SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ વિશુદ્ધ તત્ત્વોથી જીવનકલા સાવ વિખૂટી પડી ગઈ છે. તેને ધ્યાન વડે શુદ્ધતામાં જોડવાની છે. ભગવાન મહાવીરે કહ્યું: “હે ગૌતમ ! શરદઋતુનું ખીલેલું કમળ જેમ પાણીથી ઉત્પન્ન થવા છતાં નિરાળું રહે છે તેમ તું તારી આસક્તિથી અલગ થા. અને સર્વ વસ્તુના મોહથી રહિત થઈ છે ગૌતમ સમય માત્રનો પણ પ્રમાદ ન કર. કાંટાવાળા માર્ગથી (સંસાર) દૂર થઈને મહા ધોરીમાર્ગ પર તું આવ્યો છું, માટે તે માર્ગ પર નજર રાખ. સમય માત્ર પણ પ્રમાદ ન કર. ગામ કે નગરમાં જતાં પણ સંયમી, જ્ઞાની, અને નિરાસક્ત થઈ વિચર. આત્મશાંતિમાં વૃદ્ધિ કર.” મેં જાણ્યું એ લિંગ નપુંસક સકળ મરદને ઠેલે, બીજી વાત સમર્થ એ નર તેહને કોઈ ન લે. શ્રી આનંદઘનજી. મન નપુસંક કહેવાય છે પણ રાવણ જેવાને તેણે એક સ્ત્રી જિજ્ઞાસામાં ભુલાવી રાંક બનાવી દીધો. મહાત્મા યુધિષ્ઠિરને જુગારમાં ભેળવી રાજ્ય, બંધુ, પત્ની સર્વેને હોડમાં મૂકી દેતાં મનના વેગથી કેટલું ભયંકર પરિણામ આવ્યું. રાજના વસ્ત્રાલંકારો ત્યજીને નીકળેલાં સીતાને કેવી બુદ્ધિ સૂઝી, કે રૂપાળા હરણને મેળવવાના મનમાં કોડ જાગ્યા. અને રાવણના સકંજામાં ફસાઈ પડ્યાં. માસક્ષમણને પારણે માસક્ષમણ કરનાર વિશ્વભૂતિ મુનિએ ભત્રીજાના બે શબ્દોને મનમાં કેવો પ્રવેશ આપ્યો કે મુનિપણું વિસ્તૃત થયું અને આત્મબળ ત્યજીને શરીરબળ માંગી બેઠા. રે મન ! તને વશ પડેલાં કોઈને છોડ્યાં નથી. હા, પણ જે મહામાનવોએ તને વશ કર્યું તેણે તે મોક્ષની યાત્રામાં સાથ આપ્યો. એટલે તને શું દોષ દઈએ ? હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy