________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઉપર ક્રોધ કરશે, આવી રીતે અંગે છેતરેલો એવો બ્રાહ્મણ નિરંતર તેમજ કરવા લાગ્યો.અન્યદા અંગે રાજાને કહ્યું કે આ બ્રાહ્મણ દારૂ પીવે છે તેથી તે આપના કાનને વિષે શબ્દ કહે છે ત્યારે મુખ આડું લુગડું રાખે છે. આવી રીતે કહેવાથી રાજાએ તેના ઉપર ક્રોધને ધારણ કરીને બીજે દિવસે તે સભામાં આવ્યોત્યારે તેને વસ્ત્રાલંકારથી પહેરામણી કરીને રાજાએ સત્કાર કરીને કહ્યું કે આ પત્ર લઈ જા. આની અંદર લખેલું છે તે તને મારા પુત્ર આપશે. આમ કહીને તેને પત્ર આપ્યો. તે પત્ર લઈને શ્રીધર રાજાના પુત્ર આગળ જવા માંડયો, રસ્તામાં ચાલતાં શ્રીધરને માર્ગને વિષે અંગ પુરોહિત મલ્યો. તેણે કપટથી શ્રીધરને પુછયું કે હે મિત્ર ! આજે આ શો આડંબર છે ? શ્રીધરે કહો કે તમારા પ્રસાદથી રાજાએ આજ વિશેષ આદરમાન કરેલું છે. ત્યારે પુરોહિતે કહ્યું કે આજ તું મનેકાઈક આપ. આવી રીતે કહેનાર અંગ પુરોહિતને શ્રીધરે તે પત્ર આપી પોતાને ઘરે ગયો. હવે તે પત્ર લઇને રાજકુમારની પાસે તે અંગ ગયો. રાજપુત્રો તે પત્રો વાંચી તુરત અંગ પુરોહિતના નાક કાન કાપી લીધા તેથી અંગ પણએવી દશામાં પોતાને ઘરે ગયો, હવે શ્રીધરને બીજે દિવસે સભામાં આવેલ દેખી તથા પોતાના કાનમાંતેજ પ્રકારે બોલતો દેખી રાજાએ કહ્યું કે હે બ્રાહ્મણ ! તે પત્ર તને કાલે આપેલ તે કયાં ગયો તેણે કહ્યું ? હે દેવ ! માર્ગે મળેલા અંગપુરોહિતને મેં તેણે માગવાથી આપેલ છે, એવું સાંભળીને રાજાએ અંગ પુરોહિતને બોલાવવાથી તેણે પોતાનું મોઢું ઢાંકીને તમામ પોતાના પાપની વાર્તા રાજાને કહી. તે સાંભળી રાજાયે શ્રીધરને વિશેષ કરી બહુ લક્ષ્મી દાન માન વિગેરે પ્રદાન કર્યું એવી રીતે અંગપુરોહિત પરના ઉપર દ્રોહ કરવાથી દુઃખી થયો. ત્યારબાદ લલિતાગે પોતાના પૂર્વનો તમામ વૃત્તાંત સંભળાવી રાજાને
ન ૩૫૧
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org