________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આપવાં. આવી રીતે પતિની શિક્ષા સાંભળીને તે વિચક્ષણા એકલીજ પતિના સાથે સુખ ભોગવવા માંડી. અન્યદા તે ચારે જણીઓએ તેને મારવાને માટે અરસપરસ કોઇને કહ્યા સિવાય પોતપોતાના ઘરને વિષે એક એક વિષયુક્ત લાડુ બનાવ્યો. તેમાં સર્વથા મોટી હતી તે વિષયુકત લાડુ લઈ વિનીતાને ઘરે ગઇ.અને માયાકપટથી મધુર વચન બોલી તેને કહેવા લાગી કે હે ભગિનિ? મારા પિતાના ઘરેથી આવેલ આ મનમોહક મોદકને તું લે, તે સાંભળી વિનીતાએ પણ આસન ઉપરથી ઉઠીને તેને માનપાન આપીને તે મોદક ગ્રહણ કર્યો. આવી રીતે તેણીએ મોદક લીધા પછી હર્ષને પામી તે તે દુષ્ટા પોતાને ઘેર ગઈ. હવે તેજ પ્રકારે બીજી શોકય મોદક આપીને ગઈ. એવી રિતે ત્રીજી અને ચોથી પણ આપીને ગદા તે ચારેના મોદકો લઇને વિનીતાએ બીજીનો આપેલો મોદક ત્રીજીને આપ્યો. ત્રીજીએ આપેલો મોદક ચોથીને આપ્યો. ચોથીએ આપેલો પહેલીને આપ્યો અને પહેલીએ આપેલો બીજીને આપ્યો. આવી રીતે ચારે જણીઓના મોદકો લઇને મીઠા વચનથી,દરેક જણીયોને વિનિતા આપી આવી. તે ચારે જણીઓ લાડુનું સ્વરૂપ નહિ જાણવાથી ભક્ષણ કરી મરણ પામી. ત્યારબાદ વિનીતા પણ પાપથી પરાડમુખ થઈ પતિની સેવા પરાયણ થઇ, ધર્મનું આરાધન કરી સદગતિગામી થઈ, માટે જેઓ પરને માટે પાપ ચિંતવે છે તે પોતાના જ મસ્તક ઉપર આવી પડે
C áનું સ્વરૂપ છે घाएण घायसयं, मरणसहस्सं च मारणेणावि । आलेण आलसयं, पावइनत्थीत्थ संदेहो ॥१॥ ભાવાર્થ : કોઈપણ જીવનો ઘાત કરવાથી ભવાંતરને વિષે પોતે M૩૫૯
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org