________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મનોહર સુગંધી ધુપો મઘમઘાયમાન છે જેને વિષે એવા શયનગૃહને વિષે કે જેમાં પુષ્પનો સમૂહ તળાઈ, ઓશિકા, રજસ્ત્રાણ વિગેરે રહેલા છે એવા ભોગી જનને ઉચિત પલંગને વિષે જાવડ શ્રેષ્ઠી સુખપૂર્વક નિદ્રા લે છે, અને પલંગની બંને બાજુ ઉત્તમ પ્રકારના સળગતા અંગારાના ધૂમાડા વિનાની સઘડીયો સળગી રહેલી છે.
તે સગડીયો કવિની મતિના પેઠે બહુ જ સ્કૂરાયમાન છે. સઘડીના કોલસા ફુરણાયમાન છે, સુઘટિત ચક્રો સારા પ્રકારે છે, કવિની બુદ્ધિ વિસ્તારવાળી અને કાવ્ય કળાની કુશળતાવાલી છે, સઘડી ગોળ આકારવાળી ઘડેલી છે, કવિઓની મતિ પ્રાત:કાળના સમયની જેમ ઉદ્યોત કરનારી આવકારદાયક છે અને સઘડી પણ નિર્દૂમ અગ્નિ વડેજાજવલ્યમાન બળવાથી પ્રભાતના સમાન પ્રકાશ કરવાવાળી છે, પંડિતની મતિ મહાદેવની મૂર્તિને પેઠેરૂપાળી હોય છે તેમ સઘડી અગ્નિ જવાળા મુખરૂપે જાણે હસતી હોય ને શું તેવી લાગતી હતી આવા નિધૂમ અગ્નિ વડે યોગ્યતા પામેલી છે.
તે વખતે અંગારાની સઘડીમાં જાવડ શેઠના વસ્ત્રનો છેડો ભલતો દેખી દિવ્ય વસ્ત્રાલંકારને ધારણ કરનારી દિવ્ય રૂપ વાળી કોઈ સ્ત્રી આવીને તેને બુઝાવવા માંડી. એ સર્વે એક ખૂણે સુતેલા ઉદ્ધવ બ્રાહ્મણે જોયું. તે વખતે ઉદ્ધવે ઉઠીને તે સ્ત્રીનો હાથ પકડીને કહ્યું કે તું કોણ છે ? તેણીએ કહ્યું સમગ્ર મણિ મૌક્તિકનક સ્વામિની હું લક્ષ્મી છું. હાલમાં હું જાવડ શ્રેષ્ઠીની દાસી છું, તેથી હાલમાં આ સુકૃતશાળી શ્રેષ્ઠી મને ભોગમાં લે છે, તેથી હું તેનું દાસી પણ કરું છું આવું કહેવાથી બ્રાહ્મણને કહ્યું કે હે લક્ષ્મી ! મારે ઘેર પણ તારો વાસ હોવાથી મારી પણ તું દાસી છે, માટે તું મારા ભોગવમાં પણ આવે છે. આવી રીતે કહેવાથી લક્ષ્મી બોલે કે પુણ્ય વિના ભોગ ન થાય
(૩૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org