Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 396
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભસ્મીભૂત થઈ લોકોએ પણ કહ્યું કે અહો આની મંત્રશક્તિ મહાઅદ્દભૂત છે. ( રાત્રિએ ગુહ્ય વાત ન રવી તે ઉપર વરરુચિની ક્યા) ઘટક ગામમાં અચલ શ્રેષ્ઠીનો પુત્ર વિમલ નામનો અત્યંત નિપુણ હતો. તે પોતાના નોકર નાપિતને લઇને અન્યદા ધન ઉપાર્જન કરવા પરદેશ ગયો. ત્યાંથી ભાગ્યોદયે ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી ઘર તરફ પાછો ફર્યો અને અટવામાં આવ્યો તે વખતે ઘણા કાળથી પોષણ કરેલો નાપિત ધનલુબ્ધ થઈ વિમલને મારવાનો ઉપાય ચિંતવવા લાગ્યો. પાપના મૂળભૂત લોભને ધિક્કાર થાઓ ! એકદા લોભી એવો નાપિત જંગલમાં એક વૃક્ષ નીચે સૂતેલા વિમલના કેશપાશને પગથી અતિક્રમણ કરીને મારવાને માટે તેના હૃદયઉપર નાપિત ચડી બેઠો. તે જાણીને વિમલ કહેવા લાગ્યો કે હે ભદ્ર ! આ સર્વ ધન તું ગ્રહણ કર પણ મને માર નહિ નાપિતે કહ્યું કે હું તને જરૂર મારીશ, માટે તારે કાંઈ કહેવું હોય તો બોલ. વિમલે કહો કે તો એમજ કરવું હોય તો મારા પિતાને “અપ્રશિખ” આ ચાર અક્ષરો કહેજે. નાપિતે કહ્યું કે ઠીક તેમ કહી વિમલને મારી સર્વ ધન લઈ ઘરે ગયો. તેના પિતાના પુત્રના સમાચાર પુછવાથી નાપિત બોલ્યો કે હે શેઠ ! માર્ગમાં ચોરોએ તારા પુત્રોને માર્યો છે. કંઠગત થયા છે પ્રાણજેના એવા તેણે “અપ્રશિખ” એવા ચાર અક્ષર કહેવરાવ્યા છે. શેઠ તે દસ્કત લઇને ઘરે આવ્યો પોતાના પુત્રનું કાર્ય કરી, પંડિતોને તે ચાર દસ્કત દેખાડયા પણ કોઇએ તેનો અર્થ જાણ્યો નહી તેથીપુરાના મરણ સંબંધી તમામ વાત રાજાને કહી. રાજાએ ગામ ગરાસાદિ આપીને માનેલા પોતાના પાંચસો પંડિતોને કહયું કે “હે પંડિતો ! છ માસમાં આનો અર્થ તમો નહિ કરો તો કુટંબ સહિત તમોને મારીશ.આનો અર્થ નહિ જાણતા તે પંડિતો અર્થ જાણવા માટે ચારે દિશામાં ૩૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400