________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
अविधि चेइयाइं वंदिज्जा तस्सणं पायच्छितं उ वंदसिज्जा । जओ अविहिए चेइआइं वंदमाणो, अन्नेसि असद्धं जणेइ ॥ इअ काउणं इति महानिशीथसूत्रे सप्तम अध्ययने ।
ભાવાર્થ :- જે અવિધિથી દેવોને વંદન કરે તેઓને પ્રાયશ્ચિત લાગે, આવો ઉપદેશ કરવો, જે કારણ માટે કહ્યું છે કે:- અવિધિથી ચૈત્યોને વંદન કરતો બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. તેથી કરીને વિધિથી ચૈત્યવંદન કરવું. એમ મહાનિશીથસૂત્રના સાતમા અધ્યયનમાં કહેલું જાણી અવિતત્થપણાથી જ ચૈત્યવંદન ધર્માનુષ્ઠાન કરવું તેજ શ્રદ્ધાનું લક્ષણ છે.
જે માટે હરિભદ્રસૂરિ મહારાજાએ લલિત વિસ્તરાવૃત્તિમાં કહ્યું છેविहिसारं चिय सेवइ, सद्वालु सत्तिमं अणुठाणं । दव्वाह दोसनिहओ, विपक्ख वाई वहइ तंमि ॥१॥ | ભાવાર્થ :- શ્રદ્ધાળુ માણસ પોતાની શક્તિ અનુસાર વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે. દ્રવ્યાદિ દોષવડે કરીને હણાયેલો તેને વિષે વિપક્ષપાતપણાને વહન કરે છે.
એમ કરવાથી ચૈત્યવંદન કરવા ઉપર શ્રી દત્તાનું દૃષ્ટાંત કહે છે :
હાંજ પૂર્વવિદેહ વિજયમાં મનોહર વૈતાઢય પર્વત ઉપર શિવમંદિર નગરીને વિષે વિદ્યાધરનો સ્વામી કીર્તિધર રાજા હતો તેને અનિલા નામની દેવી રાણી હતી. તેને ગજ, વૃષભ, કલશ સ્વમ સૂચિત પ્રતિવાસુદેવ દરિમીતા નામનો પુત્ર થયો એકદા પુત્રને રાજય આપી, શાંતિનાથ જિન પાસે કીર્તિઘરે દીક્ષા લીધી. ત્યાર પછી ચક્ર જેને ઉત્પન્ન થયેલ છે તથા ખેચરોયે નમસ્કાર કરેલ છે, એવા તેણે વૈતાઢય વિજયાઈ ત્રણ ખંડ સાધ્યા તેની અચિરારાણીને કનકશ્રી નામની પુત્રીને પ્રસવી તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org