Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાંભળવાથી સમ્યકત્વને પ્રાપ્ત કર્યું. અન્યદા શ્રીમતિના હાથમાં ઉત્તમ મોતીનો હાર છે, ને જયસુંદરી સાધવી આવી, તેથી હાથમાંથી હાર મુકીને ઓરડામાં સાધવીને પડિલાભવા ગઈ. આ અવસરે બીજું દુર્વચનનું ફળ પ્રગટ થયું, તેથી ઘરની અંદર વસનારા વ્યંતરને દ્વેષ થયો. તેણે ચિંતવના કરી કે સાધ્વીને અપયશ રૂપી ખાડામાં હું નાખું. ત્યારબાદ ભીંતરને વિષે ચિત્રોલ મોરે તે હાર ગળી લીધો. સાધ્વીએ દેખ્યો, ચિંતવના કરે છે કે આ અસંભવનીય શું ? કોઈક અશુભ કર્મનો ઉદય પ્રગટ થયો. પ્રવર્તની સાધ્વી પાસે આવી હારજોયો પણ જયો નહિ, ઉડાહના થઈ, દાસીયોને પૂછયું કે હાર ક્યાં ગયો,ઉત્તર આપ્યો કે સાધ્વી લઈ ગઈ શ્રીમતિ અને ઘુમતિએ દાસીઓનો તિરસ્કાર કર્યો, કે ખબરદાર જુઠું ન બોલો. બન્નેનું ચિત્ત સ્વસ્થ રહ્યું, સાધ્વી ઉપર બગડયું નહિ. તે વાત સાંભળી પ્રવર્તતી અને જયસુંદરી સાધ્વીને ઘુમતિએ આવી વંદન કરી કહ્યું કે, હે સ્વામિનિ ! અશુભ કર્મના ઉદયથી આવું કાર્ય થયેલું છે, પણ અમારા ચિત્તમાં કોઈ પણ પ્રકારે ફેરફાર નથી વળી અમારા પરિણામ પણ વિપરિત થયા નથી, પરંતુ જૈન શાસનની નિંદા થઈ છે. અન્યથા તમારે તૃણ મણિ અને કાંચન લોખ સમાન માનવાવાળા જીવોને ચિત્તની અંદર ઉગ શું કામ થાય ? માટે તમો ઘેર સાધ્વીને પ્રથમની જેમ નહિ મોકલો તો જૈનશાસનની નિંદા વધારે થશે, માટે જરૂર મોકલશો. પ્રવર્તનીએ માન્યુ ત્યારબાદ અત્યંત વૈરાગ્ય થવા વડે કરીને અને સંસારની ઘટમાળાને જાણતી, છઠ્ઠ, અઠ્ઠમ, આદિ મહાતપસ્યાને કરવા વડે કરીને ધ્યાન, સ્વાધ્યાય કરવા વડે કરીને પૂર્વ કર્મ રૂપી પર્વતને તારૂપી જલથી છેડતી ક્ષપક શ્રેણી ઉપર આરોહણ થઇ, કેવળજ્ઞાન પામી, નજીકમાં રહેલ વ્યતરદેવોએ કેવલજ્ઞાનનો મહિમા કર્યો, તે વ્યંતરનો
363
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400