Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 362
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દ્વેિષ દવાને વિષે નંદ નાવિક અને યગંબર મનિની ક્યા તેજલેશ્યાદિક અનેક લબ્ધિ ધારણ કરવાવાળા યુગંધર નામના મહામુનિ ગ્રીષ્મ ઋતુને વિષે નાવને વિષે બેસીને ગંગા નદી ઉતરીને બીજી જગ્યાએ જતા હતા, તેના પાસે નંદ નામના નાવિકે ભાડું માગીને તેને રોક્યા મુનિયેકહ્યું હે ભદ્ર ! અમે અકિંચન છીએ, તેથી મારી પાસે કાંઈ નથી આવી રીતે કહેવાથી તે નાવિક બોલ્યો કે ધનહો અગર નહી પરંતુ ભાડુ આપ્યા વિના હું કોઈપણ રીતે જવા દેનાર નથી. આવી રીતે નંદ નાવિકે તેને અત્યંત કદર્થના કરવાથી, અને ઉની રેતીના ઢગલાથી પોતાના પગ બાળવાથી તેનું શરીર પણ તપી ગયું, તેથી અત્યંત ક્રોધનો ઉદય થવાથી મુનિ તેના ઉપર તેજોલેશ્યા મૂકી તેને બાળી ભસ્મીભૂત કરી અને અન્ય જગ્યાએ ગયા. તે નંદ પણ દ્વેષથી ઉત્પન્ન થયેલા આર્તધ્યાન વડે મરીને કોઈ સભાને વિષે ગરોળીપણે ઉત્પન્ન થયો. ત્યાં પણતે મુનિના આવવાથી તેમજ પૂર્વભવના ષના અભ્યાસથી તે ગરોળીયે મુનિના વસ્ત્ર પાત્ર ઉપર ધૂળ નાખવા માંડી તેથી મુનિયે તેજલેશ્યાથીતેજ પ્રકારે તેને પણ ભસ્મસાત્ કરી તેથી કાળ કરીને ગંગાતીરે હંસ થયો. ત્યાં પણ કાઉસ્સગ્ગ ધ્યાનને વિષે રહેલા તે મુનિના ઉપર પોતાની બે પાંખમા પાણી ભરીને મુનિને કદર્થના કરવા લાગ્યો તેથી મુનિએ તેજોલશ્યાથી તેજ પ્રમાણે બાળી નાંખ્યો મરીને અંજનગિરિને વિષે તે હંસ સિંહપણે ઉત્પન્ન થયો, ત્યાં પણ તે સિંહ મુનિને મારવા તૈયાર થવાથી મુનિએ તેજ પ્રકારે બાળવાથી મરીનેવાણારસી નગરીને વિષે બટુક થયો. ત્યાં પણ તે પાપીનો મુનિને ગાઢ ઉપસર્ગ કરવાથી તેજોવેશ્યા વડે કરીને તેને બાળીને ભસ્મ કર્યો. ત્યાંથી મરીને તેજ ગામનો તેરાજા થયો,એકદા ઉદ્યાનને વિષેજતો હતો, તેવામાં કોઈક મુનિને દેખીને (૩૪૫) ૩૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400