Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 385
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેમાં પુરૂષ મોટા ઘરનો દીકરો હતો, પણ પણ કુરૂપ અને અવગુણનો ભરેલો હતો, અને સારા લક્ષણ વડે કરીને રહિત હતો, સ્ત્રી સામાન્ય માણસની પુત્રી હતી, પણરૂપવંતી ભલી તેમજ સદ્ગુણી હતી,તે બને પણલડીને થાક્યાં, એટલે સ્ત્રી ભોંય ઉપર જઈને સૂઈ રહી, અને પુરુષ ખાટલા ઉપર જઈને સૂઈ રહ્યો, અને બન્ને નિદ્રાધીન થયાં. હવે ચોર વિચાર કરે છે કે આ બન્ને જડ મેળવવામાં વિધાતાએ ભારે ભૂલ કરી છે, પણ એ મારે ભાંગી નાંખવી જોઇએ. વિધાતાએ રૂપાળા અને શાન્ત તેમજ સગુણી વરને વઢકણી સ્ત્રી આપી છે. અને સુંદર સારી સ્ત્રી જે છે. તેને ભૂંડો ભર્તાર આપેલ છે. નિરંતર ચોરી કરીને હું મારે માટે પૈસા મેળવું છું, પણ આજ તો મારે પરમાર્થ કરવો જોઇએ. આ સ્ત્રીને ઉપાડીને સારાભર પાસે મૂકે આવો વિચાર કરી બન્ને સ્ત્રીઓ ભરનિદ્રામાં હતી તેને ઉપાડીને અદલાબદલી કરીને પોતાને ઘરે ચાલ્યો ગયો. હવે પ્રાતઃકાળ થયો એટલે સારો ભર્તાર અને સુંદર સ્ત્રી બન્ને જાગ્યાં. તે બન્ને જણાએ પરસ્પર આનંદ અને મીઠાં વચનોથી એક બીજાને બોલ્યાં, તેથી બન્ને બહુ જ રાજી થયા પુરુષ મનમાં વિચાર કરે છે કે આ સ્ત્રી બદલાઈ કેવી રીતે ગઈ ? શું દેવે તેને રૂપવંતી અને સુંદર બનાવી દીધી હશે ? કારણકે આ સ્ત્રીનાં વચનો પણ ઉત્તમ અને મોહક નિકળે છે. વળી તેનાં લક્ષણો પણ મનહર જણાય છે, તેથી મારા ઉપર દેવજ તુષ્ટમાન થઈ ગયો હોય એમ જણાય છે, નહિ તો આવો ફેરફાર એકદમ શી રીતે થઈ જાય. ખરેખર દેવેજ આ દુષણ ટાળ્યું જણાય છે. આ પ્રમાણે વિચાર કરનારા બન્નેના મન મળી જવાથી અરસપરસ આનંદ કરવા લાગ્યાં. હવે જે બન્ને જણાં કલેશ કરનારાં હતાં તે જાગ્યાં એટલે પુરૂષ ૩૬૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400