Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 386
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સ્ત્રીને જોઇને બોલ્યો કે અરે રાંડ ?તું અહીં ક્યાંથી ? તું તો ઉજળી રીંગણા જેવી છે, કોઠી જેવી પાતળી અને નીચી તાડ જેવી છે. એટલે સ્ત્રી બોલી કે અરે કપાતર ! તું મારા ભાગ્યમાં ક્યાંથી આવ્યો ? તારું પેટ તો નાના વાદળા જેવડું છે, રૂવાટાં તો કાંબળાની પેઠે એકે નથી તારી જીભ સુંવાળા દાતરડા જેવી છે અને હોઠ ઊંટની જેવા નાના છે. એટલે વળી પુરૂષ બોલ્યો કે અરે ભેંસ નયણી (ભેંસના જેવા નેત્રવાળી) પાણીની પખાલ જેવી તું અહીં ક્યાંથી આવી ? જા, મારે તારો ખપ નથી. અરે પીંજણી જેવા પગવાળી ટુંકા અને વાંકા હાથવાળીબાવળ જેવી તો તું રૂપાળી છે, માટે તમને તે ઘરમાં કોણ રાખે ? અરે લાંબા અને ચીબા નાકવાળી તથા ટોટકીને કડવાવચન બોલનારી, અને ટૂંકી લટોવાળી તેમજ ખોખરા સાદવાળી, અહીંથી ચું ચાલી જા. એટલે વળી સ્ત્રી બોલી કે, અરે રાંડ તું મારા અછતા અવગુણો બોલે છે. પણ તું તારૂ રૂપ તો જોતો નથી.જોને તારું રૂપ કેવું વાંદરા જેવું શોભી રહેલું છે? અરે તું કોણ? મને તો દેખીને કૌતુક થાય છે તે વરણશંકર ક્યાંથી આવ્યો. આ પ્રમાણે બન્ને જણા બહુજ લડીને દરબારમાં રાજા પાસે ફરીયાદ કરવાગયાં. પ્રથમ સ્ત્રીએ રાજાને કહ્યું કે-તમે સાચે સાચું માનજો કે હે રાજેંદ્ર ! આ મારો ભર્તાર નથી. મારો ભર્તાર તો મહા રૂપવંત છે. એટલે પુરૃષ બોલ્યો કે હે ભોજરાજા આ સ્ત્રી મારી નથી,મારી સ્ત્રી તો ઘણી જ સુંદર છે, માટે મને તેની શોધખોળ તમે કરાવી આપો. આવી સ્ત્રી મેં દીઠી પણ નથી અને કાને સાંભળી પણ નથી. ભોજરાજા બહુ જ વિચક્ષણ હતો, પરંતુ આ ગુંચ તે કાઢી શકયો નહિ. આ કાર્યમાં તેની નજર પણ ન પહોંચી એટલે તે સભા સમક્ષ M૩૬૯ ૩૬૯ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400