Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 388
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ લોભથી તે ચારે જમાઈઓ તો ત્યાં અડીંગા નાખીને રહ્યા અને વિચારે છે કે આવું ખાનપાન અને માન ક્યાં મળશે ? તેથી સ્વર્ગનું સુખ અહીં જ છે, માટે જવાનું નામ ભૂલી ગયા. તેમની ચેષ્ટાઓ અને વચનો ઉપરથી તેનો સસરો વિગેરે સમજી ગયા, તેથી એકાંતમાં જઇ પોતાના ચારે પુત્રોને બોલાવી વિચાર કરે છે કે હવે કેમ કરવું ? જમાઈઓને જવાનું મન નથી જાઓ એમ કહેવાય નહિ તેમને તથા દીકરીઓને ખોટું લાગે. અને રોજ મિષ્ટાન્ન જમાડવા પડે છે. આવી રીતે કરવાથી આપણું ઘર પહોંચે નહિ, માટે મારો વિચાર એવો છે કે આવતી કાલથી બાજરાના રોટલા તેમને ખાવા આપવા.આવી રીતે મસલત કરી વિચાર પ્રમાણે અમલ કર્યો. હવે સારું સારું ખાધેલું હોવાથી બાજરાનો મકરધર (રોટલો) ખાવાથી મોટા જમાઈનું ગળું છોલાવા માંડ્યું તેથી બે ચાર દિવસમાં વજેરામ નામનો મોટો જમાઈ પલાયન થઈ ગયો તેથી એક પદ ઊભું થયું. ( બજરકુટી બજેરામ-૧OO હવે બીજા જમાઇયો હતા તેણે વિચાર કર્યો કે બાજરાના રોટલા છે, પણ અંદર પાશેર અર્બોશેર ઘી આવે છે તેથી તેઓ પડ્યા રહ્યાતેથી વળી વિચાર કરીને સાસરાએ ઘી બંધ કરી તલનું તેલ પીરસવા માંડ્યું, એટલે માધવ નામના જમાઇયે વિચાર કર્યો કે હવે તો સાસરાએ મારા બાર વગાડી દીધા. ઘી હતું તે ગયું પણ આ તેલને રોટલે મારાથી નહિ ખવાય એટલે તે પણ પાલયન થઈ ગયો. તેથી બીજું પદ ઉત્પન્ન થયું. ૩૭૧ ભગફ ભાગ-૧ ફર્મા-૨૫ મ્બ39૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400