________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મુકી પોકાર પાડતી તે ઘરના બારણા પાસે આવીને કહેવા લાગી કે હે ચટું વણિક અમોને છોડી દે અમે જઈએ છીએ તેણે કહ્યું કે આ ગામની સીમાને ઉલ્લંઘન કરીને તમો જયારે જશો ત્યારે હું અગ્નિથી બહાર પગ કાઢીશ એવું સાંભળી સર્વે ગયા પછી અગ્નિના ખાડામાંથી પગ કાઢી દુધથી ધોઈ પોતાને સ્થાને ગયો હવે કોઇની માતા કોઇની પુત્રી કોઈની બહેન કોઈની સ્ત્રી કોઈની માસી કોઇની ફોઈ એવી રીતે તમામ શાકિનીઓ પ્રગટ થઈ સર્વ જગ્યાએ નિંદાસ્પદ થઈ હવે તે તમામ શક્તિીઓમાં બે શાકિનીઓ અત્યંત ઉત્કટ હતી તેને ગ્રહણ કરવા મંત્રને જપી શનિવારે સ્નાન કરી દેવામાં ચટું રહેલો છે તેવામાં એકશાકિનીએ આવીને કહ્યું કે હે ચટું મેં ધાન્ય વેચ્યું છે તેનું આ નાણું હું લઉં છું પણ તે સાચું છે કે કેમ તે જોઈને મને પાછું આપ તેણે પણ માથું જેનું ખુલ્યું હતું તે શાકિનીને પણ કહ્યું કે હે સુભગે આ નાણુંશુદ્ર છે તે તું ગ્રહણ કર આવી રીતે ત્રણ વાર કહેવાથી એક શાકિની તેને લઇને ગઈ એ પ્રકારે બીજી પણ શાકિની જવાથી તેના પેટમાં સખત પીડા થઇ ઘણી જ પીડા ઉત્પન્ન થવાથી ચટુંએ વિચાર કર્યો કે “તમે ગ્રહણ કરો” એવા મારા વચનથીજ શાકિનીઓએ મેં ગ્રહણ કર્યો માટે મારું જીવિતવ્ય હવે સર્વથા નથી એવું ચિંતવી સ્વલ્પ દિવસ બાકી રહ્યા ત્યારે પોતાના પુત્રોને કહ્યું કે હે પુત્રો આજે અર્ધરાત્રિએ મારૂં મરણ છે માટે ત્રણ મનુષ્ય બળે એવીકાષ્ટની ચિતા કરાવી અને મારા મંત્રેલા અડદ હું જયારે અર્ધ બળી રહ્યું ત્યારે અગ્નિમાં નાખજો એમ કહી મરણ પામ્યો તેના પુત્રોએ તેના કહ્યા પ્રમાણે કરવાથી વિકરાલ રૂપોને ધારણ કરવાવાળી બને શાકિની પોકારકરતી આવીને તેની જ ચિતામાં પડી તેથી તે પણ ચટુ સાથેજ
૩૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org