Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 389
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ C તલી તેલ માધવા-૨DO હવે બાકી રહેલા બીજા બે જમાઇયોએ વિચાર કર્યો કે ખાવામાં ભલે રોટલોને તેલ આપે આપણે પેટને ભાડુ દેવાનું કામ છે ઘરનો ખર્ચ બચે છે. પણ સુવાને માટે પલંગ અને મખમલની તળાઈ મળે છે. ત્યાં સુધી આપણને દુઃખ નથી તેથી બન્ને જણા પડયા રહ્યા તેના આશયને જાણી સસરાએ પલંગ તળાઈ બંધ કરી ભોંય સંથારો કર્યો તેથી ત્રીજો મણિરામ હતો તે સમજયો કે માર્યા ભાઈ, હાડકા અને પાંસળા ઘસાઈ જશે તો વહેલા સ્મશાન ભેગા થવું પડશે માટે ચાલો ઉપડો એમ કહી તે પણ પલાયન થઇ ગયો તેથી ત્રીજું પદ ઉત્પન્ન થયું. CT ભૂમિ શય્યા મણિરામ-૩)O હવે ચોથો વિચાર કરે છે કે ઘરે જઈ ગાંઠની ખીચડી ખાવાની છે,પાસે પૈસા નથી. વ્યાપાર કરી પાઈ પેદા કરવાની તાકાત નથી તો ભોંય સંથારો કરીને પડયા રહેવામાં નુકસાન શું છે ? માટે જીવડા પડયો રહે. અને હેર કરે ત્યારબાદ સસરાયે પોતાના ચારે પુત્રો સાથે ખાનગી મસલત ચલાવી કે હેવ ચોથાને કેવી રીતે કાઢવો ? છેવટે યુક્તિ શોધી કાઢીને છોકરાને કહ્યું કે આજ રાત્રિને ધકકા મુક્કા મારીને આને કાઢવો તે નક્કી મસલત કરીને સુતા બાદ મધ્ય રાત્રિ થઈ ત્યારે સંકેત પ્રમાણે સસરાએ પોકાર પાડ્યો દોડો,એલા દોડો, ચોર ચોર. એટલે તેના છોકરાઓ ક્યાં છે ચોર ? કયાં છે ચોર ? મારો રે મારો, પકડો રે પકડો આવો પોકારો પાડતા હાથમાં લાકડીયો લઇને ઉઠયા અને જમાઈ કેશવ જયાં સુતો હતો ત્યાં ગયા. તેનો પાકારથી જમાઈ જાગી ઉઠયો (૩૭૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400