Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 381
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પણ દ્વેષ ગયો, તથા હરિચંદ્ર મિત્રાચંદ્ર શ્રીમતિ ઘુમતિદાસીઓ સમક્ષ મોરે હાર મુકી દીધો, સર્વેને આશ્ચર્ય થયું, આશ્ચર્યથી લોકો કેવલ જ્ઞાનનો મહિમા કરવા આવ્યા, વ્યાખ્યાન સાંભળી હારનો વ્યતિરેક પુછયો, તે કેવલી સાધ્વીએ પોતાનું પૂર્વનું કર્મ કહ્યું. તે સાંભળી જાતિસ્મરણ જ્ઞાન બન્નેને થયું, તે બન્નેએ દીક્ષા લીધી,રાજા પણબોધ પામ્યો, સાધવી પોતાનું આયુ પૂર્ણ કરી મુક્તિને વિષે ગયા. એ ઉપરોક્ત અસત્યકલંક આપવાના દુ:ખદાયક વૃત્તાંતને સાંભળી જેઓ પરને કલંક ચડાવવામાં રક્ત રહે છે તેઓ જયસુંદરીના પેઠે સુખ ભોગથી વંચિત રહે છે, માટે કોઈ દિવસ સ્વપ્રને વિષે પણ નિષ્કલંકી માણસોને કલંકિત કરવા નહિ. અને તેમ કરવાથી જીવો ઈહલોક અને પરલોકને વિષે સુખદ અવસ્થાને પામી શકે છે. (પરના ઘરને વિષે પ્રવેશ ક્રવાથી લંક આવે છે. ) કોઈક ગામને વિષે એક કુલપુત્ર રહેતો હતો તેનો સ્વભાવ પર ઘરને વિષે જઈ વાતો સાંભળવાનો હતો જેને તેને ઘરે જઈ વાતો કરતો. તેને કોઇ હિત શિક્ષા આપે તો તે સાંભળતો નહોતો. પાપિસ્ટ, દુષ્ટ, ધૃષ્ટ દુર્જનના સાથે વાતો કરી પોતાના ધૃષ્ટ આત્માને પણ બહુ જ ઉંચો માનતો હતો. અન્યદા કોઇક ધનાઢયના ઘરથી ચોરોએ બહુ ધન હરણ કર્યું અને તે પણ નિરંતર તેને ઘરે વાત કરવા આવતો હતો.ધનવંતે પોતાનું ધન ચોરાઈ ગયેલું જાણ્યું તે ચોર દુર દેશે ગયો. ઘરધણીને તે કુલપુત્ર ઉપર શંકા થઈ, તેથી તેને પુછ્યું કે અમારું ધન ગયું. હું જાણતો નથી ત્યારે તારા વિના બીજો કોઈ અમારા ઘરમાં આવતો નથી ધનાઢયે એવું કહ્યું ત્યારે તેણે કહ્યું કે હું જાણતો નથી. તમો જાણો, ત્યારબાદ રાજા પુરુષોએ તેને ગ્રહણ કર્યો. તેના સ્વજન 3૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400