________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નવીન દેરાસર, સંઘસ્વામી વાત્સલ્ય, દીનોદ્વાર વિગેરને કરતો. શ્રી જૈન શાસનની અત્યંત શોભાને વધારતો ચાલ્યો. તે સમયે તેને દેખીને આ શું બળદેવ છે, વાસુદેવ છે, ચક્રવર્તી છે, સ્વર્ગલોકની નીચે આવેલ ઇંદ્ર છે, આવી લોકો કલ્પના કરવા લાગ્યા. હવે પુજ્યપાલ પણ મહાનાયકની પદવી ધારણ કરતો ઉતાવળથી ચાલતો ઘણી ભૂમિ ઉલ્લંઘન કરીને ભદિલપુર નગરની સીમાને વિષે પહોંચ્યો. ત્યાં પોતાની પ્રથમની કાષ્ટ વૃત્તિને સ્મરણ કરીને વારંવાર મિત્રોને તે કહી બતાવીને કર્મની વિચિત્રતાનું વૈચિત્ર્યપણુ ચિંતવવા લાગ્યો ત્યારબાદ સાર્થને નજીકની ભૂમિને વિષે સ્થાપન કરીને ગામના નજીકના ભાગમાં વિમાન સદેશ મહેલ કરાવ્યો અને જાણે પોતાના ગુણનો ઢગલો જ હોયની શું, એવા નિર્મલ રત્નોના થાલ ભરીને અરિકેસરી રાજા પાસે જઈને પુન્યપાલે ભેટશું કર્યું, અને અનેક દેશદેશાંતરના વૃત્તાંત વડે કરીને પુન્ય પાળરાજાને આશ્ચર્યચક્તિ કરી દીધો, જે ભાવો રાજાએ પોતાની જિંદગીમાં નહિ દેખેલો તે ભાવને દેશાંતરને વિષે ફરતા લોકો જે દેખી શકે છે. ત્યારબાદ કેટલાયેક હાથીયો લક્ષ્મી આપીને લેવાનું રાજાના મંત્રીએ કહેવાથી પુન્યપાલે કહ્યું કે ધન વડે કરીને શું તે બધુ આપનું જ છે, માટે આપને જે જુવે તે ત્યાં પધારી લઈ લ્યો. ત્યારબાદ કૌતુકથી રાજા પણ કેટલાક પરિવારની સાથે પુજ્યપાલની રિદ્ધિ જોવા લાગ્યો ત્યાં વિવિધ પ્રકારના વસ્ત્રાલંકારો આંડબરથી પુજ્યપાલના માણસોને દેખી રાજાના આનંદનો પાર રહ્યો નહિ. ત્યારબાદ પુજ્યપાલે ઉત્તમ બાજોઠ ઉપર રાજાને બેસાડી દેવતાઈ રિદ્ધિ સહિત સ્નાન કરાવી તથા રેશમી હીરાગળ વસ્ત્ર પહેરાવી કેશર, ચંદન, બરાસ વડે કરી રાજાને દેવગૃહને વિષે પૂજા કરવા મોકલ્યો ત્યારબાદ ધૂપ, દીપ, નૈવેધ, ફળ કુસુમ વડે કરી પૂજા કર્યા બાદ
M૨૮૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org