Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 393
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઉત્પન્ન થયો અને મહાવિદેહ ક્ષેત્રને વિષે મોક્ષે જશે. C આહાર અને લજ્જાને વિષે કુળપુત્ર ક્યો) વડગામને વિષે કોઈ કુલપુત્ર વસતો હતો તે એકદા પોતાની સ્ત્રીને બોલાવવા માટે અલાણા ગામમાં પોતાના સાસરાને ઘેર ગયો તે અવસરે સાસરાએ તેને ભોજન કરવા બેસાડયો પરંતુ ઘણું ભોજન કરવાની લજ્જાથી સ્વલ્પ ભોજન કરીને ઉઠી ગયો ત્યારબાદ અહો આ આપણો જમાઈ બહુજ થોડું ભોજન કરે છે એવી વાત સાસરાના પક્ષમાંચાલવાથી બીજી વાર ભોજન કરવા બેઠો ત્યારે તમામ માણસો જોવા ભેગા થઈ ગયા તેથી પીરસેલા ભોજનમાંથી થોડું ભોજન કરી ઉઠી ગયો હવે રાત્રીએ સુધા લાગવાથી પીડા પામ્યો તેની આગળ પાછળ જયાં ત્યાં દૃષ્ટિ નાખવાથી એક ખુણાને વિષે ચોખાનો ઢગલો પડેલો દેખ્યો તેથી ચોખાની મુઠી ભરી મુખમાં નાખી જેવો ખાવા માંડ્યો તેવામાં કોઈ કાર્ય પ્રસંગથી સાસુ ત્યાં દીવો લઈને આવી તે વખતે મુખમાં ચોખા ભરેલા અને તેથી ગાલ ફુલી ગયેલા પોતાના જમાઈને બોલાવ્યા છતાં પણ નહિ બોલવાથી તેચિંતવના કરવા લાગી કે આને શું કાંઇ ભૂત ભરાણું છે કે શું થયું? એવો વિચારકરી પોતાના સ્વજન વર્ગને એકત્ર ખરીને મંત્રવાદીને બોલાવ્યો તે બહુજ ડહાપણવાળો હોવાથી જાણી ગયો કે મુખમાં ચોખા ભરેલા છે તેથી તે બોલ્યો કે હે કુટુંબી લોકો? આના શરીરમાંભૂતે પ્રવેશ કરેલ છે તેને કાઢતા વિલંબ થશે તો નિશ્ચય આનું મરણ થશે તમારા ઘરમાં ભેંશ છે તે મને આપો તો તેનો ઉપકાર કરું હવે ભેંશને કુટુંબીએ પ્રથમથીજ જમાઇને આપવાને માટે કલ્પી મુકેલી હતી તેથી મંત્રવાદીને આપવાની હા પાડી ત્યારબાદ મંત્રાવાદીએ એકાંત ૩૭૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400