Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 391
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બૈરીને સહુ કોઈ ભાભી કહે છે તેમ સાસરાના ઘરમાં વાસ કરનારાને આખા ઘરના માણસોના મેણાટુણા બહુ જ ખાવા પડે છે. જુઓ એક કવિ શું કહે છે. પરદેશ જમાઈ માણેકચૂલો, દેશ જમાઈ સોવન તુલો, ગામ જમાઈ ભાખર ભૂલો, ઘર જમાઈ ટાબર તુલો. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઉપરના બે પદો જમાઈ ને આવકારદાયક અને લાભદાયક છે. નીચેના બે પદો તિરસ્કાર અને ધિક્કારને સૂચવનારા છે. પુરૂષો મરદ કહેવાય છે. અને તેની ખરી મર્દાઈ ત્યારે જ ગણાય છે કે સાસરાના ઘરની આશા જ રાખતો નથી. અને કદાપિ પ્રસંગોપાત જવું પડે તો બે ચાર દિવસ રહી પુસ્તકને વિષે લખ્યા પ્રમાણે પોતાનો વિવેક સાચવી ઘર ભેગો થઈ જાય છે. તેમાં જ તેમનું શ્રેય ગણાય છે. CT લજ્જાને વિષે વિજયકુમારની ક્યા ) વિશાલા નગરીને વિષે જયતુંગ નામનો રાજા હતો. તેને ચંદ્રમતી નામની સ્ત્રી હતી. તેને વિજય નામનો કુમાર હતો. તે સ્વભાવથી જ અત્યંત દયાળુ હતો. એકદા એક યોગીએ ઉત્તરસાધક થવાની પ્રાર્થના કરવાથી, વદી અષ્ટમીને દિવસે તે યોગીની સાથે મશાનને વિષે ગયો. એવી રીતે ત્યાં કુમાર ઉત્તરસાધક થયે છતે વિદ્યાધર યોગી કુમારને કહેવા લાગ્યો કે હે કુમાર ! જેટલા વખતમાં વૈરીની સાથે યુદ્ધ કરીને હું આવું તેટલો વખત તું આ મારી સ્ત્રીનું રક્ષણ કરજે. એમ કહીને ત્યાં પોતાની સ્ત્રીને મુકીને ગયો. કુમારે પણ લજ્જાળુપણાથી કાંઈપણ કહ્યું નહીં. આવા અવસરને વિષે કોઈક વેતાળપ્રગટ થઈને કુમારને મારવા દોડયો અને કુમાર પણ તેના સાથે ૩૭૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400