________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેદાસીની સાથે દાઢી મુક, અને મસ્તકના કેશને લઈ એક પાંજરામાં એક પક્ષીને પુરી તેમાં તે કેશ મુકી, તે પાંજરું દાસીને આપીને તેણીએ કહ્યું કે હે ભળી સ્ત્રી ?તારા સ્વામીને કહેજે કે આ પાંજરાને વિષે રહેલી વસ્તુઓને એકાંતમાં દેખીને વિચાર કરજે દાસીએ તે લઈને રાજકુમારને આપવાથી દેખીને વિચાર કર્યો કે આ બુદ્ધિશાળી સ્ત્રીએ મને શું જણાવ્યું છે ? એમ બોલતા તેણે મિત્રોને બોલાવી ને વસ્તુ તેની પાસે મુકીને કહ્યું કે મારા કેશ, પાંજરું અને પાણી વડે આણે મને શું જણાવ્યું છે ? મિત્રે કહ્યું મુંડાવેલા કેશ તો ફરીથી ઉગ્યા છે, પણ આ પક્ષીને કાન, નાક, આકૃતિ કાંઈ પણ નથી માટે આ પક્ષી જેવો તને કરીશ. વાળ તો આવ્યા પણ કાન નાક ફરીથી આવવાનાં નથી. માટે વિચાર કરજે આવું સુચવ્યું છે, માટેતને રૂડું લાગે તેમ કર.મિત્રોનાં આવા વચન સાંભળી રાજપુત્રને તેને મેળવવાની આશા મુકી દીધી.
શીલવતીની ક્યા ) શ્રી નિવાસનપુરે પૃથ્વીરાજ રાજા રાજય કરતો હતો તે ગામમાં સમુદ્રદત્ત નામના શેઠને શીલવતી સ્ત્રી હતી તેને ઘરે મૂકી સોમભૂતિ બ્રાહ્મણની સાથે શેઠ પરદેશ ગયો ત્યારબાદ પોતાના નગર તરફ પાછા ગમન કરવાની ઇચ્છાવાળા પોતાના મિત્ર બ્રાહ્મણને અલંકાર સહિત લેખ લખી આપી પોતાની સ્ત્રીને આપવાનું કહ્યું ત્યારબાદ તે ઘરે આવ્યો.શીલવતી સ્ત્રી પોતાના સ્વામીના સમાચાર પુછવા તેને ઘરે ગઇ. તેને એકાંતમાં આવેલી દેખી કામાતુર થયેલા તેણે કહ્યું કે કૃશોદરિ ! પ્રથમ તું મારો સંગ કર.પછી તારા સ્વામીના સમાચાર તને આપીશ. તેમ કહેવાથી પોતાના શીયલનું રક્ષણ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થવાથી કહ્યું કે રાત્રિને પહેલે પહોરે તારે મારે ઘેર આવવું. M૨૭૯
રૂ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org