________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજા વિચાર કરવા લાગ્યો કે, આવો અનિવેષ મેં ક્યાંક દેખેલ છે આ પ્રમાણે ચિતવતો તે મૂછ પામ્યો, ને જાતિસ્મરણ જ્ઞાન પામ્યો ત્યારબાદ પોતાના ભવોને દેખીને વિચાર કરવા લાગ્યો કે અહો ! આવા મહાત્માને ક્રોધ કરાવવો તે કલ્યાણને માટે નહિ થાય, માટે જો કદાપિ કાળે તે મુનિ મને મળે તો હું તેના પાસે મારા અપરાધની ક્ષમા માગું. આવું ચિંતવન કરી હૃદયને રચીને સર્વ જગ્યાએ ઉદ્ઘોષણા કરાવવા લાગ્યો કે : गंगाए नाविओ नंदो सभाए घर कोइलो । हंसो मयंगतरे य, सिंहो अंजनपव्वए ॥१॥ वाणारसीए बटुओ,राया इत्थेव असीओ ।
| ભાવાર્થ : ગંગા નદીને તીરે નંદનાવીક ૧, સભાને વિષે ગરોળી ૨, ગંગાતીરે હંસલો ૨, અંજન પર્વતે સિંહ ૪, વાણારસીએ બટુક ૫, અને અહીં રાજા થયેલ છું ૬.
જે માણસ આ છ પદોના પાછળના બે પદો બોલે તેને જે મેળવી આપશે. તેને હું અર્ધરાજય આપીશ, આવી ઉદ્ઘોષણા સાંભળીને ઘણા પંડિતો રાજયાઈના લોભી થઈ નવીન નવીન બે પદોને કરીને લાવે છે, પરંતુ પોતાના મન-માન્યતા પદનો અર્થ નહિ મળવાથી તે સર્વે જેમ આવ્યા તેમ જવા લાગ્યા. ત્યારબાદ કુતુહલથી આ બે પદ સર્વ લોકો જતા આવતા બોલવા માંડયા. આ અવસરે મુનિ પણ તે ઉદ્યાનમાં આવીને રહેલા છે, ત્યાં એકગોવાળીયાયે છએ પદો બોલવાથી મુનિ વિચાર કરે છે કે આ બધું મારું વિલસિત છે, આ કેવી રીતે જાણે છે ? એમ કહીને તેને પૂછયું કે હે ભદ્ર ! આ છે પદો કોણે કયા? તેથી ગોવાળીયો બોલ્યો કે રાજાએ આવું કહીને સર્વ વૃત્તાંત કહ્યું તેથી મુનિએ પાછળના બે પદો કહેવાથી તે રાજા
M૩૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org