________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરનારી વેશ્યાને કહ્યું કે હે પુત્રી ! તું મારી ભક્ત છે, હું તારા ઉપર પ્રસન્ન થયેલો છું, માટે મારા પાસે વર માગ, આવી રીતે સ્પષ્ટતાથી કહેવાથી, વેશ્યા બોલી કે હે માત ! નિરંતર યૌવનાવા વાળી સૌભાગ્યતાથી યુક્ત ઘણા ધનવાળી તેમજ ઘણા લોકોને વશ કરવાવાળીહું થાઉં, તેવું તું શીઘ્રતાથી કર તેવી તેની વાણી સાંભળીને પાછળ રહેલો પોપટ બોલ્યો કે હેપુત્રી ! તારા પાસે જેટલું મૂળ ધન હોય તેનો તું વ્યય કરી દે, સીસાના આભૂષણ ધારણ કરી સર્વથા નિર્ધન થઈને, તેમજ મસ્તક મુંડાવીને ગધેડાના ઉપર બેસીને ખરાબ વાત્ર સહિત તમામ નગરને વિષે ફરીને ગળીયે રંગેલું કાળું વસ્ત્ર પહેરીને તું ઝટ મારા પાસે આવ કે તારું કહેલું તમામ તને હું અર્પણ કરૂં. આવું સાંભળી વેશ્યા પણ અત્યંત લોભી થઈ, તેનું કહેવું તમામ માની તે પ્રકારે કરીને કૌતુકને વિષે મગ્ન થયેલા હજારો લોકોએ જોયેલીતે વેશ્યા દેવીના મંદિરમાં આવીને ઉભી રહી, તેટલામાંતે પોપટ ઉડીને તે દેવીના મંદિરના શિખર ઉપર ચડીને નીચેનો શ્લોક બોલ્યો કે : कृते प्रतिकृतं कुन्न्यिायमार्गो यमीरित : । भवत्योत्पाटितौ पक्षौ, मया मूंडायितं शिर : ॥१॥
ભાવાર્થ : જે જેવું કરે તેના જેવું જ પ્રતિકાર્ય કરવું જોઇએ, એવો ન્યાય માર્ગ કથન કરેલો છે, કારણ કે તે મારી પાંખો છેદી નાખી તો મેં તારું મસ્તક મુંડાવી તારી વિવિધ પ્રકારે વિડંબના કેરલી છે. આવું બોલીને ત્યા આવેલાલોકોના પાસેતેનું વૃત્તાંત કહીને પોપટ ઉડીને અન્ય સ્થાને ગયો, અને લોકોએ નિંદા કરેલી તે વેશ્યા લજ્જાથી તે નગરને છોડીને બીજી જગ્યાએ જઇને રહી. આવી રીતે હેષ કરનારાના ઉપર પ્રતિષ કરવામાં દોષ નથી.
M૩૪૪
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org