Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રકારની ચિંતવના કરે છે, ભાવના ભાવતાં તે મહાત્માનેકેવલજ્ઞાનઉત્પન્ન થયું, તેથી ચાર નિકાયના દેવોએ બળતા મુનિના શરીર ઉપરથી અગ્નિ દુર કરીને, તે મુનિને સુવર્ણ કમળની રચના કરીને તેના ઉપર બેસાર્યા. અને તેમણે વ્યંતરી સહિત પોતાના માતાપિતાદિક સાથે સર્વ નગરના લોકો પાસે તેનો પૂર્વ ભવ પ્રકાશ કર્યો અને મુનિએ દેશના આપવાથી તમામ પ્રતિબોધ પામ્યા. કેવળી મુનિ પણ પોતાના આયુષ્યને પૂર્ણ કરીને મોક્ષને વિષે ગયા. તે કારણથી સંસારના કારણભૂત જે રાગાદિકો હતા તે પણ પુરંદર શ્રેષ્ઠી-મુનિને વૈરાગ્યના કારણભૂત થયા.
(રાગ વિષયે વસુભૂતિ -કમળથી ક્યા )
વસંતપુર નગરને વિષે શિવભૂતિ અને વસુભૂતિ નામના બે ભાઈઓ વસતા હતા. શિવભૂતિની ભાર્યા કમળ શ્રી હતી તે પોતાના દીયર વસુભૂતિને કામદેવની સમાન દેખીને તેની પાસે ભોગની પ્રાર્થના કરવા લાગી. કારણ કે સંબંધને વિષે પણ સ્ત્રીના મનની શુદ્ધિ હોતી નથી સુાં. ઇત્યાદિ ઉન્મત્ત થયેલા પ્રેમના આરંભ થકી સ્ત્રીયો કામનો આરંભ કરે છે તેને વિષે વિગ્ન કરવામાં બ્રહ્મા પણ કાયર થઈ જાય છે વસુભૂતીએ પણ તેનો અત્યંત તીવ્ર રાગ જાણીને, અને પોતાના મોટા ભાઈની સ્ત્રી માતા તુલ્ય ગણાય એવી ચિંતવના કરી તે ઘરેથી નીકળી ગયો અને સાધુ થયો. ત્યારબાદ તે મહાત્મા સર્વથા સ્ત્રીના સંગનો ત્યાગ કરી વિહાર કરવા લાગ્યા. કમળશ્રી પણ તેને પ્રવ્રજિત થયેલ જાણીને રાગના ઉદયથી મરણ પામીને કોઈક ગામને વિષે કુતરીપણે ઉત્પન્ન થઈ. ત્યાં કોઈક દિવસ તે મુનિને દેખીને રાગના વશવર્તીપણાથી તે કુતરી દેહની છાયાની પેઠે જ મુનિની પાછળ-પાછળ ફરવા માંડી. આ પ્રમાણે સર્વ જગ્યાએ મુનિના ૩૩૮
~
33૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400