________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુજ્યપાલ સિંહલદ્વીપે ચાલ્યો. હવે માર્ગને વિષે સર્વ ઋદ્ધિ વડે કરીને ચાલતો અને દુનિયાના જીવોને દાન આપતો, સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષની ઉપમાને પામતો પુજ્યપાલ સર્વ જગ્યાએ પ્રસિદ્ધિ પામ્યો રસ્તામાં જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર કરતો, અને ચૈત્ય ન હોય ત્યાં નવું જ જૈન મંદિર સ્થાપન કરતો, જાણે પોતાના પુન્યનો ઢગલો હોયની શું ? તે પ્રમાણે પુન્યનું પોષણ કરવા લાગ્યો આવી રીતે અનેક પ્રદેશોને ઊલ્લંઘન કરીને પોતાના યશને વધારતો પ્રબલ પુન્યનો ધણી પુજ્યપાલ અનુક્રમે સિંહલ દ્વીપે પહોંચ્યો. ત્યાં પોતાના સેવકોને અદ્ભૂત માણિકયના અલંકાર વડે કરી મનોહર બનાવી, જંગમ કલ્પવૃક્ષની પદવીને પ્રસિદ્ધ કરી ત્યારબાદ જુદા જુદા દેશના લાખો ઘોડા પોતાની પાસે મંગાવ્યા, તેમજ વિંધ્યાચળ પર્વત થકી મદથી ઝરતા ભદ્ર જાતિના હજારો હાથીઓ મંગાવ્યા, આવી રીતે પોતાના પતિને ઘણી જ વિભૂતિ દેખીને અવસર પામીને મધુર શબ્દો વડે કરીને ગુણસુંદરીએ કહ્યું કે હે સ્વામી આ ધન વીજળીના પેઠે ચંચલ છે, માટે વિવેકી મનુષ્યોએ શીવ્રતાથી તેનો સારા માર્ગે વ્યય કરવો જોઇએ. કારણ કે જે લક્ષ્મી સારા માર્ગે ન જાય તે લક્ષ્મી મેળવ્યાનું ફળ શું? માટે લક્ષ્મીને તુરત સારા માર્ગે વાપરવી, તથા પોતાના દેશમાં જઈ સ્વજન વર્ગને દેખાડી તેને પણ સહાય કરવામાં વિલંબ ન કરવો અને વિશેષ કરીને હે નાથ ! અરિકેસરી રાજાને પણ તમારી રિદ્ધિ દેખીને અભિમાન રહિત થઈ કર્મનું ફળ પ્રત્યક્ષ દેખે એમ કરવું, ગુણસુંદરીનું વચન સિદ્ધ કરવા, અને અભિમાન રાજાનાં નેત્ર ઉઘાડવા પુજ્યપાળે તે વખતે જ જય ઢંઢેરો વગડાવી અને ચાલવા માંડયો. હવે રસ્તામાં ચાલતા એવા પુજ્યપાલનો ઘણા રાજાઓ સત્કાર કરવા માંડ્યો એવી રીતે દરેક ઠેકાણે સત્કાર-સન્માન પામતો જીર્ણોદ્ધાર
M૨૮૮)
૨૮૮
રૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org