________________
વિવેધ વિષય વિચારમાળા ભાગ-૧ જાણતી નથી તે સાંભળી સુરપાલ વિચાર કરે છે કે અહો ? આનો અધ્યવસાય તો ઘણો જ સારો છે કે બધાને ભોજન કરાવીને પછી હુ કરું આવો ગુણ સારી સ્ત્રીને જ ઉદયમાં આવે છતાં મારા પિતાએ તે જાણ્યો નહિ અને ગુણને વિપરિત રીતે દોષપણે ગણ્યોએવી રીતે વિચારણા કરી સુરપાલે પોતાની સ્ત્રીને કહ્યું કે તે સ્ત્રી હું વિદેશે જઇશ ત્યાં જઈ ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી આવીશ અને જયારે તારો મનોરથ પુર્ણ કરીશ ત્યારે જ મારું જીવ્યું સફળ માનીશ આવી રીતે કહી કુટુંબને પૂછયા સિવાય ગુપ્તપણેરાત્રિયે એકાકી વિદેશ પ્રત્યે ચાલી નીકળ્યો અનુક્રમે તે કુસુમપુરે ગયો અને એક સરોવરની પાળ ઉપર રહેલ આમ્રવૃક્ષની નીચે બેઠો તે અવસરે તે નગરનો રાજા અપુત્રિયો મરણ પામવાથી એના પૂર્વ ભવના પ્રબળ પુન્યોદયથી પંચદિવ્ય શણગારેલ છે તેણે સુરપાલનેરાજય આપ્યું.
એમાં સુરપાલ રાજાએ ત્યાં એક તળાવ ખોદાવવા માંડયું ત્યાં ઘણા લોકો પોતાની આજીવિકા ચલાવવા માટે કામ કરવા આવેલ છેતે સરોવરને ખોદે છે.
સુરપાલ ગયા પછી પિતાએ ચારે બાજુ તેની તપાસ કરી પરંતુ કયાંય તેનો પત્તો ન લાગ્યો કેટલાયેક દિવસ પછી સાસુએ સુરપાલની વહુને કહ્યું કે સ્નાન કર નવા લુગડા પહેરી જુના બદલ,આંખમાં અંજન કર વિગેરે પ્રકારે તે શરીરની શોભા ધારણ કર તેણીએ કહ્યું કે મારા સ્વામીના મને દર્શન થશે ત્યારે તમામ કરીશ એવું સાંભળી સસરાએ કહ્યું કે એને હાલમાં કાઈ કહેવું નહિ કારણ તે પોતાના પતિના વિરહથી દુઃખી થયેલી છે. તે દેશમાં મહાન દુકાળ પડ્યો અને મહીપાલ ખેડૂતની ખેતી ફોગટ થઈ તેથી તે ખેડૂત પોતાના કુટુંબને પાલિને નિર્વાહ કરવા માટે પરદેશ પ્રત્યે ચાલ્યો અને અનુક્રમે તેજ
3૫૫
ભાગ-૧ ફર્મા-૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org