાગે છે.
“આપણી પરંપરા ગુરુચરણોના સ્પર્શને મહત્ત્વ આપે છે. એની પાછળનું રહસ્ય છે માત્ર ઊર્જાનું ખરવું. શિષ્ય તેનો ગ્રાહક છે) એ વિકિરણોના સ્પર્શ અને સમાચારી પાલન અગણિત જન્મોની અશુદ્ધિને દૂર કરે છે.
ગુરુદેવના એક એક ગુણને જોઈએ અને હૃદય ભાવવિભોર બને, આંખો છલકાયા કરે.
પરમ શુક્લતા, શ્રેષ્ઠ અંતરંગ નિર્મલતા. ન રાગને સ્થાન છે, ન દ્વેષને, ન અહંકારને.
સાધુની એક મઝાની સાધના છે અપ્રતિબદ્ધતાની. ક્યાંય ભળવાનું નહિ, થોડા દિવસ રહ્યા કે ચાલો. ચાતુર્માસ પૂરું થયું કે ચાલો.
નદીના વહેતા પાણી જેવું સાધુનું જીવન. નદીમાં જ્યાં ખૂણો બન્યો. લીલ-ફૂલ જામી જશે. પાણી સ્વચ્છ નહિ રહે. મુનિના જીવનમાં ક્યાંય ખૂણો ન બની જાય એની કાળજી પૂરેપૂરી લેવાઈ છે. - પૂર્વ સંયોગને છોડ્યા પછી મુનિ ક્યાંય સ્નેહ ન કરે. સ્નેહ ઉત્પન્ન કરનારાં તમામ તત્ત્વો પ્રત્યે અસ્નેહ કરનારો સાધક દોષોના સમૂહથી મુક્ત થાય છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં જ ૧૬૧
Page #169
--------------------------------------------------------------------------
________________
રાગદ્વેષ અને અહંકારની ધારાને બિલકુલ સામે છેડે છે એક બિંદુ સમતારસનું. વાહ ! આવો રસ ક્યારેય ચાખ્યો નથી. આ પરમસુખ મળી જાય પછી બીજું શું જોઈએ? સમાધિ – પોતાનું પોતાનામાં હોવું ચેતના બિલકુલ સ્વસ્થ બની ગઈ. ત્યાં શબ્દો પણ ફિક્કા પડે છે.”
ઇન્દ્રિયો અને મન વિષયોમાં એકાગ્ર બને તો સુખાભાસ. ઇન્દ્રિયો અને મન પ્રભુગુણોમાં એકત્વ કરે ત્યારે સુખ (શુભભાવ) પોતાનું અસ્તિત્વ પૂરું પ્રભુમય બને પ્રશમ સુખ, અને સ્વભાવાલંબન બને ત્યારે આનંદ એ આનંદ આત્માનો નિrગુણ છે. તેની પ્રાપ્તિ પછી શું ખામી રહે !
જગતના કોઈપણ પદાર્થમાં આત્મિક સુખ આપવાની તાકાત નથી. જડ પદાર્થને સુખનો ભાવ નથી. સુખ આત્માનો ગુણ છે. પર પદાર્થમાં ઉપચારથી સુખનો ભાસ પેદા થાય છે. એ સુખને એટલે કલ્પના માત્ર કહેવાય છે.
પૂરું અસ્તિત્વ પ્રભુગુણમાં ડૂબી જાય ત્યારે આનંદની અનુભૂતિ થાય. વીતરાગની ધારાનું સાતત્ય એ આનંદ છે. એવા આનંદમાં ડૂબેલા યોગીને શું ખામી હોય. જેના ચરણોમાં સુખ. આનંદ સ્વયં સ્થાન લે છે.
વિરાગી આંખોમાં જ વિષયો પ્રત્યે સ્વયં અનાકર્ષણ હોય છે. તેથી તે પરમ સમાધિમાં જ ડૂબેલા રહે છે. તેમને જગતના પદાર્થોની કે તેના સુખની અંશ માત્ર જરૂર નથી.”
આ જન્મમાં આત્મત્વ પ્રાપ્તિના બધા યોગ મળ્યા છે તેને પકડી લઈને હવે એની જ પ્રાપ્તિ, અન્ય કંઈ નહિ એવો દઢ નિર્ણય કરી, સર્વ વળગણાથી મુક્ત થવું.
૧૬૨ હૃદયપ્રદીપનાં અજવાળાં
Page #170
--------------------------------------------------------------------------
________________ આત્મપ્રાપ્તિ થવાનાં સાધનો ચિંતા વિનાનું હૃદય, જીવોના સંસર્ગ વિનાનું સ્થાન, થોડા ભવમાં મોક્ષે જવાની લાયકાતવાળી આસન્નભવ્યતા, જડ ચૈતન્યના વિવેકવાળું ભેદજ્ઞાન, અને પરભવમાં મમતા વિનાનું જીવન, આ સર્વ આત્મપ્રાપ્તિના ઉપાય છે. | આત્મા જ્ઞાતા અને દ્રષ્ટારૂપ છે, તે આત્માને પોતાને જ જોય અને દયરૂપે બનાવી તેમાં જ ચિત્તને ધારી રાખવાથી ઉત્તમ જ્ઞાનદર્શનનો લાભ ઘણી સહેલાઈથી મેળવાય છે. આત્મપ્રાપ્તિના ઉપાયરૂપ જે કંઈ હોય તે સર્વે. આત્માને પ્રિય હોવું જોઈએ. કેમકે પોતે તેનો જ અર્થી છે. તેમાં પ્રીતિ ન હોય તો તે વસ્તુ મળતી નથી.” શુદ્ધ ચિતૂપની પ્રાપ્તિના અનેક ઉપાય છે તેમાં ધ્યાન સમાન બીજો કોઈ ઉપાય નથી, અને થશે પણ નહિ. - પૂ. વિજ્યકેસરસૂરિજી