SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ एक: पापात् पतति नरके, याति पुण्यात् स्वरेकः । पुण्यापुण्यप्रचयविगमात् मोक्षमेकः प्रयाति । सङगानूनं न भवति सुखम्, न द्वितीयेन कार्यम्, तस्मादेको विचरति सदानन्दसौख्येन पूर्ण: ।। २७ ।। પુણ્ય સ્વર્ગે નરકગતિમાં પાપથી એકલો જ – આત્મા જાતો ઉભય ટળતાં મોક્ષમાં એકલો જ, બીજા સંગે સુખ નવ કદી, અન્યનું કામ ના કૈફ તેથી જ્ઞાની સહજ વિચરે મોજથી એકલો છે. ૨૭ કોઈ પુણ્યથી સ્વર્ગ પામે છે, કોઈ પાપથી નરક પામે છે. પુણ્ય અને પાપના વિલયથી કોઈ મોક્ષમાં જાય છે. સંગથી સુખ ન મળે, બીજાનું કંઈ કાર્યનથી એમ જાણી સાધક એકલો આનંદપૂર્ણ રીતે વિચરે. તપ, જપ કે સત્કાર્યો વડે શુભભાવના નિમિત્તે પુણ્યબળે કોઈ જીવો સ્વર્ગલોકમાં જાય ત્યારે તેને ગમતી જડ ભૌતિક વસ્તુ કે વ્હાલાં સ્વજનોને લઈ જઈ શકતા નથી. કોઈ જીવ આ દેહ ત્યજી સ્વર્ગલોકમાં જાય ત્યાં બીજી જ ક્ષણે સુખભોગમાં લીન થાય, જ્યારે તે સમયે પૃથ્વી પર તેના પાર્થિવ દેહને વિદાય આપતાં સ્વજનો રડતાં હોય. આમ જીવ જન્મે છે એકલો મરણ પણ એકલો; જ પામે છે. જન્મ થતાં આપણા સગપણો જમીનની વનસ્પતિની જેમ ફૂટી નીકળે છે. મરણ થતાં એ સગાં લાકડાં ભેગો કરી દે છે. જન્મ-મરણનું આવું ૧૨૨ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy