________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મિષથી તે ન જાણી શકે તેવા પ્રકારે તે વપ્ર બોલ્યો કે “હે સોહિની! તારી પૂજા ભક્તિથી હું બહુજ તુષ્ટમાન થયેલી છું, માટે તારી મરજી મુજબ વર માગ.” એટલે સોહિની બોલી કે “હે માત ! મારા ધણીને આંધળો કર. તેથી દેવી બોલી કે “હે પુત્રી ! તારા ધણીને ઘી ઘણું ખવરાવ કે જલ્દીથી આંધળો થઈ જાય.' ત્યારબાદ તેણીયે ઘરે જઇને પોતાના જાર પાસે ઘણું ઘી મંગાવી પોતાના ધણીને ખવરાવવા માંડ્યું, તેથી તે પણ કપટ કરીને બોલ્યો કે “આજે બારણું દેખાતું નથી, આજે કપાટ દેખાતો નથી, આજે ભીંત દેખાતી નથી, આજે થંભ દેખાતો નથી, હે પ્રિયે ! આજે તો તારું મોટું પણ દેખાતું નથી, હવે નિશ્ચય થવાથી તેણીયે ઘણું જ ઘી ખવરાવવાથી તે રૉષ્ટપુષ્ટ થયો. હવે તે દેખે છે છતાં પણ વારંવાર ભીંતે બારણે થાંભલે તેને અથડાતો જોઇને આ સંપૂર્ણ આંધળો થયો છે એવું તે માનવા લાગી. ત્યારબાદ મંત્રીનો પુત્ર ઘરે આવી નિરંકુશપણે તેણીનું સેવન કરી દેવામાં ઘરની બહાર જાય છે તેવામાં જમની પેઠે મુશળ ઉપાડી જોરથી તેના મસ્તકમાં માર્યું કે તે પ્રાણમુક્ત થઈ ગયો. વળી તેણે સ્ત્રીને કહ્યું કે – “હે રાંડ ! હવે જો ફરીથી કોઈ પુરૂષને ભોગવીશ તો એકજ ઘાયતારા પણપ્રાણ લઈ લઈશ અને તને પણ તારા જારની પેઠે જમપુરીમાં પહોંચાડીશ.” એવી રીતે કહેવાથી ભયને પામેલી તેની સ્ત્રી પરપુરૂષને ભોગવતી અટકી ગઈ. સારી સ્થિતિમાં રહી, ચક્રપાણી, બ્રાહ્મણની પણ ત્યારથી ધૃતાંધ વિપ્ર એ નામની છાપ પડી, માટે કોઈ વાર દંભ કરેલ હોય છે તે લાભને માટે થાય છે.
CT ક્વટથી કુટુંબનું વશીક્રણCTO
વસંતપુર નગરને વિષે ધનશ્રેષ્ઠિ તેમજ શ્રીમતીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા સુર, પુર, ધીર અને વીર નામના ચાર પુત્રો હતા. ૩૧૪
~
૩૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org