________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ લડવા જાય છે, સ્વામી ચાકરને મારે છે, દિનરાત કરગરે છે, હીનપણું દેખાડે છે, દુધ મુકી છાશ ખાય છે. અછત દેખાડે છે, દીકરીના પૈસા લે છે, લોભી દયાનો ઘાત કરે છે,
C(અર્થ અનર્થ કરનાર છે. તે ઉપરચાર જણાની ક્યા )
હેમપુર નગરને વિષે રાજપુત્ર, મંત્રીપુત્ર, પુરોહિત પુત્ર, અને શ્રેષ્ઠિ પુત્ર આ ચારે જણા પરસ્પર મિત્રતા કરનારા હોવાથી દેશાંતર જોવાને માટે ચાલ્યા હવે ઘણો માર્ગ ઉલ્લંઘન કરી સાયંકાળે એક વૃક્ષની નીચે રહ્યા તેઓઅનુક્રમે રાત્રિના એકએક પ્રહર સુધી જાગતા રહ્યા હવે પ્રથમ પહોરે શ્રી શ્રેષ્ઠીનો પુત્ર જાગે છે, બાકીના ત્રણ ઊંઘી ગયા છે, તે વખતે વડ વૃક્ષના શિખર ઉપર શબ્દ થયો કે અર્થ પડે છે, પણ પાછળથી અનર્થ થશે તે શ્રેષ્ઠિ પુત્રે કહ્યું કે અનર્થ થાય તેમ હોય તો, ન પડો. એવી રીતે બીજા પહોરે પુરોહિતે કહ્યું, અને ત્રીજા પહોરે મંત્રીના પુત્રે પણએમ જ કહ્યું, હવે ચોથે પહોરે એકલો રાજાનો પુત્ર જાગે છે, બીજા બધા નિદ્રા કરે છે, ત્યારે ફરીથી પણ એવો જ શબ્દ થયો, તેથી સાહસિક એવો રાજપુત્ર બોલ્યો કે ધીરપુરૂષો જે લક્ષ્મીને ભોગવે છે, પણ કાયર નહિ માટે ખુશીથી પડ. આમ કહેતાની સાથે જ સુવર્ણ પુરૂષ પડયો પ્રાતઃકાળે બધાયે પોતપોતાના વૃતાન્તો પરસ્પર કહ્યા. ત્યારબાદ બે જણા મિષ્ટાન્ન ભોજન લેવાને માટે ગામમાં ગયા. તેઓ બંને જણાય. લોભાંધ થઇને ગામ બહાર રહેલાને મારવા માટે મિષ્ટાન્ન મધ્યે વિષ નાખ્યું. અને ભોજન લઇને આવ્યા કેતુરત તે બન્નેને રાજપુત્ર તથા મંત્રીપુત્રો તરવારથી માર્યા, અને બન્નેયે વિષમિશ્રિત ભોજન કર્યું. તેથી વિષાવેગથીતુરત બન્ને જણા મરણ પામ્યા. એમ ચારેનાં મરણ થવાથી
૩૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org