Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 392
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ લડવા લાગ્યો, વેતાળ પણ લડાઈના છળથી તેને ઘણે દુર લઈ ગયો. એટલામાં સૂર્યોદય થયો અને વેતાળ નાશી ગયો. હવે પાછો વળીને જેવામાં કુમાર તે સ્થાને આવે છે તેવામાં ત્યાં સ્ત્રીને દેખી નહિ, અને તે યોગીએ પણ ત્યાં આવીને તેના પાસે પોતાની સ્ત્રીની માગણી કરી, પરંતુ ત્યાં વિલક્ષણ ભાવને પામેલા કુમારને યોગીએ કહ્યું કે હે કુમાર ! તું જગતને વિષે પરોપકારી કૃતજ્ઞ પરસ્ત્રી સહોદરા સંભળાય છે છતાં પણ તું મારી સ્ત્રીને વિષે લુબ્ધ થઇને મારી સ્ત્રી મને નહિ દેખાડે તો તે તારી જ હો ! આવી રીતે કહીને તે યોગી દૂર ગયો. હવે લજ્જા વડે કરીને નમેલા મુખવાળો કુમાર ખેદને પામી પોતાના હૃદયને વિષે ચિંતવના કરવા લાગ્યો કે હા, હા ઇતિ ખેદે કુળને વિષે દુષણ લગાડનારા મને ધિક્કાર થાઓ ! કે જે શરણાગત આવેલ તેનું હું રક્ષણ કરી શકયો નહિ, મારા કુળને વિષે કલંક લાગ્યું, અને પ્રતિજ્ઞાનો ભંગ થયો. આ સમયે કુમાર પાસે કોઇક દેવ પ્રગટ થઈ ને કહેવા લાગ્યો કે હે કુમાર ! પૂર્વે વિરપુરે જિનદાસ નામનો એક શ્રાવક હતો તેને ધનશ્રેષ્ઠી નામનો એક મિથ્યાષ્ટિ મિત્ર હતો.તે ધનશ્રેષ્ઠી તાપસી દીક્ષા લઇ કાળ કરીને વ્યંતર થયો અને જિનદાસે સદ્દગુરૂ પાસે દીક્ષા લીધી. પાળીને તે સૌધર્મ દેવલોકે દેવતા થયો, દેવ પોતાના પૂર્વ ભવના મિત્ર વ્યંતરને બોધ કર્યો તે વ્યંતર સમ્યકત્વને પામ્યો અને કાળ કરીને તું વિજયકુમાર થયેલો છે અને જિનદાસનો જીવ હું દેવતા થયેલો તારો પૂર્વ ભવનો મિત્ર છું કેવલ તને પ્રતિબોધ કરવા માટે જ મેં આ યોગીનું રૂપ કરીને સર્વ પ્રપંચ કરેલ છે, માટે તું જૈન ધર્મનો સ્વીકારકર તે સાંભળીને વિજયકુમાર તુરત દીક્ષાને ગ્રહણ કરી. અનુક્રમે સમ્યક્ પ્રકારે તેનું પ્રતિપાલન કરી સૌધર્મ દેવ લોક ને વિષે ૩૭૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400