Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 373
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કુસુમપુરે ગયો ત્યાં આજીવિકા માટે તે ખેડૂત પોતાની પુત્રવધુઓ વિગેર આખા કુટુંબ સહિત જ ખેતરમાં માટી ખોદવા લાગ્યો તળાવની પાળ પર રહેલા સુરપાળરાજાએ ત્યાં આવેલા પોતાના પિતાને ઓળખ્યો તેથી વિસ્મય પામીને રાજાએ કહ્યું કે હે વૃદ્ધ તું તો બહુ જ વિપત્તિ પામ્યો હશે કારણ કે દુભિક્ષને વિષે આખું કુટુંબ લઈને તું અહિ આવેલ છે વૃદ્ધા અવસ્થાને વિષે નિશ્ચયલોકોની દુર્દશા થાય છે માટે તારે શાક છાશ જે જોઇએ તે તું અમારા ઘરથી લઈ જજે અને અમારા અંતઃપુરમાં તારી વહુઓને છાશ ને માટે જરૂર સુખથી મોકલજે આ વાતમાં તારે શંકા ન કરવી અને દુઃખી પણ ન થવું ત્યારબાદ મંત્રીને કહ્યું કે આ વૃદ્ધના સર્વકુટુંબને તારે સાયંકાળે તળાવ ખોદવા બદલ વધારે દ્રવ્ય આપવું તેમાં બિલકુલ વિલંબ ન કરવો આવી રીતે કહીને રાજા ગયા પછી મહીપાલ ખેડૂત હર્ષ પામ્યો અને તે વૃત્તાંત પોતાના પુત્રોને કહી વારાફરતી પોતાની વહુઓને છાશ લેવા મોકલવાનો નિશ્ચય કરી પ્રથમ મોટી વહુને છાશ લેવા મોકલી તે ત્યાં ગઈએટલે છાશનો ઘડો ભરી લાવી એવી રીતે બીજે દિવસે બીજીયે અને ત્રીજે દિવસે ત્રીજીયે છાશનો ઘડો ભરી આપ્યો હવે ચોથે દિવસે ચોથી વહુ ગઈ તેને રાજાએ તરત દુધનો ઘડો ભરી આપ્યો આવીરીતે તેને વારે વારે કોઇવારે દુધ કોઈવાર દહી કોઈવાર સાકરનો ઘડો ભરીદે છે તે લઈને તે ચોથી વહુ આવે છે ત્યારબાદ ત્રણ મોટી વહુઓએ સસરાને કહ્યું કે આ રાજા સ્ત્રીને વિષે લુબ્ધ લાગે છે માટે જો તે ઘણી કૃપા કરશે તો ભવિષ્યમાં બહુ જ નુકશાની થશે ત્યારે સસરાએ કહ્યું કે હે વધુઓ રાજાની મારા ઉપર બહુજ કૃપા મહેરબાની છે તેજ કારણ માટે રાજા વિશેષતાથી આપણું ગૌરવપણું સાચવે છે હવે કેટલેક દિવસે તે ચોથી વહુ જયારે છાશ ૩૫૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400