________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ લેવાને માટે તેમને ઘરે આવી ત્યારે રાજાએ તેને પૂછયું કે હે ભદ્ર તારો પતિ કયાં છે ? તે કેમ દેખાતો નથી ? ત્યારબાદ તમામ પૂર્વનું વૃત્તાંત કહીને જ્યારે ઉભી ત્યારે રાજાએ કહ્યું કે હે ભદ્ર તે તારો પતિ તે વડ વૃક્ષની વાતો સાંભળીને તને ગાંઠ દઇવેધન ઉપાર્જન કરવા વિદેશ ગયોતેજ તારા સન્મુખ ઉભો રહેલો છું. તું મને ઓળખે છે ? આવી રીતે રાજાએ કહેવાથી તેમના સન્મુખ જોઈ પોતાના સ્વામીને ઓળખીને પ્રફુલ્લિત શરીર થવાથી લજજાથી નીચું મુખ કરીને ઉભી રહી એટલે રાજાએ તેને પટરાણી કરી અંતપુરમાં મોકલી આપી તે વાતો જાણીને બાકીની વધુઓએ તે વૃત્તાંત તેના સસરાને કહ્યું કે તારી ચોથી વહુને રાજાએ અંતઃપુરમાં મોકલી દીધી છે તે સાંભળી વૃદ્ધ ડોસાએ પોતાના કુટુંબને એકત્ર કરી હવે શું કરવું? આવી રીતે મૂઢ બની જઈ સર્વ ગામના લોકોને એકત્ર કરી રાજાને કહ્યું કે હે રાજન્ જો વાડ જ ચીભડા ચોરે તો પછી ફરિયાદ કોના પાસે કરવી ? તમારા જેવા જયારે આવા પ્રકારનો અન્યાય કરે ત્યારે હવે દુનિયામાં બીજો ન્યાય કરનાર કોણ હતો ? માટે હે રાજન્ ! મારા છોકરાની વહુને પાછી આપ આવી રીતે મહીપાળ કહીને રહ્યો એટલે રાજાએ હસીને કહ્યું કે હે મહીપાળ હે વૃદ્ધ તારી વહુનો પતિ કયાં ગયો છે ? તું તેને દેખીને ઓળખે છે કે નહિ આવીરીતના વચનને સાંભળીને વિસ્મય પામેલો મહીપાળ ચિંતવે છે કે શું અમારો છોકરો છે આવી રીતે વિચારણા કરતા પોતાના પિતાના ચરણકમળરાજાએ સિંહાસનથી નીચે ઉતરીને પ્રણામ કર્યા અને પિતાએ પણ હર્ષથી પોતાના પુત્રને આલિંગન કર્યુ એવામાં ત્યાં સર્વ ભાઈઓ નીકળ્યા તે પણ હર્ષ પામ્યા બીજે દિવસે સર્વ કુટુંબને એકત્ર કરીને રાજાએ તેમના પાસે વડ વૃક્ષની વાત કરી અને કહ્યું કે હે તાત તમે સાંભળો
૩૫૭
૩૫૭
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org