________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બોલ્યો કે, આ બાબતનો ન્યાય ઉતારી આપે એવો કોઇ વિચક્ષણ પુરૂષ આ સભામાં છે કે ? તે અવસરે અદલાબદલી કરનાર ચોર જે હતો તે ઉભો થઈને બોલ્યો કે હેરાજેંદ્ર ? હું તેનો ન્યાય આપું પણ મને એક વચન આપો રાજાએ વરદાન આપવાથી ચોરે કહ્યું
હે રાજન્ ! મેં રાતના રાજા અને પારકું દ્રવ્ય ચોરનારા ચોરે વિધાતાએ કરેલું અઘટિત કાર્ય લોપીને રત્નના સાથે રત્નને જોડી દીધું છે,કારણ કે વિધાતા ઘણી વાતમાં ભૂલ ખાઈજાય છે, જુઓ કડવી તુંબડીને જેવાં મોટાં ફલો આપ્યાં છે એવાં આંબાને ફળો આપેલાં નથી. આ કેટલી ભૂલ? આ પ્રકારે બોલી પછી રાત્રી સંબંધી તમામ હકીકત વિસ્તારથી કહી સંભળાવી, અને છેવટે એ બન્નેનો પતિ ફેરફાર કર્યા છે, એમ કહીને તે કરેલો ફેરફાર કાયમ રાખવાનું વચન માગવાથી રાજાએ તે ચોરની પ્રાર્થના કબુલ રાખીને ફરીઆદ કરવા આવેલા સ્ત્રી પુરૂષને રજા આપી. આ વાર્તા ઉપરથી સાર એ લેવાનો છે કે અનુકૂળ ચિત્તવાળા સ્ત્રી ભર્તાર હોય તો જ તે સુખી થાય છે. માટે વરકન્યાના માબાપે પ્રથમથીજ લાંબો વિચાર કરી વિવેકથી કાર્ય કરવાથી બન્ને સુખી થાય છે.
( ચાર જમાઈનું દૃષ્ટાંત એક શ્રીમંતને ચાર પુત્રો અને પાંચ પુત્રીયો હતી, તેમાં ચારને પરણાવી હતી. હવે પાંચમી પુરતી નાની હતી. તે મોટી થઈ તેથી તેના લગ્ન પ્રસંગે ચારે દીકરીઓ અને જમાઇને બોલાવ્યા અને તેમની તમામ પ્રકારે સારી રીતે સેવા બજાવી પાંચમી કન્યાને સાસરેવળાવી. બીજા તમામ સ્વજન વર્ગને પહેરામણી કરી વળાવ્યા જમાઇયોને બહુમાન ખાતર ચાર દિવસ વધારે રાખ્યા, હવે સારાખાનપાનના
390
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org