________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઊંચા કરીને કહેવા લાગ્યો કે હે ભદ્ર ! ઊંટ પણ તું યમુનાને આપજે એમ કહી ખેડાતુર થઈ પોતાના ઘેર આવ્યો. ધૂર્ત પણ તમામ લઇને પોતાને ઘેર પહોંચ્યો, માટે અતિ મોહ અનર્થ કરવાવાળો જાણીને ઉત્તમ જીવોએ મોહ ધારણ કરવો નહિ.
Oા મત્સર ઉપર બ્રાહ્મણ ક્યા
) ઘનઘરટ્ટ ગામમાં મત્સરીને વિષે શિરોમણિ દુર્મગલતાનો સમુદ્ર, પાપ કર્મને વિષે કુશળ બહુ નામનો બ્રાહ્મણ રહેતો હતો. અન્યદા સર્પના પેઠે જ દારિદ્રથી પરાભવ પામી, સંભલા નામની પોતાની સ્ત્રીને કહી, ધનની અભિલાષા કરતો ટીલા નામના ઘણા યોગિયોના સ્થાને જઈ સુરનાથ નામના એક યોગીની સેવા કરવા લાગ્યો. સ્નાન ભોજન શયન આસન, સંવાહનાદિક વડે સંતુષ્ટ થયેલ યોગી બાર વર્ષને છેડે બોલ્યો કે હે બાલ ! તારે શું જોઈએ છે ? બટુએ કહ્યું કે સ્વામિન્ ! અમંગલિકનું સ્થાન, દુ:ખોનું વન, ચિંતાનું કારણ, સમગ્ર સુખનું વારણ એવું મારું દારિદ્ર તું દૂર કર. એવું સાંભલી યોગીયે તેને મૂલિકા આપી તેનો પ્રભાવ કહ્યો કે વિધિથી પૂજન કરવાથી સુરલતાની પેઠે, આ મૂલિકા મનવાંછિત આપશે અને તારા કરતાં તારા પાડોશીને બમણું આપશે. ત્યારબાદ મૂલિકા આપનાર યોગીને બ્રાહ્મણે કહ્યું કે હે નાથ ! પાડોશીના ઘરમાં હું લક્ષ્મી દેખી નહિ શકું, માટે આ મૂલિકા વડે કરી મારે સર્યું. મારે જોઇતી નથી, બીજી કોઈ વસ્તુ આપ. એટલે સુરનાથ યોગીએ કહ્યુંતારા ભાગ્યમાં આજ મુલિકા છે. એમ કહેવાથી તે મૂલિકાનો ત્યાગ કરી ઘરે ગયો અને પોતાની સ્ત્રીને મૂલિકાનું સર્વ વૃત્તાંત કહેવાથી તે બોલી કે હે પ્રિય ! તને શાન્તિ થશે તેમ કરીશ પણ મૂલિકા લઈ આવ. એવી રીતે સ્ત્રીએ પ્રેરાયેલા ચિટાવેલીના પેઠે તેને લઈ આવી
M૩૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org