________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
ત્યાં ગયો અને તેના ચરણકમળને નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યો કે હે તાત ! મારી માતાએ મને તમારી પાસે ભણવા માટે મોકલ્યો છે. તે સાભળી તેણે કપિલને ખોળામાં બેસાડી, મીઠાં વચનોથી બોલાવી, આનંદ ઉત્પન્ન કરાવી, ભોજન કરાવ્યું. પછી કહ્યું કે “ તને વિદ્યાભ્યાસ કરાવીશ પણ તારે ખાવાપીવાનું કેમ થશે? કારણ કે મારે ઘરે તો તે નથી કે તું ખાય.” કપિલે કહ્યું કે, “ભિક્ષા માગીને હું ભોજન કરીશ.” તેથી ઇંદ્રદત્તે કહયું કે, “હે વત્સ ! ભિક્ષા માગવા ભ્રમણ કરનાર માણસ વિદ્યાભ્યાસ કરી શકતો નથી. તેમજ ભોજનરહિત માણસ વિદ્યાભ્યાસ કરી શકતો નથી કારણ કે ભોજન વિના ઢોલ નગારા પણ વાગી શકતા નથી, તે કારણ માટે પ્રથમ ભોજનની ચિંતા કરવી જોઇએ. ત્યારપછી કપિલને આંગળીએ વળગાડી ઇંદ્રદત્ત શાલિભદ્ર નામના એક મહાન ધનાઢય માણસને ઘેર ગયો. ‘૩ કૂવઃ સ્વ.' એ પ્રકારે ગાયત્રી મંત્ર મોટા સાદે બોલતો તેના ઘરની બાહેર ઉભો રહ્યો અને પોતે બ્રાહ્મણ છે તેમ તેને જણાવ્યું શ્રેષ્ઠીએ તેને બોલાવીને પૂછ્યું કે “હે બ્રાહ્મણ તું શું યાચના કરે છે તને જે ઇચ્છિત વસ્તુ જોઈએ તેની માગણી કર. તેથી ઇંદ્રદત્તે કહ્યું કે “આ બ્રાહ્મણ વિદ્યાભ્યાસ કરવાથી ઇચ્છા વાળો છે, આપ તેને નિરંતર ભોજન આપો તો હું તેને વિદ્યા ભણાવીશ, કારણકે મારી પાસે તેને ખવરાવું તેટલું દ્રવ્ય નથી, તેજ કારણ માટે તમારી પાસે ભોજનની યાચના કરવા આવ્યો છું.' આવી રીતે કહેવાથી નિરંતર કપિલને ભોજન કરાવવાનું શ્રેષ્ઠીએ અંગીકાર કર્યું. તે દિવસથી માંડીને કપિલ ઇંદ્રદત્ત પાસે ભણવા લાગ્યો અને શ્રેષ્ઠીને ઘરે ભોજન કરવા જવા લાગ્યો શેઠને ઘરે તેને એક દાસી રોજ ભોજન પીરસે છેતેથી અનુક્રમે હાસ્યાદિક કરવાથી તેને વિષે કપીલ લુબ્ધ થયો ને તેણી
M૩૨૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org