________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાસે જઈને બોલ્યો કે :
एएसि घायगो जो उ, सो हं इत्थ समागओ ॥२॥
ભાવાર્થ : એ સર્વેનો ઘાત કરનાર હું આવેલ છું. વનને વિષે રહેલા મુનિએ આ બે પદો કહેલા છે તેમ ગોવાળીઆએ કહેવાથી તેના સાથે રાજા વનને વિષે ગયો, અને ભયવડે કંપાયમાન શરીરવાળા રાજાને મુનિએ કહ્યું કે હે રાજન્ ! મારા જેવા સંયમધારકથી તું ભય ન પામ, આવી રીતે મુનિએ આશ્વાસન કરવાથી નમીને બેઠો, તેને આ સર્વ વૈષનું ફળ છે, એમ કહીને મુનિ બોલી રહ્યા એટલે રાજાએ “આ રાજય લો ને મને અનુગ્રહ કરો.” આવી રીતે કહેવાથી મુનિએ કહ્યું કે હે રાજન્ ! સંગ થકી મુક્ત થયેલા અમોનેતૃણ તુલ્ય રાજયવડે કરીને શું ? પરંતુ અનર્થરૂપી વનને નવપલ્લવિત કરવામાં મેઘ સમાન હૈષને સર્વથા ન કરવો. એવું કહીને મુનિ પણ તેને ખપાવીને તે પાપની આલોચના કરીને સુગતિગામી થયા. રાજા પણ ચિરકાળ રાજ્યનું પ્રતિપાલન કરીને પ્રાન્ત તપકર્મનું આચરણ કરીને સુગતિગામી થયો
O(ક્લેશવાદ ઉપર સોઢીને શ્રીમતીની સ્થા)
વૃદ્ધ નગરને વિષે વસનારી નાગર બ્રાહ્મણી સોઢી નામની નિરંતર પ્રસિદ્ધિને મેળવી કલેશના બળ વડે ગામ, નગરનું, પુરાદિકને વિષે ભટકી, સર્વ લોકને જીતતી વાદીના સમૂહને જીતનારી તે પાટણ નગરમાં ગઇ, સિદ્ધરાજને આશીર્વાદ આપી બોલી કે હે રાજેન્દ્ર ! તારા નગરમાં કોઈપણ પુરુષ કે સ્ત્રી છે કે જે મારા સાથે કલેશ કરે, ન હોય તો જય પત્તાકાનો લેખ મને લખીને આપ. તે સાંભળી રાજાએ કહ્યું કે હે ભદ્રે ! સ્થિર થા, કલેશ કરાવીશ. એમ કહી તે સંબંધી રાજાએ નગરને વિષે પડહ વગડાવ્યો. તે અવસરે શ્રીમતી
389
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org