SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કદરૂપું સ્વરૂપ જાણી જ્ઞાની એકલો મોજમાં સહજપણે વિચરે છે. “સ્વામી રામતીર્થ ગંગાનદીના કિનારે એકલા નગ્ન બેઠા હતા. ત્યારે તેમની અંતરંગદશા કેવી હતી? પ્રકૃતિને પૂછે છે : તને રામની દયા આવે છે ? રામ તો શહેનશાહ છે. જો હમણાં જ વર્ષારૂપી માતા સ્નાન કરાવી ગઈ. પવનરૂપી પરિચારિકા પંખો વીંઝી ગઈ. ગંગા નદીના જળતરંગો મીઠું સંગીત સંભળાવી ગયા. આ હિંસક-વન્ય પશુઓ મારી રખેવાળી કરે છે. “જ્ઞાની સહજ વિચરે મોજથી એકલો હૈ.” આ જ્ઞાની યોગી પાસે અમેરિકાનાં અદ્યતન સાધનો નથી. તેલી પ્રદેશોના જેવો વૈભવ નથી. તેની પાસે નિઝામના રાજ્ય જેવો ખજાનો નથી. અરે ! એ હોવા છતાં તેઓ સુખી નથી. સ્વત્વથી ભરપૂર યોગી એકલો પણ સુખી છે. વીરશાસનનો વારસદાર કેવો હોય ?દુઃખને સહી પ્રસન્નતાને પ્રગટ કરે. જીવો સહન કરે છે પણ વ્યથિત મન વડે. શેક્યો પાપડ પણ ન ભાંગી શકે તેવા નબળા મન વડે, એ મોક્ષનો પુરુષાર્થ કેમ કરશે? ભગવાને સ્વયં જીવીને બતાવ્યું કે દુઃખ સહન કરવું તે શુદ્ધિનો માર્ગ છે. શાંતિથી પ્રસન્નતાથી સહન કરો, તેનાથી શુદ્ધ બનશો, શુદ્ધ બનેલો સિદ્ધ બને છે. વળી દુઃખ તો સહન કરો પણ સુખને ભોગવો નહિ, પદાર્થો પ્રત્યે નિર્લેપ રહી સહન કરો. પાપ પ્રકૃતિ છે તો પુણ્ય પ્રકૃતિ છે. તેમાં યોગીને ભેદ નથી. જ્ઞાની કહે છે કે આ પ્રબળ આત્મચેતનાશક્તિ જે ગરમીથી બળતી નથી. ઠંડીથી થીજતી નથી કે ઠંડીમાં કરમાતી નથી. સુખદદુઃખદ બધું જ તેની સ્વસ્થતામાં પીગળી જાય છે. જીવનમાં ચઢતી-પડતી, હસવું-રડવું, હર્ષ-શોકનો વંટોળ વાય છે. આ સર્વે કર્માણુઓની સાથેની વિચિત્ર લેવડદેવડ છે. ચેતના અને કર્મપરમાણુઓની વ્યક્ત થતી સાંયોગિક દશા છે તેમાં તું શાને મૂંઝાય છે! ઊઠ, જાગ, સત્ત્વને પ્રગટ કર તને શાંતિ જ છે. હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy