________________ આત્મપ્રાપ્તિ થવાનાં સાધનો ચિંતા વિનાનું હૃદય, જીવોના સંસર્ગ વિનાનું સ્થાન, થોડા ભવમાં મોક્ષે જવાની લાયકાતવાળી આસન્નભવ્યતા, જડ ચૈતન્યના વિવેકવાળું ભેદજ્ઞાન, અને પરભવમાં મમતા વિનાનું જીવન, આ સર્વ આત્મપ્રાપ્તિના ઉપાય છે. | આત્મા જ્ઞાતા અને દ્રષ્ટારૂપ છે, તે આત્માને પોતાને જ જોય અને દયરૂપે બનાવી તેમાં જ ચિત્તને ધારી રાખવાથી ઉત્તમ જ્ઞાનદર્શનનો લાભ ઘણી સહેલાઈથી મેળવાય છે. આત્મપ્રાપ્તિના ઉપાયરૂપ જે કંઈ હોય તે સર્વે. આત્માને પ્રિય હોવું જોઈએ. કેમકે પોતે તેનો જ અર્થી છે. તેમાં પ્રીતિ ન હોય તો તે વસ્તુ મળતી નથી.” શુદ્ધ ચિતૂપની પ્રાપ્તિના અનેક ઉપાય છે તેમાં ધ્યાન સમાન બીજો કોઈ ઉપાય નથી, અને થશે પણ નહિ. - પૂ. વિજ્યકેસરસૂરિજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org