Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 367
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાની સેવા કર, કારણ કે તે વિના તારૂં દારિદ્રય કોઈ પણ પ્રકારે નાશ નહિ પામે. જે માટે કહ્યું છે કે : इक्षुक्षेत्रं समुद्रश्च, पाषाणयोनिरेव च । प्रसादो भूभूजां चैव, क्षणाद् ध्नन्ति दरिद्रताम् ॥१॥ ભાવાર્થ : શેરડીનું ક્ષેત્ર તથા સમુદ્ર તથા પાષાણની ખાણ, તથા રાજાઓનો પ્રસાદ આ સર્વ ક્ષણ માત્રમાં દરિદ્રતાને હણી નાખે છે. તેણે કહ્યું કે હે પ્રિય ! ત્યાં જઈને હું શું કહું ? તેણીએ કહ્યું કે હે સ્વામિન્ ! કેવળ તારે એટલું જ બોલવું કે “ધ જય પાપે ક્ષય” એ વાતનો શો લેખો, ન જણો તો કરીદેખો હવે તે બ્રાહ્મણ પણ રાજ સભાને વિષે નિરંતર જઈને તે શબ્દો જ બોલવા લાગ્યો, આવી રીતે નિરંતર બોલનાર તે શ્રીધર ઉપર અન્યદા રાજા પ્રસન્ન થયો, તેથી નિરંતર એક સોના મહોર આપવા લાગ્યો, અને કહ્યું કે હે બ્રાહ્મણ ! આજ શબ્દો નિરંતર હું સભામાં બેસું ત્યારે તારે આવીને મારા કાનમાં કહેવા. એવી રીતે કહેવાથી તે બ્રાહ્મણે પણ નિરંતરરાજસભાને વિષે આવીને તેજ પ્રકારે રાજાના કાનમાં તે શબ્દો કહેવા માંડયા, તેથી તેના ઉપર ઇર્ષાને ધારણ કરીને અંગ નામનો પુરોહિત તેના ઉપર વિવિધરૂપ કરવાનું ચિંતવન કરવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે અહો ! વિધિ વિલસિતમ, મારા છતાં પણ આ મૂર્ખ રાજાનો પ્રસાદ ભોગવે છે તે માટે હું એવો ઉપાય કરું કે તે રાજસભાને વિષે આવે જ નહિ. આવી રીતે વિચારણાકરી એક દિવસ રાજસભામાં જનારા તે શ્રીધરને અંગે કહ્યું કે હે બ્રાહ્મણ ! રાજાના કાનમાં જયારે તું વચન કહે ત્યારે તારે તારું મોટું લુગડાથી બરાબર ઢાંકવું જો તેમ નહિ કરે તો તાહરા મોઢાનો શ્વાસ રાજાને લાગવાથી કોઇકદિવસરાજા તારા ( ૩૫૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400