SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ त्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्रपूर्णेऽनुरागः कुणपे कथं ते । द्रष्टा च वक्ता च विवेकरूप स्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम् ।। ६ ।। ત્વચા તથા હાડ થકી બનેલા, લોહી તથા માંસ વડે ભરેલા; આ દેહમાં મુગ્ધ બને તું શાથી ? તું માત્ર દ્રષ્ટા, અળગો બધાથી. ૬ ચામડી, માંસ, મેદ, હાડકાં, ઝાડો, પેશાબ, વીર્ય આદિથી ભરપૂર શરીરમાં તને અનુરાગ કેમ હોઈ શકે ? તું જ દ્રષ્ટા અને તું જ ભોક્તા છે, વિવેકપૂર્ણ તું છે, તું શા માટે પરમાં મૂંઝાય છે ? Jain Education International હે જીવ તું ત્વચા વગરનું શરીર વિચારી લે. શું દેખાય છે ? એ વિચારમાત્રથી તું મૂંઝાય છે, છતાં ચામડીથી મઢેલા એ જ પદાર્થો પ્રત્યે કેવો મોહ રાખે છે ? વળી તેને સ્વચ્છ રાખવા, તંદુરસ્ત રાખવા, વૃદ્ધત્વથી બચાવવા કેટલા પ્રયત્નો કરે છે, છતાં આ દેહ તને સાથ આપવાને બદલે દગો દે છે. વ્યવહારમાં તું દગાખોર મિત્રને ત્યજી દે છે, અને દેહમાં ચીટકી રહે છે. કેવું આશ્ચર્ય છે ? સંસારમાં કોઈ સ્વજન કે મિત્ર દગો દે તો તું તેને ત્યજી દે છે. મનમાં દુઃખ રાખે છે, તેમને દોષ દે છે. તે પ્રમાણે આ તારો ૨૪ * હ્રદયપ્રદીપના અજવાળાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy