________________
૧
છે.
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કચરો ખાવાથી, ધુમાડાના તાપથી તથા ઘણા જ સુક્ષ્મ દસ્તકો વાંચવાથી તેમજ દિવસે નિદ્રા કરવાથી સૂર્યના સન્મુખ જોવાથી પુરુષોના નેત્રોને ભય થાય છે.
આવી રીતે વૈધે સત્ય રોગ કહેવાથી શ્રેષ્ઠીએ કહ્યું કે હે વૈદ્યરાજ? મારા પુત્રને સારો કરતો તેના ભારોભાર સુવર્ણ તથા રત્નો આપું, વૈધે કહ્યું કે મારે સુવર્ણાદિકનું કામ નથી પરંતુ જો તું મને તેની સ્ત્રી આપે તો હું સારો કરૂં, શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે અહો? આ કેવી રીતે બની શકે ! એક બાજું પુત્રનું મરણ અને બીજી બાજું પારકાની દીકરી તેને આપવી, એક બાજુ વાઘ અને બીજી બાજું નદી હવે મારે કેમ કરવું ? તો પણ તેણે વૈદ્ય કહેલું પુત્રની વહુને કહ્યું. તે બહુ હોંશીયાર હતી તેણીયે કહ્યું કે હે તાત ? તમે વૈદ્યને કહો કે તે મને પુત્રી પણ રાખશે ? કે દાસી પણે રાખશે ? શ્રેષ્ઠીએ વૈદ્યને પૂછવાથી તે બોલ્યો કે મારા ઘરને વિષે તે મારી પુત્રીપણે રહેશે તેવો તેનો વિચાર જાણીને તેણીએ વિચાર કર્યો કે મારો ધણી જીવશે તો હું સઘવા, અને મરશે તો હું વિધવા થઇશ, વિધવાપણામાં મને સાર નથી, અને સધવાથી તિલક કંકણ કુંકુમ, કાજલતાંબુલ, કુસુમ વડે કરીને શોભિત રહીશ.પિતાના પેઠે તેના ઘરને વિષે રહેવાથી મારું શિયલ પણ સચવાશે. એવું વિચારી વૈદ્યના ઘરને વિષે રહેવાની હા પાડી શ્રેષ્ઠીએ પણ વહુના માતા, પિતા, રાજા, મંત્રી, નગરશેઠની સંમતિપૂર્વક વહુને દેવાની હા પાડી. વૈદ્ય પણ પુરંદરના નેત્રે પાટો બાંધીને તીક્ષ્ણ શસ્ત્રથી માથાની કરોટીકા ઉપાડી, તેથી તેદેડકી પણ કરોટીકાના છિદ્ર દ્વારા, સજલતવ્ય માટીના ગંધથી બહાર પડી. એટલે વૈદ્ય બોલ્યો કે જો શેઠ મને તેના પુત્રની વહુ આપે તો જ હું આ કરોટીકા નીચે મુકું. આવી રીતે બોલી વૈદ્ય તેના નેત્રનો પાટો છોડી
33૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org